Love Bichans - 13 books and stories free download online pdf in Gujarati

લવ બાયચાન્સ - 13

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખના પોતાનામાં ઉદ્ભવેલા આવેગોને વશ થઈ એક બીજા સાથે ફિઝિકલ રિલેશન બાંધી લે છે. ઝંખના આ ઘટનાથી એકદમ દુઃખી થઈ જાય છે. અને અરમાન સાથેના બધા રિલેશન તોડી નાંખે છે. અરમાન તો એને પ્રેમ કરતો હોય છે એ પણ ઝંખનાના આમ કંઈ પણ કહેવા વગર ચાલ્યા જવાથી દુઃખી થાય છે. એ ઝંખનાને શોધવાની ઘણી કોશિશ કરે છે. અને એ એને મળી પણ જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )


એક અઠવાડિયા પછી..


સાંજે ઝંખના ઓફિસમાથી બહાર આવતી હોય છે. ત્યા એને એક અવાજ સંભળાય છે.


" તો finally તુ મળી જ ગઈ. "


આ અવાજ સાંભળી એનુ હ્રદય એક ધબકાર ચૂકી જાય છે. એ પાછળ ફરીને જુએ છે તો અરમાન એના બે હાથને બાંધીને ઊભો હોય છે.


અરમાનની નજરમાં ખુશી, ગુસ્સો, નારાજગી, સવાલ બધુ જ હોય છે. એની એ સવાલિયા નજર જોઈ ઝંખના એની નજર નીચી કરીને ચાલવા લાગે છે. અરમાન એનો હાથ પકડી એને રોકી લે છે.


અરમાન : આટલી જલ્દી શું છે જવાની !! થોડી વાતો ક્લીયર કરી લઈએ પછી તુ ચાલી જજે હુ તને નહી રોકીશ.


ઝંખના : મારે કોઈ વાત નથી કરવી. મને હેરાન ના કર. અરમાન પ્લીઝ મને જવા દે..


અરમાન : બસ મને મારા સવાલોના જવાબ આપી દે પછી હું તને હેરાન નહી કરીશ.


ઝંખના બે પળ શ્વાસ રોકીને કંઈક વિચારે છે. પછી શ્વાસ છોડતા કંઈક નિર્ણય લઈને કહે છે. ' સારુ ચાલ આજે એક છેલ્લી વખત વાત કરી લઈએ. અને પછી બંને સામેના કેફેમાં જાય છે.


બંને એક ખૂણાના ટેબલ પર બેસે છે. અરમાન બંને માટે કૉફી મંગાવે છે.

અરમાન : look ઝંખના, હું જાણુ છુ કે એ રાતે આપણી વચ્ચે જે કંઈ પણ થયુ એ ના થવુ જોઈતુ હતુ. અને એમા પૂરેપૂરી મારી જ ભૂલ હતી એ હું સ્વીકારુ છું.


એ રાતની વાત સાંભળીને ઝંખનાની આંખો સામે એ રાતનુ દ્રશ્ય તરવરી ઊઠે છે. એની આંખોમાં પાણી આવી જતા એ એની ચેહરો ફેરવી લે છે.


અરમાન : Sorry.. હું એ બધુ યાદ કરાવીને તને દુઃખી કરવા નોહતો માંગતો. પણ જ્યાં સુધી આપણે એ વિશે વાત નહી કરીશુ ત્યાં સુધી ના તુ શાંતિથી રહી શકીશ. ના મને ચેન મળશે. અને આપણે હંમેશા એક guilt માં જ જીવીશું.


ઝંખના : હમ્મ..


અરમાન : ઝંખના હું જાણુ છું કે તે મારી પર ખૂબ વિશ્વાસ મૂક્યો હતો. અને હું એ વિશ્વાસ પર સાચો ના ઠર્યો. મે તારા વિશ્વાસને કાયમ ના રાખી શક્યો. પણ મારા મોમના કસમ મારા મનમાં તારા પ્રત્યે કોઈ ખરાબ ભાવના નોહતી. ખબર નઈ એ સમયે હું મારા પર કાબૂ ના મેળવી શક્યો અને મારાથી એ ભૂલ થઈ ગઈ. હું એક દોસ્તની પરિભાષા પર ખરો ના ઊતર્યો.


ઝંખના : ના અરમાન એમા એકલા તારો વાંક નથી. હું પણ તો મારી ભાવનાઓમાં બેહકી ગઈ હતી. તે મારી સાથે કોઈ જબરજસ્તી તો નોહતી કરી હતી. જે પણ કંઈ થયુ એ આપણી બંનેની મરજીથી થયુ છે.


અરમાન : સાચે ઝંખના તુ મારાથી નારાજ નથી ? હું તને સમજાવી નથી શકતો કે મને આ જાણીને કેટલુ રિલેક્સ ફીલ કરુ છું. એવો એક દિવસ નથી ગયો જ્યારે મે મારી જાતને કોસ્યો નથી. હુ મારી જાતને માફ નથી કરી શક્યો. તારી સાથે વાત કરવાની કેટલી કોશિશ કરી. તને કેટલા મેસેજ કર્યા, ફોન કર્યા પણ તુ તો જાણે ગાયબ જ થઈ ગઈ.. તારા ગયા પછી તો જાણે મારી દુનિયા જ બદલાઈ ગઈ. કોઈની પણ સાથે વાત કરવાનુ મન નોહતુ થાતુ.


પછી મને ખ્યાલ આવ્યો કે પેહલીવાર તુ જ્યારે કંપની તરફથી કોન્ફરન્સમાં આવી હતી અને જે હોટલમાં રોકાઈ હતી ત્યા તપાસ કરવાથી કોઈ જાણકારી મને. ત્યા એમણે તારા વિશે તો કોઈ માહિતી ના આપી પણ તારી કંપની વિશે માહિતી જરૂર આપી. અને હું તરત જ અહી આવીને સીધો તારી કંપની પર આવી ગયો. અને ભગવાનની કૃપાથી તુ મળી પણ ગઈ..


ઝંખના હું તને હેરાન કરવા કે પરેશાન કરવા નથી આવ્યો. બસ એકવાર તને મળીને માફી માંગવી હતી. અને આજે જ્યારે તારા મોઢેથી જ્યારે સાંભળ્યુ કે તુ મારાથી નારાજ નથી તો મારા મન પરથી એક બોજ ઊઠી ગયો. પણ એક મીનીટ... જો તુ મને ગુનેગાર નથી સમજતી તો તે મારી સાથેના બધા સંબંધ કેમ તોડી નાંખ્યા ? કેમ મને બધી જગ્યા પર બ્લોક કરી દીધો ?


ઝંખના : એનુ કારણ તારા પ્રત્યેની નારાજગી નહી, પણ મારી અંદરનુ guilt હતુ. જેમ તુ સમજે છે કે એ બધુ તારા કારણે થયુ છે તેમ હુ સમજતી હતી કે એ બધુ મારા કારણે જ થયુ હતું. ના હુ વરસાદમાં ભીંજાવાની જીદ કરતી, ના તને હગ કરતે અને ના તુ પોતાના પરનો કાબૂ ગુમાવતે. અને જ્યારે તે મને કી... ઝંખના બોલતા બોલતા અટકી જાય છે. એના ચેહરા પર શરમ અને સંકોચ ના ભાવ ઉપસી આવે છે.

અરમાન એની આ હાલત સમજી જાય છે. અને એ પણ સંકોચથી આમ તેમ જોવા લાગે છે.


ઝંખના સ્વસ્થ થઈને ફરીથી કહેવા લાગે છે. ભલે તે શરૂઆત કરી હતી પણ એમા સાથ તો મે પણ આપ્યો હતો ને. હું અગર ચાહતે તો તને રોકી શકતે. પણ મે પણ તો બેહકી ગઈ હતી.


અરમાન : તો પછી તુ મને જણાવ્યા વગર કે કંઈ પણ કહેવા વગર કેમ ચાલી ગઈ હતી.


ઝંખના : સાચુ કહુ તો એ સમયે તો હું તને ખોટો જ સમજતી હતી. મને ત્યારે એ લાગ્યુ હતુ કે તે આ આશયથી જ મને મુંબઈ બોલાવી હતી. અને મને પોતાની વાતોમાં ફસાવી મારો ફાયદો ઊઠાવ્યો હતો. ત્યારે હું તારી સાથે કોઈ પણ પ્રકારની વાત કરવા નોહતી માંગતી હતી. એટલે તને કંઈ પણ કહેવા વગર હું ત્યાંથી ચાલી ગઈ. પણ જ્યારે પ્લેનમાં બેસી અને શાંતિથી વિચાર્યુ ત્યારે સમજાયુ કે, જે પણ કંઈ થયુ એમાં આપણા બંનેમાંથી કોઈનો વાંક નથી. બસ ગલત હતી તે ત્યારની situation હતી.


અરમાન : તો ત્યાર પછી તે મારી સાથે વાત કેમ ના કરી ?

ઝંખના : એ જ કારણ જે તુ તારા માટે સમજતો હતો. મને લાગ્યુ કે કદાચ તુ મને કોઈ કેરેક્ટર લેસ ના સમજે. તને એવુ ના લાગ્યુ હોય કે હુ તને મારી ઈમોશનલ વાતોમાં બેહલાવી તને ફસાવવ માંગતી હોઉ. એટલે મે તારી સાથે વાત ના જ કરવાનુ યોગ્ય સમજ્યુ.


અરમાન : ઓહ.. ઝંખના એકવાર મારી સાથે વાત કરી લીધી હોત તો આ પરિસ્થિતિ ના ઊભી થાત. અને ના આપણી દોસ્તી તુટતે. પણ જેમ તે નિખાલસ થઈને આજે તારા મનની બધી વાત કરી તો મારે પણ honestly મારી ફીલીંગ તને જણાવવી જોઈએ.

ઝંખના : એવી તે શું વાત કરવી છે !!


અરમાન : ઝંખના એ દિવસે આપણી વચ્ચે જે પણ કંઈ થયુ હતુ એ ખાલી મારી એક ભૂલ નોહતી. પણ એ મારી તારા પ્રત્યેની ફીલીંગ ને કારણે થયુ હતુ.


ઝંખના : એટલે તુ શું કહેવા માંગે છે ! ?


અરમાન : એટલે હું તને પસંદ કરવા લાગ્યો હતો. મતલબ કે અત્યારે પણ કરુ જ છું. Infact I love you.. પસંદ તો તુ મને પેહલેથી જ હતી. પણ એ ખાલી એક દોસ્ત તરીકે. પણ જેમ જેમ તને જાણતો ગયો તેમ તેમ તુ મને વધારે ગમવા લાગી.. અને જ્યારે આપણે મુંબઈમાં એ અદ્દભૂત સમય પસાર કર્યો ત્યારે મને તારા પ્રત્યેની લાગણી સમજાય. પણ હું તને એ કહી ના શક્યો. કારણ કે મે તને પેહલેથી જ આપણી લીમીટ માટે વિશ્વાસ અપાવ્યો હતો. અને હવે જો હું તને ફીલીંગ કહું તો તુ એ જ સમજે કે મે એ દોસ્તી પણ આ જ ઈરાદાથી કરી હતી. અને તુ મારી સાથે દોસ્તી પણ તોડી નાંખે અને હું એક સારી દોસ્ત ગુમાવવા નોહતો માંગતો હતો. એટલે મે નક્કી કર્યુ કે મારી ફીલીંગ વિશે તને કંઈ પણ ના કહીશ.


પણ એ રાત્રે તારી એ નિર્દોષતા, તારી એ નિખાલસતા, એ માસૂમિયત જોઈ હું મારી લાગણી પર કાબૂ ના રાખી શક્યો અને એ ભૂલ કરી બેઠો.


ઝંખના : આ તુ શું કહે છે અરમાન !! મે કોઈ પણ દિવસ તારા માટે એવુ નથી વિચાર્યુ. મે તો તને મારો સારો દોસ્ત જ સમજતી હતી. અને તુ મારા વિશે આવુ કંઈ વિચારશે એવુ પણ હું વિચાર્યુ નોહતુ. Sorry મારા તરફથી તને એવુ કંઈ તને લાગ્યુ હોય.


અરમાન : ના ના તુ sorry ના કહે.. આ બસ મારો એકતરફી પ્રેમ છે.


ઝંખના : સારુ જે થયુ એને એક સપનુ સમજીને ભૂલી જઈએ અને બંને પોતપોતાના રસ્તે પાછા વળીએ. હવે બંને એ ભૂલી જઈએ કે આપણે એકબીજાના દોસ્ત હતા.


અરમાન : કેમ ઝંખના શુ તુ હજી પણ મારાથી નારાજ છે.જો તુ એવુ સમજે કે હું મારા પ્રેમને તારા પર ઠોપીશ તો i promise હું આ વાત તારી સામે કોઈ પણ દિવસ ઉચ્ચારીશ પણ નહી. પણ આમ આપણી દોસ્તી તો ના ખતમ કર.


ઝંખના : અરમાન.. હવે એ શક્ય નથી. ભલે પેહલા જે પણ થયુ એમાં આપણી ભૂલ નોહતી. પણ એ ઘટના પછી મને નથી લાગતુ કે આપણી વચ્ચે પહેલા જેવી દોસ્તી રેહશે. ના હું તારી સાથે એ નિખાલસતાથી વર્તી શકીશ ના તુ..


અરમાન : Zankhna please..


ઝંખના : અરમાન જો તે મને ક્યારેય પણ તારી દોસ્ત માની હોય તો મને કોઈ પણ વાત માટે ફોર્સ નહી કરીશ. બસ મારી આ છેલ્લી ઇચ્છા પૂરી કરીશ. હવે પછી મને કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરતો. હું તારી પાસેથી આટલી આશા તો રાખી જ શકું.


અરમાન : સારુ ઝંખના તારી આ જ ઈચ્છા છે તો એનુ પૂરુ સન્માન કરીશ. હવે મારા તરફથી કોઈ હેરાનગતિ નહી કરીશ. Bye.. good luck for your future..


ઝંખના : bye.. end good luck to you too.. અને એ એનુ પર્સ લઈ ઊભી થઈ ફટાફટ જવા લાગે છે. એટલામાં એ એક વેઇટર સાથે ટકરાઈ છે અને એનુ પર્સ નીચે પડી જાય છે જેને ઊઠાવી એ ફટાફટ બહાર નીકળી જાય છે.


અરમાન એને વેઇટર સાથે ટકરાતા જોઈ જલ્દીથી એની તરફ જાય છે પણ એ પહેલા એ બહાર નીકળી ગઈ હોય છે. અરમાનની નજર ત્યા જાય છે જ્યા ઝંખનાનું પર્સ પડ્યુ હતુ. એના પર્સ માથી એક કવર પડી ગયુ હોય છે. અરમાન એ કવર ઉપાડી બહાર જાય છે પણ ત્યા સુધી ઝંખના ટેક્સી કરી ચાલી ગઈ હોય છે. એ ત્યા થોડીવાર ઊભો રહે છે. અને કંઈક વિચારી એ કવર ખોલીને જુએ છે..


કવર ખોલી એમા જે પણ હોય એ વાંચી અરમાન ના પગ તળેથી જમીન સરકી ગઈ.. અને એ આંખો ફાડીને એ કવર તરફ જુએ રાખે છે.


** ** ** ** **


( મિત્રો અરમાને એવુ તે શું વાચ્યું કે એ શોક્ડ થઈ ગયો છે એ જોઈશું આગળના ભાગમાં..)


Tinu Rathod - Tamanna