journy to different love... - 18 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 18



(આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજ અજયભાઇને નીયા સાથે થયેલી બધીજ ઘટના કહે છે, અને નીયાની ડાયરી પણ વંચાવે છે.આ બધી હકીકત જાણી અને અજયભાઈને પણ દુઃખ થાય છે. પણ તેઓ એક વાત જાણી ગયા છે કે વિરાજ નીયાને પ્રેમ કરવા લાગ્યો છે.તેઓ વીરાજને આ વાતથી જાણકાર બનાવે છે અને વિરાજ પણ નીયાને મનાવવાનું નક્કી કરે છે. હવે આગળ...)


બન્ને બાપ-દિકરો જોગિંગ કરી અને ઘરે આવ્યાં, થાકેલા બન્ને આવીને તરત સોફા પર બેસી ગયા.

વિરાજ:ડેડ,તમે કહેતાં હતાં કે આજે ઘણુ કામ છે, શું કામ છે આજે ?

અજયભાઈ:વિરાજ,એક વીક પછી અહિ મુંબઈમાં એક હોટેલમાં એવોર્ડ અને સાથે-સાથે ફેમેલિ ફંકશન છે.

વિરાજ:એવોર્ડ અને સાથે ફેમેલિ ફંકશન ?

અજયભાઈ:હા,મુંબઈનાં બધાજ બિઝનેસ મેન-વૂમેન ત્યાં પોતાના પરિવાર સાથે હાજરી આપશે.અને ત્યાં અલગ-અલગ પ્રકારના એવોર્ડ પણ આપવામાં આવશે.

વિરાજ:વાઉવ,ડેડ.અમેઝિંગ.

અજયભાઈ:અને હાં વિરાજ,ત્યાં એવોર્ડફંકશનની સાથે-સાથે બીજી ઘણી અલગ-અલગ એક્ટીવીટીઝ હશે.બધાંને બહુ મજા આવશે.બધાંને નિમંત્રણપત્રીકા આપવામાં આવી છે.

વિરાજ:વાઉવ,ડેડ,ઇટ્સ ગ્રેટ. ખુબજ મજા આવશે.

અજયભાઈ:અને હા બેટા,અહિં ફંકશનમાં આવવા માટે બધાં લોકો સામે એક શરત રાખવામાં આવી છે, જે તેમની નિમંત્રણ પત્રીકામાં લખીને આપવામાં આવેલ છે.

વિરાજ:શું ડેડ?

અજયભાઈ:જે આ ફંકશનમાં આવવાના છે તે બધાંએ હોટેલમાં કદમ રાખતાંજ પોતાનુ કામ, બિઝનેસનું ટેન્શન ભૂલી જવાનું છે. બિઝનેસ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા જ નહીં, બસ ખાલી તે રાત બધાં માટે યાદગાર બની રહેવી જોઈએ.

વિરાજ:હા, તે વાત સાચી છે.તો જ બધાં મજા કરી શકશે. પણ ડેડ, આ ફંકશન તો એક વીક પછી છે તો આજે શું કામ છે?

અજયભાઈ:બેટા, બિઝનેસ એસોસિએસનનાં ચેરમેન હોવાને કારણે મારે આ આખા ફંકશનમાં દેખરેખ રાખવાની છે, મોટા ભાગનું કામ તો પુરુ થઈ ગયું છે.થોડુંક બાકી છે એ પુરુ થઈ જશે, પણ એક કામ એવું છે કે જે તારે કરવું પડશે.

વિરાજ:શું?

અજયભાઈ:અમે અલગ-અલગ એવોર્ડ માટે જે અલગ-અલગ નામ સિલેક્ટ કર્યા છે, તેમને બધાંને તારે મેઈલ કરી અને જણાવી દેવાનું છે. ઓકકે?

વિરાજ:ઓક્કે.

અજયભાઈ પોતાના રૂમમાં જાય છે અને વિરાજ પણ નહાઈ-ધોઈને લેપટોપ લઇ અને પોતાના કામ પર લાગી જાય છે. તે એક નામ વાંચે છે અને સ્તબ્ધ થઈ જાય છે. નીયા.. નીયાને પણ એવોર્ડ મળવાનો હોય છે, વિરાજ તેને પણ મેઈલ કરે છે. ઇ-મેઈલ આઈડી બિઝનેસ અસોસીએસનનાં નામે હોવાથી તે તેને પણ મેઈલ મોકલી આપે છે. વિરાજ એ વિચારી ખુશ થાય છે કે તે નીયાને આ બહાને મળી અને તેની સાથે વાત કરી શકશે.

આ બાજું નીયાની પરિસ્થિતિ જોઇએ તો તે પોતાની કેબીનમાં ચેઇર પર બેઠી હતી.માથું ચેઇર પર ઢાળેલું અને નજર ઉપર તરફ હતી.હાથમાં રહેલા કપમાંથી ગરમ કોફીની એક શીપ ભરી, કાઇક વિચારી રહી હોય તેવું લાગતું હતુ.ત્યાંજ તેને એક ઈ-મેઇલ આવ્યો, તેણે ખોલીને જોયું. તે જેમ જેમ ઈ-મેઇલ આગળ વાંચી રહી હતી તેમ-તેમ તેનાં ચહેરા પર ખુશીનાં ભાવો વધતા જતા હતાં. પોતાની ચેઇર પરથી ઊભી થઈ અને યસ.. યસ કરી રહી હતી.ત્યાંજ પ્રિયંકા ઓફિસમાં આવી અને તેણે આ જોયું, તેણે પુછ્યું કે," શું થયું છે મેમ?"

"અરે, આટલા સમયથી હું જે એવોર્ડ માટે તન-તોડ મહેનત કરી રહી હતી, તે એવોર્ડ મને મળવાનો છે."નીયા પ્રિયંકાની નજીક જઇ તેનાં હાથ પકડતા ખુશ થતા બોલી.

"વાવ,કોંનગરેચ્યુંલેસન્સ,મેમ."એ ક્હેતા તે નીયાને ભેટી પડી.

"થેન્ક યું."નીયા પણ તેને ભેટી પડી.

પછી કહ્યુ," હું હમણાં ઘરે જઇ બધાંને આ ખુશ-ખબરી દઉ છુ.તું ઓફિસમાં બધાંને મીઠાઈ વહેંચી દેજે."

"ઓક્કે,મેમ,બાય."આટલું કહી તે ત્યાંથી નીકળી ગઇ.

નીયાએ પોતાનો ફોન ઉપાડ્યો અને કોન્ફરન્સ પર તેનાં મમ્મી-પપ્પા અને મેહુલભાઈને કૉલ જોડ્યો.

નીયા:"હેલ્લો.."

રીમા બહેન:હેલ્લો, હા નીયા,બોલ.

નીયા:મમ્મી,પપ્પા અને મેહુલભાઈ,મે તમને કોન્ફરન્સ પર કૉલ લગાવ્યો છે, અને મમ્મી પ્રીયાભાભી તારી બાજુંમાં છે?

રીમા બહેન:હા પ્રિયા અહિ જ છે,હું ફોન સ્પીકર પર કરૂ છુ તું બોલ...

નીયા:તમે બધાં ફટાફટ ઘરે પહોંચો.

રિતેશ ભાઈ:અરે, બેટા પણ શું થયુ છે?

નીયા:તમે બધાં ઘરે તો પહોંચો હું કહું છુ.

મેહુલ ભાઈ:મારે હમણાંજ એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે.

નીયા:બહેન ઇમ્પૉરટન્ટ છે કે ક્લાયન્ટ?

મેહુલ ભાઈ:અરે..

નીયા:અરે બરે, કાઈ નહીં,જલ્દી મને બધાજ ઘરે જોઇએ બસ.

અને નીયા કૉલ કટ કરી દે છે.તે અનન્યાને કૉલ કરે છે,અને તેને પણ ઘરે આવવાનું કહે છે.તે ફટાફટ પોતાની કાર લઇ અને ઘરે પહોચે છે.તે હજું અંદર પહોચે તો જુવે છે કે ઓલરેડી બધાં ત્યાં હાજર હતાં,તેની રાહ જોતાં હતાં.તે જેવી તેઓની નજીક પહોચી કે બધાએ તેને ઘેરી લીધી અને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો.

નીયા:હું કહુ છુ..તમે બધાં શાંતી તો રાખો.

બધાં એક સાથેજ:હા, બોલ.

નીયા:તમને ખબર હોય તો હું છેલ્લાં થોડાક સમયથી એક એવોર્ડ મેળવવા માટે મહેનત કરી રહી હતી. અને મારી એ મહેનત સફળ ગઇ છે, નેકસ્ટ વીક એક હોટેલમાં એવોર્ડ અને ફેમેલિ ફંકશન છે.જેમાં સમગ્ર મુંબઈમાંથી બિઝનેસ મેન એન્ડ વૂમેન આવી રહ્યાં છે. અને તે બધાંની વચ્ચે મને એવોર્ડ મળશે. આટલું સાંભળતા તો બધાંનાં ચહેરા પર ખુશી છલકાઈ આવી. બધાંએ નીયાને અભિનંદન આપ્યાં. મીઠાઈ ખાઇ મોં મીઠુ કર્યું અને તે રાત્રે તે બધાં તેમજ અવિનાશ અને અનન્યાનાં પિતા ડો.રાહુલ પણ બહાર જમવા ગયા.નીયાએ કેક કાપી અને બધાંએ હોટેલ ગેલાર્ડમાં ડિનર કર્યું. નીયાને એવોર્ડ મળવાનો હોવાથી તે જલ્દી અઠવાડિયું પુરુ થાય તેની રાહ જોઇ રહી હતી, જ્યારે વિરાજ નીયાને મળવા માટે ક્યારે એક વીક પુરુ થાય તેની રાહ જોઇ રહ્યો હતો.

એક અઠવાડિયા પછી, એવોર્ડ ફંકશનની સાંજે...

નીયાનો સમગ્ર પરિવાર તૈયાર થઈ ગયો અને નીયા પણ. લાઈટ પિન્ક કલરના બાર્બી ગાઊનમાં, હળવા મે-કપ અને ખભા સુધીના શોર્ટ હેઇરમાં તે બાર્બીજ લાગી રહી હતી. નીયાએ પોતાની કાર લીધી અને તેમાં અનન્યા, અવિનાશ અને રાહુલભાઈ બેઠા.જ્યારે બીજી કાર મેહુલે લીધી તેમાં રિતેશભાઈ, રીમા બહેન તેમજ પ્રિયા ભાભી બેઠા.અને સાંજનાં ટ્રાફિક સાથે લડતા તેઓ બધાં તે સ્થળે પહોચી જાય છે.

વિશાળ અને આલિશાન હોટેલ ખુબજ સુંદર લાગી રહી હતી.ધીમે ધીમે હોટેલનો વિશાળ અને ખાલી હોલ ભરાતો જતો હતો.ત્યાં દરેક માટે અલગ-અલગ ટેબલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધાં એક-બીજા સાથે વાતો કરતા હતાં, હસી-મજાક કરતા હતાં.નીયા અને તેનો પરિવાર પણ બીજા પરિવારો સાથે વાતો કરતો હતો, હસી-મજાક કરતો હતો. થોડાક સમય બાદ બધાં પોત-પોતાની જગ્યાએ બેસી ગયા અને સામે સ્ટેજ પર એક છોકરી અને એક છોકરો એમ બે એન્કર આવ્યાં અને તે બીજા કોઈ નહીં પણ અનન્યા અને અવિનાશ હતાં.

અનન્યા:હેલ્લો, એવરીવન,ગુડ ઇવનીગ.વેલકમ ટુ ધ બિઝનેસ ફેમેલિ એવોર્ડ્સ.

અવિનાશ:વન મિનીટ અનન્યા,આ બિઝનેસ એવોર્ડ્સ તો સાંભળેલું છે પણ આ બિઝનેસ ફેમેલિ એવોર્ડસ?

અનન્યા:અરે, એવોર્ડ્સની સાથે-સાથે આપણે બધાં અહિ ફેમેલિ ભેગા એન્જોય કરવા પણ આવ્યાં છીએ.(થોડી વાર ચુપ રહી પછી)
એક વાત કહે તને આજનો કાઈ પ્લાન ખબર છે?

અવિનાશ:અફકોર્સ....(આટલું બોલ્યા પછી તેણે ધીમેકથી ઉમેર્યું)નો.(અને બધાં હસવા માંડ્યા.)

અનન્યા:અરે, આજે ફુલ એન્જોય કરવાનું છે.એવોર્ડ્સ આપવાની સાથે-સાથે ગેમ્સ,ડાન્સ,સીંગીન્ગ,હસી-મજાક બધુંજ હશે અહિ.

અવિનાશ:વાઉવ,ગ્રેટ,બહુજ મજા આવશે.

અનન્યા:તો પહેલા આપણી સમક્ષ પર્ફોમન્સ કરવા આવશે...

અવિનાશ:કોણ?કોણ આવશે?

અનન્યા:હમણાં સ્ટેજ પર આવે એટ્લે ખુદ જોઇ લેજે.ચાલ હવે.(એમ કહી તે અવિનાશનો હાથ પકડી લઇ જાય છે અને બધાં હસવા માંડે છે.)

પછી સ્ટેજ પર અંધકાર છવાય જાય છે અને અચાનક રંગબેરંગી લાઈટ સ્ટેજ પર પથરાય જાય છે. નાના-મોટા છોકરાં-છોકરીઓ પોતાની જોડી બનાવી અને એક સરખા કપડા પહેરી અને ઉભા હતાં, અને સ્ટેજ પર મુકાબલા, સ્લોમૉસન અને લડકી આંખ મારે આ ત્રણ સોંગ પર ત્યાં સ્ટેજ પર રહેલ છોકરાં-છોકરીઓએ ડાન્સ કર્યો. તે લોકોનો ડાન્સ ત્યાં રહેલા બધાને ખુબજ પ્રભાવિત કરી ગયો. બધાં ઉભા થઈ અને તાળીઓ પાડી તેમનાં ડાન્સને સન્માન આપ્યું.

પછી અનન્યા અને અવિનાશ સ્ટેજ પર આવ્યાં અને બોલ્યા,"તમને લોકોને આ બાળકોનો ડાન્સ જોઈને લાગતું હશે ને કે આ બાળકો ડાન્સ સ્કુલમાં જતા હશે. તો તમે ખોટા છો કારણકે આ બધાં બાળકો પાસે એટલાં રૂપિયા જ નથી કે આ બાળકો કોઈ ડાન્સ સ્કુલમાં જઇ શકે, આ બાળકોના માતા-પિતા આખો દીવસ મહેનત-મજૂરી કરી અને રાતનાં થાકેલા ઘરે આવે છે ત્યારે પોતાના દિકરા કે દિકરીનાં શું સપનાઓ છે તે જાણવાના હોંશ જ રહેતાં નથી હોતા.

અવિનાશ:(ત્યાં ઉભેલ એક નાનાં બાળકના વાળ પર હાથ ફેરવતા બોલ્યો)આ બાળકો ધારાવીમાં રહે છે. આ બધાં બાળકો પોતાની મહેનતથી મોબાઇલ ફોન કે પછી ટી.વી માંથી ડાન્સ જોઇને ડાન્સ કરે છે.

અનન્યા:આથી આપણે આપણો પૂરો પ્રયત્ન કરવો જોઇએ કે આપણે આવા કોઈ ગરીબ બાળકનું સપનું પુરુ કરી શકીએ.આપણે આપણી પાસે રહેલી સંપતિમાંથી થોડુંક યોગદાન આવા બાળકો માટે કરવું જોઈએ.

(અનન્યા આટલું બોલી ત્યાં ઓડિયન્સમાંથી પહેલી હરોળમાં બેસેલ અજયભાઈ ઉભા થયાં અને સ્ટેજ પર પહોંચ્યા અને ત્યાં ઉભેલ નાનાં બાળકનાં ગાલ પર વ્હાલથી હાથ ફેરવી તેઓ બોલ્યા)

અજયભાઈ:અનન્યા અને અવિનાશ ની વાત સાચી છે, આપણે તો આપણાં બાળકોને હાઈ એજ્યુકેશન પુરુ પાડીએ છીએ પરન્તુ ઘણાંય એવાં લાચાર માતા-પિતા છે જે પોતાના સંતાનોને બે સમયનું જમવાનું પણ પુરુ પાડી શકતા નથી. આથી આજેજ હું એક વાતની જાહેરાત કરૂ છુ કે આપણે બધાં એક ટ્રસ્ટ બનાવીશું આવા ગરીબ બાળકો માટે. જેમાં જેને જેટલું યોગદાન આપવું હોઇ તેટલું યોગદાન સ્વેચ્છાએ આપી શકે છે. જેથી કરી આવા લાચાર બાળકો પોતાની લાચારીને કારણે પોતાના સપના ને ગુુમાવી નાં દે, આભાર.

(અજયભાઈએ બોલવાનું પુરુ કર્યું તેવું ઓડિયન્સમાંથી બધાંએ ઉભા થઈ અજયભાઈને તેમજ તે બાળકોને તાળીઓના ગળગળાટથી વધાવી લીધાં, અને ત્યાં ઉભેલ બધાં બાળકો બધાનો આભાર માનતા અજયભાઈ ને એક સાથે ભેટી પડ્યા.પછી તે બધાં બાળકો અને અજયભાઈ પોતાની જગ્યા પર બેસી ગયા.)

અનન્યા:તો આગળ વધીએ આપણા કાર્યક્રમ તરફ, આજનાં આ કાર્યક્રમ નો પહેલો એવોર્ડ છે બેસ્ટ બિઝનેસ મેન એવોર્ડ અને તેને આપવા આવે છે, મી.રિતેશ શર્મા...

(રિતેશભાઈ પોતાના હાથમાં રહેલું એન્વોલ્પ ખોલે છે અને નામ વાંચે છે.)
મી.સંજય પટેલ.

(મી.સંજય પટેલ એવોર્ડ લેવા સ્ટેજ પર આવે છે અને તાળીઓ દ્રારા તેમને બધાં અભિનંદન પાઠવે છે.અને પછી રિતેશભાઈ અને મી.પટેલ પોતાની જગ્યાએ બેસી જાય છે.)

અવિનાશ:અત્યારે તમે જોઇ શકો છો કે લેડીઝ બધીજ જગ્યાએ પોતાની નામના બનાવે છે તે પછી નાનાં ગૃહ ઉદ્યોગમાં કામ કરતી સ્ત્રી હોઇ કે પછી મોટો બિઝનેસ કરતી. સ્ત્રીઓ અત્યારે દરેક ક્ષેત્રોમાં પોતાનુ આગવું પડતું સ્થાન ધરાવે છે. તો આપણો આગળનો એવોર્ડ તેને લગતો જ છે,જી હા આપણો આગળનો એવોર્ડ છે,બેસ્ટ બિઝનેસ વૂમેન એવોર્ડ.અને તે એવોર્ડ આપવા આવી રહ્યાં છે,જ્વેલરી-ડિઝાઇનનાં બિઝનેસમાં પોતાનુ આગવું નામ ધરાવતા મિસિસ.રીમા શર્મા.

(રીમા બહેન સ્ટેજ પર આવે છે અને પોતાના હાથ પર રહેલ એન્વોલ્પ ખોલી તેમાંથી નામ વાંચે છે.)
મિસિસ.રીતુ અગ્રવાલ.

(મિસિસ.રીતુ એવોર્ડ લેવા આવે છે, અને પોતાના હાથમાં માઇક લઇને બોલે છે)

મિસિસ રીતુ: હું બસ આટલુંજ કહેવા ઇચ્છુ છુ કે સ્ત્રીઓ એ કદી જીવનમાં હાર ન માનવી જોઈએ, તેમને જે અડચણો નડે છે તેને પાર કરતા તેઓએ આગળ વધવું જોઈએ. અને હું અને રીમા તો ઘણાં વર્ષોથી સારી ફ્રેન્ડ્સ છીએ.થેન્ક યુ.

(બધાંનાં તાળીઓના અવાજ સાથે તે બન્ને બહેનપણીઓ સ્ટેજ પરથી નીચે ઊતરે છે.)

આ બાજું આખા પર્ફોમન્સ દરમ્યાન વિરાજની નજર નીયાને શોધતી રહે છે, જ્યારે નીયા તો ફંકશનમાં જ મશગુુલ હોઇ છે.

(વિરાજ નીયાને મળી શકશે?તેની સાથે વાત કરી શકશે?શું નીયા તેની વાત સાંભળશે?જાણવા માટે વાંચતા રહો,સફર-એક અનોખા પ્રેમની..)

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊