Aakarshan - 22 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 22 - છેલ્લો ભાગ

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 22 - છેલ્લો ભાગ

Chapter 22 (અંત...... આકર્ષણ પ્રેમ કે કામ નું)

આગળ નું.........

પણ રવિરાજ તું અનિકેત અને એની સાથે જે છોકરી છે જેનું નામ તે શાલીની કહ્યું એ છે કોણ. અને તું કંઈ રીતે ઓળખે છે.

એટલે રવિરાજ એ કેહવા નું શરુ કર્યું કે આ અનિકેત અને શાલીની કાકા બાપા ના ભાઈ બહેન થાય છે આ બંને એ બંને એ ભેગા મળી કંપની ચાલુ કરી હતી એટલે સીધી રીતે કવ તો અમે અને એ બંને એક બીજા ના પ્રતિસ્પ્રધી હતા. પણ એ લોકો નિ કંપની અમારી સામે થોડી ફિકી પડતી હતી તો એક વખત આ અનિકેત એ કોલોબ્રેશન નિ વાત કરી કે આપડે સાથે મળી ને કામ કરીએ .પણ એ વખતે મીને નાં પાડી તો એને બીજો રસ્તો આપનાવા નું વિચાર્યું.

*************

Continue.........

અનિકેત એ એની બહેન શાલીની ને મારી સાથે પ્રેમ નું નાટક કરવા કહ્યું અને એમની કંપની નિ માહિતી ઓ લઈ લેવાનું કામ કરવા કહ્યું. એટલે એ સમયે અનિકેત અને શાલીની ના બનાવટી પ્રેમ ના ચક્કર મા હું ફસાઈ ગયો હતો . એ પછી થી મને ખબર પડી. અને એ વખતે એક વાર બન્યું એવું કે હું અને શાલીની એક હોટેલ માં અચાનક મળી ગયા ત્યાં વાત થઈ તો એમને કહ્યું કે હું મારા ભાઈ તરફ થી અહી બીઝનેસ ડીલ માટે આવી છું . અને એ સમયે હું પણ એજ કામ માટે ગયેલ. ત્યાં અમે બંને એ સાથે મળી ને શરાબ પીધી હતી અને શરાબ ના નાશ મા અમે બંને એક બીજા ની નજીક આવી ગયા હતા અને બધા ના ચક્કર મા અમે બંને એ એક બીજા પર થી કાબૂ ગુમાવી દીધી અને અને એક બીજા થી આકર્ષાઈ ને સેક્સ પણ કરી લીધું

અને આગળ જતા આ બધી વાત શાલીની એ અનિકેત ને કીધું તો એ વખતે ફરી આવ્યો મારી પાસે અને મને બધું કહ્યું . તો એ વખતે મને ગુસ્સો આવી ગયો અને મે શાલીની ને સ્વીકાર વા નિ ના પાડી દીધી . પણ આટલા થી વાત પૂરી નતી થઈ. અમે બંને એ જે એક બીજા પર કાબૂ ગુમાવી દીધી હતો એનું પરિણામ રૂપે રિયા થઈ. પણ શાલીની એ જે કહ્યું હતું એ સ્વાર્થ અને આક્રશ નાં લીધે કર્યું હતું એટલે મે એની સાથે લગ્ન ના કર્યા પણ એને કોર્ટ મા કેસ દાખલ કર્યો હતો એમાં પણ એને નિરાશા જનક પરિણામ મળ્યું હતું. પણ એને કોર્ટ મા એવી શરત મૂકી કે ના છૂટકે મારે એની સાથે ત્યાં સુધી ના સબંધ રાખવા પડ્યા જ્યાં સુધી રિયા નો જન્મ ના થયો અને એ એક વર્ષ નિ થઈ ગઈ એટલે અમારો કોર્ટ નિ શરત મુજબ કરાર પૂર્ણ થઈ ગયો હતો પણ એ સમય માં રિયા ને સૌથી વધારે આદત મારી થઈ ગઈ હતી જેના પરિણામ સ્વરૂપે કોર્ટે એવું કહ્યુકે શાલીની નિ આગળ નિ હરકતો ને ધ્યાન મરખી ને જજ સાહેબે મને રિકવેસ્ટ કરી કે રિયા તમારા પરછાયા મા રહે નઈ કે શાલીની નિ સાથે રહે. અને એ દિવસ થી લઇ ને આજ સુધી શાલીની અને મારી દુશ્મની થઈ ગઈ અને એના ભાઈ સાથે મળી ને મને બરબાદ કરવા નો નિર્ણય લઈ લીધો હતો. પણ આજ સુધી એ લોકો તરફ થી કોઈ તકલીફ pohchadva મા આવી નહતી . એટલે મે વિચાર્યું કે શહેર છોડી ને જતી રહી હશે.પણ આવી રીતે પાછી ફરશે એ મને અંદાજ ન હતો

*********

એટલા માં અનિકેત બોલ્યો કે મળી ગયો તમને બંને મારો પરિચય. હું અહી સમય પાસ કરવા નથી આવ્યો હું મારું કામ કરવા આવ્યો છું જો તમે શાંતિ થી મની જડો તો અહી કોઈ ને કસુ પણ નુકશાન નહી થાય પણ જો હું કવ એમ નહિ થાય તો અહીંયા ઘણા ને નુકશાન થવા ની શક્યતા છે.

એટલે રવિરાજ અને અનુષ્કા એ પૂછ્યું કે શું છે અને શું જોઈએ છે તારે અમારી કંપની પૈસા ઘર બંગલો શું જોઈ એ છે બોલ હે જોઈએ એ આપી દઈશ.

અનિકેત કંઈ બોલવા જાય એ પેહલા શાલીની એ એની ચુપકીદી તોડી અને કહ્યું કે રવિરાજ જોઈએ છે મારે અને માટે મારી પુત્રી રિયા જોઈએ છે.

રવિરાજ એ શાલીની નિ વાત કાપતા કહ્યું કે એ તો બની જ ન શકે. એટલે શાલીની એ કહ્યું ઠીક છે તો અનુષ્કા ને ગુમાવવા માટે તૈયાર થઈ જા એટલું બોલ્યું ત્યાજ શાલીની બંદૂક બહાર કાઢી અને અનુષ્કા પર ચલાવી અને રવિરાજ અનુષ્કા ને બચાવવા અનુષ્કા નિ આગળ ઊભો રહી ગયો પણ થોડું મોડું થઈ ગયું કેમ કે શાલીની નિ બંદુક માંથી ગોળી છૂટી ગઈ અને રવિરાજ ને હદય ના નીચેના ભાગ મા વાગી. આ જોઈ ને બાજુ માંથી જોઈ રહેલા મહેતા સર થી ના રેહવાયુ અને એમને એમની ગન કડીને શાલીની પર સીધી માથા પર ચલાવી દીધી. અને શાલીની ત્યાજ મૂત્યું પામી આ જોઈ ને અનિકેત હોશ ખોઈ બેઠો જોર જોર થી બોલવા લાગ્યો કે રવિરાજ આ બધું તારા લીધે થઈ રહ્યું છે જો એ દિવસે તે રિયા ને મારી બહેન પાસે થી ના લઈ લીધી હોત તો આજે આ કશું પણ નાં થાય. તું મારી બહેન ને આકર્ષણ અને લોભ માં આવી ને આ બધું કર્યું તું એવો તે આરોપ લગાવ્યો હતો પણ તે ક્યારેય તારી અંદર નજર નાખી ને જોયું હતું કે એ દિવસે શરાબ પી ને હોશ તે પણ ખોયા તા અને કામુકતા તારા મા પણ આવી ગઈ હતી આ સબંધ ક્યારેય એક વ્યક્તિ થી ના બંધાય. અને આટલું બોલી ને રવિરાજ ને કશું પણ બોલવા જાય એ પેહલા અનિકેત નિ બંદુક માંથી ગોળી છૂટી ને સીધી રવિરાજ ના શરીર ને આર પાર થઈ ગઈ .

રવિરાજ પર ફરી ગોળી વાગતા હાલત બગડી એટલે મહેતા સર એ અનિકેત પર પણ ગોળી મારી ને મારી નાખ્યો.

*********
આઇસીયુ મા મને લઈ જવામાં આવી રહ્યો હતો મારી હાલત જોઈ ને લાગી રહ્યું હતું કે હું હવે જીવી નઈ શકું . કેમ કે આંખો માં દેખાવા નું બંધ થઈ રહ્યું હતું એટલે મે ધીમે થી અનુષ્કા ને અવાજ લગાવી ને બોલાવી ને કહ્યું કે ઊભી રહી જા હવે. પણ અનુષ્કા ના માની એટલે .રવિરાજ જાતેજ સ્ટ્રેચર પર થી ઉભા થવા ગયો પણ ઉભા થવા નિ હાલત ના હતી એટલે લથડી જવાયું.એટલે અનુષ્કા એ કહ્યું કે શું છે તને હવે કેમ મને ઊભી રેહવા નું કહે છે.

ત્યારે રવિરાજ એ કહ્યું કે હવે જીવવા નિ આશા નથી રહી. આ જીવન માં મારી પાસે થી ક્યારેક છીનવ્યું છે તો મે ક્યારેક કોઈ નું છીનવી લીધું છે. અનુષ્કા આજે હું થકી ગયો આ ભાગતી દોડતી જિંદગી થી. આજે મારા કારણે બે લોકો ના મોત થયા છે અને મારું પણ આગળ નિ થોડીક મિનિટો મા મુત્યું નક્કી જ છે.

અનુષ્કાએ એ રડતા રડતાં રવિરાજ ના માથે હાથ ફેરવ્યો અને કહ્યું કે તને કશું પણ નહિ થવા દવ . ત્યાં રવિરાજ એ અનુષ્કા ને વચ્ચે થી વાત કળતા કહ્યું કે મારા ખીચા મા હાથ નાખ તને એક એનવેલોપ મળશે . તું અને રિયા એ મા જે એડ્રેસ છે ત્યાં જઈ ને રેહજો મારી આખરી ઈચ્છા મની ને પૂર્ણ કરજે.

અને હા અનુષ્કા સાંભળ આપણાં કરેલા કર્મો આપને ભોગવવા પડે છે એ વાત ને આજે મે જાણી છે . શરૂઆત ના સમય માં તે મારી સાથે જે કર્યું હતું એના લીધે આજે આપણે બંને સાથે નથી રહી શકવા નાં. મે જે શાલી નિ સાથે કર્યું એના લીધે અનિકેત એ તો જીવ ગુમાવ્યો પણ એની સાથે શાલીની એ પણ જીવ ગુમાવ્યો . જો મે શાલીની સાથે બરાબર વર્તન કર્યું હોત તો આજે એ મારી ના હોત અને આપને સાથે રહી શક્યા હોત . પણ સાંભળ અનુષ્કા " જે માણસો આકર્ષણ ના અંધકાર ના તળાવ મા ડૂબકી લગાવે છે એ પછી ફરી ક્યારે બહાર નથી આવી શકતો ઉપરવાળો આપને મોકા ઓ તો આપે છે આ અંધકાર ના તળાવ માંથી બહાર નીકળવા નાં પણ ત્યાં સુધી મા તો આપને એ અંધકાર ને સ્વીકારી ને ક્યારેક આપને આકર્ષણ ને પ્રેમ તો ક્યારેક વાસના નિ નજર થી જોવા લાગીએ છે પણ અંત મા તો પ્રેમ અને કામ બને સમાન જ થઈ જાય છે જો એનું મૂળ આકર્ષણ હોય તો". આટલું કહેતા કહેતા રવિરાજ નિ આખો બંધ થવા લાગી અને અંતે રવિરાજ નું પણ મુત્યુ થયું.

**********

શીતલ પવન , ઝાલર અને શંખ ના અવાજ અને સવાર નાં પહોર મા ગંગા મા તરતા દીવા બળી રહ્યાં હતાં મા ગંગા નિ પૂજા આરતી થઈ રહી હતી . કાગળ મા લખ્યું તું એ જ રીતે અહી બધું જ હતું પણ સાથે ના હતું તો એ હતો રવિરાજ. આજે એક મહિનો થઈ ગયો હતો આ વાત ને હું અને રિયા અહી રોજ ગંગા ના કિનારે આવી ને બેસી યે છે અને રવિરાજ ને યાદ કરીએ છે . રવિરાજ કે જાણે સે જો ઘાવ પડે થે વો તો ભર ગયે પર યાદો કા દાગ નહિ જા રહા થા .

રવિરાજ ને યાદ કરતા કરતા ક્યારે આખ. માંથી આંસુ આવવા લાગ્યા એજ ખબર ન પડી અને એ આંસુ ઓ ગંગા મા પાણી ભળી ને અદ્ર્શ્ય થઈ જતાં હતાં . જેમ રવિરાજ એમને છોડી ને આ દુનિયા માંથી અદ્ર્શ્ય થઈ ગયો.

**********

સમાપ્ત
("આકર્ષણ પ્રેમ કે કામ નું")

* મારાં વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર કે તમે મને આટલું બધું માન અને પ્રેમ આપ્યો .
* મારે હવે ક્યાં ટોપિક પર લખવું જોઈએ એ એ સુચન આપવા માટે મને matrubharti પર મેસેજ કરો અથવા rajodiyakalpesh2000@gmail.com પર મેઈલ કરી.
Thank you