My poems part 36 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 36

Featured Books
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 36

ઓલમ્પિક 2020

થયો ઇન્તઝાર વર્ષો નો પૂરો
થયો વરસાદ મેડલસ નો ટોક્યો મા

Olympics મા થયું નામ રોશન ભારત નું
જીત્યા ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ મેડલસ

નિરજે ભાલો ફેંકયો રાણા પ્રતાપ જેમ
પાર પાડ્યું નિશાન ગોલ્ડ મેડલ નું

છોકરાઓ હોકી રમ્યા રણમેદાન સમજી
દિકરી ઓ પણ લડી રાની લક્ષ્મી બાઈ જેમ

મીરા જી એ શાન અપાવી સિલ્વર મેડલ જીતી
પી વી સિંધુ એ જીતી હારેલી બાઝી
જીતી લાવી બ્રોન્ઝ મેડલ ભારત માટૅ

પુનિયા,દહિયા એ છક્કાં છોડાવ્યા દુશ્મન ના
યાદગાર બન્યો ઓલીપમિક નો ત્યોહાર

વર્ષો બાદ નામ રોશન કરનાર
દરેક ભારતીય ખેલાડી ઓ ને દિલ થી સલામ


કાવ્ય 02

મારા મતે...આઝાદી...સ્વતંત્રતા..

કરજો આજે મને માફ, જો લાગે વાત મારી
આકરી અને અતિશયોકતી થી ભરેલી

સને 1947 મા મળી આઝાદી
થયાં આઝાદ અગ્રેજો ની ઝંઝીરો થી
છતાં હજુ ગોતી રહ્યો છું હું ખરી આઝાદી..

ગર્વ છે, ખુમારી છે મને મારા દેશ ઉપર
પણ હજુ ખટકે છે થોડો રંજ મારા દિલ મા
ખટકી રહી છે થોડીક વાત મારા દિલોદિમાગ મા

મારા મતે હજુ ક્યાં મળી છે સાચી આઝાદી
આજે પણ આપણે ગુલામ છીએ
જુનવાણી રીતિ રિવાજો ના

આજે પણ આપણે ગુલામ છીએ
ઊંચ નીચ ને નાત જાત ના વાડા ના
ખોરાક, પોશાક અને વાણી સ્વાત્રાંત્ર્યના

આજે પણ આપણે ગુલામ છીએ
જૂની રૂઢિચુસ્ત માનસિકતા ના
દીકરા દિકરી વચ્ચે ભેદભાવ ના

આજે પણ આપણે ગુલામ છીએ
પૂર્વ અને પશ્ચિમ તફાવત ના
ભારત તેરે ટુકડે ટુકડે કરેંગે જેવી ગેંગ ના

આજે પણ આપણે ગુલામ છીએ
ભ્રષ્ટાચાર, કામચોરી,અનીતિ
આંતકવાદ અને હિંસાખોરી ના

ખરી આઝાદી મળી ગણાશે
જયારે હશે ખુલ્લી વિચારસરણી
વિચરી શકીશું ખુલ્લા આકાશ નીચે વિના સંકોચે

ખરી આઝાદી મળી ગણાશે
જયારે દેશ બનશે ભ્રષ્ટાચાર મુક્ત
સફાયો થશે આંતકવાદી નો દેશ માંથી

હશે જયારે એકતા, ભાઈચારો
હશે જયારે શાંતિ ને અમન ચારેકોર
ત્યારે છાતી ફુલાવી કહીશ મળી છે આઝાદી

જય હિન્દ જય ભારત
વંદે માતરમ, ભારત માતા કી જય

HAPPY Independence Day
કાવ્ય 03

રક્ષાબંધન...

રંગેચંગે ઉજવાય ભાઇ બહેનના
પ્રેમ ના પ્રતીક નો તહેવાર
એ તો છે રક્ષા બંધન નો તહેવાર

બહેન ભાઇ ના હાથે બાંધે રાખડી
માંગે જીવનભર ની રક્ષા ભાઇ સારુ

લોખંડ ની સાંકળ થી પણ વધુ
તાકાત છે રાખડી ના કાચા ધાગા મા

કાચા સુતર ના ધાગા થી બંધાઈ
ભાઇ બહેન ને આપે વચન સુરક્ષા કવચ નું

સુતર ના તાંતણો ભાઇ બહેન ને બાંધી રાખે
પ્યાર ના બંધન માં જીવનભર

ભાઇ બહેન હંમેશા રહે એકબીજા ના
સુખે સુખી અને દુખે દુઃખી

ભાઇ બહેન ની અજબ છે પ્રેમકહાની
નથી નડતા કોઇ નાતજાત ના વાડા આ સંબંધ ને

એટલે તો રક્ષાબંધન ઉજવાઈ છે
બધે ધામધૂમ થી ખુબ પ્રેમ થી

કાવ્ય 04

ભવરણ ભટકી થાક્યો....

જીંદગીભર મારું મારું કરતો રહ્યો
નાહક ના આકાશ ના તારા ને ગણતો રહ્યો
નથી મારું એને મારું કરવા મથતો રહ્યો

મારું મારું કરી મોહ વધારતો ગયો
મારા અંગત ને હું ધીમે ધીમે ગુમાવતો રહ્યો
ખોટી મોહમાયા મા હું રાચતો રહ્યો

મંદિર મા જઈ બે હાથ જોડી
પ્રભુ પાસે સુખ માટે ભીખ હું માંગતો રહ્યો
બહાર બેઠેલા ભિખારી ને હું તુચ્છ ગણતો રહ્યો

પરમાર્થ સેવા છે ખરી પ્રભુસેવા
ભૂલી હું માળા ના મણકા ઘસતો રહ્યો
મંદિર ના પગથિયાં હું લોભ ખાતર ચડતો રહ્યો

મારું મારું કરી સમય વેડફતો રહ્યો
ભવ ભવ ભટકી ને હવે હું ખુબ થાક્યો
ક્યારે આવશે અંત મારી પીડા નો

આવ્યું પવિત્ર ચાતુર્માસ
પ્રભુ તમે બતાવો સાચો મારગ
નથી ભટકવું હવે ભવરણ માહી
કરો હવે ભવસાગર થી છુટકારો મારો

કાવ્ય 05

ભાઈ બહેન...ની જોડી

ભાઈ બહેન ની ભગવાને બનાવી જોડી
જાણે મજબૂત સાકળ ની કડી

ચાલે નહિ એકબીજા ની મસ્તી કર્યા વગર
વાતે વાતે રિસાઇ જાય નાની નાની વાતો થી

સંભાળ લે એકબીજા ની છાનીમાની
પપ્પા ને વાત મનાવવાની મજબુત કડી

દુઃખ જોવાય નહી એકબીજા નું
તત્પર રહે કાયમ એકબીજા ની મદદ સારુ

અતૂટ લાગણી થી જોડાયા જન્મ થી
સુખ દુઃખ માં ખભે ખંભો મિલાવી ચાલે સંગાથે

દરેક વાત share થાય ભાઈ બહેન વચ્ચે
કરે નિર્દોષ ઈમોશનલ બ્લેકમૈઇલીંગ સિક્રેટસ જાણી

બચપણ વીતે ભાઇ બહેન નું જોતાજોતા માં
એકબીજા ની મસ્તી કરતા કરતા

જયારે આવે બહેન ના લગ્ન ની ઘડી
ધ્રુસકે ધ્રુસકે એક ખૂણે છુપાઈ રડે ભાઇ

બહેન ની વિદાઈ ની વસમી વેળા એ
તૂટી પડે પહાડ સમો બહાદુર ભાઈ

ગંગા જમુના વહે બન્ને ની આંખો માંથી
જાણેગુમાવ્યું શરીર નું હૃદય સમુ એક અંગ

ભાઇ બહેન નાં પ્રેમ માં આવે નહી કયારેય ઓટ
ભાઈ બહેન ના પવિત્ર સંબંધમા હોય નહી ખોટ

ભાઈ બહેન ની ભગવાને બનાવી સુંદર જોડી
જાણે મજબૂત સાકળ ની કડી....