Ghar - 3 books and stories free download online pdf in Gujarati

ઘર - (ભાગ-3)

મીલીએ વધારાની વસ્તુઓ એક બોક્સમાં પેક કરી અને બોલી, “ એક કામ કરું,આ બોક્સ સ્ટોરરૂમમાં મુકી દવ જેથી આડું ન આવે.”

મીલી એ બોક્સ ઉપાડી સ્ટોરરૂમમાં ગઇ. તે વિચારી રહી હતી કે બોક્સ ક્યાં રાખવું,ત્યાં જ તેની નજર બારી પાસે રહેલાં ખાલી ટેબલ પર પડી. તેને બોક્સને ટેબલની ઉપર મુક્યું. તે જેવી સ્ટોરરૂમની બહાર નીકળવા ગઇ તેવી જ ટેબલની બાજુની બારી જોશથી ભટકાણી.

“ઓ ગોડ, આજે તો પવને લોહી પીધું છે.”કહેતાં મીલીએ બારી બંધ કરી.ત્યાં તેનું ધ્યાન ટેબલ ઉપર પડેલ એક ફોટા પર ગયું. તે ફોટો પોતાનાં હાથમાં લઇ જોવા લાગી.તે ફોટામાં વચ્ચે એક નાની સાત-આઠ વર્ષની છોકરી બેઠી હતી અને તેની આજુબાજુમાં તેનાં મમ્મી-પપ્પા.

“કેટલો સરસ ફોટો છે. પણ અહીંયા કેમ? લાગે છે આ ઘરનાં માલિકનો હશે.કદાચ ભૂલી ગયા હોય.”ફોટો જોઇ મીલીએ ટેબલ ઉપર પાછો મૂકી દીધો અને સ્ટોરરૂમની બહાર નીકળવા ગઇ. પણ ત્યાં તો સ્ટોરરૂમનું બારણું ધડામ કરતું બંધ થઇ ગયું.

અચાનક બારણું બંધ થવાથી મીલી ડરી ગઇ. તેને એમ લાગ્યું કે કદાચ પવનના લીધે બારણું બંધ થઇ ગયું હશે. તેથી તેણે બારણું ખોલવાનો પ્રયત્ન કર્યો પણ બારણું ખુલ્યું જ નહીં. મીલીના કપાળે પરસેવો બાજી ગયો.

“આ બારણું કેમ ખુલતું નથી?કોણ છે બારે?ખોલો?"મીલીએ બારણું થપથપાવતાં કહ્યું.

બારણું ન ખુલતાં તેને બારી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તેનાથી બારી પણ ન ખુલી. ત્યાં જ તેણે ટેબલ ઉપર જે ફોટો મુક્યો હતો એ નીચે પડ્યો. અચાનક આવેલા એ અવાજથી મીલીના હૃદયમાં ફાળ પડી ગઇ.તે દોડીને બારણાં પાસે ગઇ અને બારણું ખખડાવા લાગી. અચાનક સ્ટોરરૂમની લાઇટ ચાલુ-બંધ થવાં લાગી.

“ક…કોણ છે?પ્લીઝ મજાક ન કરો. મને ડ...ડર લાગે છે.”મીલીએ રડતાં રડતાં કહ્યું. તે ફરીથી બારણું થપથપાવા લાગી.

પ્લીઝ, બારણું ખોલો.પ્લીઝઝઝ….

અચાનક જ સ્ટોરરૂમનું બારણું આપમેળે ખુલી ગયું. મીલી દોડીને સ્ટોરરૂમની બહાર નીકળી ગઈ. તે દોડતી દોડતી નીચે આવી અને મંદિરઘરનાં પગથિયે બેસી ડરના કારણે રડવા લાગી. તેણે અનુભવને ફોન લગાડવા માટે પોતાનાં ખિસ્સામાં હાથ નાખ્યો પણ ફોન તેનાં ખિસ્સામાં ન હતો.

“ઓહ નો, મારો ફોન તો ઉપર રૂમમાં છે. હવે હું શું કરું?”મીલી ડરેલાં અવાજે બોલી. તેને કઇ રસ્તો ન સુજતાં પગથિયાં ઉપર માથું મૂકીને આંખો બંધ કરી દીધી અને “શ્રી ગણેશાય નમઃ” નું રટણ કરવાં લાગી.તે ખુબ ડરી ગઇ હતી. તેથી તે થોડીક વારમાં સુઇ ગઇ.

“મીલી,દરવાજો ખોલ.”બહાર ઉભેલા અનુભવે થોડાં જોશથી કહ્યું.છતાં પણ દરવાજો ન ખુલ્યો તેથી તેણે મીલીને ફોન લગાડ્યો.

“અરે,ક્યાં ગઇ મીલી?નથી ડોરબેલ સાંભળતી કે નથી ફોન ઉપાડતી. કદાચ નહાવા ગઇ હશે.”ત્યાં તેને યાદ આવ્યું કે તેણે આજે જ ઘરની એક ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. તેણે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો.

“મીલી,ક્યાં છો યાર તું.”ત્યાં જ તેનું ધ્યાન મંદિર પાસે સુતેલી મીલી ઉપર પડ્યું.

મ..મીલી…..

“ઓહ માય ગોડ….મીલી,આંખો ખોલ.”અનુભવે મીલીનું માથું પોતાના ખોળામાં મુકતા કહ્યું.મીલીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી.તેને પોતાની સામે અનુભવને જોયો.

અનુભવ…..કહેતાં મીલી તેને વળગીને રડી પડી.

મીલી,શું થયું?અનુભવે ચિંતિત સ્વરે પૂછ્યું.

અનુભવ, ત્યાં ઉપર…સ્ટોરરૂમમાં…મીલીએ સ્ટોરરૂમ તરફ આંગળી ચીંધીને કહ્યું.

મીલી,તું પહેલાં શાંત થઇ જા.અનુભવે મીલીને પાણીનો ગ્લાસ આપ્યો. મીલીએ થોડું પાણી પીધું અને પોતાની સાથે જે બન્યું એ બધું કહ્યું.

"જો મીલી,હું એમ નથી કહેતો કે જે થયું એ તારો વહેમ છે.પણ હોઇ શકે કે તને સમજવામાં થોડી ગરબડ થઇ ગઇ હોય.આ ઘર હવા ઉજાસ વાળું છે. તેથી બની શકે કે પાવનનાં લીધે બારી-બારણાં ભટકાણા હોય. અને આ ઘર થોડાં સમયથી બંધ હતું તો કદાચ સ્ટોરરૂમનું બારણું જામ થઇ ગયું હોય એટલે તારા ધક્કા મારવાં છતાં ન ખુલ્યું હોય." અનુભવે મીલીને સમજાવતાં કહ્યું.

"અને લાઇટ કેમ ચાલુ બંધ થઇ શું એ પણ માત્ર એક ઈતફાક હતો? કે પછી લાઇટમાં કઇ પ્રોબ્લેમ હતી?"મીલીએ પૂછ્યું.

ઠીક છે, ચાલ આપણે એકવાર સ્ટોરરૂમમાં જોઇ આવીએ. એટલે તારો શક દૂર થઇ જાય.

ના,અનુભવ.મારે નથી જવું ત્યાં.

અરે પણ હું સાથે છું ને?

ના, હું ત્યાં નહીં જાવ.

અચ્છા ઠીક છે. નથી જવું બસ.ચલ હવે જમી લઇએ. બહુ ભુખ લાગી છે.મીલી અને અનુભવ જમવા બેઠા.

ઉપરથી તેઓને જોઇ રહેલી બે આંખો ફરીથી રડી પડી.


રાત્રીના ત્રણ વાગ્યાં હતાં.અનુભવ અને મીલી પોતાનાં રૂમમાં સૂતાં હતાં. તેમનાં રૂમનો દરવાજો આપમેળે ખુલ્યો. તેમાંથી એક સ્ત્રી અંદર આવીને અનુભવ પાસે ઉભી રહી અને બોલી, “અનુભવ, કાશ હું તને આ ઘરમાં દફન થયેલ રહસ્ય કહી શકત.”



( વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.)