Expectations in Gujarati Love Stories by Bhanuben Prajapati books and stories PDF | અપેક્ષાઓ

Featured Books
  • मुक्ता....??️ - 6

             6.मला जगायचे आहे.....आ ssss विकास sss अरे विकास sss...

  • ऑपरेशन ब्लॅक ताज - 8

      पावसाचा जोर आता जीवघेणा झाला होता. मुंबईच्या कोस्टल रोडच्य...

  • Mr. Money - भाग 6

    जफर खान आणि शेट्टी भाईच्या अंतानंतर मुंबईच्या गुन्हेगारी जगत...

  • Ruthless Love - 7

    त्या पकडा पकडी मध्ये, तिचा लूज असलेला ड्रेस समोरून पूर्ण खाल...

  • तोतया वारसदार - भाग 59

     तोतया वारसदार पात्र रचना निशांत                      - शोधक...

Categories
Share

અપેક્ષાઓ

અપેક્ષા વિરુદ્ધ, વાસ્તવિકતા અને ધારણા ની વાત કરીએ તો, માનવીનું મન અપેક્ષાઓથી તો ભરેલું છે .એને વાસ્તવિકતાની પણ ખબર છે. પણ ધારણા કરવી એતો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે!! સાચી વાત છે ને!! અને જ્યારે ધારણા ખોટી પડે છે ત્યારે માનવીનું મન વિચલિત થઈ જાય છે

ઘણા બધા કહે છે કે અપેક્ષા છોડી દે ,પરંતુ લખનાર અને વાંચનાર બંનેની વાત કરું તો, કોઈપણ માનવ અપેક્ષા છોડી શકતો નથી. કારણ કે માનવીનું મન જ અપેક્ષા ઈચ્છાઓ અને ધારણાઓ નું ભરેલું છે. એમાંથી તો મન આપણું ઘણું સમજાવે છે, પરંતુ ઉર્મિઓ જે ભરાયેલી છે અંદરથી એને કોણ સમજાવે?

આપણે હાલની જ વાત કરીએ તો કોરોના કાળ પહેલા ઘણી બધી અપેક્ષાઓ આપણે જોઈ હતી કે લગ્ન પ્રસંગ માં મજા કરીશું,ઉત્સવો ઉજવીશું,ફરવા જઈશું, બર્થ ડે પાર્ટી કરીશું ઘણી બધી અપેક્ષાઓ રાખી હતી, પણ આપણે પૂરી નથી કરી શક્યા! કારણકે સામે વાસ્તવિકતા એ હતી કે કોરોના મા એના નિયમોનું પાલન કરીને આપણે જીવવાનું હતું એટલે તેને પૂરી કરી શકાય એમ નહોતી?

ઘણી વખતે એટલી બધી અપેક્ષાઓ આપણાથી થયી જાય છે કે ,આપણા દિલમાં એ અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે આપણા દિલમાં ક્યાંક દુઃખની લાગણી પણ થઈ જાય છે.દરેક વ્યક્તિ જોડે અલગ-અલગ અપેક્ષાઓ ઊભી થાય છે,

દીકરાને પોતાની મમ્મી જોડે એવી અપેક્ષા હોય છે કે, મારી મમ્મી આજે જમવામાં કંઈક નવી આઈટમ બનાવે, કેક બનાવે કે પછી એને ગમતા ગુલાબજાંબુ બનાવે .આ નાના બાળકની અપેક્ષા છે અને મમ્મીની ઈચ્છા હોય કે હું પૂરી પણ કરી દઉં પણ ઘણી વખત એવું પણ બને છે કે એવી વાસ્તવિકતા સામે આવી જાય છે. અને એની કરેલી ધારણા ખોટી પડે છે,

અપેક્ષા અને વાસ્તવિકતા એ સિક્કાની બંને બાજુ છે અપેક્ષા કરવી એ ગુનો નથી અને વાસ્તવિકતા સ્વીકારવી એ જરૂરી પણ છે એટલે બાળકનું મન ત્યારે મરી જાય છે કે આજે મારી અપેક્ષા પૂર્ણ થઇ નથી અને દિકરાની, મમ્મી એવું વિચારે છે કે વાસ્તવિકતાની સ્થિતિમાં હું મારા દીકરાને સંજોગો વશ તેની ઈચ્છા પૂરી કરી શકી નહીં..

એવી રીતે ઘણી વખત ઘરમાં સાસુ, વહુ નો ઝગડો થયો હોય એટલે કે સામાન્ય તકરાર થઇ હોય ત્યારે વહુ ને એવી અપેક્ષા હોય કે એનો પતિ એના પક્ષમાં જ રહે અને એની માતાને સમજાવે અને સામે સાસુ ને એવી અપેક્ષા હોય છે કે મારો દીકરો એની વહુ ને મારા પક્ષમાં સમજાવે... વાસ્તવિકતા એ છે કે એમની અપેક્ષા પૂર્ણ કરી શકાય એવી એની પોઝિશન નથી .કારણ કે બંને પક્ષને એ દુઃખી કરવા માગતો નથી ઘણી વખત કામ વગરની અપેક્ષાઓ માણસને દુઃખી કરી નાખે છે.

અપેક્ષા અને ધારણાવાસ્તવિકતાના અલગ સ્વરૂપ ને ધારણ કરે છે

પતિ અને પત્ની વચ્ચે ની અપેક્ષા ને તો કોઈ અંતજ નથી ,કારણ કે પતિને પણ પત્ની જોડે એટલી જ અપેક્ષાઓ હોય છે ,અને પત્નીને પણ પતિ પાસે ઘણી બધી અપેક્ષાઓ હોય છે ,પત્ની ને એવું હોય કે આજે એનો જન્મદિવસ એ તો એનો પતિ જલ્દી ઘરે આવી જાય ...એના પતિને પણ એમ હોય કે હું મારી પત્નીને આજે સરપ્રાઈઝ તરીકે વહેલો જાઉ અને સરસ મજાની ગિફ્ટ આપુ... પરંતુ વાસ્તવિકતા એવી આવીને ઊભી રહે કે એને વહેલા આવવામાં મોડું થઈ જાય અને અહીંયા પત્ની રાહ જોતી હોય એ વખતે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે પતિ અને પત્ની ને મન દુખ થઇ જતું હોય છે બંને પક્ષ સાચા જ હોય છે પરંતુ ધારણા ખોટી પડી જાય છે.

અપેક્ષાઓ એ માણસના મનમાં ઘણી બધી ધારણાઓ ઊભી કરી દેતું હોય છે. કામ વિનાની અપેક્ષાઓ રાખવી જોઈએ નહીં અને અપેક્ષા રાખવી હોય તો વાસ્તવિકતાનો અમલ કરવો જોઈએ એની પાછળનું સાચું કારણ જાણવું જોઈએ કોઈ પણ ખોટી ધારણા બાંધી દેવાથી તેનો ઉકેલ આવતો નથી....