journy to different love... - 24 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 24




(આપણે આગળના ભાગમાં જોયું કે મેહુલ અને અનન્યા બન્ને મળીને પ્રિયા,અવિનાશ તેમજ વિરાજને નીયા અને તેમનો ભૂતકાળ કહે છે, અને પછી બધાં ત્યાંથી છુટા પડે છે. હવે આગળ...)

વિરાજ ઘરે આવી અને સુવા માટે પથારી પર આડો પડે છે. વારે-ઘડીએ તેનાં કાનમાં મેહુલભાઈએ કહેલું વાક્ય 'વિરાજ નીયાનાં પ્રેમને નાં સમજી શક્યો' તેજ ફરી રહ્યુ હતું. વિચારો કરતા-કરતા તેને નીંદર આવી ગઇ.વિરાજમાં હવે નીયાની સામે આવવાની હિમ્મત ન હતી,આથી તે હવે પોતાનું ધ્યાન કામમાં પરોવવા લાગ્યો.આમને આમ સમય વીતતો ગયો અને છેક જુલાઈ મહિનો આવી ચઢ્યો....

આ બાજું નીયા પણ પોતાના કામમાં પરોવાઈ જાય છે. આજે ઓફિસે વર્ક વધું હોવાથી તે ચાર વાગ્યે ઉઠે છે. પોતાના ઘરમાંજ બનાવેલ જીમમાં તે એક્સરસાઇઝ કરી અને પ્રોટીન શેક પી, નાહી-ધોઈને તૈયાર થઈ ને સાડા પાંચ વાગ્યામાં તો આજેે ઓફિસે જવા રવાના થઈ જાય છે. મેડમને આજે આટલા વહેલા આવેલા જોઇ વોચમેનને પણ આશ્ચર્ય થાય છે. નીયા અંદર જઇ અને પોતાના કામમાં લાગી જાય છે. તે એકલીજ આખી ઓફિસમાં હોય છે. ધીરે-ધીરે સમય થતા બધાં ઓફીસે આવવા માંડે છે.નીયા મેડમ આજે સવારના વહેલા આવી ગયા છે આ વાત સાંભળી બધાંને નવાઈ થાય છે.બધાં પોત-પોતાના કામમાં લાગી જાય છે.ત્યાંજ ધોધમાર વરસાદ શરૂ થાય છે.સવારના સાડા પાંચ વાગ્યાથી સતત કામ કરતી નીયા થાકી ગઇ હોવાથી થોડાક સમય આરામ કરવા માટે ઊભી થઈ, પોતાના ઓફિસમાં તેનાં બેસવાની પાછળની બાજું પર ઉપર થી નીચે સુધી આખી કાચની વિન્ડોવાળી દીવાલ હતી તે ત્યાં પિલરનો ટેકો લઇ અને ઊભી બહારનાં ખુશનુમા વાતાવરણને નિહાળી રહી હતી...વરસાદનું વાતાવરણ એકદમ રોમાંચિત હોઇ છે.આપણાં મનને હળવું કરી દે અને આપણને શાંત બનાવી દે તેવું હોઇ છે. ચારેકોર હરિયાળી જ હરિયાળી હોઇ છે.રસ્તાઓ સાફ થઈ ગયા હોઇ છે. તો ક્યાંક ગંદકી પણ જોવા મળે જ છે..
અહિ નીયા બહાર રસ્તા પરનું દ્રશ્ય નિહાળી રહી હતી..બાળકો વરસાદમાં નહાઈ રહ્યાં હતાં,તેમજ પાણી ભરેલા ખાડામાં કૂદી એક-બીજાને ભીના કરી રહ્યાં હતાં.પોતાના કપડા પર કીચડ લગાડી રહ્યાં હતાં.આ બધુ કરવાથી તેઓની મમ્મી તેમને ખીજાઇ રહી હતી,રોકી રહી હતી પણ આ બધુ કરતી સમયે બાળકોનાં ચહેરા પરનો આનંદ જોઇ તેઓ પણ તેમની ભેગા મસ્તી કરવા માંડ્યા હતાં. કોઈ રેઇનકોટ પહેરીને તો કોઈ છત્રી ઓઢીને વરસાદથી પોતાનો બચાવ કરી રહ્યાં હતાં.એક વૃદ્ધ કપલ હાથમાં હાથ નાખી અને વરસાદમાં પલળતું હતુ.વાહનો પોતાની ગતિએ ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં.એક છોકરો-છોકરી હાથમાં હાથ નાખીને એક છત્રી નીચે એક-બીજાને જોતાં-જોતાં ચાલતા હતાં.સામે ચાની લારી પર વરસાદની ઠંડી મોસમમાં લોકો ગરમ-ગરમ ચા અને પકોડાની લિજ્જત માણી રહ્યાં હતાં.ત્યાંજ પ્રિયંકાએ ઓફિસનો દરવાજો ખખડાવ્યો એટ્લે નીયાએ પાછળ જોયું.



નીયા:આવ પ્રિયંકા, કાઈ કામ હતુ?



પ્રિયંકા:અમે બધાં કેન્ટીનમાં ચા-પકોડાનો નાસ્તો કરી રહ્યાં છીએ અને તમારાં ઘરેથી આંટીનો ફોન આવ્યો કે તમે સવારના સાડા પાંચ વાગ્યાના અહિ નાસ્તો કર્યા વીનાજ આવી ગયા છો તો તમારે માટે શુ નાસ્તો મોકલાવું?



નીયા:ચાલો,હું પણ કેન્ટીનમાં જ આવુ છુ.



પ્રિયંકા:(આશ્ચર્યથી)તમે?કેન્ટિમાં?



નીયા:(મસ્તીમાં)હા, કેમ હું નો આવી શકુ?



પ્રિયંકા:(અચકાતા-અચકાતા)નાં..મેમ..એવું કાઈ નથી.. એ..તો.. તમે મેડમ..છો.. એટ્લે..



નીયા:(સહજતાથી)હું મેડમ છુ તો શું થઈ ગયુ?તમારાં લોકો થકિજ તો છુ. ચાલ..હવે,બહુ ભુખ લાગી છે.



નીયા પ્રિયંકા ભેગી નાસ્તો કરવા ગઇ.નીયાને જોઇ બધાં ઉભા થઈ ગયા તો નીયા સહજતાથી બોલી, "રિલેક્સ,સીટ.બધાં એન્જોય કરો." અને તે પણ બધાં સાથે નાસ્તો કરવા બેસી ગઇ.હસતા-મજાક કરતા બધાએ સાથે નાસ્તો પતાવ્યો.નીયા ફરીથી પોતાના કામે લાગી ગઇ,વરસાદમાં પલળવાનુ તેને ખુબજ મન હતું પણ કામ પણ ઘણુ હતુ એટ્લે તે મનને મનાવીને કામ કરવા લાગી. વરસાદ રોકાઈ ગયો પણ નીયાનું કામ નાં રોકાણુ તેનુ કામ છેક રાતનાં 11 વાગ્યે પત્યું તે ઘરે ગઇ અને મમ્મીનાં લાડકોડ સાથે પેટ ભરીને જમ્યુ અને પથારીમાં આડી પડી.ત્યાંજ વરસાદે ફરીથી વરસવાનું શરૂ કર્યું એટ્લે હવે તે તેનાં દિલને ફોસલાવી નાં શકી અને તે નીચે ગાર્ડનમાં ગઇ અને ભીના નાં થાય તેવી જગ્યાએ સ્પીકર અને મોબાઈલ રાખી છમ-છમ સોંગ સ્ટાર્ટ કર્યું અને ચાલુ વરસાદે દિલ ખોલીને નાચવા માંડી.તેનાં પરિવારનાં પણ સોંગ સાંભળી નીચે આવ્યાં અને તેની સાથે મોજ-મજા કરવા માંડ્યા.પછી બધાં કપડા ચેન્જ કરીને આવ્યાં અને કોફી,ચા,દૂધ પીતા-પીતા વાતોના ગપાટા માર્યા.રાતનાં ત્રણ વાગ્યે બધાં સુતા.

નીયાને કાંઇક અવાજ આવતો હતો,કોઈ રાડો પાડી તેને બોલાવી રહ્યુ હોઇ તેવું લાગતું હતુ,તે અડધી ખુલી આંખોએ જ દરવાજો ખોલતા બોલી,"શું થયુ?આમ, અડધી રાત્રે શાના રાડો પાડો છો?"



તેણે દરવાજો ખોલ્યો કે તરતજ રીમાબહેન અંદર પ્રવેશતા તેનાં પર તુટી પડ્યા,"આમ, જો અડધી રાત નથી થઈ,અડધી બપોર થવા આવી છે,બપોરના બે વાગ્યા છે."



"શું?"નીયાએ પહોળી આખો કરી અને ઘડિયાળ સામું જોયું.અને વિશ્વાસ ન થતા ફરીથી આંખો સરખી રીતે ચોળી અને જોયું.



તેણે રીમાબહેનને કહ્યુ,"મમ્મી,તો તે મને જગાડી કેમ નહીં?"



"અરે બેટા, કાલ તું સવારના ચાર વાગ્યાની ઉઠી હતી અને રાત્રે પાછી ત્રણ વાગ્યે સૂતી હતી એટ્લે,મે તને સુવા જ દીધી.એટલેજ તું આટલી ઘસ-ઘસાટ ઊંઘતી હતી.હું સવારે ઓફિસે ગઇ પણ ત્યારે તને નાં ઉઠાડી અત્યારે લંચ કરવા આવી છુ એટ્લે ઉઠાડી."



"ઓક્કે,ચાલ હું બ્રશ કરીને નહાઈને લંચ કરવા આવુ છુ."નીયા બોલી.



"અરે, બધાએ ક્યારનું લંચ કરી લીધુ,અને ઓફિસે પણ પહોચી ગયા.મારે પણ ઓફિસે જવાનું મોડું થાય છે.આપણા શેફને કીધું છે તે તને જમવાનું આપી દેશે.જય શ્રી કૃષ્ણ ."



"ઓક્કે,જય શ્રી કૃષ્ણ."



રીમા બહેન જતા રહ્યાં એટ્લે નીયાએ બ્રશ કરીને નહાયા વીના જ પોતાનુ જમવાનું ઉપર જ મંગાવિ લીધુ અને પોતાના રૂમમાં ટીવી જોતાં-જોતાં જમી લીધુ.આજે તો" ફુલ ડે આરામ જ કરવો છે."આવુ તેણે વિચાર્યું ત્યાં તો તેનો ફોન રણક્યો.તેણે જોયું તો તેનાં પપ્પાનો કૉલ હતો તેણે કૉલ ઉપાડ્યો,"હેલ્લો"



રિતેશભાઈ:હા, નીયુ બેટા,ઉઠી ગઇ?



નીયા:હા હમણાંજ ઉઠી અને લંચ કર્યું.



રિતેશભાઈ:ઓક્કે બેટા,નીચે હોલમાં ટેબલ પર મારી એક બિઝનેસની યલો કલરની ફાઇલ પડી છે. તો તું હમણાં જ મારી ઓફિસે એ ફાઇલ પહોંચાડી દઈશ?



નીયા:હા,પપ્પા રામુકાકા સાથે ફાઇલ મોકલાવું છુ.



રિતેશભાઈ: પણ એ તો તારા મમ્મીને કંપનીએ લઇ ગયા છે.અને મારે આ ફાઇલ હમણાં જ જોઈએ છે.પ્રિયા,હું અને મેહુલ ફટાફટ લંચ પતાવી અને પોત-પોતાની કાર લઇને ઓફિસે નીકળી ગયા અને તારી મમ્મી તને જગાડવા રોકાણી હતી.તેને ઘરનું કામ પણ હતુ.એટ્લે હવે તું જ આપી જા.


નીયા:ઓકકે,તો હું હમણાંજ ફાઇલ આપી જાવ છુ.



રિતેશભાઈ:ઓક્કે,બેટા.

નીયા ટેબલ પરની ફાઇલ લઇ અને કાર લઇ અને નીકળી પડી નાઈટ ડ્રેસમાંજ..તેણે પોતાની કારની સ્પીડ વધારે રાખી હતી અને અચાનકજ..તેની કાર ધીમી પડવા લાગી,અને અચાનક રોકાઈ ગઇ!! તેણે કારની બહાર નીકળી અને એન્જિન ચેક કર્યું,તો તેમાં કોઈ ખરાબી હોઇ તેવું લાગ્યું,તેણે કાર સાઈડમાં પાર્ક કરી,ફાઇલ અને કારની ચાવી સાથે-સાથે મોબાઈલ હાથમાં લઇ અને તે રસ્તા પર ઊભી,ભર-બપોરનો તડકો ખુબજ સખ્ત હતો અને નીયાની આંખોમાં ખુચતો હતો,અને બપોરનો સમય હોવાથી વાહનોની અવર-જવર પણ ખૂબ ઓછી હતી.ત્યાં નીયાને એક કાર તેની તરફ આવતી દેખાઈ આથી તેણે કાર તરફ હાથ લંબવ્યો,કાર ચલાવનાર યુવાને કાર રોકી અને વિન્ડો ખોલીને બોલ્યો, "યેસ?ક્યાં કામ હે?"



નીયાએ કહ્યુ, "મેરે પાપાકિ ઓફીસ પર મુજે અરજન્ટલી ફાઇલ પહુચાની હે તો ક્યાં આપ મુજે લિફ્ટ દે શકતે હે?પ્લીઝ..,"



તે યુવાને,"યેસ"કહ્યુ અને દરવાજો ખોલ્યો ત્યાં તો તે નીયાને જોતોજ રહી ગયો..પર્પલ એન્ડ વાઈટ કલરનો ફુલ નાઈટ ડ્રેસ, છુટા વાળ અને મેક-અપ વીના પણ સુંદર ચહેરો. અને નીયાએ પણ તે યુવાન તરફ નજર કરી,બ્લ્યુ જીન્સ તેની ઉપર વાઈટ કલરનું ટીશર્ટ. દેખાવમાં ખુબજ સુંદર. પણ નીયા ખાલી તે યુવાન પર નજર ફેરવી અને ફ્રન્ટ સીટ પર બેસી ગઇ. તે યુવાને કાર ચલાવવાની શરૂઆત કરી અને નીયાએ રિતેશભાઈને ફોન કર્યો,"હા, પપ્પા..તમે ટેન્શન નાં લ્યો, હું આવુ જ છુ હમણાં, રસ્તામાં જ છુ." અને ફોન કટ કરી દીધો.



તે યુવાન બોલ્યો,"તો તમે પણ ગુજરાતી છો?"



નીયા તેની સામે આશ્ચર્યથી જોઇ રહી પછી બોલી,"તમે પણ?"



તે યુવાન,"હા." પછી ફરીથી બોલ્યો,"બાય ધ વે મારુ નામ આલોક છે. તમારુ?"



આલોક નામ સાંભળતા નીયા થોડા સમય માટે ભૂતકાળમાં ચાલી ગઇ એટ્લે આલોકે ચપટી વગાડી અને પુછ્યું,"હેલ્લો, મીસ, તમારુ નામ?"



"ઓહ,સોરી,મારુ નામ નીયા."નીયા વર્તમાનમાં આવતાં બોલી.



આલોકે નીયા તરફ નજર કરી પછી સામે રસ્તા પર જોતાં-જોતાં બોલ્યો"આમ, અત્યારે બપોરના બે વાગ્યે નાઈટ ડ્રેસમાં રસ્તા વચ્ચે,આઈ મીન કાઈ અરજન્ટ કામ છે?"

"અરે, કામને કારણે કાલ હું મોડી સૂતી હતી એટ્લે આજે મોડી ઉઠી અને હજું લંચ કર્યું ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે તેને એક ફાઇલ અરજન્ટલી જોઈએ છે અને અમારા ડ્રાઇવર અવેલેબલ નહતા એટ્લે, હું નાઈટ ડ્રેસમાં જ કાર લઇ ને નીકળી ગઇ પણ મારી કાર રસ્તામાં જ બગડી ગઇ અને પછી તમારી પાસેથી લિફ્ટ માંગી." નીયાએ કહ્યુ.

આલોક:હમ્મ..તમે શું કરો છો? એટલેકે કોઈ જોબ કરો છો?



નીયા:નાં,મારો ખુદનો બહુ મોટો બિઝનેસ છે.



આલોક:વાઉવ,ગ્રેટ.



નીયા:તમે?



આલોક:હું ડૉક્ટર છુ, મારા પપ્પા પણ ડૉક્ટર છે.



નીયા:અમારાં પરિવારમાં પણ બધાજ લોકો બિઝનેસ કરે છે.



આલોક:હમ્મ..સારુ.



નીયા:હમ્મ..તમારુ ફુલ નેમ શું છે?



આલોક:આલોક મહેતા અને તમારુ?



નીયા આલોક મહેતા નામ સાંભળતા ચમકિ પણ કાઈ બોલી નહીં અને આલોક તરફ પોતાનો હાથ આગળ કરતા કહ્યુ, "નીયા શર્મા,ફ્રેન્ડ્સ?"
આલોકે પણ હાથ મિલાવ્યો અને બોલ્યો,"ફ્રેન્ડ્સ."

ત્યાં નીયાનાં પપ્પાની કંપની આવી ગઇ, તે નીચે ઉતરી, આલોકે તેને બોલાવી અને તેનાં નંબર માંગ્યા અને નીયાએ પણ આલોકનાં નંબર લીધાં અને 'થેન્ક યુ' કહ્યુ. તે રિતેશભાઈની ઓફિસની અંદર ગઇ અને આલોક તેને જતી જોઇ રહ્યો પછી તે ત્યાંથી નીકળી ગયો. નીયાએ રિતેશ-ભાઈને ફાઇલ આપી અને પછી રામુકાકાને ફોન કર્યો તો તે ઘરે આવી ગયા હતાં તેણે રામુકાકાને રિતેશભાઈની ઓફિસે બોલાવ્યા.થોડીક વારમાં રામુકાકા ત્યાં આવ્યાં અને નીયા ઘરે ગઇ અને રામુ કાકાને પોતાની કારની ચાવી આપી અને સરખી કરાવી આવવા કહ્યુ, અને તે આલોકનાં વિચારોમાં બેડ પર બેસી અને નેટફ્લિકસ જોવા લાગી.

રાત્રે નીયાને ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ આવી તેણે જોયું તો આલોકે તેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી, તેણે ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કરી અને સામેથી વોટસેપ પર "હાઇ" નો મેસેજ મોકલ્યો અને આલોકનાં રીપ્લાયની રાહ જોવા માંડી પણ તેનો કોઈ રીપ્લાય નાં આવ્યો પછી તે મોબાઇલ મુકી અને સુઈ ગઇ.

(આ શું? કહાની મે નયા ટવીસ્ટ?શું આ કાર વાળો યુવાન આલોક મહેતા નીયાનો આલુ છે?જો તે નીયાનો આલુ જ હોઇ તો પછી તે નીયાનું પુરુ નામ આપ્યાં છતા શા માટે નાં ઓળખ્યો?અને આલોક તો મૃત્યુ પામી ગયો હતો ને?તો પછી પાછો કઇ રીતે આવ્યો? અને હવે વિરાજનું શું?હવે આગળ સ્ટોરીમાં શું થશે? આઈ નો,આ બધાં સવાલોનાં મોજા તમારાં મગજ નાં દરિયામાં ઉઠતા હશે તો તે મોજાઓને શાંત કરવા માટે રાહ જુઓ સફર-એક અનોખા પ્રેમની..ભાગ ૨૫ની અને મજા કરતા રહો.)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં પ્રતિલીપી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊