Ascent Descent - 56 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 56

આરોહ અવરોહ - 56

પ્રકરણ - ૫૬

મિસ્ટર નાયક ઘણાં સમય સુધી ઉભાં રહીને થાકી ગયાં હોવાથી આખરે એ એક અજાણી લાગતી જગ્યાની બહાર એક ખુરશી પર બેઠાં. એ બોલ્યાં, " ખબર નહીં કર્તવ્ય ક્યાં અટવાઈ ગયો હશે? ફોન પણ નથી ઉપાડતો ને એ તો?"

એટલામાં જ એમણે કર્તવ્ય અને એની સાથે આવેલાં બે છોકરાઓને જોયાં. ફટાફટ આવી રહેલા કર્તવ્ય એ મિસ્ટર નાયકને જોઈને કહ્યું, " શું થયું અંકલ? કંઈ પ્રોબ્લેમ છે?"

" અરે ના બેટા તારી રાહ જોઈને બેઠો. પણ આ લોકો કોણ છે?

"ચિંતા ન કરો. આ ઉત્સવ છે મારો ભાઈ. એ પણ આ મિશનમાં હવે શામિલ છે. અને આ તો સમર્થ જેની વાત આપણે કરી ચૂક્યા જ છીએ."

"હમમમ.....હું અંદર તો આવી ગયો પણ મને એવું લાગ્યું કે એ સ્ત્રી બહું ડેન્જર લાગી રહી છે. એની પાસે સત્ય નીકાળવું અઘરું પડશે એટલે મેં તારાં આવ્યા પછી જ અંદર જવાનું વિચાર્યું. મારાં અમૂક માણસો દ્વારા તારી સાથે વાત થયાં મુજબ એને પકડી તો લીધી પણ મેં વિચારી હતી એના કરતાં બહું ખતરનાક લાગે છે આ સ્ત્રી."

 

કર્તવ્ય : " આટલાં ભયંકર કામ પણ તો જ લોકો પાસે પરાણે કરાવી શકે ને? અંદર જતાં જ એક સ્ત્રી બંધાયેલી દેખાઈ. આ સ્થિતિમાં પણ એની તાકાત હજુ પણ એવી જ દેખાઈ રહી છે. બધાં અંદર પહોંચ્યાં એ સાથે જ કર્તવ્ય બોલ્યો" મેડમ કો અબ બોલને દો." કહેતાં જ એના મોઢામાં રહેલો કપડાનો ટુકડો બહાર કાઢી દીધો.

 

શકીરા એને જોતાં જ બોલી, " તું યે ક્યુ કર રહા હે છોકરા? અચ્છા નહીં હોગા તેરે લિયે..."

 

કર્તવ્ય : " મેરે લિયે તો જો હોગા સો હોગા પર તુ ક્યા કરેગી અબ? તેરા આશિક કહા હે?"

 

"કોન? મેરા આશિક? કોઇ નહીં હે મેરા આશિક? મુજે છોડ દે યહા સે વરના..."

 

"વરના ક્યા? તુજે ઈતને સારે જેન્ટ્સ દેખકે જરા ભી ડર નહીં લગતા હે?" ઉત્સવ બોલ્યો.

 

" ડર... ઓર...મુજે? એક એક કો ફાડ કે ખાસ જાઉંગી."

 

"બોલ તેરા આશિક કહા હે? સીધે સે બોલ વરના...મુજે સબ પતા હે" કર્તવ્ય બોલ્યો.

 

" નહીં બતાઉગી... ક્યા કર લેગા..."

 

"મેરે પાસ લેડીઝ ભી હે...ક્યુકિ જેન્ટ્સ સે તો તુજે ડર લગતા નહીં..." કહીને એણે બધાને ત્યાથી નીકળી જવા કહ્યું.

 

ફક્ત એ રૂમમાં શકીરા, કર્તવ્ય, મિસ્ટર નાયક, ઉત્સવ અને સમર્થ જ રહયાં. એ સાથે જ એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી અંદર પ્રવેશી એને શકીરા થોડીવાર સુધી તાકીને જોઈ જ રહી.

 

એ સ્ત્રી હસીને બોલી, " પહેચાના મુજે? કુછ યાદ આ રહા હે?"

 

શકીરા: "તેરા નામ તો યાદ નહીં હે પર તું કોઠે પે એક દિન આઈ થી ઓર ભાગ ગઈ થી ઓર મેમ કે વો પચાસ હજાર કા નુકસાન હુઆ થા...વહી ના?"

 

એ સ્ત્રી હસીને બોલી, " યાદદાસ્ત તો બાકી સોલિડ હે. નામ મેં તો ક્યા હે વો ભી યાદ કરવા હી દેતી હું....મેં કવિતા નાયક... મિસ્ટર નાયક કી પત્ની...શાયદ ઉસ દિન તુને હી મુજે બહોત જબરદસ્તી ઉસ આદમી કે સાથ ભેજ દિયા થા ના?બર્ષો પહેલે... જબ કી વો તેરી મેમ ને તો દો દિન કે બાદ કામ શુરું કરને કે લિયે બોલા થા? તો શાયદ મેરી ઈજ્જત....મેરે જેસી કિતની લડકિયો કી જિંદગી ખરાબ કી હોગી અબ તક તો?"

 

"વો તો ઉસ વક્ત તો મેં ખુદ વહ કામ કરતી થી તો મેં ક્યા કિસી કો મજબૂર કરતી...વો પર તું ભાગ નીકલી થી ના વહા સે?"

 

"હા ભગવાન કી કૃપા સે બચ નીકલી... પર મુજે મજબૂર મેં જો કરના પડા થા ઉસકા જખમ અભી ઈતને સાલો કે બાદ નહીં રૂઝાઈ હે...મેને કિસી ભી તરહ યે સબ ધંધા હી બંધ કરવાને કા થાન લિયા થા...પર અબ તો તું માલકિન હો ગઈ હે ના કોઠે કી?"

 

શકીરા : " પર અબ ક્યા હે... મુજે મેરી જિંદગી જીને દો...તું અપની જી...એક તો મેરી ચાર લડકિયા કોઠા છોડ કે ભાગ ગઈ હે... ઓર અબ યે ક્યા હે...આપ લોગો કો ક્યા તકલીફ હે?"

 

"મુજે સિર્ફ વો તેરા કોઠા બંધ કરવાના હે...ઓર તેરે વો આશિક સે સિગ્નેચર કરવાના હે... વો સીધે તરીકે સે મના કર રહા હે...મેને કહા તો વો ભાગ ગયા હે...અબ ઉસે તું બુલાયેગી અપની તરહ સે કિ મેં બુલવાઉ?" કર્તવ્ય બોલ્યો.

 

"કોન સા સિગ્નેચર? કિસકે લિયે?"

 

"તેરે કોઠે કા સિગ્નેચર..."

 

"લેકિન વો તો મેરે ઓર ઉસકે નામ પે હે...ઓર હમે નહીં બેચના હે તો આપ કેસે જબરદસ્તી કર શકતે હે?"

 

"તેરા કહી પે ભી નામ નહીં હે...ઉસમેં મેરા પાપા કી ઓર ઉસકી પાર્ટનરશીપ હે...." ઉત્સવ બોલ્યો.

 

" મતલબ તુજે હિસ્સા ચાહિયે એસા હે?"

 

" મુજે યે સિર્ફ બંધ કરવાના હે..."

 

"ક્યા હે ચક્કર વો મુજે પતા નહીં હે... પર ઠીક હે... લેકિન મેરા ફોન તો દો મુજે... મેં ઉસે ફોન કરકે બુલાતી હું.. " શકીરાને કંઈ મોટો ઝાટકો લાગ્યો હોય એવું એનાં ચહેરા પરથી સ્પષ્ટ લાગ્યું.

 

"ક્યા અબ ભી તું હમે બેવફુક બનાયેગી? નંબર બોલ... મેરે નંબર સે ફોન કર..."

 

"શકીરા આખરે નંબર બોલી પણ એ નંબર બંધ આવવા લાગ્યો." આખરે બીજા એક નંબર પર રીગ વાગી પણ કોઈએ ઉપાડ્યો નહીં.

 

કર્તવ્ય હસીને બોલ્યો, " બડા ટ્રેઈન કિયા હે.... એક દૂસરે કો...ચલ અબ તેરે નંબર સે હી ફોન લાગે હે... ક્યા કરતા હે બંદા? વો ભી દેખ લેતે હે"

 

રીગ વાગતાં જ પહેલી જ રીગમાં ફોન ઉપાડતાં સ્પીકર પર ફોન રાખતાં સામેથી અવાજ આવ્યો, " શકીરા, માય જાન...અચ્છા હુઆ તુને મુજે ફોન કિયા...કહા પે હે તુ? મુજે બચા લે. મેને તેરે લિયે કયા કુછ નહીં કિયા હે."

 

શકીરા : " ક્યુ તુમ કહા હો?"

 

"વો તો પતા નહીં... મુજે કુછ લોગોને યહા પે લા કે રખ દિયા હે... પતા નહીં કોન સી જગહ હે..."

 

"પર તુમ તો ખુદ સબસે છુપને કે લિયે જા રહે હો એસા બોલા થા વો જગહ પે ફિર...ક્યા હુઆ?"

 

" મેરે હી આદમી મુજસે કબ રૂઠ ગયે પતા નહીં ચલા...વો લોગોને હી મુજે એક જગહ પે છોડ દિયા હે....પર અજીબ બાત યે હે કી રૂમમે કોઈ નહીં....ઓર ફોન મેરે પાસ હી રખા હે...બહાર સે લોક હે....મેરે દો પેર ઓર આધા શરીર બંધ કે રખા હે...મે યહા સે કિસી કો ફોન યા મેસેજ નહીં કરી શકતા હું, સાલા ઈતના સારા રિચાર્જ ગયા કહા? સમજ નહીં આ રહા હે."

 

"કોઈ લોગ નહીં હે મતલબ? તો વહા સે નીકલ જા ના?" શકીરા આ લોકોની સામે હજુય આવી રીતે વાત કરી રહી છે એ જોઈને બધાંને નવાઈ લાગી.

 

"દરવાજા તોડ શકું તભી ના? મેરે પેર બંધે હુએ હે... રસ્સીયા ઈતની મજબૂત હે કી મેં કુછ નહીં કર શકતા હું...પતા નહીં કોન યે કર શકતા હે?"

 

"તેરી યે શકીરા હમારે પાસ હે...અબ તુ વો કાગજ પે સહી કરેગા કી નહીં? અરે તુને તો ઉસસે ભી જૂઠ બોલા? અરે રે ઉસ બિચારી કો કિતના ભરોસા હે અબ ભી તુજે?"

 

"કર્તવ્ય, તુને તો મેરા જીના હરામ કર દિયા હે...અપને ઘર કે લોગો કો નહીં પહચાન પાયા ઓર દૂસરે કો સબક સિખાને કે લિયે નીકલા હે...ઈતના હી હે ઈસ લડકિયો કી ચિંતા તો ઉનમે સે કિસી એક કો દુનિયા કે સામને અપની બીવી બના લે તો મેં ભી માનુંગા સચ મે તુજે ઉન લોગો કે લિયે કુછ પરવા હે..."

 

સામેવાળી વ્યક્તિનાં અજાણતાં જ આવેલા શબ્દોના જોરદાર પ્રહારથી વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ. કોઈ કંઈ બોલ્યું નહીં એટલે સામેથી એક અટ્ટહાસ્ય વેરતો અવાજ આવ્યો, " શું થયું કર્તવ્ય મહેતા? કેમ હોઠ સિવાઈ ગયાં ને?"

 

" તમારાં દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી સમજતો...કોણ કોના માટે શું કરશે એ તો આવનારો સમય જ બતાવશે....બાકી માણસોની પરખ માટે તો કદાચ કુદરત પોતે પણ થાપ ખાઈ જાય છે તો મારી શું હેસિયત? પણ બસ પાચ મિનિટમાં એક વ્યક્તિ આવશે એમાં સહી કરી દેજો...આમ તો એ કોઠો ખરીદનાર વ્યક્તિ પણ મો માગી રકમ આપવા તૈયાર હતો પણ હવે આટલી દાદાગીરી પછી એ તમારે સામાન્ય કિંમતે હું કહું એ રીતે વેચવું પડશે... બાકી તારી આ શકીરા...જે તારાં પરિવાર, દુનિયાથી અજાણ બનીને જે ઓળખ છુપાવીને બેઠી છે એ કાતો તારાં પરિવાર સામે નવી ઓળખ બનીને આવશે કાતો પછી એનું જ નામોનિશાન મિટાઇ જશે... બોલ શું મંજૂર છે તને?"

શકીરાનો આશિક હવે એની જિંદગી માટે કયો વિકલ્પ સ્વીકારશે? એ વ્યક્તિ કોણ હશે? એ વ્યક્તિ શકીરાને બચાવશે કે પછી પોતાનાં સ્વાર્થ ખાતર એને છોડી દેશે? કર્તવ્ય એ વ્યક્તિના સવાલનો કેવી રીતે જવાબ આપશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - ૫૭

Rate & Review

Bharat Patel

Bharat Patel 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 11 months ago