Safar - 17 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 17


(આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ જ્યારે રાતનાં સમયે પોતાના રૂમ પર પરત આવે છે, ત્યારે તે બ્લેક બેગમાંથી નીયાની ડાયરી કાઢી અને તેને વાંચે છે,તેમાં તે નીયાની પોતાની સાથે ની ફ્રેંન્ડશીપથી માંડીને નીયાનાં પ્રેમ સુધીની બધી વાતો જાણી લે છે.તેને પોતાના પર ગુસ્સો આવવા લાગે છે અને તે જમીન પર ધડામ કરતો પડે છે,કાંઇક પડવાનો અવાજ સંભળાતા અજયભાઈ સફાળા બેઠા થઈ ને વિરાજનાં રૂમ તરફ જાય છે.હવે આગળ...)

અજયભાઈ વિરાજનાં રૂમમાં પ્રવેશ્યા .તેઓએ જોયું કે વિરાજ ખુરશીની નજીક જમીન પર ઢળેલો પડ્યો હતો, તેની આંખોમાંથી નીકળતાં આંસુઓમાં કાંઇક અલગ જ પીડા દેખાઇ રહી હતી. તેનાં મોં પર અફસોસનાં ભાવ સાથે પોતાના પર રહેલા ગુસ્સાનો ભાવ પણ સ્પષ્ટપણે દેખાઇ આવતો હતો.આવો મિશ્ર ભાવ તો અજયભાઈ માટે પણ નવાઈ પમાડે તેવો હતો.

અજયભાઈ તેમની નજીક જઇને બેસ્યા. તેઓએ હળવેકથી વિરાજની પીઠ પર સ્નેહભર્યો હાથ ફેરવ્યો અને શાંત સ્વરે પુછ્યું, "વીરાજ, બેટા શું થયુ છે?"

વિરાજે કાઈ ઉતર નાં આપ્યો, પરન્તુ અજયભાઈ જોતાં હતાં કે તેનાં હોઠો કાંઈક કહેવા મથી રહ્યાં છે, પરન્તુ કહી શકતા નથી. તેમણે વિરાજને થોડોક સમય આપ્યો, અને ત્યાંજ તેની બાજુમાં મૌન અવસ્થામાં બેસી રહ્યાં.

ખાસ્સા સમયનાં મૌન બાદ, વિરાજ અંદર થી હિમત કરી અને બોલ્યો, "ડેડ..."આટલું બોલતાં તેનાથી ડૂસકું ભરાઈ ગયુ. પછી પોતાની જાતને સંભાળી અને એક ઊંડો શ્વાસ લઇ અને વાત શરૂ કરી,"ડેડ..તમને યાદ હોઇ તો જ્યારે હું કાઈ કામ નહતો કરતો ત્યારે તમે મને નીયા શર્મા નામની એક છોકરીનું એક્ઝામપલ વાડે-ઘડીએ આપ્યાં કરતા હતાં."

"પણ, બેટા, એ તો તારામાં ઝનૂન લાવવા માટે હું આવુ કરતો હતો. તેમાં તને શું થઈ ગયું? અને એ તો બહુ પહેલાંની વાત છે." અજયભાઈ વિરાજની વાત વચ્ચેથી કાપતા બોલ્યા.

વિરાજે તેનાં ડેડનાં હાથ પર હાથ રાખતાં કહ્યુ, "નાં,ડેડ,એ વાત નથી, હું બીજીજ વાત કહું છુ. તમે સાંભળો તો ખરાં."

"હાં, બેટા, બોલ." અજયભાઈ શાંત સ્વરે બોલ્યા.

"તમે મને નીયાનો ફોટો વાડે-ઘડીએ
દેખાડી તેની પાસેથી પ્રેરણા મેળવવાનું કહેતાં હતાં.જે વાત મને જરાય પણ પસંદ નહતી.
ડેડ, એક રાત્રે આપણે બન્નેને મોટો ઝઘડો થઈ ગયો, ઝઘડો એ હદે વધ્યો હતો કે તમે મને ઘર ની બહાર કાઢી મુક્યો એ કહીને કે પોતાની આવડત પર 1 મહિનામાં નોકરી અને રહેવા માટેનું ઘર મેળવીને દેખાડ. જે મે કરી ને બતાવ્યું પણ હતુ..."

"અરે, બેટા, એ તો મે તું તારા પગ પર મજબુુત રીતે ઉભો રહી શક તે માટે કર્યો હતો. હું તારું ભલું જ ઇચ્છતો હતો." અજયભાઈએ ફરીથી વિરાજની વાત વચ્ચેથી અટકાવી અને જાણે તેમને એવો અનુભવ થઈ રહ્યો હતો કે તેમણે પોતે અપરાધ કર્યો હોય.

વિરાજ પોતાના ડેડને થતા અનુભવને સમજી શકતો હતો, તે પોતાના ડેડનાં ખંભા પર હાથ રાખતાં બોલ્યો,"ડેડ,રીલેકસ, તમે ફરીથી વચ્ચે બોલી પડ્યા?પહેલા મારી પુરી વાત તો સાંભળી લો. હું માંડ હિમત ભેગી કરી અને તમને આ વાત કરવા જઇ રહ્યો છુ. અને તમે છો કે.."

"સોરી,મને લાગ્યું કે...બોલ,બેટા." અજયભાઈ વિરાજ સામે જોતાં બોલ્યા.

પછી વિરાજે પોતાના ઘરમાંથી અજયભાઈએ કાઢી નાખવાથી લઇને નીયા સાથેની દોસ્તી, નીયાનાં પરિવારનું દિલ જીતવું, નીયાનાં ઘર અને કંપનીમાં પ્રવેશ કરવો, નીયા અને તેનાં પરિવારનાં
ભોળા-પણાનો ફાયદો ઉઠાવીને તેમનો
ઉપયોગ કરવો, નીયા સાથેનો બદલો લેવો, તેમજ કેવી રીતે નીયાને આ બધી વાતની ખબર પડી તે બધીજ વાત વિરાજે અજયભાઈને કરી. તેણે અજયભાઈને નીયાની ડાયરી પણ વંચાવી.

વિરાજની વાતો સાંભળીને તો જાણે અજયભાઈનાં પગ તળેથી જમીન ખસી ગઇ, તેઓ આભા બની ગયા.પોતાના દિકરાને હજું આજે જ પામ્યા હતાં, અને આજેજ પોતાના દિકરા દ્વારા કરવામાં આવેલા આવા કામની ખબર પડી! શું બોલવું? શું નહી? કાઈજ ખબર નહતી પડતી.

નીયાએ લખેલું વાંચીને તેઓ નીયાની મન:સ્થીતી શું થઈ હશે તેની કલ્પના પણ નહતા કરી શકતા. નીયા દ્રારા લખવામાં આવેલી તેણીની વેદના વાંચીને તેમની આંખો માં પાણી આવી ગયા. તેઓ વિરાજનાં ખભા પર પોતાનો હાથ રાખતાં બોલ્યા," તારા ઉછેરમાં રાજીવભાઈએ કે કોઇએ પણ કાઈ કમી નહતી રાખી, તારામાં હમેશ સારા સંસ્કારોનું સિંચન કરતા રહ્યાં,છતા.."

તેમનાં મગજમાં થોડોક સમય કશીક ગડમથલ ચાલી, બાદ તેઓ બોલ્યા.

"હા!!રાજીવભાઈ,રોહિણી ભાભી,આરોહી અને તારાં નાનાં-નાનીનાં મૃત્યુની વેદના તું એક સાથે જીરવી નહીં શક્યો હોઇ ત્યાંજ તારી સમક્ષ આખું સત્ય બહાર આવ્યુ જે વર્ષોથી તારાથી છૂપું રખાયું હતુ. આટલી બધી વસ્તુ તું એક સાથે જીરવી નાં શક્યો અને તું પરિવારનું મહત્વ જ ભૂલી ગયો. પ્રેમ અને લાગણીનાં સંબંધો તો જુઠા છે એવું તું માનવા મંડ્યો હતો.આથી તે નીયા અને તેનાં પરિવારની લાગણીનું મહત્વજ ક્યાં સમજ્યું હશે? આમાં તારો વાંક નથી, અચાનકજ તારાં પર આવી પરિસ્થિતિ આવી ગઇ તેને કારણે તું.."


થોડીકવાર અટક્યા બાદ તેઓ બોલ્યા,"પણ, તને તારા પર આવેલી પરિસ્થિતિને કારણે બીજાના જીવન સાથે રમવાનો કોઈ હક જ નથી. તે બહું ખોટું કર્યું છે. બેટા, બહુ ખોટું કર્યું છે."


"ડેડ,આઈ નો અને મને અત્યારે ખુબજ ગિલ્ટી ફીલ થાય છે. પોતાના પર ગુસ્સો આવે છે. નીયા અને તેનાં પરિવારે મારા પર વિશ્વાસ મુક્યો અને મે? મે શું આપ્યું ? દગો જ ને? નીયા મને તેનો સાચો બેસ્ટ-ફ્રેન્ડ માનતી હતી, તે મને નિઃસ્વાર્થ પ્રેમ કરતી હતી અને હું? હું તેને નફરત જ કરતો રહ્યો,બસ નફરત?"

આટલું બોલ્યા બાદ થોડીક ક્ષણો આખા રૂમમાં ચુપકીદી છવાઈ ગઇ.ખાસ્સા સમયનાં મૌન બાદ વિરાજ ઉભો થયો અને પોતાનાં આસું લુંછ્યા, અને દ્દઢ થઈ ને બોલ્યો,"પણ હવે નહીં, હવે હું પણ તેની લાગણીને સમજુ છું, હું પણ હવે પરિવારનું મહત્વ સમજવા લાગ્યો છુ. મને મારી ભુલ સમજાય છે. અને હવે હું તેને સુધારવાનો મારો પૂરો પ્રયત્ન કરીશ. ડેડ, હું તેને છોડી આટલા દીવસથી અહિ આવી ગયો છું. છતા તેની યાદો મને છોડતીજ નથી. આટલા દિવસોમાં એક પણ દીવસ એવો નથી ગયો કે મને તેની યાદ નાં આવી હોય!"

"એજ તો પ્રેમ છે.." અજયભાઈથી અનાયાસે બોલાઈ ગયું. પણ તેમની વાત સાચી હતી, વિરાજે નવાઈથી તેમની સામે જોયું. તેઓ ઉભા થયાં અને વિરાજનાં ખભા પર હાથ રાખ્યો, અને બોલ્યા, "હા બેટા, આ જ પ્રેમ કહેવાય."
તેમણે ટેબલ પર રાખેલ પાણીનો જગ લઇ તેમાંથી ગ્લાસમાં પાણી ભર્યું અને વિરાજને આપ્યો.અને બીજો ગ્લાસ પોતે લીધો.

અજયભાઈ બેડ પર બેઠા હતાં અને વિરાજ તેમની ગોદમાં માથું ઢાળી સૂતો હતો. અજયભાઈ પોતાની આંગળીઓ ને વિરાજનાં વાળમાં ફેરવવા લાગ્યા.બન્ને બાપ-દિકરા એક બીજાને મળી અને આજે ખુબજ ખુશ હતાં.

થોડીક વાર તો વાતાવરણ મૌન જ રહ્યુ પછી વિરાજે પોતાની નજર સહેજ ઉપર તરફ કરી અને બોલ્યો,"ડેડ,નીયા મને માફ તો કરી દેશે ને?"

અજયભાઈ હજું વિરાજનાં વાળોમાં હાથ ફેરવતા-ફેરવતા બોલ્યા,"બેટા, એ તો હવે ભગવાન જાણે, પણ તે તેને આવડો મોટો દગો દીધો તો મને નથી લાગતું કે તે તને ઘડીકમાં માફ કરશે."

"ડેડ,એ નહીં માને ત્યાં સુધી હું તેને મનાવતો રહીશ."વિરાજે ઉભા થતા કહ્યુ.

"માય, સન,યે હુઇનાં બહાદુરો વાલી બાત."એમ કહેતાં અજયભાઈ ઉભા થયાં અને પોતાના બન્ને હાથે તેને ખભાથી પકડી અને હચમચાવી નાખ્યો.જાણે તે વિરાજનો ભૂતકાળ કાઢવા માંગતા હોય.

"હમ્મ,ડેડ,આઈ લવ યું."વિરાજ બોલ્યો.

"આઈ લવ યું ટુ બેટા,જય મહાદેવ."આટલું કહેતાં તે રૂમની બહાર નીકળી ગયા.

"જય મહાદેવ." કહી આખો દીવસ મુંબઈ ફરી અને થાકેલો વિરાજ પથારીમાં પડ્યો કે ઘસ-ઘસાટ ઊંઘી ગયો.

વિરાજ પોતાના આલીશાન બેડરૂમમાં સૂતો હતો.તેનો દરવાજો ખુલ્યો અને અજયભાઇ અંદર પ્રવેશ્યા, તેમણે બારીઓને ઢાંકી નાખેલા સુંદર ડિઝાઇનવાળા પડદાઓને પોતાના બન્ને હાથોથી ખસેડ્યા અને તે સાથેજ હમણાં જ અંજવાળુ પાથરવા માટે ઉગેલા સુર્યનારાયણનાં સોનેરી કિરણો વિરાજ પર પડ્યા.તેણે પોતાના બન્ને હાથો વડે પોતાની આંખોનું પ્રકાશથી રક્ષણ કરવા માંડ્યું. અજયભાઈ તેની તરફ આવતાં બોલ્યા,"ચાલ,વિરાજ ઉઠ."

વિરાજે બેડ પર રહેલ બીજા ઓશીકાને લઇને પોતાના કાન પર રાખી દીધું.
"ચાલ,હવે,સવાર થઈ ગઇ છે, ઇટ્સ એ જોગિંગ ટાઇમ."આટલું બોલતાં તેમણે વિરાજનાં કાનેથી ઓશીકું હટાવ્યુ. વિરાજે પોતાના બેડની પાસે આવેલા ટેબલ પર રહેલ,ક્લોકમાં સમય જોયો તો સવારના સાડા પાંચ વાગ્યા હતાં.
તે ગુસ્સામાં બોલ્યો,"આટલું વહેલું શું કામ ઉઠાડો છો ડેડ??"

"અરે, જે વહેલા ઉઠે તેનુ સ્વાસ્થ્ય સારુ રહે છે અને આજે કામ પણ ઘણુ છે." અજયભાઈ વિરાજને હલાવતા બોલ્યા.

વીરાજ ઉભો થયો અને કપડા બદલવા ગયો.
પછી બન્ને બાપ-દિકરા જોગિંગ પર ગયા.સવારનાં પહોરમાં વાહનોની અવરજવર પ્રમાણમાં થોડી ઓછી હતી.આજુ-બાજું આવેલી હરિયાળી ને જોઇ અને મન પ્રફૂલીત થઈ જાય. ફૂટપાથ પર ચાલતા વૃદ્ધ લોકોનાં ચહેરા પર સવારનાં પહોરમાં એક અજબ જ સ્મિત અને સંતોષ દેખાતો હતો. જોગિંગ અને એક્સરસાઈઝ કરી રહેલા યુવાન-યુવતીઓનાં આછા ગુલાબી ચહેરા પર પરસેવાના બિંદુ જોવા મળતા હતા.અમુક પુખ્ત વયનાં સ્ત્રી કે પુરુષ પોતાનું વધી ગયેલું વજન ઓછુ કરવા જોગિંગ કે એક્સરસાઇઝ કરી રહ્યાં હતાં. વાતાવરણમાં શુદ્ધ ઓકસિજન મળી રહ્યો હતો. આ સમગ્ર દ્રશ્ય મન અને તનને તાજગી આપી રહ્યુ હતુ.

(શું વિરાજ નીયાને પોતાના દિલની વાત કહી સકશે? નીયા શું જવાબ આપશે? આ બધુ જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની...)