journy to different love... - 21 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 21



(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ અને નીયા વચ્ચે વાત-ચિત્ત થાય છે. જેમાં નીયા વિરાજને છેલ્લે ઝાપટ મારી અને ત્યાંથી રોતી-રોતી નીકળી જાય છે, વિરાજ પણ પોતાના આસુંઓને લૂછી અને ત્યાંથી નીકળી જાય છે. તેઓ હોલમાં પહોચે છે જયાં અંતાક્ષરી ની ગેમ રમાય છે જેમાં વિરાજ અને અજયભાઇ સાથે બીજા કેટલાંક સભ્યોનું પાંચમું ગ્રુપ "સીંગિંગ દીવાને"હારી જાય છે. પછી છેલ્લે નીયા અને વિરાજ વારા-ફરતી સોંગ ગાઈ એકબીજાને પોતાના દિલની વાત આડકતરી રીતે કહે છે.બધાં ઘરે જવા નીકળી જાય છે. વિરાજ પણ હોટેલથી ક્યારનો નીકળી ગયો હોય છે,તેનાં પછી અજયભાઇ ઘરે પહોચે છે તો ત્યાં તેમને ખબર પડી કે વિરાજ તો હજું ઘરે પહોંચ્યો નથી, હવે આગળ..)

"વિરાજ નથી હૉટલે કે નથી ઘરે તો પછી છે ક્યાં?ક્યાંક રસ્તામાંજ એક્સિડન્ટ....નાં,નાં..હું પણ શું ગમે તેમ વિચારું છુ? વિરાજને જ ફોન કરી ને પૂછી લઉં."આટલું વિચારી અજયભાઈએ પોતાનો ફોન લીધો અને જોયું તો વિરાજનો એક મેસેજ હતો તેમણે મેસેજ વાંચ્યો જેમાં લખ્યું હતું,"ડેડ, હું હૉટેલથી ક્યારનો નીકળી ગયો છતા ઘરે હજું નથી પહોંચ્યો, એજ વિચારમાં હશો ને? અને ચિંતા પણ કરતા હશો..પણ તમે ચિંતા નાં કરતા હું ઠીક છુ. મને એકલું રહેવું હતુ, એટ્લે હું નીકળી પડ્યો છુ એકાંતમાં, હું થોડાક સમયમાં આવી જઈશ, અને હા, મને શોધવાના ખોટા પ્રયત્ન નાં કરતા. મારે એકાંત જોઇએ છે, એટ્લે હું થોડા સમય પછી જાતેજ આવી જઈશ."

અજયભાઈને આ મેસેજ વાંચ્યા પછી શું કરવું કાંઈ સમજાતું નહતું.તેમણે વિરાજને ફોન લગાડ્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.હવે તેની પાસે વિરાજની રાહ જોવા સીવાય કોઈ વિકલ્પ જ નહતો તેઓ પોતાના રૂમમાં ફ્રેંસ થવા ગયા.

આ બાજું વિરાજ મરીન ડ્રાઇવની પાળી પર બેઠો હતો.તેની આંખોમાં ઊંડે સુધી ફક્ત દુઃખ જ દ્રશ્યમાન થતું હતું.આજુ-બાજું કોઈ હતું નહીં,સાવ સુમસામ રસ્તો હતો.તેણે પોતાનો ફોન ઉપાડ્યો અને સ્વીચઓન કરી અને રાજને કૉલ કર્યો,બે રિંગમાં જ રાજે તેનો કૉલ ઉપાડ્યો ,"હેલ્લો, વિરાજ,અરે કેટલા સમય બાદ તને મારી યાદ આવી યાર?"

વિરાજ:હા,તું અત્યારે ક્યાં છો?

રાજ:ઘરેજ છુ, મુવી જોવ છુ. શું કઇ કામ છે?

વિરાજ:હા, તું અત્યારે મરીન ડ્રાઇવ આવી શકીશ?

રાજ:હા.. પણ રાતનાં બે વાગવા આવ્યાં છે, તારો અવાજ પણ હમેશા જેવો મસ્તીખોર નહીં પણ સાવ શાંત છે!?વીરુ સાચું બોલને શું થયુ છે?બધુ બરાબર તો છે ને?

વિરાજ:નાં,કાઈ બરાબર નથી હું સાવ એકલો પડી ગયો છું. એકાંત મેળવવા અહિ આવ્યો પણ મને અત્યારે એ અહેસાસ થાય છે કે મને તારી જરૂર છે. પ્લીઝ આવી જા ને અહિયાં.

વિરાજે સાવ રડમસ અવાજે કહ્યુ તેથી રાજ તુરન્ત હા પાડે છે અને તે અજયભાઈને કૉલ કરે છે,અજયભાઇ ફ્રેશ થઈ અને રૂમમાં આવ્યાં હોઇ છે કે તેનો ફોન વાગે છે તે જુએ છે તો રાજનો ફોન હોઇ છે. તે ફોન ઉપાડે છે,"હેલ્લો, રાજ બેટા બોલ"

(વિરાજનાં નજીકનાં માત્ર બે જ મિત્ર હતા, રાજ અને મિત કે જેને અજય અંકલ પણ ઓળખતા હતાં, તેથી તેનાં ફોન પર તેનો નંબર સેવ જ હતો.)

રાજ: હેલ્લો અંકલ,તમે ક્યાં છો?

અજયભાઇ:હું તો ઘરે છુ કેમ?

રાજ:તમને વિરાજનો કોઈ કૉલ આવ્યો હતો?

અજયભાઇ:નાં,એક મેસેજ આવ્યો હતો કે તે હોટેલથી તો ક્યારનો નીકળી ગયો છે ને તે ક્યાંક એકાંત શોધવા ગયો છે. સવાર સુધીમાં તે ઘરે આવી જશે અને કહ્યુ છે કે ચિંતા નહીં કરતા, પણ.. ચિંતા તો થાય ને..રાતનાં બે વાગવા આવ્યાં છે તો તેની વધારે ચિંતા થાય છે. કોણ જાણે શુ થયુ છે?કે આમ નીકળી પડ્યો છે!!

રાજ:અંકલ,તમે એનો ફોન ટ્રાય કર્યો?

અજયભાઈ:હા બેટા, પણ સ્વીચ ઓફ આવે છે.



રાજ:અંકલ નાં હોઇ શકે,તેણે મને હમણાં જ કૉલ કર્યો હતો.

અજયભાઈ:શું?

રાજ:હા, તેણે મને મરીન ડ્રાઇવ પર મળવા બોલાવ્યો છે.

અજયભાઈ:સાચેક?હું પણ આવુ છુ તેને બોલાવવા.

રાજ:નાં,અંકલ તે બહું ગંભીર હતો અને તેનો અવાજ રડમસ હતો.મને લાગે છે કાંઇક મોટી ઘટના ઘટી છે તેની સાથે, તેણે મને એકલો બોલાવ્યો છે એટ્લે હું એકલો જાવ છુ. એવું લાગે તો હું તમને કૉલ કરીશ.

અજયભાઈ:ઓક્કે બેટા, તેનુ ધ્યાન રાખજે.

રાજ:હા, અંકલ તમે ચિંતા નાં કરો.બધુ ઠીક થઈ જશે.

આટલું બોલી રાજ કૉલ કટ કરે છે અને પોતાની કાર લઇ અને મરીન ડ્રાઇવ પહોંચી જાય છે. તે પોતાની કાર પાર્ક કરી અને આજુ-બાજું નજર નાખે છે તો બધેય સાવ સુમ-સામ હોઇ છે ત્યાં તેને એક બાઇક દેખાય છે અને ત્યાંજ બાજુમાં પાળી પર બેસેલ વિરાજ પણ દેખાય છે તેેણેેવિરાજની બાજુમાં બેસતા સાવ સ્વાભાવિકતાથી પુછ્યું,"કેમ, વીરુ શું થયું મારા દોસ્ત, કેમ સાવ ચુપ છે?"

રાજ આટલું બોલ્યો ત્યાં તો વિરાજ રાજને ગળે લાગી પોક મુકીને રડવા માંડ્યો.રાજ પણ તેનાં વાસાં પર પોતાનો હાથ ફેરવી તેને રડી લેવા દે છે,વિરાજ તેનાંથી અળગો થાય છે કે રાજ તરતજ પોતાની કારમાંથી પાણીની બોટલ લાવી અને વિરાજ ને આપે છે. વિરાજ પાણી પી ને થોડો સ્વસ્થ થાય છે. અને શાંત દરિયાને જોવા લાગે છે. રાજ પોતાનો હાથ વિરાજનાં ગળાનાં પાછળનાં ભાગે વીંટાળી અને બોલે છે,"ઓય,..મેરે હીરો શુ થયુ?કેમ આમ રડવા માંડ્યો?"

વિરાજે તેની તરફ જોયું અને પુછ્યું,"વેંલેનટાઈન ડે ની રાતે રૂમની બહાર જ્યારે તું નીકળ્યો ત્યારે નીયા ત્યાં હતી?"

રાજ ટેન્શનમાં આવી ગયો તેણે કહ્યુ,"હા, પણ.."

વિરાજે ગુસ્સા સાથે પુછ્યું,"તો તે મને કેમ ન કહ્યુ?"

રાજે સાવ શાંત સ્વરે જવાબ આપ્યો,"ત્યારે તારો મગજ ક્યાં ઠેકાણે હતો?તું ક્યાં કોઈનું સાંભળે તેમ હતો?"

વિરાજ કાંઈ બોલી શક્યો નહીં પછી તેણે રાજને ફરી એક સવાલ પૂછયો,"મે તને ગુસ્સામાં આવી અને ઝાપટ મારી દીધી, તો તે મને સામે કાઈ નાં કર્યુ?"

રાજે વિરાજનાં ગાલ પર હાથ રાખ્યો અને બોલ્યો,"અરે, બુધ્ધુ..તું તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મને તારો સ્વભાવ ખબર છે કે તને ક્યારેક વધું ગુસ્સો આવી જાય છે, ચાલ્યા કરે એનો મતલબ એતો નથી કે હું પણ તને સામો મારુ?"

વિરાજે રાજનાં બન્ને હાથ પકડતા કહ્યુ,"સાચેક, દોસ્ત શું છે તેની કિંમત મને આજે ખરી સમજાણી છે. આઈ એમ સોરી ફોર ધેટ ડે.રિયલી સોરી રાજ..."

રાજે વિરાજનાં માથા પર ટપલી મારતા કહ્યુ,"અરે, પગલે..દોસ્તી મે નો સોરી,નો થેન્ક યું.."

વિરાજે રાજ સામું ગંભીરતાપૂર્વક જોયું અને બોલ્યો," તો થોડાક સમય પછી તો તું મને નીયાએ આ વાત સાંભળી લીધી છે તે કહી શકતો હતો ને??"

રાજે દરિયા સામું જોયું અને બોલ્યો," નાં"

પછી તેણે વિરાજ સામે ફરી અને વિરાજને કહ્યુ,"શા માટે એ જાણે છે?"


વિરાજનાં જવાબની રાહ ન જોતાં તેણે ફરીથી પોતાનુ મોં દરિયા સામે કર્યું અને બોલવા લાગ્યો,"કારણકે,નાની ઉંમરમાં સ્વજનો ગુમાવવાને કારણે અને તારી સામે જે પરિવાર વિશે જૂઠું બોલવામાં આવ્યું હતું,તેને કારણે તારામાં રહેલી ફીલિંગ્સ દબાઈ ગઇ હતી જે નીયા સાથે મળી ધીમે-ધીમે ખુલવા તો લાગી હતી પણ તું હજું પહેલાં જેવો વિરાજ તો નહતો જ બન્યો..એ વાત હું જાણું છુ કે,અજય અંકલ સાથે એ દિવસે તારી બધી વાતો ક્લિયર થઈ ગઇ પછી થયુ હતુ.પછી તું પૈસા નહીં પણ ફીલિંગ્સને મહત્વ આપવા લાગ્યો અને તને ધીરે-ધીરે નીયા સાથે પ્રેમ થયો છે એ અહેસાસ થવા લાગ્યો..."પછી તેણે વિરાજની સામું મોં ફેરવ્યું અને એક નાનકડી સ્માઈલ સાથે બોલ્યો,"અને એ જ તો હું કરાવવા માંગતો હતો."

વિરાજે તેની તરફ નવાઈ ભરેલી આંખોએ જોયું અને બોલ્યો,"યું આર ગ્રેટ,માય બેસ્ટ ફ્રેન્ડ..મે તને ઝાપટ મારી અને તે બદલામાં મને મારા પ્રેમનો અહેસાસ કરાવ્યો?! થેન્ક યુ, થેન્ક યું સો મચ..રાજ.પણ.. "આટલું બોલી તે અટક્યો અને ઢીલા મોંએ બોલ્યો,"હવે બહુ મોડું થઈ ગયું છે."

રાજે આશ્ચર્ય સાથે પુછ્યું,"શું?કાઈ સમજાણુ નહીં?"

વિરાજે પોતે વાંચેલિ નીયાની ડાયરીથી લઇ અને આજે ફંકશનમાં બનેલ બધીજ ઘટના કહી.તે આગળ બોલ્યો,"એણે તો મને કસીને એક ઝાપટ પણ મારી દીધી અને તે મારી સાથે એક મિનીટ માટે પણ વાત કરવા તૈયાર નથી."

રાજે વિરાજનાં ગાલ પર જોયું તો તેનાં પર ચાર આંગળીઓના લાલ નિશાન ચોખા દેખાતા હતાં.આ જોઇ અને રાજ બોલ્યો,"ઓહ માય ગોડ!!બાપા,ભાભીએ પણ સોલિડ ઝાપટ મારી છે કાઈ?લગ્ન થઈ જશે પછી તો મને લાગે છે તારે ઘરમાં પણ બોક્સિંગનું કવર પહેરવું પડશે.."

વિરાજ તે પડેલ નિશાન પર હળવેકથી હાથ ફેરવતા બોલ્યો,"અરે,નીયા રોજ સવારના એકથી દોઢ કલાક જીમમાં ગાળે છે. અને કરાટેમાં બ્લેક બેલ્ટ પણ છે.

રાજે વિરાજની મસ્તી કરતા કહ્યુ,"ઓહ ..બાપ..રે..હું કાઈ તારી મદદ નથી કરવાનો,ક્યાંક તેણે ગુસ્સામાં આવી અને મને પણ ઝાપટ ઝીંકી દીધી તો.."

"તો સીધો હોસ્પિટલે"વિરાજે પણ રાજની સામું મસ્તી કરતા વાક્ય પુરુ કર્યું.

રાજ તો સાચેકમાં ટેન્શનમાં આવી ગયો હતો આ જોઇ વિરાજને બહુ મજા પડવા લાગી આથી તે રાજને બિવડાવવા બોલ્યો,"લે,સાચું તો કહુ છું.. જો ભાઈ હું પણ રોજ સવારે એક્સરસાઇઝ કરૂ છું છતા મને આટલી જોરથી લાગી તો તું તો.."

"એક્સરસાઈઝ પણ નથી કરતો,તો હું તો ડાયરેક્ટ હોસ્પિટલ.. હવે?"રાજે ટેન્શનમાં જ વિરાજનું વાક્ય પુરૂ કર્યું.

તેનુ આવુ મોં જોઇ અને વિરાજ પોતાને રોકી નાં શક્યો અને જોર-જોરથી હસવા લાગ્યો.આ જોઇ રાજે તેનો કાન પકડ્યો અને બોલ્યો,"કેમ,સાલા મારી ફીરકી લેતો હતો??"અને પછી"જા,નથી બોલવું તારી સાથે કે તને મદદ પણ નથી કરવી.."આટલું બોલી ત્યાંથી ઉભો થઈ અને તે નીકળવા ગયો કે પાછળથી વિરાજ દોડીને તેની માથે ચઢી ગયો પછી તેને પકડતા બોલ્યો,"અરે, સોરી બાબા..તારા વીના હું કાઈ નહીં કરી શકુ.."પછી બન્ને હસતા-હસતા પોતાના ઘરે જવા નીકળી ગયા.વિરાજ ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે અજયભાઈની રૂમની લાઈટ ચાલુ છે. વિરાજ ફટાફટ ત્યાં પહોંચ્યો તે રૂમની અંદર ગયો તેણે જોયું કેે ડેડ હજું તેની ચિંતામા જાગી રહ્યાં હતાં.ખાલી પથારી પર પડ્યા હતાં બાકી આખો તો ખુલી જ હતી.તે તરતજ તેનાં ડેડને ભેટી અને બોલ્યો,"આઈ એમ સોરી ડેડ,હવે પછી ક્યારેય આમ તમને કહ્યા વીના નહીં જાવ."

અજયભાઈ ઉભા થયાં અને બોલ્યા,"કાઈ વાંધો નહીં બેટા, પણ.. તને શું થયુ હતુ?"

"ડેડ,કાઈ નહીં તમે આવી નાની વાતોમાં ધ્યાન નાં દયો,એમ પણ આજે તમે આખો દીવસ બહુ કામ કર્યું છે તો તમે થાકી ગયા હશો આથી અત્યારે તમે સુઈ જાવ."વિરજે વાત ટાળતા કહ્યુ.

"ઓક્કે,ગુડ નાઈટ બેટા."અજયભાઈએ પણ તેને વધું ફોર્સ નાં કર્યો.

વિરાજ પોતાના રૂમમાં ફ્રેશ થઈ અને થાકેલ હોવાથી તરત જ સુઈ ગયો. બીજે દિવસે સવારે તે અને રાજ એક ચાની લારી પર બેઠા હતાં.

રાજ: કોફી શોપ કરતા તો મને અહિ બેસવું વધું ગમે છે.તને?

વિરાજ:હા, મને પણ..



તેઓ આટલી વાત કરતા હોઇ છે ત્યાં તો મેહુલ અને અવિનાશ ત્યાં પહોચે છે. વિરાજ અને રાજનું ધ્યાન ત્યાં નહતું.તેઓ પોતાની વાતમાં મશગુલ હતાં પણ મેહુલ તે લોકોને જોઇ લે છે અને તેઓને નાં સંભળાય તે રીતે અવિનાશને કહે છે,"આજે તો હું આને નહીં છોડું."

અવિનાશ પણ વિરાજને જોઇ લે છે તે મેહુલને કહે છે,"પણ ભાઈ નીયાએ તમને વિરાજ પર હાથ ન ઉપાડવા માટે કસમ આપી છે."

"હાથ ઉપાડવાની નાં પાડી છે,હાથથી પકડવાની કે પછી પગ ઉપાડવાની તો નાં નથી પાડીને?"મેહુલે સ્માઇલ કરતા કહ્યુ.

"શું?"અવિનાશને કાઈ સમજાણુ નહીં.

મેહુલ અવિનાશને બધુ સમજાવે છે અને અવિનાશ પણ પ્લાનમાં હામી ભરે છે. વિરાજ અને રાજ પૈસા પે કરી અને જતા હોઇ છે કે મેહુલ પાછળથી તેને પકડી લે છે અને પછી પોતાની સામે ફેરવી અને એક જોરદાર લાત મારે છે. વિરાજ જમીન પર પડી જાય છે. રાજ પહેલા તો કાઈ સમજ્યો નહીં પછી પોતે મેહુલ પર હાથ ઉપાડવા જતોજ હતો કે વિરાજે તેને નાં પાડી એટ્લે તે ચુપ-ચાપ ઉભો રહ્યો.મેહુલ તેની માથે ચડી ગયો અને તેની કોલર પકડી અને બોલ્યો,"આજે તો હું તને છૉડીસ નહીં."

"હા છોડતા જ નહીં,પણ ક્યાં સુધી મારતા રહેશો?હું મરીશ નહીં ત્યાં સુધી?જો એવુંજ હોઇ તો હું તમને થોડાક પૈસા આપુ છું તમે કોઈ ટ્રકવાળાને પૈસા આપી અને મને ઉડાડવાની સોપારી આપો એટ્લે હું મરી પણ જઈશ અને તમારુ નામ પણ ક્યાંય નહીં આવે."

આજુ-બાજું આ દ્રશ્ય જોવાવાળા લોકોને નવાઈ લાગી, મેહુલે તેનો કોલર છોડી દીધો અને ઉભો થઈ ગયો.રાજ વિરાજ પાસે ગયો અને બોલ્યો,"તને ભાન છે તું શું બોલી રહ્યો છે?તું ગાંડો થઈ ગયો છે?"

વિરાજ રાજના ટેકા દ્રારા ઉભો થયો અને તેનાંજ ટેકાના સહારે ઉભો રહી બોલ્યો,"હા, હું ગાંડો થઈ ગયો છુ.. નીયાનાં પ્રેમમાં..મને પણ પ્રેમનો અહેસાસ થયો છે પણ હવે મોડું થઈ ગયુ છે. અને મે જે ભુલ કરી છે તેની સજા મોતજ છે.

"શું બોલે છે તું?તારો શું વાંક છે?માન્યું કે એક વાર તારાથી ભુલ થઈ ગઇ પણ તેનો મતલબ એતો નથી કે તું મરવાની.."રાજે વિરાજને ગુસ્સા સાથે કહ્યુ.

અવિનાશ મેહુલ પાસે જઇ ચુપ-ચાપ ઊભી ગયો અને મેહુલે થોડોક નરમ થતા વિરાજને પુછ્યું,"તો તું નીયાને આટલો અનહદ પ્રેમ કરે છે?એનાં માટે તું ગમે તે કરી શકે છે?"


હવે ત્યાં ઉપસ્થિત પારકો તમાશો જોનારા માનનીય અજાણ્યા લોકોની સાથે-સાથે અવિનાશ અને રાજની નજર અને કાન પણ વિરાજ તરફ ચોટયા.

ક્રમશઃ....

મારી નવલિકાને આપ સહુ વાચકમિત્રો તરફથી સારો પ્રતિસાદ મળે છે જેથી હું ખૂબ જ ખુશ છુ આમજ મને પ્રોત્સાહન પૂરો પાડશો...

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં માતૃભારતી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊