journy to different love... - 25 in Gujarati Novel Episodes by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 25

સફર-એક અનોખા પ્રેમની... - 25(આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજમા હવે નીયાની સામે આવવાની હિંમત નહતી આથી તે પોતાના કામમાં ધ્યાન પરોવવા લાગ્યો.આ બાજું છેક જુલાઈ મહિનો આવી ચઢ્યો નીયા પણ પોતાના કામ પરજ ધ્યાન આપતી હતી,ત્યાંજ તેને એક આલોક મહેતા નામનાં યુવાન સાથે પરિચય થાય છે. હવે આગળ...)

નીયા આલોકને "હાઈ" નો મેસેજ કરીને સુઈ ગઇ.સવારે ઉઠી અને તેણે મેસેજીસ ચેક કરવા વોટ્સએપ ખોલ્યું તો તેણે જોયું કે સામે આલોકે લખ્યું હતુ."હાઈ, તમે નીયા?" નીયાએ સામો હા માં રીપ્લાય આપ્યો.
(કારણકે નીયાએ આલોકને ફક્ત હાઇનો મેસેજ મોકલ્યો હતો,પોતાનુ નામ નહતું લખ્યું આથી તેણે આલોકનાં સામે નીયા છે તેવા અંદાજાને હા કહી જવાબ આપ્યો.)
અને નીયા જીમમાં ચાલી ગઇ સોંગ સ્ટાર્ટ કરી અને એક્સરસાઈઝ કરી પછી ફ્રેશ થઈ અને બધાંની સાથે ચા-નાસ્તો પતાવ્યો અને તે કંપની પર જવા માટે નીકળી. તેની કાર હજું સરખી નહતી થઈ એટ્લે આજે તેને બીજી કારમાં રામુકાકા મુકી જવાના હતાં આથી તેણે પાછળની સીટ પર બેસી અને મોબાઈલમાં વોટ્સએપ ખોલ્યું તો આલોકનો સામો મેસેજ હતો.નીયાએ જોયું કે તે ઓનલાઈન જ હતો તેણે મેસેજીસ વાંચ્યા.
"તો મારો અંદાજો સાચો નીકળ્યો."
"સોરી, કાલ હું વહેલો સુઈ ગયો હતો એટ્લે આન્સર નાં આપી શક્યો."નીયા:ઇટ્સ ઓકકે.આલોક:તમે અત્યારે શું કરો છો?નીયા:ઓફિસે જવા નીકળી છુ.તમે અત્યારે શું કરો છો?આલોક:હું તો હજું ઉઠ્યો જ છુ.બાય-ધ-વે તમારો બિઝનેસ શેનો છે?નીયા:મારી સોફ્ટવેરની કંપની છે.તમે શેના સ્પેશયાલિસ્ટ છો?આલોક:હું ન્યુરોસર્જન છુ.નીયા:ગુડ.તો તમારે આજે હોસ્પિટલે નથી જવાનું?આલોક:નાં,મારા પપ્પાની અમેરીકામાં ખુદની હોસ્પિટલ છે અને અમે ઈન્ડિયા નથી રહેતાં, અમેરિકા રહીએ છીએ.અહિયાં અમે થોડાક દિવસ ફરવા આવ્યાં છીએ.નીયા:ઓહ..વાઉવ.તો પછી ઈન્ડિયા ફરવું નથી?આલોક:ફરવું તો છે, પણ કોઈ જાણીતું ફેરવવાવાળું હોઇ તો વધુ મજા આવેને.નીયા:લ્યો,એટ્લે હવે હું પણ તમારાં માટે અજાણી જ છુ.આલોક:નાં,એવું નથી પણ તમે તમારાં કામમાં બીઝી હશોને એટ્લે...નીયા:ફ્રેન્ડ માટે હમેશા હું ફ્રી જ રહું છુ. અને છતાંય તમે મને આગળના દિવસે ઇનફોર્મ કરી દેજો હું મારુ શેડ્યૂલ તે પ્રમાણે જ ગોઠવી દઈશ.આલોક:ઓક્કે,થેન્ક યું સો મચ.નીયા:વેલકમ. ઓક્કે, મારી ઓફીસ આવી ગઇ છે હવે પછી વાત કરીશું. બાય.આલોક:ઓક્કે, બાય, હેવ અ ગુડ ડે.નીયા ઓફિસે પહોચી અને પોતાનુ કામ કરવામાં વ્યસ્ત થઈ ગઇ. આજે કામ ઓછુ હોવાથી તે રોજ કરતા વહેલી ઘરે પહોચી ગઇ. તે હજું હોલમાં પ્રવેશી ત્યાં તેણે જોયું કે હોલમાં સોફા પર રિતેશભાઈ, રીમાબહેન અને રાહુલઅંકલ બેઠા હતાં તેઓના ચહેરા પર થોડીવાર ખુશીનાં ભાવ તો થોડીવાર ચિંતાનાં ભાવ જોવા મળતાં હતાં. મેહુલ,પ્રિયા અને અનન્યા આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં તેઓના ચહેરા પરથી કોઈ ટેન્શન હોઇ તેવું સ્પષ્ટ કળાતુ હતુ. નીયાએ ત્યાં જઇને વચ્ચે ઊભા રહીને પુછ્યું, "શું થયુ છે?"ત્યાં બધાં ચમક્યા, કોઈ કાઈ નાં બોલ્યું બસ બધાંએ નીયાની સામું જોઇ અને એક-બીજા સામું જોયું. મેહુલે પુછ્યું, "નીયું શું થયુ? આજે કેમ ઓફિસેથી વહેલી આવી ગઇ?"નીયાએ જવાબ આપ્યો, "આજે કામ ઓછું હતુ એટ્લે.." અને પછી તેણે ફરીથી સવાલ કર્યો, "પણ તમે એ કહો કે શું વાત છે? બધાં આમ ટેન્શનમાં કેમ છો?"હવે બધાંને લાગ્યું કે નીયાને ગમે-તેમ કરીને પણ વાત જણાવવીજ પડ્શે એટ્લે રિતેશભાઈ બોલ્યા, "નીયું બેટા મારા અને રાહુલનો જીગરીજાન દોસ્ત અભિજીતનો હમણાં ફોન હતો.""વાઉવ,અભિજીત અંકલનો ફોન હતો? ક્યારે?અને આટલા વર્ષો પછી? શું કહેતાં હતાં? ક્યાં છે તે?" નીયા ઉત્સુકતાથી બધુ પુછવા માંડી.

"નીયુ બેટા તું પહેલા બેસ, હું તને બધી વાત કરૂ છુ." રિતેશભાઈએ નીયાને સોફા પર બેસાડી પછી બધાં લોકો ત્યાં આજુ-બાજું ગોઠવાઈ ગયા અને રિતેશભાઈએ વાત શરૂ કરી,
"અભિજીત અને હેત્વિભાભી બન્ને બે દિવસ પહેલા જ ઈન્ડિયા આવ્યાં છે અને અહિ મુંબઈમાં જ રોકાણા છે, અહિ તેમણે એક ફ્લેટ ખરીદેલ છે અને અત્યારે ત્યાંજ રહે છે. તેઓ બન્ને કાલ આપણને અહિ મળવા આવશે એવો ફોન હતો.""તેઓ બન્ને જ.."નીયા આટલું બોલી ત્યાં તેની આખોમાંથી આસું સરી પડ્યા, તેેેનેે આલોકની યાદ આવી.


"બેટા, તું રડ નહીં, હવે જે હકીકત છે તે સ્વીકારવા સીવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. અમે જાણીએ છીએ કે તે લોકો અહીંથી ગયા ત્યારે આલોક સાથે ગયા પણ હવે તેઓ આટલા વર્ષે પાછા ઈન્ડિયા આવે છે ત્યારે આલોક સાથે નથી. આલોકનું મૃત્યુ થયું છે એ વાત આપણા માટે સ્વીકારવી અઘરી હતી. પણ તુંં રડ નહિ. તે લોકો પણ પોતાનુ દુઃખ માંડ ભૂલ્યા હશે. તું રડીશ એ ચિંતાથીજ તને આ વાત કહેવાથી અમે ડરતા હતાં, જે થવાનું હતુ તે થઈ ગયું, આલોકનું આયુષ્ય ટૂંકું હશે. હવે જે થવાનું નિશ્ચિત જ હતુ તેને કોણ રોકી શકે?" રિતેશભાઈએ નીયાનાં માથે હાથ મુકતા કહ્યુ.

"જો, બેટા આમ આલોક વગર આટલા વર્ષો પછી ઈન્ડિયા આવવું તે એ લોકો માટે પણ અસહ્ય હશે પણ શું કરી શકાય? આપણે તો તેમની સામે હિંમત દાખવવાની છે અને તું જ આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? " રીમાબહેને નીયાનાં માથા પર હાથ ફેરવતા કહ્યુ. નીયાએ પોતાના આસું રોક્યા અને ઊભી થઈ અને બોલી, "હા,મમ્મી-પપ્પા તમે સાચું કહ્યુ આપણે તો તે બન્નેની સામે હિંમતથી કામ લેવાનું છે. સારુ તે લોકો કાલ આવશેને? તો કાલ આપણે કોઈ ઓફિસે નહીં જઇએ અને અહિયાંજ રોકાશુ.બરોબર?""હા, બરોબર બેટા, મારી બહાદુર દિકરી છે." રાહુલભાઈએ નીયાનાં માથે હાથ મુકતા કહ્યુ.નીયા બોલી, "અનુ અને અંકલ તમે પણ કાલ રજા જ રાખજો હો..અને અહિયાં જ આવી જજો, ત્રણેય મિત્રો આટલા વર્ષો પછી ભેગા થશો તો પછી વાતો કરવા માટે એક આખો દિવસ તો જોઇશેજને.""હા, એ સાચી વાત અમે ચોક્કસ આવશું, પણ અત્યારે જઇએ છીએ. ચાલ બેટા અનુ હવે નીકળીએ." રાહુલભાઈ પોતાની ડૉક્ટરની બેગ ઉપાડતા બોલ્યા. અનન્યા અને રાહુલભાઈ બન્ને ત્યાંથી ઘરે જવા નીકળ્યા.રાહુલભાઈ કાર ચલાવતા હતાં અને અનન્યા ત્યાં બાજુમાં બેઠી હતી તે બોલી, "પપ્પા, રિતેશઅંકલ અને રીમાઆંટીએ નીયાને કેવી સરસ રીતે વાત સમજાવી દીધી, નહીં?"રાહુલઅંકલ બોલ્યા,"હા, નીયા હવે હિંમત રાખશે."

આ બાજું નીયા ફ્રેશ થવા પોતાના રૂમમાં ચાલી ગઇ. રાત્રે બધાં સાથે જમી અને તે પોતાના રૂમમાં એકલી પડી ત્યારે તેને આલોકની યાદ આવતા રડવું આવી ગયુ. તેનુ મન હળવું થયાં પછી થોડીવાર કોમેડી વીડીઓ જોયા અને બીજે દિવસે સવારે અભિજીતઅંકલ આવવાના હોવાથી તે વહેલી જ સુઈ ગઇ.

વિશાળ રૂમમાં સૂરજના સોનેરી કિરણો પોતાનો પ્રકાશ પાથરીને નીયાને ઉઠાડી રહ્યાં હતાં, સાથે-સાથે પવનની ઠંડી લહેરખીઓ બારી પર લાગેલ પડદાઓને હટાવી અંદર પ્રવેશી નીયાને સ્પર્શતા હતાં. નીયા મખમલી બેડ પર આરામથી સૂતી હતી ત્યાંજ બાજુના ડેસ્ક પર રાખેલ એલાર્મ વાગ્યો અને તેણે નીયાની નિંદરમાં ખલેલ પહોંચાડી.તે બંધ આંખોએ હાથ હલાવી એલાર્મ બંધ કરવાનાં પ્રયત્નો કરતી હતી. એલાર્મ બંધ કરી અને તે આળસ મરોડતિ જાગી અને બેડ પરજ બેસીને પ્રિયંકાને કૉલ કરીને તે આજે ઓફિસે નહીં આવી શકે તેમ કહ્યુ પછી વોટ્સએપ ખોલ્યું તો તેમાં આલોકનાં મેસેજીસ હતાં, તેણે તે મેસેજીસ વાંચ્યા.
"હાઈ."
"લાગે છે બહુ બીઝી છો."તેણે સામો રીપ્લાય કર્યો કે,"મારા પપ્પાનાં બેસ્ટ ફ્રેન્ડ અમારાં ઘરે વર્ષો પછી આવે છે એટ્લે એની સ્વાગતની તૈયારીઓ કરીએ છીએ.એમા બીઝી છુ."આટલો મેસેજ કરી અને નીયા ઊભી થઈ અને એક્સરસાઇઝ કરી, ફ્રેશ થઈ પછી બેડ પર બેસી અને આલોકનો મેસેજ જોયો,
"વાઉવ,અમે પણ હમણાં મારા પપ્પાનાં જુના ફ્રેન્ડનાં ઘરેજ જઇએ છીએ."નીયા:અરે વાહ,આ સારા સંજોગ બન્યાં.આલોક:જોવ, અમે નીકળીએ જ છીએ.ચાલો પછી વાત.નીયા:હાનીયા નીચે ગઇ તો ત્યાં તો જાણે કોઈ તહેવાર હોઇ તેવો માહોલ જોવા મળતો હતો. મેહુલભાઈ અને રિતેશભાઈએ સમગ્ર હોલને નોકરોની માથે રહીને સજાવડાવ્યો હતો. તે હોલનાં ડેકોરેશનનાં વખાણ કરી અને કિચનમાં ગઇ તો કિચનમાં પ્રિયાભાભી અને રીમા બહેન શેફની મદદ લઇ અને નાસ્તો બનાવી રહ્યાં હતાં.ગરમાગરમ સમોસા, કેસરી ગરમા-ગરમ જલેબીઓ તેનાં પર ગુલાબની પાંખડીઓ, લાંબા ફાફડા, કડક મસાલેદાર ચા, સંભારો, તળેલા મરચા આ બધુ જોતાં તો નીયાનાં મોં માં પાણી આવી ગયા, ફટાફટ એક સમોસું હાથમાં લઇ તે ત્યાં કિચનનાં બીજા પ્લેટફોર્મ પર બેસી ગઇ અને સમોસું આરોગવા માંડી. પ્રિયા તેનાં ટૂંકા વાળોમાં હાથ ફેરવતા બોલી,"મારી રાજકુમારી ઉઠી ગઇ."ત્યાં રીમાબહેન નીયા અને પ્રિયા બન્નેની ખીચાઈ કરતા બોલ્યા, "આ બધા તારા લાડ-કોડને કારણેજ નીયા બગડતી જાય છે."પ્રિયાએ સામો જવાબ આપ્યો,"નાં હો મમ્મી,આપણી નીયા તો ડાહી છે.""આઈ લવ યુ ભાભી"આટલું કહેતાં નીયા પ્રિયાને વળગી પડી.પ્રિયા નીયાને અળગી કરતા બોલી,"હા, બસ..બસ..હજું અમારે તૈયાર થવાનું બાકી છે."
પછી તે શેફને સુચના આપતાં બોલી,"તમે આ બધુ સરખું ઢાંકી દેજો.બધુ ગરમા-ગરમ રહેવું જોઈએ ને."પછી પ્રિયા અને રીમા બહેન બન્ને તૈયાર થવા ગયા.શેફ રસોડું સાફ કરવામાં પરોવાયો એટ્લે નીયાએ મોબાઈલમાં વોટ્સએપ ઓપન કર્યુ અને જોયું તો આલોક ઓનલાઈન હતો આથી તેણે મેસેજ કર્યો,"કેમ હજું અંકલનાં ઘરે ગયા નથી?"ત્યાં આલોકે રીપ્લાય કર્યો,"મુંબઈનો ટ્રાફિક તો તમને ખબર જ છે ને.હજું રસ્તામાં જ છીએ. સાવ બોર થાવ છુ."નીયાએ સામે તેને ચીડવવા તેનાં પર દયા ખાતી હોઇ તેવી ઇમૉજી મોકલી અને લખ્યું,"ઓહહ..સો સેડ."

ત્યાં અનન્યા અને રાહુલઅંકલ પણ આવ્યાં. અનન્યા નીયાને મળવા કિચનમાં આવી, નીયાએ હાઇ કહ્યુ અને બે મિનીટમાં આવે છે તેવું કહ્યુ એટ્લે અનન્યા હોલ તરફ ગઇ ત્યાં આલોકનો મેસેજ આવ્યો, "મેડમજી મારા પર દયા ખાવાની જરૂર નથી કારણકે અમે તેમનાં બઁગ્લો પાસે પહોચી ગયા છીએ.સો બાય."નીયા:ઓક્કે,બાય.નીયા ફોન મુકે છે અને હોલ તરફ જાય છે ત્યાં પ્રિયા અને રીમા બહેન પણ તૈયાર થઈને આવે છે અને બધાં ઘરની બહાર આવે છે ત્યાં સામે કાર તેનાં બઁગ્લોમાં પ્રવેશે છે. તેમાંથી અભિજીત અંકલ, અને હેત્વિ આંટી નીકળે છે નીયા અને અનન્યા દોડીને તેમને ગળે ભેટે છે.બધાં ઘરનાં પણ તેને ગળે મળે છે.

ત્યાં કારનો દરવાજો ખુલે છે અને કોઈ ત્રીજીજ વ્યક્તિ બહાર આવે છે. તે નવયુવાને આછા પીળા કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું જીન્સ પહેરેલું હતુ, બ્રાઉન કલરના ગોગલ્સ તેનાં સુંદર ચહેરાને સૂટ કરતા હતાં, એક હાથમાં વોચ પહેરેલી હતી. બ્લેક કલરના શૂઝ પહેરેલા હતાં.તે મોં માં ચીગમ આમ થી તેમ ફેરવતો હતો. નીયા તો તેને જોતીજ રહી ગઇ અને અનાયાસે તેનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા,"આલોક........"

બધાંની નજરો હવે નીયા તરફ મંડાણી પણ નીયા તો આલોકને જ જોતી હતી ત્યાં સામેથી તે નવયુવાન બોલ્યો, "નીયા,તું અહિ?"
હવે તો બધાંએ નીયા અને આલોક બન્ને તરફ નજર અને કાન ચોટાડયા.નીયા બોલી,"આ મારુ ઘર છે. પણ તું અહિ આ લોકો સાથે?"આલોક અભિજીતઅંકલ અને હેત્વિ આંટી પાસે જઇ અને તેમનાં ખભા પર પોતાના એક-એક હાથ ટેકવીને બોલ્યો,"આ મારા મમ્મી-પપ્પા છે."
આટલું સાંભળતા તો જાણે નીયા માથે આભ ફાટી પડ્યો."બે દિવસ પહેલા જે કારચાલક સાથે મળી હતી તેજ આલોક?તો પછી મારા મમ્મી-પપ્પાને જોઇ અને મને ઓળખી નાં ગયો કે હું જ તેની નીયુ છુ?" આવા બધાં વિચારો તેનાં મગજમાં આમથી તેમ આટો મારવા લાગ્યા. તેને કાઈ સમજાતું નહતું તેને અચાનક બધુ ગોળ ફરવા લાગ્યું અને તેને ચક્કર આવવા લાગ્યા અને તે બેહોશ થઈ ગઇ અનન્યાએ તેને સંભાળી અને તેને અંદર લઇને તેનાં રૂમમાં સુવડાવી બધાં લોકો ત્યાંજ હતાં, રાહુલઅંકલે નીયાને ચેક કરી અને કહ્યુ કે, "બીજુ કાઈ નહીં પણ નીયાને અચાનક આઘાત લાગવાને કારણે ચક્કર આવ્યાં છે."આલોક સીવાય બધાં મનમાં વિચારી રહ્યાં હતાં કે "આમ અચાનક કોઈને જોઇને તેને ચક્કર કેમ આવી ગયા? આ આલોક છે તો પછી આમ અચાનક તેને જોતાં નીયા બેહોશજ થઈ જાયને."અનન્યા તેની પાસે ઉપર તેનાં રૂમમાં રોકાણી તો અભિજીત અંકલે આલોકને પણ ત્યાં રોક્યો.
આલોકને તો એ વાતનું જ આશ્ચર્ય હતુ કે,"નીયા તેને જોઈને બેહોશ કેમ થઈ ગઇ? અને આ કેવો સંજોગ કે તે નીયા સાથે વાત કરતો હતો કે હું અંકલનાં ઘરે જાવ છુ અને આ તો તેનુ જ ઘર નીકળીયું? અને અંકલ તેનાં પપ્પા!?" તે ચુપ-ચાપ ત્યાં ખૂણામાં પડેલ ખુરશી પર બેસી ગયો.હવે નીચે બધાંનું લક્ષય અભિજીતઅંકલ અને હેત્વિ આંટી હતા, રિતેશભાઈ બોલ્યા,"અભિજીત આલોક તો મૃત્યુ..તો પછી આ કોણ છે?"રીમાબહેન બોલ્યા,",ભાભી, તમે આટલા વર્ષો પછી આવ્યાં, તમારાં કોઈ ખબર-અંતર પણ નહીં અને આ આલોક? કાઈ સમજાતું નથી.""અને જો આ આલોક છે તો પછી આટલા વર્ષો પછી અમે તેને નાં ઓળખી શક્યા અને નીયા ઓળખી ગઇ?" મેહુલભાઈ બોલ્યા."અને નીયા આલોકને જોતાંજ બેહોંશ કેમ થઈ ગઇ?" રાહુલભાઈ બોલ્યા.પ્રિયા તો અભિજીત અંકલ અને હેત્વિ આંટીને પણ પહેલી વાર મળી હતી એટ્લે તે તો ખાલી ચુપ-ચાપ સાઈડમાં ઊભી અને આ બધુ સાંભળી રહી હતી.અભિજીત અંકલ હસતા બોલ્યા,"અરે, બાપા હજું તો અમે આવ્યાંજ છીએ અને આટલા બધાં સવાલોનો મારો ચલાવી દીધો.પહેલા શાંતીથી બેસવા તો દ્યો, બધુ કહુ છુ."બધાં શાંતીથી સોફા પર બેઠા અને નીયા ઉપર રૂમમાં બેડ પર સૂતી બેહોશીમાં પણ એક જ શબ્દ ઉચ્ચારી રહી હતી,"આલુ..મારો આલુ.."આ સાંભળી ખૂણામાં બેઠેલો આલોક નવાઈ પામ્યો કે "નીયા આલુ..આલુ શા માટે કહે છે?"

(આ આલોક જે હમણાં આવ્યો છે તે નીયાનો ભૂતકાળવાળો આલોક છે?તો પછી તે મૃત્યુ પામ્યો હતો ને તો અહિ ક્યાંથી?અને નીયાનાં ઘરને અને રિતેશભાઈ અને રીમાબહેનને જોઈને તે નીયાને નાં ઓળખ્યો?આ બધાં સવાલોનાં જવાબ માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની..)

નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં માતૃભારતી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

#stay safe, stay happy.😊


Rate & Review

Sabera Banu Kadri

Sabera Banu Kadri 10 months ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 11 months ago

Jkm

Jkm 11 months ago

harshu patel

harshu patel 11 months ago

Psalim Patel

Psalim Patel 11 months ago