Jaguar - 6 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જેગ્વાર - 6

જેગ્વાર - 6

અચાનક જ રુદ્ર અને સુવર્ણાને ગળે મળતા જોઈ અર્જુન ભૂતકાળમાં ખોવાઈ ગયું. સંધ્યાની સાંજ હતી, સોનેરી ઓજસ સંધ્યા સમય ખૂબ સૌંદર્ય ભર્યુ વાતાવરણ ખીલખીલાટ કરતુ હોય એવા ઉજાસમાં ફક્ત આછો પડછાયો દેખાયો. પડછાયા માં જ વાળની લટોને કપાળે ની પાછળ સરકતો હાથ દેખાયો. પડછાયામાં આટલું સુંદર દેખાઈ રહેલું સૌંદર્ય તેણે માણીયુ તે વિચારતો હતો પડછાયો આટલું સુંદર છે તો તો અસલ કેવું હશે? જોવાની તાલાવેલી વધી ગઈ.
. સંધ્યા ને જોતા જ અર્જુન તો જોતો જ રહી ગયો. એના રૂપને કંઈ કેટલી શાયરીઓ કલ્પનામાં લખી હતી એ બોલી ગયો...
" તું "
તું એટલે મારી જીભ પર હરવક્ત રહેતું સ્મરણીય રમણીય નામ ..
તું એટલે અનન્ય સભાઓમાંથી માત્ર મને મળેલ અતુલ્ય સમ્માન ..
તું એટલે મારા ભટકતા દેહને હૈયે ચાંપી આશરો આપતું મકાન ..
તું એટલે મારા હ્ર્દય પાંખડી પર મલકાતાં કોઈ પ્રેમ બુંદનું અભિમાન..
તું એટલે મારા મંદિરે શત સ્નેહથી પૂંજાતી કોઈ છબી દેવસમાન...
તું એટલે મને રોજ સાંભળવી ગમતી કોઈ અસમજણ ભરી અઝાન ..
તું એટલે તન સુગંધી મન સાધના કરતું પ્રસરતું કોઈ પ્રબળ ધૂપ-લોબાન ...
તું એટલે મુજ શેરમાં પ્રતિબિંબિત કોઈ રહસ્યમય નાર


તું એટલે નફરતથી નમેલા તરાજુને તોડતો કોઈ કરુણતાનો ભાર..
તું એટલે મારી શાયરીઓને આપતો મૃગજળ રૂપ કલ્પનિય શણગાર ..
તું એટલે મને મૂંઝવણમાં આપતો કોઈ સંજીવન હ્ર્દય ધબકાર ..
તું એટલે મારી હારને લલકારતો પારંગત કોઈ જીતનો પડકાર ..
તું એટલે મન પ્રફુલ્લિત કરતો ભીંજવતો કોઈ શ્રાવણ ધોધમાર ..
તું એટલે દીનકાળે પણ મને વહાલ આપતો હુંફાળો સ્વભાવ..
તું એટલે ક્રોધકાળે પણ મને શાંત કરતો કોઈ અવિરત લગાવ..
તું એટલે લાખો સલાહોમા મને માનવો ગમતો એકમાત્ર સુજાવ..
તું એટલે મુજ પ્રગતિ માટે જ નિર્ધારિત થયેલ કોઈ સખત ઠરાવ..
તું એટલે મુજ શેરમાં પ્રતિબિંબિત કોઈ રહસ્યમય નાર
"બે'લગામ" ...

(આ રચના सोलंकी धार्मिक "बे_लगाम ની છે. તેમની સંમતિ થી કૃતિ લખેલ છે)

અર્જુન ને તો બસ ચારે બાજુ સંધ્યા દેખાઈ એટલું ઘેલું ચડ્યું હોય એવો પ્રેમ થઈ ગયો. સંધ્યા દેખાવે હતી જ એવી કે પહેલી નજરમાં જ સિધ્ધી દિલમાં ઉતરી જાય.
અર્જુનની આવી કૃતિ સાંભળીને પહાડી દિલ પણ બરફ પીગળે એમ પીગળી ગયું...

ટ્રેનિંગ માટે પહાડી પ્રદેશમાં આવ્યા છીએ એવું તો જાણે ભૂલી જ ગયો હતો બસ હર વખત હર ઘડી ફક્ત સંધ્યા સંધ્યા જ

સંધ્યા પણ જાણે કંઈ કહ્યા વગર આંખોના ઇશારે હા કહી ગઈ હોય એવા ભાવથી શરમાઈને આંખ આડા હાથ રાખી દીધા, અને કંઈ જ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. અર્જુન એક પણ પલકારો માર્યા વગર સતત એમને જતાં જોતો રહ્યો અને બોલ્યો નામ તો કેતા જાવ. સંધ્યા પાછુ ફર્યા વગર જ બોલતી ગઈ સંધ્યા.
અર્જુન બીજા દિવસે ફરીથી એક સમયે એજ સ્થળે પહોંચી ગયો. એજ સંધ્યા ને નીહાળવા સંધ્યા પણ જાણે અર્જુનને વર્ષોની ઓળખ હોય એવી અદાથી પહેલેથી જ હાજર હતી.
રૂપરૂપ નો અંબાર સંધ્યા સમયે જાણે સોળે કળાએ સૂર્ય ખીલ્યો હોય એમ સંધ્યા પણ જવાની ના ઉંબરે સંધ્યાની લાલી ખીલી ઉઠી હતી. અચાનક અણધારી સંધ્યા નામની ખુશી અર્જુન નાં જીવન માં જાણે કૌતૂહલ સર્જાવી ગઈ.
માંજરી આંખો, મનમોહક ચહેરો કપાળ પર ની વાળની લટ્ટ ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવતી હતી. સંધ્યા કામણગારી નજરોથી અર્જુન મદહોશી માં ડૂબી જવા બેતાબ બન્યો હતો. સંધ્યા નું રૂપ જ એવું હતું કે અર્જુન તો શું ગમે તે પાણીદાર પુરુષ પણ પાણી ભરતો થઈ જાય. પછી તો આ ક્રમ બની ગયો આજ સમય બંને એક સાથે એક સમયે અહિયાં જ હોય .


ક્રમશ......

Rate & Review

Saurabh

Saurabh 2 years ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 2 years ago

ખૂબ સુંદર કવિતા રજૂ કરી, સાથે સાથે ક્રેડિટ પણ આપ્યો, અવર્ણનીય 👌👌

Mital Desai

Mital Desai 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago