Love in Space - 15 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ ઇન સ્પેસ - 15 (અંતિમ પ્રકરણ)

લવ ઇન સ્પેસ - 15 (અંતિમ પ્રકરણ)

લવ ઇન સ્પેસ

પ્રકરણ -15 (અંતિમ પ્રકરણ)

“SID”

J I G N E S H

Instagram: @sid_jignesh19▪▪▪▪▪


નવલકથાની પૂર્ણાહુતિ પ્રસંગે લેખકની નોંધ....

સાયન્સ ફિક્શન મૂવી બનાવામાં હોલીવૂડ કેટલું આગળ પડતું છે એ વાત તો આપડે સૌ જાણીએજ છે. એમાંય સ્પેસ ટ્રાવેલને લગતી અનેક અદ્ભુત સાયન્સ ફિક્શન મુવીઝ બની છે. જેમાંની કેટલીક મારી પર્સનલ ફેવરિટ છે. એક થી એક અદ્ભુત કોન્સેપ્ટ સાથે બનેલી આ સાયન્સ ફિક્શન મુવીઝ છેક સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે અને છેલ્લે તમને વિચારતાં કરીદે છે.

જેમકે, મંગળ ગ્રહ ઉપર મોકલેલા સ્પેસ મિશનમાં એક એસ્ટ્રોનોટ પાછળ એકલો છૂટી જાય છે. અને પછી શરૂ થાય છે એ એકલાં છૂટી ગયેલાં એ એસ્ટ્રોનોટ દ્વારાં મંગળ ગ્રહ ઉપરજ વસવાટ કરીને નવું સ્પેસ મિશન તેને બચાવાં આવે ત્યાં સુધી પોતાને બચાવી રાખવાની દિલધકડક કથા. લોખંડી મનોબળનો આ એસ્ટ્રોનોટ લગભગ એક વર્ષ સુધી મંગળ ઉપર જીવી જાય છે. પોતાનાં ભોજનની વ્યવસ્થા માટે તે પૃથ્વીની જેમ મંગળ ઉપર ખેતી પણ કરે છે. છેક સુધી આ એસ્ટ્રોનોટ પોતાનાં મનોબળના સહારે જીવી જાય છે પરંતુ મૂવીના અંતમાં બચાવ માટે મોકલાયેલાં સ્પેસશીપ સુધી પહોંચતાં-પહોંચતાં તેનું મનોબળ ભાંગી પડે છે અને તેની આંખો ભીની થઈ જાય છે. મેટ ડેમન જેવાં ધુરંધર એક્ટરની અફલાતૂન એક્ટિંગ અને તમે જાણે મંગળ ગ્રહ ઉપરજ હોવ એવું ફિલ કરાવતાં એવાંજ અદ્ભુત સ્પેશલ ઈફેક્ટ સાથે બનેલી “The Martian” (ધ માર્શિયન) એક અદ્ભુત સાયન્સ ફિક્શન ફિલ્મ છે જે તમારે અવશ્ય જોવીજ જોઈએ.

આવાંજ એક બીજાં અદ્ભુત કોન્સેપ્ટ ઉપરથી બનેલી મારી વધુ એક ફેવરીટ મુવી એટલે

“પેસેન્જર્સ”

મોટાભાગના વાચકો જાણતાંજ હશે કે પૃથ્વીથી કોઈ અન્ય ગ્રહ ઉપર જવા માટે (આજની ટેકનોલોજી પ્રમાણે) હજારો વર્ષોની સ્પેસ યાત્રા ખેડવી પડે. જોકે પેસેન્જર્સ મુવીની વાર્તા ભવિષ્યની છે. જ્યારે પૃથ્વી પરના મનુષ્યોએ એવી ટેકનોલોજી વિકસિત કરી લીધી છે જેનાં થાકી તેઓ પૃથ્વીની નજીકના ગ્રહ જેનાં ઉપર મનુષ્યોના વસવાટ માટેની કોલોનીઓ વસાવવામાં આવી છે, ત્યાં સુધી પહોંચવાં માત્ર 120 વર્ષની સ્પેસ યાત્રા ખેડવી પડે છે. જોકે પૃથ્વીનો મનુષ્ય 120 વર્ષ જીવી ના શકે. એટલે એવી ટેકનોલોજી શોધાઈ છે, જેમાં મનુષ્યને એક લાંબી નળાકાર કેપ્સ્યુલમાં સુવાડાય છે. આ કેપ્સ્યુલમાં સુતો માનવી પછી વૈજ્ઞાનિક ભાષામાં જેને હાઈબરનેશન કે પછી ક્રાયોજેનિક સ્લીપ (શીત નિદ્રા) કહેવાય છે, એવી ચીર નિદ્રામાં પોઢી જાય છે.

આવાં હજારો યાત્રીઓને લઈને એક સ્પેસશીપ નવા ગ્રહ તરફ યાત્રા ખેડે છે. પરંતુ 120 વર્ષ લાંબી આ યાત્રામાં અધવચ્ચે એક નાનકડાં એક્સીડેન્ટને લીધે એક યાત્રી ભૂલથી જાગી જાય છે. 120 વર્ષની યાત્રામાંથી હજી માંડ ૩0 વર્ષજ વીત્યા છે. ૯0 વર્ષ હજી પણ બાકી છે. આવાં સંજોગોમાં વિશાળ સ્પેસશીપ ઉપર આ એકલો યાત્રી શું કરે ?

પેસેન્જર્સ મૂવીનો આજ કોન્સેપ્ટ હતો. અને લવ ઇન સ્પેસ નવલકથા પણ આજ મૂવી પેસેન્જર્સના કોન્સપેટ ઉપરથી લખાઈ છે.

આમ, આ નવલકથા પેસેન્જર્સ મૂવીની વાર્તાનું “Re-telling” હતી. Re-tellingમાં મોટેભાગે વાર્તાને નવાં ટવીસ્ટ સાથે કહેવાય છે. જેમકે મૂળ પેસેન્જર્સ મૂવીની વાર્તામાં સ્પેસ યાત્રામાં અધવચ્ચે જાગી જનાર યાત્રી “જીમ” પુરુષ હોય છે જ્યારે લવ ઇન સ્પેસ નવલકથામાં “એવલીન” સ્ત્રી મુખ્ય પાત્ર છે. પાત્રો બદલાઈ જવાને લીધે વાર્તાનો પ્રવાહ પણ બદલાઈ જાય એ સ્વાભાવિક છે. (જોકે સ્પેસ ટ્રાવેલને લગતાં કેટલાંક વૈજ્ઞાનિક તથ્યો એમને એમજ લખવામાં આવ્યાં છે. અને તેને શક્ય એટલી સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે).

હવે મૂળ પ્રશ્ન..! જે મને ઘણાં વાચકોએ પૂછ્યો હતો, કે મેં શા માટે અગાઉ કહેવાઈ ગયેલી વાર્તાનું “Re-telling” કર્યું. એજ મૂવીની વાર્તાને શા માટે ફરીથી લખી..!?

આ પ્રશ્નના બે જવાબ છે.

પહેલો એ – કે એક લેખક તરીકે રીલીઝ થયેલી મારી પહેલી નવલકથા લવ ઇન સ્પેસ છે. લવ ઇન સ્પેસ પહેલાં પણ હું ઘણી નવલકથાઓ અને લઘુ કથાઓ લખી ચૂક્યો છું. પરંતુ રીલીઝ થઈ હોય એવી નવલકથામાં પહેલી નવલકથા લવ ઇન સ્પેસ છે. મારાં જેવાં સાવ નવાં લેખકને નવલકથા લખવામાં કેવો રિસ્પોન્સ મળે છે એ જોવાંજ મેં લવ ઇન સ્પેસ લખી હતી. હું મારાં વાચકોનો દિલથી આભારી છું કે મારાં ધાર્યા કરતાં વધુ સારો રિસ્પોન્સ લવ ઇન સ્પેસને આપ્યો.

બીજું કારણ એ- કે મેં જ્યારે આ મૂવી જોઈ ત્યારે મને આ મૂવીમાં બધુજ ગમ્યું હતું. પણ અંતમાં કઇંક ખૂટતું હોવાનો અહેસાસ થયો હતો. આ મૂવીનો અંત મને વાર્તાને અનુરૂપ નહોતો લાગ્યો (આ મારો પર્સનલ ઓપિનિયન છે). આજ કારણથી મેં મને જે યોગ્ય લાગ્યો એ અંત સાથે વાર્તા લખવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું અને લવ ઇન સ્પેસ લખી. (આ સિવાય આ મૂવીનું અદ્ભુત અને કર્ણપ્રિય બેકગ્રાઉંડ મ્યુઝિક પણ તમને આ મૂવી જોવાં માટે મજબૂર કરે છે. આ નવલકથાનો અંત લખતી વખતે પણ એ મ્યુઝિક મારાં મગજમાં ઘૂમરાતું રહ્યું હતું).

આ નવલકથાનો અંત લખવામાં મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો મહત્વનો ફાળો છે. તેઓ પોતે પણ એક ધુરંધર લેખક છે અને અવનવાં આઈડિયાઝ મને આપતાં રહે છે.

આ સિવાય લવ ઇન સ્પેસ નવલકથાને સૌથી પહેલાં પોતાનાં મૂલ્યવાન પ્રતીભાવના શબ્દોથી જેમણે નવાજ્યાં તેવાં મારાં “વન ઑફ ધી ફેવરિટ રીડર્સ”માંના એક શ્રી મહેશભાઈ ખાવાડિયાનો હું દિલથી આભાર માનું છું. મહેશભાઈ મારાં સૌથી પહેલાં રીડર હતાં જેમણે લવ ઇન સ્પેસ નવલકથા અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો અને આ નવલકથાને પોતાનાં મૂલ્યવાન શબ્દોથી વખાણી.

આશા છે આ નવલકથાનો અંત તમને પણ પસંદ આવશે. આપના પ્રતિભાવોની પ્રતિક્ષા પણ રહેશે.

***


નોંધ: ઘણાં વાચકોએ મારી પાસે લવ ઈન સ્પેસ સ્ટોરીને પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ સાથેની ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપવાની ડીમાંડ કરી છે. જેથી તેઓ વાર્તાને પોતાનાં કલેક્શનમાં રાખી શકે. અગાઉના ઘણાં ચેપ્ટર્સ હું આ રીતે વાચકોને આપી ચુક્યો છું. જોકે હવે અન્ય નવલકથા લેખનનું કામ વધી ગયું હોવાથી હું આ નવલકથાને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી શકવાનો સમય નથી ફાળવી શક્યો. આ કામ એમ પણ ઘણું અઘરું અને સમય માંગી લે તેવું છે. આમ છતાં, જો વધુ વાચકોની ડિમાન્ડ હશે, તો હું આ સ્ટોરીને ગ્રાફિક pdf સ્વરૂપે કન્વર્ટ કરી આપીશ. આથી વાચકોને વિનંતી છે કે જે વાચકોને આ ગ્રાફિક pdf સ્વરૂપે જોઇતી હોય તેઓ મને મારાં whatsapp નંબર કે પછી instagraamમાં મેસેજ કરીને જણાવે.

(ગ્રાફિક pdf ચાર્જેબલ રહેશે).

****લવ ઇન સ્પેસ

પ્રકરણ -15 (અંતિમ પ્રકરણ)


“એવલીન....!” સ્ટેજ ઉપર ઊભેલી એવલીનને હતપ્રભ આંખે જોઈ રહી જોય બબડ્યો.

જોય સહિત તેની જોડે ઉભેલાં બ્રુનો અને ક્રિસ્ટીના પણ હતપ્રભ આંખે સ્ટેજ ઉપર ઊભેલી એવલીન અને નોવાને જોઈ રહ્યાં.

“પ..પણ આવું કેવી રીતે શક્ય છે...!?” ક્રિસ્ટીના બોલી અને પાછી સ્ટેજ તરફ જોવાં લાગી.

“એજ તો...!” બ્રુનોએ પણ સ્ટેજ તરફ જોઈ રહીને સૂર પુરાવ્યો “અને અને...નોવાને તો જો.....! એનાં પણ છે યાર....! એને તો વ્હીલ્સ હતાને....!? અને એ તો બાર છોડીને ક્યાંય જઈ પણ શકે એમ નહોતો...! તો પછી....!? આવું કેમનું..!?”

જોય કશું પણ બોલ્યાં વગર એવલીન સામે જોઈ રહ્યો. કશું પણ ના સમજાતા જોયનું માથું દુખવાં લાગ્યું. પોતાની આંખો બંધ કરીને જોય પોતાનાં દર્દને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યો.

જોકે આંખો બંધ કરતાંજ જોયને લગભગ 85 વર્ષ પહેલાં એવલીન સાથે વિતાવેલી એ દરેક ક્ષણો યાદ આવવાં લાગી. સ્વિમિંગ પૂલમાં બંનેએ સ્વિમિંગ કરતાં-કરતાં અનેક વખત સાથ માણ્યો હોવાનું લઈને આખા સ્પેસ ઉપર રખડપટ્ટી તેમજ નોવા જોડે બારમાં દારુ ઢીંચીવાથી લઈને સ્પેસશૂટ પહેરી સ્પેસમાં જમ્પ કરીને સ્પેસનો એ સુંદર નજારો માણવાનું યાદ આવી ગયું.

“85 વર્ષ પછી મારી ફક્ત ધૂંધળી યાદોજ રહી જશે.....!”શીત નિદ્રામાં સૂતા પહેલાં એવલીને કહેલું એ વાક્ય યાદ આવી જતાં જોયની આંખ સહેજ ભીંજાઈ.

“85 વર્ષ વીતી ગ્યાં એવલીન....!” ધિમાં સ્વરમાં જોય સ્વગત બબડ્યો “પણ તારી યાદો હજી એટલીજ તાજી છે...! જાણે તે હજી ગઈકાલેજ મને સ્પર્શ કર્યો હોય....!”

“હમ્મ શું...!?” જોયનો બબડાટ સાંભળી ક્રિસ્ટીનાએ પૂછ્યું.

ભીડની ચિચિયારીઓને લીધે ક્રિસ્ટીના કે બ્રુનો સાંભળી ના શક્યા.

થોડીવાર સ્ટેજ ઉપર ઊભેલી એવલીન સામે જોઈ રહ્યાં પછી જોય છેવટે પાછો ફર્યો અને હૉલમાંથી બહાર નીકળવાં મુખ્ય દરવાજા તરફ જવા લાગ્યો.

“જોય...!” હજીતો તે બે ડગલાં આગળ વધ્યોજ હતો ત્યાંજ ક્રિસ્ટીના તેની પાછળ આવી “ક્યાં જાય છે...!”

બ્રુનો પણ હવે તેની પાછળ આવ્યો.

“બારમાં....!” જોય સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “નોવાં સિવાય પણ ત્યાં ઘણાં લોકોછે જે દારુ પીવડાવી શકે છે...!”

ક્રિસ્ટીના અટકી અને બ્રુનો સામે જોઈ રહી.

“ચલ...! એને એકલો મૂકવા જેવો નથી...!” એટલું કહીને બ્રુનો પણ જોયની પાછળ ગયો.

થોડીવાર પછી ક્રિસ્ટીના પણ છેવટે બાર તરફ જવાં લાગી.

***

“સોરી સર....! સ્પેસશીપના રૂલ મુજબ તમને ચારથી વધારે ડ્રિંક ના મળી શકે...!”

બાર કાઉન્ટરની બીજી બાજુ ઉભેલાં બાર ટેન્ડરે ઓલરેડી ચાર વ્હીસ્કીના ગ્લાસ પી ચૂકેલાં જોયને વધુ વ્હીસ્કી સર્વ કરવાની ના પાડી.

જોયે પરાણે સ્મિત કર્યું અને ગ્લાસ કાઉન્ટર ઉપર આઘો ખસેડયો.

“આના કરતાં નોવા સારો હતો નઈ...!” જોડે ઉભેલાં બ્રુનોએ જોયનું મન ડાયવર્ટ કરવાં મજાકીયા સ્વરમાં કહ્યું.

જોયે પરાણે સ્મિત કર્યું અને માથું ધૂણાવ્યું.

“હવે શું કરવું છે....!?” પાછળથી ક્રિસ્ટીનાએ જોયની પીઠ ઉપર હળવેથી હાથ મૂક્યો.

જોય તેની તરફ પાછો ફર્યો અને ઢીલા મોઢે નીચું જોઈ રહ્યો.

“ખબર નઈ....!” જોયે ખભાં ઉછાળ્યા.

ક્રિસ્ટીના અને બ્રુનો એની સામે જોઈ રહ્યાં.

“એની જોડે વાત નઈ કરે....!?” ક્રિસ્ટીનાએ થોડીવાર પછી પૂછ્યું.

“શું વાત કરીશું....!?” જોયે સામે પ્રશ્ન પૂછ્યો પછી બોલ્યો “કે તું આટલું લાંબુ કેમની જીવી ગઈ....!? કે પછી નોવા જોડે મેરેજ કેમ...!? હમ્મ...!?”

ક્રિસ્ટીના જોય સામે જોઈ રહી. જોયના ચેહરા ઉપર ના સમજાય તેવાં ભાવો હતાં. તે મૂંઝાયેલો નહોતો. પણ કદાચ જેલસ હતો.

“જોય....! આઈ થિંક....! તારે છાયા અને રિધિમા જોડે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ....!” ક્રિસ્ટીના શાંત સ્વરમાં બોલી.

“હમ્મ...! મારૂ પણ એવુંજ માનવું છે બ્રો...!” બ્રુનોએ સૂર પુરાવ્યો “એમ પણ...! જો એવલીન જીવી ના હોત...! તો અત્યારે તું એજ તો કરતો હોત ને...!?”

“હાં...! અને એ લોકોને તારી જરૂર છે...!” ક્રિસ્ટીના બોલી “120 વર્ષની યાત્રા પછી એ લોકો જાગ્યા છે...! તો એમની ઉપર ધ્યાન આપ....! એવલીનને જો તારી જોડે કોઈ વાત કરવી હશે...! તો ...તો...! એ આવશે તારી જોડે....!”

“જ્યારે એ જીવતી છે એ વાતની મને ખબર પડી....!” જોય ઢીલા સ્વરમાં બોલ્યો “તો હું રાહ જોતો હતો...! કે ક્યારે એ દોડીને મને વળગી પડે....! પણ...!”

જોય માથું ધૂણાવી રહ્યો.

“જોય....! કદાચ..! એ ભૂતકાળ પાછળ છોડી જવા માંગતી હશે....!” ક્રિસ્ટીના બોલી “એ પૃથ્વી ઉપરથી એટ્લેજ તો આવી ‘તી ...હોપ ગ્રહ જવા માટે...! ભૂતકાળથી દૂર જવા..!”

“મારી માન દોસ્ત...!” બ્રુનો બોલ્યો “એને સામે ચાલીને આવવાંદે...! જો એ આવે તો ….! બાકી છાયા અને રિધિમાને એનાં સજા મળે એવું કઈં ના કરતો....!”

જોયે બ્રુનો સામે જોયું. 85 વર્ષ પહેલાંનાં બ્રુનો અને આજનો બ્રુનોમાં તેને પૃથ્વીથી હોપ ગ્રહ જેટલું અંતર દેખાયું.

“જો એ (એવલીન) ભૂતકાળ ભૂલીને આગળ વધી હોય..! તો તારે પણ એજ કરવું જોઈએ...!” બ્રુનો ફરી બોલ્યો “તમે બંને એક નવી લાઈફ ડિઝર્વ કરો છો...! અને છાયા-રિધિમા પણ....!”

જોય વિચારી રહ્યો.

“કદાચ એજ મને ભૂલી ગઈ લાગે છે...!” જોય ખિન્ન સ્વરમાં બોલ્યો “મારી ધૂંધળી યાદોજ એનાંમાં હશે...! એટ્લે કદાચ એ મને મળવા નાં આવી...!”

થોડીવાર સુધી બધાં મૌન રહ્યાં.

“યુ આર રાઈટ બ્રુનો....!” સ્મિત કરીને જોયે બ્રુનોનાં ખભે હાથ મૂક્યો “આપડે બધાં હોપ ગ્રહ નવી શરૂઆત માટે આવ્યાં છે...! તો...! ભૂતકાળને પાછળ છોડીને આગળ વધવુંજ જોઈએ...!”

“યસ..! બ્રો...આ થઈને મર્દોવાળી વાત..!” બ્રુનોએ જોયની પીઠ ઉપર ધબ્બો માર્યો.

ક્રિસ્ટીનાએ પરાણે સ્મિત કર્યું.

“ચલ...! નવી શરૂઆતનાં નામે એક-એક જામ થઈ જાય...!”

“તું સાચું કે’તો ‘તો...! આ બાર ટેન્ડર ખડૂસ છે...નોવા જેવો નથી..!” જોય સ્મિત કરીને બોલ્યો “મારી ચાર ડ્રિંક પૂરી થઈ ગઈ છે એટ્લે મને હવે નઈ મળે...!”

“અરે ડોન્ટ વરી...!” ક્રિસ્ટીના સ્મિત કરીને બોલી “હું લાઈ આપું છું..!”

ક્રિસ્ટીના ત્રણેય માટે વ્હીસ્કીનાં ગ્લાસ લઈ આવી.

“નવી શરૂઆતનાં નામે...!” ત્રણેય બોલ્યાં અને ચીયર્સ કરીને વ્હીસ્કી પીધી.

“હવે...!? શું...!?” બ્રુનોએ ક્રિસ્ટીના સામે જોઈને આંખ મીંચકારી.

ક્રિસ્ટીનાએ મારકણું સ્મિત કર્યું.

“હું...અ...છાયા-રિધિમા જોડે જાવ છું...!” જોય બોલ્યો “આપડે પછી મળીશું...! બારમાંજ..!”

એટલું કહીને જોય ચાલતો થયો.

“મારે થાક ઉતારવો છે...!” ક્રિસ્ટીનાએ બ્રુનોની ટાઈ પકડીને તેને ખેંચવાં માંડ્યો “85 વર્ષનો....! બધોજ થાક...!”

***

ત્યાર પછીનાં લગભગ ચારેક મહિના સુધીનો સમય બધાંએ સ્પેસ ટ્રાવેલનો આનંદ માણ્યો. 85 વર્ષ પહેલાં લગભગ મોટાંભાગનું સ્પેસશીપ રખડી ચૂકેલાં બ્રુનો અને ક્રિસ્ટીના મોટેભાગે બેડરૂમમાંજ ભરાઈ રહેતાં. તેઓ ભાગ્યેજ બહાર નીકળતાં.

જોય તેની પત્ની છાયા અને દીકરી રિધિમાને સ્પેસશીપનાં અલગ-અલગ ભાગોમાં ફેરવતો. મૂવી, સ્વિમિંગ, સ્પેસ જમ્પ, ગેમ ઝોન વગેરે તમામ મનોરંજનની સુવિધાઓ વિષે જોય પહેલેથી કેવીરીતે જાણે છે એ પ્રશ્ન છાયા-રિધિમા અનેક વાર જોયને પૂછતાં. જોય મોટેભાગે તેમની વાત ઉડાવી દેતો.

વિશાળ સ્પેસશીપમાં ચાર મહિના દરમિયાન એવું બહુ ઓછી વાર થયું હતું કે જોયે એવલીનને એકજ ફ્લોર ઉપર જોઈ હોય. જોકે એવલીને જોયની સામે જોવાનું ટાળ્યું હતું. જોયને એ નહોતું સમજાયું કે એવલીન જાણી જોઈને તેની સામું જોવાનું ટાળે છે કે પછી તેણી ખરેખર જોયને ભૂલી ગઈ છે. થોડો સમય બાદ જોકે જોયે પોતાનું ધ્યાન મહામુસીબતે છાયા-રિધિમામાં પરોવ્યું હતું. આમ છતાં, એવલીન વિષે હજીપણ જોય વિચારતો તો હતોજ.

આખરે ચારેક મહિના બાદ Traveller X સ્પેસશીપ હોપ ગ્રહ પહોંચી ગયું.

શરૂઆતમાં રોમાંચક લાગતી ચાર મહિનાની સ્પેસ ટ્રાવેલથી મોટાભાગના યાત્રીઓ કંટાળી ગયા હતાં. સ્પેસશીપની લોખંડી દીવાલોમાં કેદ થયાં હોય એમ કંટાળેલાં યાત્રીઓ હોપ ગ્રહ ઉપર પગ મૂકવા અધીર્યા થયાં હતાં. આથીજ જ્યારે સ્પેસશીપ હોપ ગ્રહની ભ્રમણકક્ષામાં દાખલ થયું, ત્યારે યાત્રીઓએ હર્ષનાદ કરી સ્પેસશીપના સ્ટાફને વધાવી લીધો. અવકાશમાંથી હોપ ગ્રહ લગભગ પૃથ્વી જેવોજ દેખાતો હતો. જોકે પૃથ્વી કરતાં તે કદમાં સાધારણ મોટો હતો.

પૃથ્વીની જેમજ હોપ ગ્રહની ભ્રમણકક્ષામાં એક વિશાળ સ્પેસ સ્ટેશન બનાવાયું હતું જ્યાં Traveller X સ્પેસશીપને “પાર્ક” કરાયું હતું. સ્પેસ સ્ટેશનમાંથી બ્રહ્મા સીરિઝનાં વિશાળ રોકેટો દ્વારાં વારાફરતી બધાંજ યાત્રીઓને હોપ ગ્રહ ઉપર બનેલાં સ્પેસ સેન્ટર લેન્ડ કરાવમાં આવ્યાં હતાં.

જો કોઈ રોકેટ હોપ ગ્રહનાં વાતાવરણમાં પ્રવેશતી વખતે (રીએન્ટ્રી વખતે) સળગીને તૂટી પડે તો એકજ પરિવારનાં બધાંજ સભ્યો તેમાં માર્યા જાય. આવું થાય તો નવાં ગ્રહ ઉપર તે પરિવારનો એકેય સદસ્ય જીવતો નાં પહોંચે. આ શક્યતા ટાળવાં માટે એક પરિવારનાં બધાંજ સભ્યોને બ્રહ્મા સીરિઝનાં અલગ-અલગ રોકેટમાં હોપ ગ્રહ ઉપર મોકલવામાં આવતાં.

જોય, તેની પત્ની છાયા-રિધિમા ત્રણેય અલગ-અલગ રોકેટમાં સવાર હતાં. નસીબજોગે જોય જે રોકેટમાં હતો તેજ રોકેટમાં બ્રુનો, ક્રિસ્ટીના અને એવલીન પણ હતાં. જોકે નિયમ મુજબ તેઓ હોપ ગ્રહ ઉપર લેન્ડ થાય ત્યાં સુધી કોઈ વાતચિત નહોતાં કરી શકવાના. કોઈ યાત્રી એકબીજાને કોઈ વાઈરસથી સંક્રમિત નાં કરી શકે એ માટે બધાંને રોકેટમાં અલગ-અલગ કેપ્સ્યુલમાં બેભાન અવસ્થામાં મોકલવામાં આવતાં.

આખરે બધીજ પ્રક્રિયાઓ પૂરી કરીને જોયનું રોકેટ હોપ ગ્રહ ઉપર સહી સલામત લેન્ડ થઈ ગયું. ચેક આઉટની પ્રક્રિયા પૂરી કરીને જોય સૌથી પહેલાં બહાર રિસેપ્શન એરિયામાં આવી ગયો, ત્યાર પછી ક્રિસ્ટીના આવી.

જોય અને ક્રિસ્ટીના ભેગાં થઈને બ્રુનોની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે જોયની આંખો બ્રુનોને નહીં પણ એવલીનને શોધી રહી હતી. એકજ રોકેટમાં હોવાને લીધે જોયને આશા હતી કે એવલીન ચેકઆઉટ પછી તેને જરૂર મળશે.

“છાયા અને રિધિમાનું શટલ ક્યારે આવાનું છે...!?” ક્રિસ્ટીનાએ જોયને પૂછ્યું.

વિશાળ રિસેપ્શન એરિયામાં અગાઉ લેન્ડ થઈ ગયેલાં યાત્રીઓની જબરી ભીડ જામેલી હતી. એ ભીડમાં એવલીનને શોધી રહેલાં જોયે ક્રિસ્ટીનાનો પ્રશ્ન સાંભળીને તેણી સામે જોયું.

“અમ્મ...! એ લોકોને હજી એકાદ કલ્લાક લાગશે....!” જોય બોલ્યો અને ક્રિસ્ટીના સામે જોઈ રહ્યો.

ક્રિસ્ટીના જોયની આંખોમાં રહેલા ભાવો વાંચ ગઈ. સાંત્વનાં આપતી હોય એમ ક્રિસ્ટીનાએ પરાણે હળવું સ્મિત કર્યું.

“બાપરે...! શું ભીડ છે યાર....!” ત્યાંજ ભીડમાંથી નીકળીને બ્રુનો આવ્યો “તમને શોધતાં-શોધતાં હું તો થાકી ગ્યો....!”

ત્રણેય જણાં ટોળુંવળીને ઊભાં રહ્યાં.

“તો...! તમારું બેયનું શું પ્લાનિંગ છે....!?” જોયે અમસ્તુંજ ક્રિસ્ટીના અને બ્રુનોને પૂછ્યું.

“અ....અમે તો પે’લ્લાં કેપિટલ સિટી જઈશું....!” ક્રિસ્ટીના બોલી “મારાં દૂરના રિલેટિવ છે ત્યાં...!”

“હાં...! પછી મેં જે ઘર બૂક કરાયું છે...! ત્યાં...!” બ્રુનો બોલ્યો “ત્યાં જઈને...! પછી કઈંક પ્લાનિંગ કરશું...!”

“જોય....!” તેઓ વાતો કરી રહ્યાં હતાં ત્યાંજ એક મધુર સ્ત્રી સ્વર સંભળાયો.

જોય સહિત તે મધુર અવાજ ઓળખતાં ક્રિસ્ટીના અને બ્રુનો પણ ચોંકયાં અને ટોળુંવળીને ઉભેલાં તેઓ તરતજ પાછું ફર્યા.

કેટલાંક ડગલાં છેટે એવલીન ઊભી હતી. લાંબો બ્લેક કલરનો ચુસ્ત બોડીકૉન ડ્રેસ અને ગોલ્ડન છૂટાંવાળમાં એવલીન હજીપણ એવીજ સુંદર અપ્સરાં જેવી લાગી રહી હતી. જોકે એવલીન સાથે સારો એવો સમય ગાળી ચૂકેલાં જોયને તેણીની ઉંમરમાં સહેજ તફાવત લાગ્યો. એવલીનની ઉંમરમાં લગભગ પાંચ-છ વર્ષનો વધારો થયો હોય એવું લાગતું હતું. શીત નિદ્રામાં સૂતેલાં યાત્રીઓની ઉમ્મરમાં આટલો બધો વધારો અસ્વાભાવિક હતો.

“એવલીન......! તું....! અ...!” જોયની આંખ ભીની થઈ ગઈ તે એક ડગલું એવલીન તરફ આગળ વધ્યો.

“જોય...! આઈ નો...! બહુ બધાં પ્રશ્નો છે તારાં મનમાં....!” એવલીનની આંખ પણ ભીંજાઈ “પણ એક પ્રશ્નનો જવાબ હું તને પહેલાંજ આપી દઉં....! કે હું તને હજીપણ નઈ ભૂલી...! જરાપણ નઈ...!”

“પણ તું આટલું લાંબુ કેમની જીવી....!?” બ્રુનોએ થોડાં ભાવુક સ્વરમાં પૂછ્યું.

તે પણ એક ડગલું આગળ આવી જોયની જોડે ઊભો રહ્યો. ક્રિસ્ટીના પણ જોયની જોડે આવીને ઊભી રહી.

“કેમ....!? તું મને જીવતી જોઈને ખુશ નથી....!? હમ્મ....!?” એવલીન મજાક કરતી હોય એમ બોલી.

બધાં પરાણે હળવું હસ્યાં. જોય જોકે એવલીન સામે ભીની આંખે જોઈ રહ્યો. એવલીને છેવટે જોય સામે જોયું. તેણીની આંખો ફરીવાર હળવી ભીની થઈ.

“નોવાંને શું થયું...!?” ક્રિસ્ટીનાએ પૂછ્યું “એ પગ ઉપર ચાલતો કેમનો થયો....!?”

“તમે શીત નિદ્રામાં સૂઈ ગયાં...! એ પછી મારી અને નોવાંની જોડે સમયની કોઈ કમી નહોતી...!” પહેલાં ક્રિસ્ટીના સામે અને પછી જોય સામે જોઈ રહીને એવલીન બોલવાં લાગી “અમે બંનેએ ઘણાં બધાં વિષયો ઉપર ચર્ચા કરતાં....! લગભગ રોજે....!”

“ધીરે-ધીરે...અમારી ચર્ચા નોવાંની બનાવટ અને તેની બનાવટમાં કોઈ સુધારો વગેરે કરવાની હોય એવી ટેકનિકલ વાતો ઉપર કેન્દ્રિત થવાં લાગી....!”

એવલીન બોલે જતી હતી અને ત્રણેય સાંભળે જતાં હતાં.

“નોવાંની સાથે ચર્ચા કરતી વખતે મને ખબર પડી કે નોવાં ભલે પોતાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાં માટે પ્રોગ્રામ ના કરી શકે....! પણ એ પ્રોસેસ કેવીરીતે કરવી એ બીજાંને શીખવાડી જરૂર શકે....!”

જોય સહિત ત્રણેયને નવાઈ લાગી.

“ઓહ...! એણે આ વાત અમને નહોતી કીધી...!” જોયે કહ્યું.

“એનું કામ સહદેવ જેવુ છે..!” એવલીન બોલી “જેટલું પૂછો...એટલોજ જવાબ આપવાનો....!”

“સહદેવ...!?” બ્રુનો અને ક્રિસ્ટીનાએ પ્રશ્નભાવે તેણી સામે જોયું.

એવલીને જવાબ આપવાની જગ્યાએ જોય સામે જોયું.

“હું પછી સમજાઈ દઇશ....!” એવલીનનો ઈશારો સમજી ગયેલો જોયે બંનેને કહ્યું.

“નોવાંએ મને ઘણું નોલેજ આપ્યું...!” એવલીન ફરી બોલવાં લાગી “નોવાંનું આખું પ્રોગ્રામિંગ કેવીરીતે બદલવું મેં એ એની જોડેથીજ શિખ્યું અને એનાં એ નોલેજની વિડીયોઝ પણ રેકોર્ડ કરી...! જેથી જરૂર પડે હું એનો યુઝ કરી શકું.....! નોવાં પાસેથી પ્રોગ્રામિંગ શિખતાં-શિખતાં મને યાદ આવ્યું કે જરૂર પડ્યે નોવાંનાં પાર્ટસ પણ બદલી શકાય છે...!”

“એટ્લે તને મેડિકલ રૂમમાં કોઈ પેશન્ટ માટે ઈમરજન્સી યુઝનાં એક્સ્ટ્રા રોબોટિક્સ લેગ્સ યાદ આવ્યાં હશે....!” ક્રિસ્ટીના બોલી “અને તે એ રોબોટિક લેગ્સને નોવાંનાં વ્હીલ્સની જગ્યાએ નાંખીને એણે ચાલતો કરી દીધો...!”

“એક્ઝેક્ટલી....!” એવલીન હળવું સ્મિત કરીને બોલી.

“હાં...! અને નોવાંભાઈ દોડતાં થઈ ગ્યાં...એટ્લે એણે બારની નોકરી છોડી દીધી હશે નઈ...!?” પોતાની આદત મુજબ બ્રુનો મજાક કરીને બોલ્યો.

જોય સિવાય ત્રણેય હળવું હસ્યાં. જોય કશું પણ બોલ્યાં વગર બધું સાંભળી રહ્યો.

એવલીને ફરીવાર જોય સામે જોયું.

“શીત નિદ્રામાં સુવાની પ્રોસેસ જે હું ક્રિસ્ટીના પાસેથી શીખી હતી મેં એ નોવાંને શીખવી....!” એવલીન બોલી “જોકે નોવાં એ આખી પ્રોસેસ પહેલેથી જ જાણતો હતો...પણ ક્રિસ્ટીનાની પ્રોસેસમાં જે સામાન્ય સુધારાંઓ હતાં એ નોવાં નહોતો જાણતો....! એ મેં તેને શિખવ્યા...!”

“અને પછી નોવાંએ તને શીતનિદ્રામાં સૂવાડી...!” જોયને વાતનો તાળો મળી જતાં તે બોલ્યો.

“હમ્મ....! અને નોવાંભાઈ તો અમર છે...!” બ્રુનો ફરીવાર મજાકીયાં સ્વરમાં બોલ્યો “એને ક્યાં શીતનિદ્રામાં સુવાની જરૂર છે...! નઈ...!? એ તો તારી કેપ્સ્યુલ સામે જોઈ રહીને ઊભો રહ્યો હશે...! 85 વર્ષ સુધી...!”

બધાં ફરી હળવું હસ્યાં.

“પણ...અ....નોવાં સાથે મેરેજ....!?” જોયે સહેજ ખચકાઈને પૂછ્યું “શા માટે...!?”

“કેમકે હોપ ગ્રહનાં કાયદા મુજબ... કોઈ એકલી સ્ત્રી...કે કોઈ એકલો પુરુષ....! સંતાન ના પાલવી શકે....!” એવલીન ધડાકો કરતી હોય એમ બોલી “અહિયાં સિંગલ પેરેંટિંગ અલાઉડ નથી જોય....!”

જોય સહિત ક્રિસ્ટીના અને બ્રુનો હતપ્રભ થઈને એકબીજાંને જોઈ રહ્યા. જોયની આંખો ભીની થઈ ગઈ અને તે આઘાતપૂર્વક એવલીન સામે જોઈ રહ્યો.

“હાં જોય....! હું તને રોજે જોવાં આવતી....! લગભગ રોજે...!” ભીની આંખે એવલીન ગળગળાં સ્વરમાં બોલી “તમે જે દિવસે શીત નિદ્રામાં ઊંઘ્યા એજ દિવસે મેડિકલ રૂમમાંથી નીકળીને હું મારાં રૂમ તરફ જઈ રહી હતી...! ત્યારે હું બેભાન થઈને ઢળી પડી હતી...!

થોડું અટકીને એવલીન એવાંજ ભીનાં સ્વરમાં આગળ બોલી. તેણીની આંખ સામે 85 વર્ષ પહેલાંનાં એ દ્રશ્યો તરવરી ઉઠ્યા.

“હું જ્યારે ભાનમાં આવી....! ત્યારે માંડ-માંડ નોવાં પાસે પહોંચી...! મને લાગ્યું કે અશક્તિને લીધે મને ચક્કર આવી ગ્યાં હશે....!

....મેં વ્હીસ્કી પીધી...! પણ મને વોમીટ થઈ ગઈ...! થોડાં દિવસો સુધી ચક્કર અને વોમીટનો સિલસિલો ચાલુ રહ્યો...! છેવટે નોવાંએ મને મેડિકલ રૂમમાંથી પ્રેગ્નેન્સી કીટ લઈ ટેસ્ટ કરી જોવાની સલાહ આપી...!”

એક ક્ષણ અટકીને એવલીને જોય સામે જોયું.

“હાં...! હું પ્રેગ્નેન્ટ હતી....!” એવલીન બોલી “હું ચોંકી ગઈ....! અને ડરી પણ ગઈ...! હું પાછી નોવાં પાસે દોડી ગઈ...!”

એવલીનની આંખો સામે ફરીવાર એ દ્રશ્યો તરવરી ઉઠતાં તે શૂન્યમનસ્ક તાકી રહીને બોલી-

“ગભરાઈને હું તને જગાડવાની હતી....!” એવલીને જોય સામે જોયું પછી પાછી શૂન્યમનસ્ક થઈ ગઈ “પણ નોવાંએ મને એવું નાં કરવાની સલાહ આપી...! તારી જાનને જોખમ થાય એટ્લે...!

....શું કરવું...!? શું ના કરવું...!? મને કશુંજ સમજાતું નહોતું...! બાળકને જન્મ આપવો કે નઈ...!? એકલાં હું આ બધું કેમનું કરીશ...!? કેવીરીતે કરીશ...!? કઈંજ સમજાતું નહોતું...!

..ત્યાં નોવાં મારી વ્હારે આવ્યો....! એણે મને કહ્યું કે તે બધુંજ સંભાળી શકે છે...! પણ એનાં માટે એનું પ્રોગ્રામિંગ બદલવું પડે એમ છે...!”

“એટ્લે....! નોવાંનું પ્રોગ્રામિંગ બદલવાનું...! અને એને પગ લગાડવાનું કામ તે...!”

“હાં...!” એવલીનની વાત પામી ગયેલી ક્રિસ્ટીના બોલતી હતી ત્યાંજ તેને વચ્ચે ટોકીને એવલીન બોલી “મારી પ્રેગ્નેન્સીની ખબર પડી...એ પછી શરૂ કર્યું હતું...! મારી પ્રેગ્નેન્સી વિષે તો મને તમે લોકો શીતનિદ્રામાં ઊંઘ્યા એજ દિવસે ખબર પડી હતી...! અને નોવાંએ મને સમજાવી એટ્લેજ મને એ બધું કરવાનું મોટીવેશન મળ્યું....!”

જોય ભીની આંખે એવલીન સામે જોઈ રહ્યો.

“પ્રેગ્નેન્સીનાં શરૂઆતનાં ચાર-પાંચ મહિના સુધી મેં નોવાંને જરૂરિયાત મુજબ તૈયાર કર્યો...! એનાં પગથી માંડીને પ્રોગ્રામીંગ સુધી...! બધુંજ...!” એવલીન આગળ બોલી.

“હમ્મ...! એટ્લે પહેલાં તે નોવાંને નવો જન્મ આપ્યો....!” બ્રુનો પાછો મજાક કરતો હોય એમ બોલ્યો “પછી નોવાંએ તારાં બાળકને....!”

એવલીન પરાણે હળવું હસી પછી જોય સામે જોઈ રહી.

“Jonah (જોનાહ) ....!” એવલીન ભીનાં સ્વરમાં બોલી “એનું નામ જોનાહ રાખ્યું....! જોયનું નામ અને નોવાંનું નામ ભેગું કરીને...!”

“પણ જોય અને નોવાં ભેગું કરીએ તો...તો...જોનોવા થાયને....!?” બ્રુનો ફરીવાર ગમ્મત કરતો હોય એમ બોલ્યો.

“હી...હી...!” એવલીનથી પરાણે હસાઈ ગયું પછી તે બોલી “નાં...! નોવાંનું સાચું નામ નોવાં નથી...! નોઆહ છે...! બાઇબલમાં આવતો નોઆહ....! યાદછે...!”

“ઓહ...હાં...હાં...યાદ આયું...!” બ્રુનો બોલ્યો “જેણે આર્ક ઉપર બધાં જાનવરોને બેસાડીને પૂરથી બચાવ્યા હતાં...!”

“ફક્ત જાનવરો નઈ...! માણસોને પણ...!” હવે ક્રિસ્ટીનાએ ગમ્મત કરી.

“હાં...! તો માણસો પણ જાનવરોજ છેને...!” બ્રુનોએ ટોંન્ટ માર્યો.

એવલીન ફરીવાર હળવું હસી પછી જોય સામે જોયું.

“જોય....! નોઆહ....!” એવલીન સામે જોઈ રહીને જોય મનમાં બબડ્યો “જોનાહ....!”

“એણે મારી બહુ કેર કરી...!” જોયનાં ન પૂછાયેલાં પ્રશ્નનો જવાબ આપતી હોય એમ એવલીન બોલી “જ્યારથી મેં નોવાંને પગ લગાવી આપ્યાં..ત્યારથી એણે દરેક ક્ષણ…! નોવાં મારી જોડેજ રહેતો...! મારી બધીજ કેયર કરતો...! બાળકની ડિલિવરી કેમની કરવી એ પણ નોવાં જાણતો હતો...! એણેજ સિઝેરીયન કર્યું... અને જોનાહની ડિલિવરી કરાવી...!”

“બાપરે...! એ રોબોટની મેમરી તો વિકીપીડિયા કરતાંય વધારે મોટી છે...!” બ્રુનો નવાઈ પામીને બોલ્યો.

એવલીન ફરીવાર હળવું હસી પછી બોલી.

“સાત વર્ષ....! નોવાંએ મારી અને જોનાહની એક પતિ અને એક પિતા તરીકેની બધીજ જવાબદારીઓ નિભાવી....!” એવલીનનો સ્વર ફરીવાર ગળગળો થઈ ગયો “ફક્ત સેક્સને બાદ કરતાં ....નોવાંએ મને બધુંજ આપ્યું...! ખાસ કરીને જોનાહની ઉછેરમાં કોઈજ કચાશ નાં રહેવાં દીધી...!”

“સાત વર્ષ કેમ...!?” જોયે નવાઈ પામીને પૂછ્યું.

“કેમકે કોઈ બાળકને શીતનિદ્રામાં સુવાડવા માટે તેણી ઉંમર ઓછામાં ઓછી છ વર્ષની જોઈએ...!” ક્રિસ્ટીના બોલી.

“હાં....! અને જોનાહ સ્પેસશીપમાં જન્મ્યો હોવાથી.... નોવાંએ એક વર્ષ વધુ પ્રિકોશન માટે રાહ જોવાનું કહ્યું....!” એવલીન બોલી “ત્યાં સુધી મેં અને નોવાંએ મળીને મારાં અને જોનાહ માટે ક્રાયોજેનિક ચેમ્બરમાની જે ખાલી કેપ્સ્યુલો હતી એ રીપેર કરી...! તારી અને બ્રુનોની...!”

એવલીને ક્રિસ્ટીના અને બ્રુનો સામે જોઈને કહ્યું.

“પછી નોવાંએ મને જોનાહને.... જોનાહનાં સાતમા જન્મદિવસે શીત નિદ્રામાં સુવાડ્યાં....!” એવલીન આગળ બોલી.

“પણ અમારી કેપ્સ્યુલનું ટાઈમર...!?” ક્રિસ્ટીના બોલી “અમારે તો બધાં કરતાં પેલ્લાં જાગવાનું હતુંને...! તારી ડેડ બોડી...અ...આઈ મીન...!”

“નોવાંએ તમારી કેપ્સ્યુલોનું ટાઈમર બદલ્યું હતું....!” એવલીન બોલી “કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે...!”

“ઓહ....!” જોયને નવાઈ લાગી.

“હાં જોય...!” એવલીન ભારપૂર્વક બોલી “શીત નિદ્રામાં સૂતાં પહેલાં મેં નોવાંને કહેલું કે તે તમારી કેપ્સ્યુલોનું પણ ધ્યાન રાખે...! એણે બાકીના બધાંજ વર્ષ....! એકલાં.... લગભગ 78 વર્ષ સુધી...!”

એવલીનને ડૂસકું આવી જતાં તે થોડું અટકાઈ પછી બોલી –

“એકલતાનાં એટલાં બધાં વર્ષો નોવાંએ એકલાં કેમના વિતાવ્યા હશે...! એ તો એજ જાણે...! જેમ હું તને જોવાં માટે મેડિકલ ચેમ્બરમાં રોજે...સાત વર્ષ સુધી આવતી...! એમ નોવાં મને અને જોનાહને જોવાં માટે 78 વર્ષ સુધી આવતો રહ્યો હશે....! ભલે એનાં હાથ ધાતુનાં બનેલાં છે...! પણ 78 વર્ષ સુધી એનાં એ હાથોનો સ્પર્શ મારી કેપ્સ્યુલનાં કાંચ ઉપર થતો મને અનુભવાતો હતો...!”

એવલીનની ભીની આંખો સામે નોવાં તેમની કેપ્સ્યુલ પાસે ઊભો હોય એ દ્રશ્ય તરવરી ઉઠ્યું.

... ભલે હું શીત નિદ્રામાં હતી...! આમ છતાંય....! મારી કેપ્સ્યુલ પાસે નોવાંની હાજરી હું અનુભવી શકતી હતી.....!

....મારાં શીત નિદ્રામાં સૂતાં પછી પણ સ્પેસશીપ ઉપર અનેક મુસીબતો આવી...! નોવાંએ એકલાં હાથે બધીજ સમસ્યાઓ સુલઝાવી અને સ્પેસશીપ અને આપડા બધાંની જાન પણ બચાવી....!”

બધાંની આંખ ભીની થઈ ગઈ.

“તમારાં પહેલાં અમે લોકો જાગ્યા....!” એવલીન આગળ બોલી “નોવાંએ અમારું ટાઈમર બધાંથી બે દિવસ પહેલાંનું ગોઠવ્યું હતું...! જાગ્યા પછી નોવાંએ મને હોપ ગ્રહનાં કાયદા વિષે કહ્યું...! અમે લોકોએ જોનાહનાં પેરેન્ટ્સ તરીકેનું ઓનલાઈન ઇન્ટરવ્યુ આપ્યું...! અમે પાસ થયાં અને અમને મેરેજ કરવાની પણ પરમીશન મળી ગઈ...!”

ખુશ થઈ ગયેલી ક્રિસ્ટીનાની આંખમાંથી આંસુ આવી ગયાં અને તે હસી પડી. માંડ માંડ તેણીએ પોતાની આંખો લૂંછી.

“જોય....!” જોયનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂકીને એવલીન બોલી “તારાં પછી નોઆહ મારી લાઈફમાં આવેલો સૌથી બેસ્ટ પુરુષ છે...! જોનાહ માટે એણે જે કર્યું...! એ હું કદી નઈ ભૂલી શકું...! જેટલી જરૂર જોનાહને એની છે....! એટલીજ જરૂર મને પણ નોઆહની છે....! અને કદાચ નોઆહને પણ મારી....!

જોય ભીની આંખે એવલીન સામે જોઈ રહ્યો.

“મને કોઈજ હોપ નહોતી....! હોપ ગ્રહ સુધી પહોંચવાની...!” એવલીન બોલી “નોઆહે મને એ હોપ આપી.... અને અહિયાં સુધી પહોંચાડી પણ...! એક તારણહાર તરીકે....! કોઈ જાતની અપેક્ષા વિના...! એ મારાં માટે ત્યાં હાજર રહ્યો....! અનંત સમય જેટલો ઇંતેજાર...! એણે એકલાએ સહન કર્યો...! રોબોટ હોવાં છતાં એ બધુંજ ફીલ કરી શકે છે....! એ તું પણ જાણે છે જોય...!”

...છાયા-રિધિમાની હાજરીને લીધે મેં સ્પેસશીપ ઉપર તારી સાથે વાત કરવાનું ટાળ્યું....! મને ખબર હતી....તું મારી રાહ જોતો હોઈશ...! હું પણ જોતી જ હતી...!”

બધાં થોડીવાર મૌન થઈને એવલીન સામે જોઈ રહ્યાં.

“સાત વર્ષ સુધી...તારી કેપ્સ્યુલ પાસે હું આવતી...!“ એવલીન ભીની આંખે બોલી “તારાં માટે મારો પ્રેમ આજે પણ એટલોજ છે...! જેટલો એ વખતે હતો....! અને કાયમ રહેશે...!”

જોયની ભીની આંખમાંથી ટપકેલી આંસુની ધારને ગાલ ઉપર લૂંછીને એવલીન બોલી

“જોય...! હું જાણું છું....! તું ફસાયેલો છે...! મારી અને છાયાની વચ્ચે...! પણ હવે તારે મને ભૂતકાળ બનવા દેવી પડશે....! પ્લીઝ....! એ બંને તારી આજ છે.....! અને....હું 85 વર્ષ પહેલાંનો તારો ભૂતકાળ....!”

જોયની આંખ વધુ ભીની થઈ ગઈ.

“.....યાદ છે... જોય...મને અપનાવતી વખતે નોવાએ તને કહ્યું હતું કે...છાયાને તારો ભૂતકાળ બનવાદે...!”

એવલીને યાદ અપાવતાં જોયને એ યાદ આવ્યું.

“હવે આજે હું તને કહું છું...! પ્લીઝ જોય...!” એવલીને ફરીવાર જોયનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો “મને તારો ભૂતકાળ બની જવાંદે....! એવલીનને તારો ભૂતકાળ બની જવાંદે...! એક નવી શરૂઆત કરજે...! છાયા અને રિધિમા સાથે....!”

કશું પણ બોલ્યાં વગર જોય ભીની આંખે એવલીન સામે જોઈ રહ્યો.

“એ બંનેને તારી જરૂર છે....!” એવલીન બોલી.

જોયની બંને આંખ ટપકવા લાગી. તે એવલીનનાં છેલ્લાં શબ્દોની રાહ જોઈ રહ્યો. ક્રિસ્ટીના અને બ્રુનો પણ ભીની આંખે તેણી સામે જોઈ રહ્યાં.

“અને જોનાહ અને નોઆહને...!” થોડે દૂર ભીડમાં જોનાહને લઈને ઉભેલાં નોઆહ સામે એવલીને જોયું

એવલીને જોતાં જોય, બ્રુનો અને ક્રિસ્ટીનાએ પણ નોવાં અને જોનાહને સામે જોયું. જોયે જોયું કે જોનાહનો ચેહરો મોટેભાગે એવલીનને મળતો આવતો હતો. તેનાં વાળ ગોલ્ડન હતાં. શીત નિદ્રામાં સૂતી વખતે તેણી ઉંમર સાતેક વર્ષની હતી. અત્યારે પણ જોનાહની ઉંમરમાં નજીવો વધારો થવાને લીધે તે હજી પણ સાત-આઠ વર્ષનાં બાળક જેવોજ દેખાતો હતો.

રોબોટિક્સ લેગ્સ લાગવાથી નોવાં અસ્સલ સામાન્ય માણસની જેમજ ઊભો હતો. સામાન્ય માણસની જેમજ તે હવે હલનચલણ સહિત લગભગ બધીજ ક્રિયાઓ સ્વાભાવિક રીતે કરી શકતો હતો.

“ એ લોકોને મારી...! મારી જરૂર છે...!” એવલીને તેનું અધૂરું વાક્ય પૂરું કર્યું.

જોય સહિત બ્રુનો અને ક્રિસ્ટીના હજી પણ નોવાં અને જોનાહ સામે જોઈ રહ્યાં હતાં. ભીડમાં આમ તેમ જોતાં-જોતાં તેઓ એવલીનની રાહ જોઈ રહ્યાં હતાં.

“ગૂડ બાય જોય...!” જોયને ખબર ના રહી અને એવલીન તેમની આગળ આવીને ઊભી રહી અને ભીની આંખે બ્રુનો, ક્રિસ્ટીના અને પછી જોયની સામે જોઈને ધીમાં ભીનાં સ્વરમાં બોલી “ગૂડ બાય....!”

કેટલીક ક્ષણ સુધી ભીની આંખે જોય સામે જોઈ રહ્યાં પછી છેવટે નોવાં અને જોનાહ તરફ ફરીને એવલીન ભીડની વચ્ચે ચાલવાં લાગી. જોય સહિત ક્રિસ્ટીના અને બ્રુનો તેણીને ભીડમાં જતી જોઈ રહ્યાં.

નોવાં અને જોનાહ પાસે પહોંચીને એવલીને જોનાહ જોડે થોડીઘણી મજાકમસ્તી કરી અને પછી છેવટે તેઓ સ્પેસ સેન્ટરનાં મેઈન એન્ટ્રન્સ તરફ જવાં લાગ્યાં.

જોકે ભારે ભીડને લીધે જોયને એવલીનને વધુ દૂર સુધી જોઈ નાં શક્યો. ભીડમાં અલોપ થતાં પહેલાં એવલીને એક ક્ષણ પાછું ફરીને જોય સામે જોઈ સ્મિત કર્યું અને છેવટે આગળ વધી ગઈ.

ભીડ વચ્ચે અલોપ થતી એવલીનને જોય ભીની આંખે જોઈ રહ્યો અને પોતાનો ભૂતકાળ બનતી જોઈ રહ્યો.

***

સમાપ્ત

******

“Sid”

instagram@sid_jignesh19

Rate & Review

Priti Patel

Priti Patel 2 months ago

Radhi

Radhi 11 months ago

Dr.sejal Gohel

Dr.sejal Gohel 12 months ago

Chintal Patel

Chintal Patel 2 years ago

superb

... Dip@li...,

... Dip@li..., 1 year ago