Punjanm - 29 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 29


પુનર્જન્મ 29


અનિકેતે જીપ પાર્ક કરી ત્યારે દસને પાંચ થઈ હતી. પોતે લેટ હતો. લેટ પડવું અનિકેતને ગમતું નહિ. પણ આજે એ લેટ થઈ ગયો હતો.

રેસ્ટોરન્ટમાં જૂની જગ્યાએ સચદેવા બેઠો હતો. કોફીનો કપ સચદેવાના હાથમાં હતો. અનિકેતે સચદેવાની સામેની સીટ પર સ્થાન લીધું. બેરર આવ્યો. અનિકેતે ઓર્ડર આપ્યો અને સચદેવા સામે જોયું.

' અનિકેત , આજે મોનિકા મેમ તારા ગામ આવવાના છે. '
' યસ. '
' સુધીર સરને એવું લાગે છે કે તેં મેમની નજીક જવા ખૂબ પ્રયત્ન કર્યો છે. '
અનિકેતને એવું લાગ્યું કે સચદેવાની તીક્ષણ નજર એના હદય સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.
' જે કામ મારે કરવાનું છે એના ભાગ રૂપ હું એમની રેકી કરતો હતો. અને સહજ રીતે ઘટનાઓ બનતી ગઈ અને હું એમની નિકટ આવ્યો. બાકી મારી એવી કોઈ ક્ષમતા નથી કે હું એમની નજીક જઇ શકું. '
' કામ કરવાનું છે કે મેમ સાથે પ્રેમ થઇ ગયો છે? '
અનિકેતે આવા સવાલની અપેક્ષા નહોતી રાખી.
' ખોટું નહિ બોલું, સુંદરતા કોને મોહિત નથી કરતી. પણ મારે પૈસાની જરૂર છે. અને એ પૈસાથી હું મારું જીવન પાટે ચડાવી શકીશ અને ઈચ્છાઓ પણ પૂરી કરી શકીશ. '
' વેરી સ્માર્ટ, એક વાત યાદ રાખજે. દિવાળી પછી એક મહિનાની મેડમની ફોરેનની ટુર છે. એ ત્યાંથી આવે એટલે તરત જ આપણું કામ ચાલુ થશે. અમારું કામ થઈ ગયું છે. '
' ઓ.કે. આઈ એમ રેડી. '
સચદેવાના અવાજમાં ઠંડી ક્રૂરતા આવી.
' પ્રેમ થઈ જાય તો ધ્યાન રાખજો. એકની જગ્યાએ બેની સોપારી આપતા આવડે છે. અને એ પહેલાં અગર સુધીર સરની કોઈ વાત કોઈને કહેવાની કોશિશ કરી તો તારી મોનિકા મેમના પહેલાં તારી બુલબુલ ઉપર જશે. '
' કોણ બુલબુલ ? '
' ધીમે ધીમે બધી ખબર પડશે .'
' મને મારું કામ યાદ છે. અને હું પ્રેમથી ધરાઈ ચુક્યો છું. પણ મને ધમકીની ભાષા ગમતી નથી. મારી પાછળ રડનાર કોઈ નથી. અને કોઈની માટે હું રડું એવું પણ કોઈ છે નહિ. '
' ઓ.કે. એઝ યુ વિશ.'
બેરર આવ્યો. સચદેવાએ બિલ ચૂકવ્યું અને ઉભો થયો.
' કોઈ રડનાર નથી. પણ અમને એક વ્યક્તિ ખૂબ ગમે છે. '
અને એ એક કવર ટેબલ પર મૂકી રવાના થયો. અનિકેતે કવર ગજવામાં મુક્યું અને બહાર નીકળ્યો.

******************************

જીપ ગામ તરફ સડસડાટ આવી રહી હતી. ગામ પહેલાં એક જૂનું મંદિર આવતું હતું. સવારના સાડા અગિયાર થવા આવ્યા હતા. અનિકેતને વિચાર આવ્યો... મોનિકાને વાત કરી સાંજનો પ્રોગ્રામ પૂછી લઉં. એવું ના થાય કે ગામમાં પોતાનો ફિયાસ્કો થાય.

અનિકેતે મોબાઈલ માટે ગજવામાં હાથ નાંખ્યો. મોબાઈલની સાથે સચદેવાએ આપેલું કવર હાથમાં આવ્યું. અનિકેતે કવર ખોલ્યું. એમાંથી એક ફોટો નીકળ્યો અને અનિકેત સ્તબ્ધ થઈ ગયો.

અનિકેત એ ફોટાને જોઈ રહ્યો. સ્નેહા...સ્નેહા નો ફોટો હતો. કોઈ ગામની સ્કૂલ આગળ એ સફેદ સાડીના યુનિફોર્મમાં બાળકો સાથે હતી. અનિકેતના મગજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો.

એણે પ્રાઇવેટ મોબાઈલ કાઢ્યો અને સચદેવાને ફોન લગાવ્યો. ત્રણ વખત ફોન લગાવ્યા પછી સચદેવા એ ફોન રિસીવ કર્યો...

' યસ , વોટ હેપન્ડ ? '
' સચદેવા , એક વાત ધ્યાન રાખજે, મને ધમકીની ભાષા પસંદ નથી. અને જો આ પ્રકારની વાત ફરી કરી તો બધાને છોડી સૌથી પહેલાં તારો ટોટો પીસી દઈશ. '

અનિકેતનો અવાજ ગુસ્સાથી ફાટ ફાટ થતો હતો. શરીર ગુસ્સાથી કાંપતું હતું. સચદેવાનો એ જ ઠંડો અવાજ આવ્યો. એ અવાજમાં એ જ ક્રુરતાની ધાર હતી.

' રિલેક્સ માય ડિયર રિલેક્સ, મને મારવાથી વાત પૂરી નહિ થાય. મારી પાછળ આખી ચેઇન છે. કોને કોને મારીશ. હું તો એટલું જ કહું છું કે અમને અમારા કામ થી મતલબ છે. ડબલક્રોસ કરવાની કોશિશ ના કરતો. '
' મને પણ કામ થી મતલબ છે. એમાં ધમકી આપવી હોય તો મને કામમાં કોઈ રસ નથી. '
સામે છેડે સચદેવાના ચહેરા પર એક હાસ્ય હતું. એ જાણવા માગતો હતો કે સ્નેહા માટે હજુ અનિકેતને શું ભાવ છે. જરૂર પડે તો કોનો અનિકેત સામે ઉપયોગ થઈ શકે એમ છે. અને અનિકેતના ગુસ્સા પરથી એને જવાબ મળી ગયો. જૂનો પ્રેમ હજુ યથાવત છે. એ બોલ્યો...

' ઓ.કે. તું તારું કામ બરાબર કરે તો આપણે મિત્રો જ છીએ. જસ્ટ રિલેક્સ.. '
' ઓ.કે. બટ, ધિસ ઇઝ લાસ્ટ ટાઈમ.. '
' ઓ.કે. , ઓ.કે.. એન્ડ તમારી નજદીકી તો સારી છે, કામમાં ઉપયોગી થશે , જસ્ટ રિલેક્સ... બીજી વાર હું ધ્યાન રાખીશ. સોરી... '
' ઓ.કે.. '
અનિકેતે ફોન કાપ્યો અને ગજવામાં મુક્યો. સામે સચદેવાના ચહેરા પર હાસ્ય હતું. એણે અનિકેત અને મોનિકાની મુલાકાતોના પુરાવા ભેગા કરવાનું ચાલુ કરી દીધું હતું. છેલ્લે જરૂર પડે તો બન્નેના સંબધને અનૈતિક સાબિત કરવા કામ લાગે એમ હતું.

*****************************

અનિકેત જીપ માંથી ઉતર્યો. મ્હો ધોયું અને ગુસ્સો ઓછો કરવા પ્રયત્ન કર્યો. સિગારેટ સળગાવી અને સ્નેહાના ફોટાને એ જોઈ રહ્યો હતો. સ્હેજ દુબળી થઈ હતી. શરીર પર કોઈ શણગાર ન હતા. હાથમાં મહેંદી પણ ન હતી. કદાચ વિધવા ? અનિકેતે મનને ઠપકો આપ્યો. આવો અશુભ વિચાર આવ્યો જ કેમ ? એ સુખી જ હશે...

ફોટામાં પાછળ સ્કૂલ હતી. કદાચ સ્કૂલમાં જોબ કરતી હશે. ફોટા માં જોયું. પણ ગામનું નામ ખબર ના પડી.

અનિકેત મંદિર તરફ ગયો. બહાર મુકેલ પાણીથી મ્હો ધોયું અને મંદિરમાં ગયો. પરમપિતા પરમેશ્વરને વંદી એ ઉભો રહ્યો. હદયમાં કેટલા ભાવ હતા. એ ઈશ્વરને કહેવાની કોઈ જરૂર ન હતી. એ સઘળું જાણતો જ હતો...

અનિકેત બહાર આવ્યો. મન કંઈક સ્વસ્થ થયું. અનિકેતે મોનિકાને ફોન લગાવ્યો. ખાસ્સી વાર પછી મોનિકા એ ફોન ઉપાડ્યો. મોનિકાનો અવાજ ભારે હતો. કદાચ ઉંઘ માંથી ઉઠી હશે..


' યસ, મોનિકા હિયર. બોલ અનિકેત. '
' મોનિકાજી, આપ ઠીક તો છો ને ? '
' હા, કેમ ? '
' આપનો અવાજ થોડો એવો લાગ્યો. '
' સરસ છું, રાત્રે ઉંઘ થોડી મોડી આવી હતી. બોલ. '
' આજે દિવાળી છે. આપ આવશો ને ? '
' ઓહ, શ્યોર. '
' કેટલા વાગે આવશો, ગરબા લગભગ સાડા આઠ સુધીમાં ચાલુ થઈ જશે. એકાદ કલાક હાજરી તો બહુ થઈ જશે. '
' હું શ્યોર આવીશ. હું તને મોડે કોલ કરું છું, ડિસ્ટર્બ તો નહિ થાય ને ? '
' ના , ના... ગમે ત્યારે કોલ કરો.. '
' ઓ.કે.. '

*******************************

કેરટેકર કોફી મૂકી ગઈ.
' સુધીર ક્યાં છે ? '
' સર તો તૈયાર થઈ નીકળી ગયા. '
' ઓ.કે. બાથ ટબ તૈયાર કર.... '
મોનિકાને ઉઠીને તરત જ કોફી જોઈતી હતી. એટલે એ હંમેશા રાત્રે બ્રશ કરી સુઈ જતી હતી.

કોફીનો મગ હાથમાં રાખી એ વિચારોમાં ખોવાઈ ગઈ. રાતની વાત મગજમાં ઘુમરાવા લાગી. ગુસ્સો ખૂબ આવતો હતો. પણ ગુસ્સો કરવાનો કોઈ અર્થ ન હતો. મોનિકાનો વિશ્વાસ તૂટ્યો હતો. મોનિકા એ ખૂબ વિચાર કર્યો. પણ કોઈ વિશ્વાસપાત્ર લાગતું ન હતું.. સચદેવા.. ના... એ પણ આજકાલ સુધીરની ભાષા બોલતો હતો.


મોનિકા ઉભી થઇ. વોશરૂમમાં જતા પહેલાં એ લાયબ્રેરીમાં ગઈ. ત્યાં કોઈ ન હતું. રાતની વાત યાદ આવી. એની નજર સોફા પર નજર પડી. પોતાના સોફા પર એ પોતાનો અધિકાર છીનવી સૂતી હતી.....


(ક્રમશ:)

19 સપ્ટેમ્બર 2020