Ghar - 7 books and stories free download online pdf in Gujarati

ઘર - (ભાગ-7)


‘હું જ્યારે એ વિશે વિચારતો ત્યારે મને એ કલ્પનાનું ઘર દેખાતું, પણ એ ઘરની રોનક મારી જીવનસંગીનીનો ચહેરો હંમેશા અસ્પષ્ટ જ દેખાતો.પરંતુ હવે જ્યારે પણ એ વિશે વિચારું છું ત્યારે એ અસ્પષ્ટ ચિત્રમાં મને તારો ચહેરો દેખાય છે.”

પ્રીતિ,હું આપણા સંબંધને વધુ ગાઢ બનાવવા માંગુ છું.મારા મનને તારી જે આદત લાગી છે એને ક્યારેય છોડવા નથી માંગતો.શું તું મારાં ઘરનાં એ સપનાને સાકાર કરવા માટે મારી સંગીની બનીશ?”અનુભવે પ્રશ્નાર્થભરી નજરે પ્રીતિ સામે જોયું.

પ્રીતિ આશ્ચર્યથી અનુભવ સામે જોઇ રહી.અનુભવે પોતાનાં નેણ ઉંચા કરી તેનો નિર્ણય પૂછ્યો. જવાબમાં પ્રીતિએ પોતાની સુંદર અને લાંબી પાંપણો ઢાળી દીધી.


અનુભવભાઈ…અનુભવભાઈ.મિહિરે વિચારોમાં ખોવાયેલા અનુભવને કહ્યું.

ઓ.. હાઇ મિહિર.મારુ ધ્યાન જ ના રહ્યું.ક્યારે આવ્યો તું?

હું દસ મિનિટથી તમને પાર્કમાં શોધી રહ્યો છું. તમને કેટલાંય ફોન કર્યાં પણ તમે ન ઉપાડ્યા.એટલે મને એમ કે કદાચ કોઇ કામનાં લીધે તમે નહીં આવી શક્યાં હોય.હું તો જવાની તૈયારી જ કરતો હતો પણ ત્યાં મારું ધ્યાન તમારાં પર પડ્યું.

આઇ એમ સો સોરી મિહિર. મારે લીધે તારે રાહ જોવી પડી.

કઇ વાંધો નહીં. મિહિરે અનુભવની બાજુમાં બેસતાં કહ્યું.

મને તો હજુ પણ વિશ્વાસ નથી આવતો કે પ્રીતિ આપણી વચ્ચે નથી રહી. અનુભવે દુઃખી હૃદયે કહ્યું.

અમે પણ એનો હસતો ચહેરો ભુલાવી નથી શકતાં.મિહિરે કહ્યું.

મિહિર, પ્રીતિનાં લગ્ન વહેલાં કરવાનું કારણ?

તે દિવસે પપ્પાએ ઘરે આવીને કહ્યું હતું કે તેઓએ પ્રીતિનાં લગ્ન નક્કી કરી દીધાં છે. આ સાંભળીને પહેલાં તો મમ્મી ખુબ ગુસ્સે થયાં હતાં,પણ પછી કિરણજીજુનો સ્વભાવ જોઈને તેઓ પણ માની ગયાં હતાં.

ઓકે.શું પ્રીતિ ખુશ હતી?અનુભવે અચકાતા અચકાતા પૂછ્યું.

જ્યારે પપ્પાએ તેને પૂછ્યું, ત્યારે પ્રીતિએ નામ,કામ કઇ પણ જાણ્યા વગર,ફોટો પણ જોયા વગર હા પાડી દીધી હતી.તે ફક્ત એટલું જ બોલી હતી કે “તમે જે કંઇ કરશો એ મારા સારાં માટે જ કરશો.”

અનુભવ આ સાંભળીને ચોકી ગયો.ત્યાં જ મિહિરનો ફોન રણક્યો. તેણે ફોનમાં વાત કરી અને કહ્યું, “અનુભવભાઈ એક ઇમરજન્સી કેસ આવ્યો છે.મારે જવું પડશે. ફરી જરૂર મળીશું.”એટલું કહી મિહિર ત્યાંથી નીકળી ગયો.

અનુભવ વિચારમાં પડી ગયો. “એટલે પ્રીતિને કિરણ વિશે કઇ જ ખબર ન હતી?તો તે દિવસે તેણે મને જૂઠું કેમ કહ્યું?”

“ઓહ નો.હવે મને કેવી રીતે ખબર પડશે કે તે ખોટું કેમ બોલી હતી?કોણે પૂછું?મિહિરને તો અમારાં સબંધ વિશે જાણ પણ ન હતી.”અચાનક અનુભવનાં મનમાં એક નામ યાદ આવ્યું. તેણે પોતાનો મોબાઇલ હાથમાં લઇ ફેસબૂક ખોલી. તેમાં સર્ચ કર્યું, ‘નિધિ’. તેનો ફોટો જોઇ તેની આઇડીમાં મેસેજ કર્યો, “નિધિ, પ્લીઝ કોલ કર. પ્રીતિ વિશે કંઇક કહેવું છે.”તે ફોન ખિસ્સામાં મૂકી ઓફિસે જવા માટે નીકળ્યો અને નિધીનાં મેસેજની રાહ જોવા લાગ્યો.

“હે ભગવાન,આ કંઇ પરિસ્થિતિમાં મુકી દીધો છે મને?એક તરફ એવો વિચાર આવે છે કે કાશ એ ખોટું જ બોલી હોય. કારણકે મારી પ્રીતિ કોઇ કારણ વગર મારી સાથે એવું કરી જ ના શકે. અને બીજી બાજુ એવો વિચાર આવે છે કે જો તે ખોટું બોલી હોય,તો હું એને સમજવામાં ખોટો કેમ પડ્યો?કેમ તેણે જે કાંઈ કીધું એ બધું ચૂપચાપ માની લીધું?અને મારી આ બધી બેવકૂફીઓનું ગિલ્ટ હું કેવી રીતે દૂર કરી શકીશ?”

અનુભવે ઓફિસે પહોંચીને નિધીને પાછો મેસેજ કર્યો, “પ્લીઝ, મને ફોન કર. બહુજ જરૂરી કામ છે.”
થોડી વાર બાદ નિધીનો કોલ આવ્યો.

...



( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)