Jaguar - 5 books and stories free download online pdf in Gujarati

જેગ્વાર - 5

વાયુ વેગે બસ દોડી રહી છે, બસની સાથે સાથે સુવર્ણા અને રુદ્રના હૈયા પણ થનગનાટ કરતા હતા. સુવર્ણા સૌમ્યા પાસે બેસી તો ગઈ હતી પણ તેનું હૈયું હાથ ન હતું. મનમાં તો હતું કે રુદ્ર સાથે જ બેસી રહેવું છે. બહાર દેખાડો કરી રહી હતી. સૌમ્યા સાથે બેસીને રુદ્ર પણ દૂરથી ફક્ત સુવર્ણાને જ નિહાળી રહ્યો હતો. દૂરથી જ મનમાં મનમાં કંઈક કેટલી શાયરીઓ અને કવિતાઓ સુવર્ણા માટે તૈયાર થઇ ગઇ હતી.

બધા જ સ્ટુડન્ટ સાંજની પાર્ટી માટે એટલા બધા એક્સાઇટેડ હતા કે બધું જ ભૂલીને ગયા હતા બસ ફક્ત સાંજની પાર્ટી જ યાદ હતી જ્યાં જવાનું છે એ સ્થળ વિશે વિચારી રહ્યા હતા શું કરીશું, શું જમીશું અને કેવા જલસા કરીશું, બધું જ મગજમાં ચાલી રહી હતું. અને પ્લાન ઘડાઈ રહ્યા હતા. બસ હોટલ આવવાની રાહ જોઈ રહ્યા હતા. થનગનાટ કરતાં હૈયાને જાણે ટાઢક વળી હોય એમ હાશકારો અનુભવતા હોટલ આવી જ ગઈ.
એક રૂમમાં બધી ગર્લ્સ અને બીજા રૂમમાં બધા બોયઝ રહેવાનું નક્કી થયું હતું. બધાં જ સાંજ ની પાર્ટીની રેડી થવા લાગ્યા ફેસ પર નવી નવી ડિઝાઈનના મોહરા પહેર્યા હતા. સૌમ્યા અચાનક સુવર્ણા પાસે આવી અને કહેવા લાગી મને તારો જ ડ્રેસ પહેરવા આપ. સુવર્ણા કહે તારા અને મારા cloth કલ્ચરમાં બહુ difficulty છે. તને નહીં ફાવે આમ પણ સૌમ્યાની જીદ આગળ સુવર્ણાનું કંઈ ન ચાલ્યું અને સૌમ્યા તેના કપડાં લઈને જતી રહી.
બધા જ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા. અને મોહોરો પહેરીને કોઈ બહારની વ્યક્તિ આવે તો કોઈને ખબર પડે નહીં. બધા એવી રીતે તૈયાર થયેલા હતા. વોચમેન કોલ્ડ્રિંક્સ ના મેનેજમેન્ટ માં વ્યસ્ત હતો. એટલામાં કોઈ મોહોરો પહેરીને બહારથી આવ્યું. આ વાતની જાણ ફક્ત સુવર્ણા ને હતી તેણે મલ્હાર ને જણાવવા ઘણા જ પ્રયત્નો કર્યા, પરંતુ પાર્ટીના મ્યુઝિક ના ઘોંઘાટમાં મલ્હાર કંઈ જ સમજી કે સાંભળી રહ્યો ન હતો. સુવર્ણાએ રુદ્ર ને પણ જણાવવા પ્રયત્ન કર્યો એ પણ વ્યર્થ સાબિત થયો.
એટલામાં પેલો બહારથી આવેલો અજાણ વ્યક્તિ કોલ્ડ્રિંક્સમાં કંઈક મિક્સ કરી રહ્યો હોય એવું સુવર્ણાને દૂરથી દેખાયું. પછી સુવર્ણાએ સૌમ્યા ને જણાવવા પ્રયત્ન કર્યો પરંતુ બધા જ ડાન્સ કરવામાં વ્યસ્ત હતા. તો કોઈ સુવર્ણાની વાત સાંભળી નહિ
ને કોલ્ડ્રિંક્સ ના ગ્લાસ તો આખી પાર્ટીના હોલમાં સર્વ થઈ રહ્યા હતા. સુવર્ણા એ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ ને રોકી શકી નહીં...
આખરે પાર્ટી પૂરી થઈ ને સૌ પોતપોતાના રૂમમાં જતા રહ્યા.

અચાનક જ અડધી રાતે એક સીચ સંભળાય જાણે કંઈ ભૂત આવ્યું. હોય એવા બિહામણો ચહેરો દેખાયો કોઈએ કોઈ દિવસ ક્યાં જોયો જ ના હોય, એવો બિહામણો આદમખોર જેવા હતો. કેટલા દિવસ ના ભૂખ્યા હોય એમ જાણે હમણાં ફાડી ને ખાઈ જશે એવી આંખોથી ઝોમ્બિઓ ત્રાટક્યા હોય એવું વાતાવરણ આખી હોટલમાં પ્રસરી ગયું હતું.
કોઈને કંઈ સમજાઈ રહ્યું ન હતું કે શું થઈ રહ્યું છે, પરંતુ વોચમેનને આઈડિયા આવી ગયો હતો કે આતો ઝોમ્બી સ્વરૂપ છે. વોચમેને તરત જ બધાને આગાહ કર્યા કે સૌ પોતપોતાના રૂમમાં જ રહે પણ નવું જાણવાની તાલાવેલી કોઈ ને રોકી ના શક્યા. લગભગ અડધો એક ડઝન જેટલા સભ્યો ઝોમ્બીબની ગયા હતા.
પેલી બહારથી આવેલી અજાણી વ્યક્તિએ કોલ્ડ્રિંક્સ માં જે મિક્સ કર્યો હતું, તેનાથી જ કંઈક બન્યું હતું. એવો અંદાજ આવી ગયો હતો. પરંતુ આ જાણ ફક્ત અને ફક્ત સુવર્ણા ને જ હતી અને તે drugs હતું.
થોડીવાર તો વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. પણ આ અચાનક આવેલા સમસ્યાઓને જોઇ બધાના હોશ ઉડી ગયા હતા.
સુવર્ણા એ રુદ્ર ની રૂમ સુધી જવું હતું પણ વચ્ચે આ વિડંબણા આવી પડી હતી અંગો જાણે શિથિલ થઈ ગયા હોય એવાં મનોદશા સાથે નિસાસો નાખીને બેઠી બેઠી વિચારવા માંડી શું કરવું કંઈ જ સુવર્ણા ને કંઈ સમજ નોતી પડતી એવાં માં ફરી થી ચિત્કારી સંભળાઈ મન બેબાકળુ બની ફરી નિસાસો નાખી રહ્યું હતું.
મલ્હાર અને સૌમ્યા આ drugs નાં શિકાર બની ગયા આ વાત ની જાણ રુદ્ર ને થઈ. રુદ્ર મનથી સાવ નીરાશ અને નિસ્તેજ બની ગયો કારણ કે સુવર્ણા નાં કપડાં પહેર્યા હોવાથી સૌમ્યા સુવર્ણા જ લાગી રુદ્ર ને
રુદ્ર જાણે ભાંગી ગયો હોય એવું મહેસુસ થવા લાગ્યું. કેટકેટલા સપનાં શણગાર્યા હતાં. જીવનમાં આવતા પહેલા જ ખોવાઈ ગયા નો અહેસાસ આત્મઘાતી બની ખંજર ખૂંપી રહ્યા હતા.
આદમખોર જેવા દેખાતા ઝોમ્બી ના ચહેરા બહુ જ ડરામણા અને બિહામણાં લાગતાં હતાં. જન્મો જન્મ થી ભૂખ્યા વરુ જેવાં દેખાવ થી સુવર્ણા તો હેબતાઈ ગઈ હતી. અચાનક અણધારી આવી પડેલ આફત માંથી કેમ ઊગરવું કંઈ જ સમજાતું નહોતું છતાં હિંમત એકઠી કરીને જોર જોરથી રુદ્ર રુદ્ર ને ....



ક્રમશઃ