Ghar - 2 in Gujarati Horror Stories by Pooja Bhindi books and stories PDF | ઘર - (ભાગ-2)

ઘર - (ભાગ-2)

અનુભવ ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યો હતો.લંચબ્રેકનો સમય થતાં તે કેન્ટીનમાં ગયો.જમવાનું પ્લેટમાં લઇ તે વિચારી રહ્યો હતો કે ક્યાં બેસવું.

“અહીં આવી જાઓ મીત્ર.”

અનુભવે અવાજની દીશામાં જોયું. એક યુવાન પોતાનો હાથ ઉંચો કરી સામેની ખાલી ખુરશીમાં બેસવાનું કહી રહ્યો હતો.

હાઇ, આઇ એમ અનુભવ.

હાઇ,હું પ્રદીપ.આજે જ જોઇન કર્યું છે?

હા. ફર્સ્ટ ડે. તમે કેટલાં સમયથી છો.અનુભવે પૂછ્યું.

લગભગ પાંચેક મહિના થવાં આવ્યાં હશે.

ઓકે. અહીંના જ છો?

હા, હું મારા મમ્મી-પપ્પા સાથે અહીં જ રહું છું.તમે?પ્રદીપે પૂછ્યું.

હું પહેલાં નાગપુર હતો. કાલે જ શિફ્ટ થયો છું.

ઓકે. કઇ બાજુ રહેવાનું.

અનુભવે પોતાનું એડ્રેસ કહ્યું.

ઓહ…પ્રદીપે પોતાનાં હાવભાવ છુપાવતાં કહ્યું.

પ્રદીપ, તમે સાચો જવાબ આપો તો એક વાત પૂછું?

હા, પુછોને.

એ ઘર વિશે જે અફવાઓ ઉડે છે એ કેટલે અંશે સાચી છે?

વેલ, સાચું કહું તો એ ઘર વિશે મેં પણ અફવાઓ સાંભળેલી છે. પર મારાં ખ્યાલ મુજબ એમાં કઇ તથ્ય નથી.છતાં પણ બી કેરફુલ. તમારી પહેલાં જે કપલ ત્યાં રહેવાં આવ્યું હતું એણે માત્ર બે જ દિવસમાં એ ઘર ખાલી કરી દીધું હતું અને બોસે અંધશ્રદ્ધા ફેલાવવાનું કારણ બતાવી તેને નોકરીમાંથી કાઢી નાંખ્યા હતાં.એટલે મારી સલાહ છે કે ઉતાવળે કોઇ પગલું ન લેતાં અને સાથે સાથે સાવચેતી પણ રાખજો.

સારું. અચ્છા તમારા ધ્યાનમાં કોઇ સિક્યુરિટી માટેની કંપની હોય તો કહોને.

એક એડવાઇસ આપું?પ્રદીપે પૂછ્યું.

હા, બોલોને.

ભૂતો સેકયોરિટી ગાર્ડથી નથી ડરતાં.પ્રદીપે હસતાં હસતાં કહ્યું.

અરે ના. એ તો અજાણ્યો એરિયો છે, હું સવારથી સાંજ સુધી ઓફિસે હોઉં.તેથી જો ગાર્ડ હોય તો સારું રહે.

હા, છે મારી પાસે નંબર. હું તમને મોકલી દઇશ.

સારું,ચાલો આપણે જઇએ હવે. નહીં તો પહેલાં દિવસે જ બોસ મારા પર ખુશ થઇ જશે. અનુભવે મજાકીયા સ્વરમાં કહ્યું.

અનુભવ આવતાં જ હશે. એ આવીને ફ્રેશ થશે એટલે નક્કી આજે જમવામાં મોડું થશે અને પાછી ભુખ એમનાથી સહન નહીં થાય. એક કામ કરુ,એમનું ફેવરેટ પાઈનેપલ જ્યુસ બનાઇ દવ.

મીલીએ પાઈનેપલ જ્યુસ બનાવી ફ્રીજમાં મૂક્યું.તેને એવું લાગ્યું કે કોઇક તેની પાછળ ઉભું છે. તેણે બીતા બીતા પાછળ જોયું.

“અરે અહીં તો કોઇ જ નથી. તો પછી મને કેમ એવું લાગ્યું કે અહીં કોઇક છે.કદાચ વહેમ હશે મારો."

મીલી ગાર્ડનમાં બેસી અનુભવની રાહ જોવા લાગી.થોડી વાર થઇ હશે ત્યાં અનુભવ આવ્યો.

મીલી ફટાફટ થાળી કાઢ ત્યાં હું ફ્રેશ થઇ આવું. બહું ભુખ લાગી છે.

મને ખબર જ હતી. તેથી મેં તમારા માટે પહેલાંથી જ્યુસ બનાવીને રાખ્યું છે. તમે બેસો હું આપી દવ.

મીલીએ રસોડામાં જઇ ફ્રીજ ખોલ્યું, “અરે જ્યુસ ક્યાં ગયું? મેં અહીંજ તો રાખ્યું હતું.

સરખાયે જો.ત્યાં જ હશે. અનુભવે હોલમાં બેઠાં બેઠાં જ કહ્યું.

અરે મેં આખું ફ્રીજ ચેક કર્યું.પણ ક્યાય નથી મળતું.

તો તું બનાવતાં જ ભૂલી ગઇ હશો.

અરે ના. મને પાકુ યાદ છે કે મેં જ્યુસ ફ્રીજમાં જ મુક્યું હતું.

મને લાગે છે કે ….અનુભવે જાણીજોઈને વાક્ય અધૂરું મુક્યું.

શું લાગે છે તમને?

અનુભવ મીલીની પાસે ગયો અને તેનાં કાન પાસે મોં રાખીને બોલ્યો, મને લાગે છે કે એ જ્યુસ જરૂર ભૂત પી ગયું હશે.

અનુભવ,તમને મજાક સુજે છે.

અરે તો બીજું શું કહું. અહીં તારા મારા સિવાય બીજું કોઈ રહેતું નથી. તો પછી જ્યુસ ક્યાં ગાયબ થઇ જાય.

તમે એમ નહીં માનો.ચાલો મારી સાથે રસોડામાં. મીલી અનુભવનો હાથ પકડી તેને રસોડામાં લઇ ગઈ અને ડસ્ટબીન તરફ આંગળી ચીંધતા કહ્યું, “જુઓ શું આમાં પાઈનેપલની છાલ નથી?”

મીલી, તું જો. એમાં કંઇ જ નથી. અનુભવે ડસ્ટબીનમાં જોઇને કહ્યું.

અરે મેં આમાં જ તો બધો કચરો નાખ્યો હતો. ક્યાં ગયો?

મીલી, કઇ વાંધો નહીં.તું કામમાં ને કામમાં ભૂલી ગઈ હોઇશ.

અમમમ…હા. મને પણ એમ જ લાગે છે.તમે ફ્રેશ થઇ જાવ, ત્યાં હું જમવાનું કાઢી રાખું.

અનુભવ ફ્રેશ થવાં માટે પોતાના રૂમમાં ગયો. રસોડામાં ઉભેલી મીલીનું ધ્યાન પ્લેટફોર્મ પર પડેલ ચાકુ અને ડીશ ઉપર પડ્યું.

અરે મેં તો આજ ડીશમાં પાઈનેપલ સુધાર્યું હતું. આ ડીશ અને ચાકુ અહીં છે તો પછી જ્યુસ ક્યાં ગયું?

અનુભવ અને મીલી પોતાનાં બેડરૂમમાં સૂતાં હતાં.કંઇક વસ્તું પડવાનો અવાજ આવતાં અનુભવની નીંદર ઉડી ગઇ.તેણે ઘડિયાળમાં જોયું. રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં.તે બેડ પરથી ઉભો થયો અને અવાજ ન આવે એ રીતે પોતાનાં રૂમની બહાર નીકળ્યો.તેણે આજુબાજુ નજર કરી.ત્યાં જ તેનું ધ્યાન સ્ટોરરૂમનાં બારણાં પાસે પડેલી ફૂલદાની પર પડ્યું.

“ અચ્છા, તો આનો અવાજ આવ્યો હતો.”

અનુભવ સ્ટોરરૂમ તરફ ગયો.તે જેવો ફૂલદાની સરખી મુકવા નીચે નમ્યો કે તરત જ એક હવાની લહેર તેનાં મોં પાસેથી પસાર થઇ.અનુભવે સ્ટોરરૂમ તરફ જોયું.તેણે સ્ટોરરૂમની બારી પાસે કોઇક ઉભું હોય એવું લાગ્યું. તેણે બારી ખોલવાં પોતાનો હાથ લંબાવ્યો પરંતુ ત્યાં જ તેનાં ખભા પર કોઇકે હાથ મુક્યો.અનુભવ થોડો ડરી ગયો. તે ધીમે ધીમે પાછળ ફર્યો.

“મીલી તું?”

તો અડધી રાત્રે બીજું કોણ હોય?બાય ધ વે, અહીં શું કરો છો તમે?શું આજે પણ ઉંઘ નથી આવતી?

ના. આજે તો ઉંઘ આવી ગઇ હતી.પણ આ ફૂલદાની પડી એમાં ઉંઘ ઉડી ગઇ.અચ્છા, કાલે થોડો વહેલો ઉઠાડી દેજે. ઓફિસે વહેલું જવાનું છે.

હા.

અનુભવે ફરીથી સ્ટોરરૂમ તરફ નજર કરી અને પોતાના બેડરૂમમાં સુવા માટે ચાલ્યો ગયો.

...

( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)


Rate & Review

Amruta

Amruta 8 months ago

Vijay

Vijay 8 months ago

bhavna

bhavna 8 months ago

Sheetal

Sheetal 8 months ago

Darshana Jambusaria