Love Bichans - 15 books and stories free download online pdf in Gujarati

લવ બાયચાન્સ - 15

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયુ કે અરમાનને ઝંખના pregnant હોવાનુ ખબર પડે છે. એ ઝંખના સાથે વાત કરવા માટે એની ઑફિસ જાય છે. ત્યા એમના વચ્ચે લાંબી ચર્ચા ચાલે છે. અરમાન એના પ્રેમ અને બાળકનો વાસ્તો આપી એને મેરેજ માટે કહે છે. અરમાનના ખૂબ સમજાવવાથી ઝંખના એ વિશે વિચારવા તૈયાર થાય છે. હવે આગળ જોઈશુ શું થાય છે. )

ઑફિસમાં આખો દિવસ ઝંખના અરમાનની વાતો વિશે વિચારે છે. એને સમજ નથી પડતી કે શુ નિર્ણય લે. પછી એ નક્કી કરે છે કે એની મમ્મી સાથે વાત કરી કોઈ પણ disision લેશે. સાંજે ઝંખના એના ઘરે જાય છે. એની મમ્મી એને ચા માટે પૂછે છે. એ હા કહી ફ્રેશ થવા જાય છે.

ઝંખના ફ્રેશ થઈને સોફા પર બેસે છે. એની મમ્મી બે કપ ચા અને થોડો નાસ્તો લઈને આવે છે.

લતાબેન : બેટા, કેટલા દિવસથી જોઉ છું કે તું મૂંઝાયેલી દેખાતી હતી. પણ આજે તારા ચેહરા પર એક શાંતિ દેખાય રહી છે.

ઝંખના : હા મમ્મી કેટલાક દિવસથી તને એક વાત કહેવા માંગુ છું. પણ કેવી રીતે કહુ સમજ નથી પડતી.

લતાબેન : અરે મારી સામે તારે મૂંઝાવુ પડે તો હું માં તરીકે નિષ્ફળ રહી કહેવાઉં. તુ જે પણ હોય કહી દે.

ઝંખના : સારુ તો આપણે પેહલા જમી લઈએ પછી વાતો કરીશુ.

લતાબેન : અરે હા આ તારા ચક્કરમાં જમવાનુ બનાવવાનુ તો ભૂલી જ ગઈ.. બોલ શું ખાવુ છે તારે.

ઝંખના : મમ્મી આજે રિંગણનુ શાક અને ભાખરી ખાવી છે. તો એ જ બનાવી દે.

લતાબેન : સારુ હું ફટાફટ શાક ભાખરી બનાવી દઉ છું તુ ત્યા સુધી ટી.વી. જો.

ઝંખના : હમ્મ..

** ** **

રાતે જમી પરવારીને લતાબેન ઝંખનાના રૂમમાં આવે છે અને કહે છે, બોલ બેટા તને કંઈ બાબત મૂંઝવે છે.

ઝંખના : મમ્મી હું તને બધુ કહુ છું પણ તુ મારા વિશે કંઈ ખોટુ ના સમજતી. અને પછી ઝંખના પહેલીવાર મેસેન્જર પર અરમાન સાથે થયેલી વાતચીત થી લઈને, એની સાથેની દોસ્તી, સેમિનાર માટે મુંબઈ ગયેલી ત્યારની અરમાન સાથેની મુલાકાત, અને છેલ્લે ટેસ્ટ ટ્યુબ બેબી માટેનો નિર્ણય અને એના માટે ફરીથી મુંબઈ જવુ ત્યા ડૉક્ટર સાથેની વાતચીત સુધીનું બધુ ટૂંકમાં કહે છે.

લતાબેન એક તક ઝંખનાને જોયા કરે છે. થોડીવાર રહીને કહે છે. બેટા તારા મનમાં આટલુ ઘમસાણ હતુ અને હું એ જાણી પણ ના શકી. મારી દિકરી આટલી મૂંજાતી હતી અને એની મૂંઝવણ હું જાણી ના શકી હું એક સારી માં ના કહેવાઉ.

ઝંખના : ના મમ્મી, તુ તો વર્લ્ડની બેસ્ટ મમ્મી છે. આમ પણ જીવનમાં તને વધારે કંઈ ખુશી મળી નથી. હું પણ તો તને કોઈ ખુશી આપી શકી નથી. અને આ બધી બાબતોમાં તને પણ સામેલ કરીને હું તને વધારે હેરાન કરવા નોહતી માંગતી હતી.

લતાબેન : હા તો દિકરા હવે તે શું નક્કી કર્યુ છે. આગળ શું કરવુ છે. મારુ માને તો દિકરા એકવાર મેરેજ માટે વિચાર.

ઝંખના : મમ્મી... હજી મેઇન વાત તને કહી જ નથી. અને ઝંખના અચકાતા અચકાતા, ડરતા ડરતા, એના અને અરમાન વચ્ચે બંધાયેલા ફિઝિકલ રિલેશન અને એના પ્રેગનેન્ટ હોવાથી જાણ કરે છે.

લતાબેન અવાચક થઈને સાંભળી રહ્યા હોય છે. થોડીવાર તો એ કંઈ બોલતા નથી. એમની આંખોમાં આંસુ હોય છે.

ઝંખના : મમ્મી પ્લીઝ કંઈ તો બોલ.. હું જાણુ છું કે મે ઘણી મોટી ભૂલ કરી છે. પણ સાચુ કહું છું મારા મનમાં એક સેકન્ડ પણ આ વિશે વિચાર આવ્યો નોહતો. આ બસ એક કમજોર ક્ષણનુ પરિણામ છે.

લતાબેન : બેટા મે તને આ પરવરીશ તો ક્યારેય નથી આપી કે તુ આવી કોઈ પણ આવી પડેલ ક્ષણે કમજોર થઈ જાય. મે તને એટલી સક્ષમ તો બનાવી જ છે કે તુ તારા સારા નરસા વિશે વિચારી શકે. પણ આજે તે મને ખૂબ નિરાશ કરી છે. હવે તુ જ કહે હું શું કરું. કેવી રીતે સમાજ સામે માથુ ઊંચુ રાખીને ચાલી શકીશ. આમ જ સગાઓ તો મહેણા ટોણા મારે જ છે કે મે તને વધારે જ છૂટ આપી છે. મે તારા મેરેજ ના કરવાના નિર્ણય માટે પણ તને સાથ આપ્યો. ફોઈ અને બીજા સગાઓના મહેણા સાંભળ્યા પણ તને ક્યારેય પણ મેરેજ માટે ફોર્સ નથી કર્યો. પણ હવે તુ જ કહે જ્યારે આ વાત બહાર આવશે ત્યારે હું એ બધાને શું જવાબ આપીશ. હું પણ એક સ્ત્રી છું. જાણુ છું કે આપણા શરીરમાં એક બીજા જીવનુ સર્જન કરવુ એ કુદરત તરફની આપણને સ્ત્રીઓને મળેલી અદ્દભૂત ભેટ છે. અને તને મળેલી આ ભેટનો નાશ કરવાની સલાહ પણ હું કેવી રીતે આપી શકું !!

પણ બેટા આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ. જ્યાના કેટલાક નીતિ નિયમો હોય છે. જેનુ પાલન કરવુ એ દરેક સભ્ય વ્યકિતની જિમ્મેદારી છે. આપણા સમાજે ઘણી પ્રગતિ કરી છે. પણ એટલી પણ નથી કરી કે કોઈ સ્ત્રી વગર લગ્ને માં બને અને એ સ્ત્રીને અને એના બાળકને આ સમાજ ખુશી ખુશી સ્વીકારી લે. તો દિકરા ક્યાં તો તારે દિલ પર પત્થર રાખીને આ બાળકને આ દુનિયામાં આવતા રોકવુ પડશે અથવા એ છોકરાને મનાવીને એની સાથે મેરેજ કરવા પડશે.

ઝંખના : મમ્મી હું તારી વાત બિલકુલ સમજુ છું. અને રહી વાત આ બેબીને આ દુનિયામાં લાવવાની તો એ તો હું લાવીને જ રહીશ.

લતાબેન : પણ બેટા વગર મેરેજ એ આ ક્યાંથી શક્ય છે. તુ એ છોકરા સાથે વાત તો કરી જો. જો તારાથી ના વાત કરાય તો મારી સાથે વાત કરાવ હું એને સમજાવીશ. એકવાર એની સાથે મને મળાવ.

ઝંખના : મમ્મી હજી એક વાત બાકી છે.

લતાબેન : ઝંખુ તુ મને એકસાથે મારી નાખ આમ હજી એક વાત હજી એક વાત કરીને મને હાર્ટ એટેક ના આપ.. હજી શું કહેવાનુ બાકી છે ? શું એ છોકરો મેરેજ માટે ના પાડે છે ? શું એના પેહલેથી જ મેરેજ થઈ ગયા છે ? પણ તુ તો કેહતી હતી કે એ છોકરો તો મુંબઈમાં એકલો રહે છે.

ઝંખના : શશશશશ મમ્મી તુ કેટલુ બોલે છે. એવુ કંઈ જ નથી. વાત એમ છે કે અરમાન સામેથી જ મેરેજ કરવા માંગે છે. એટલુ જ નહી એ મને પ્રેમ પણ કરે છે.

લતાબેન : ચેહરા પર હસી સાથે.. શું તુ સાચુ કહે છે. એ તારી સાથે મેરેજ કરવા તૈયાર છે. તો પછી પ્રોબ્લેમ શું છે ?

ઝંખના : પ્રોબ્લેમ એ છે કે હું એને પ્રેમ નથી કરતી. અને તુ તો જાણે છે કે હું લગ્નમાં વિશ્વાસ જ નથી કરતી. હું અરમાન સાથે તો શું પણ બીજા કોઈ સાથે પણ મેરેજ નથી કરવા માંગતી.

લતાબેન : પણ બેટા તુ એ છોકરાને એક મોકો તો આપ.. શું ખબર સાથે રેહવાથી તને પણ એની સાથે પ્રેમ થઈ જાય.

ઝંખના : મમ્મી શુ એ છોકરો, એ છોકરો કર્યા કરે છે. એનુ નામ અરમાન છે.

લતાબેન : હા મને ખબર છે. એનુ નામ અરમાન છે. જો તુ એના નામ ના લેવાથી આટલી ચિડાઈ છે. તો એ તો નક્કી છે કે તુ એના માટે કંઈક તો અનુભવે છે.

ઝંખના : હા મમ્મી એ મારો સૌથી સારો અને એકમાત્ર ફ્રેન્ડ છે. એણે મને ત્યારે સાથ આપ્યો છે. જ્યારે મને કોઈના સાથની સૌથી વધારે જરૂર હતી. મારા જીવનમાં એની ખાસ જગા છે. પણ એનો મતલબ એ નથી કે થોડી ક્ષણોના આવેગના કારણે હું એને આવા એક અનચાહા સંબંધમાં બાંધી દઉં. અને હું પણ બંધાઈ જાઉં.

લતાબેન : હા તો દોસ્ત માને છે એ તો સારુ જ કહેવાય. આપણો બેસ્ટ ફ્રેન્ડ જ જો આપણો જીવનસાથી બની જાય તો એનાથી સારું બીજુ કંઈ નથી. અને તે જ કહ્યુ છે કે એ તને પ્રેમ કરે છે. અને તારી સાથે મેરેજ પણ કરવા માંગે છે. તો પછી તને શું વાંધો છે.

ઝંખના : વાંધો એ છે કે હું એને પ્રેમ નથી કરતી.

અરમાન : દિકરા લગ્નજીવનનો અર્થ ફક્ત પ્રેમ નથી. એક સારુ લગ્નજીવન માટે એકબીજા પ્રત્યે માન અને વિશ્વાસ હોવુ ખૂબ જ જરૂરી છે. આપણે એ વ્યકિત સાથે તો જીવનભર રહી શકીએ જેને આપણે પ્રેમ નથી કરતા પરંતુ તેની ઇજ્જત જરૂર કરતા હોઈએ અને એની પર વિશ્વાસ પણ પૂરેપૂરો કરતા હોઈએ. પણ આપણે એ વ્યકિત સાથે ખુશીથી ના રહી શકીએ જેને આપણે પ્રેમ તો કરતા હોઈએ પણ ઇજ્જત ના કરતા હોઈએ કે વિશ્વાસ ના કરતા હોઈએ. અને અહી તો તમે બંને એકબીજા પર વિશ્વાસ પણ કરો છો અને એકબીજાની ઇજ્જત પણ કરો છો. તો પછી વાંધો શું છે.

ઝંખના : પણ..મમ્મી..

લતાબેન : પણ બણ કંઈ નહી.. ઝંખુ તુ અત્યારે સેલફીશ બને છે ફક્ત તારુ પોતાનુ જ વિચારે છે. પણ જરા આ બાળકનુ તો વિચાર જે હજી આ દુનિયામાં આવ્યુ પણ નથી. તુ જીદ કરીને દુનિયાની પરવાહ કર્યા વગર આ બાળકને લાવીશ પણ ખરા. પણ જ્યારે એ બાળક મોટુ થશે અને એના પિતાનો પ્રેમ માંગશે ત્યારે તુ શું કરશે ? અને જ્યારે એ બાળક એ જાણશે કે તે એને એના પિતાના પ્રેમથી વંચિત રાખ્યુ છે તો શું એ તને માફ કરી શકશે.

ઝંખના થોડીવાર તો કંઈ કેહતી નથી. પછી થોડો સમય કંઈક વિચારીને કહે છે. સારુ મમ્મી હું અરમાન અને મને એક મોકો આપીશ. હું અરમાન સાથે મેરેજ કરીશ પણ મારે એ પેહલા એની સાથે થોડી વાતો ક્લીયર કરવી છે. એ પછી જ હું ફાઇનલ ડીસીઝન લઈશ.

લતાબેન : સારુ તમે બંને વાત કરી લો. અને જલ્દીથી એક નિર્ણય પર આવી જાઓ. અને હા એ છોકરાને પછી અટકીને અરમાનને મને મળવા લઈ આવજે.

ઝંખના : હા મમ્મી તને તો મળાવીશ જ ને. હું કાલે જ એને લઈ આવીશ.

લતાબેન : હા અને એને કહી દેજે કે કાલ રાતનુ જમવાનુ અહી રાખીશુ..

ઝંખના : સારુ હવે બહુ રાત થઈ ગઈ છે તો હવે તુ સૂઈ જા..

લતાબેન ઝંખનાના માથા હાથ ફેરવે છે. અને એમના રૂમમાં ચાલ્યા જાય છે.

આ બાજુ ઝંખના અરમાનને એ જ કૉફીશૉપમાં મળવા માટેનો મેસેજ કરી દે છે.

મિત્રો આખરે ઝંખના મેરેજ માટે માની તો ગઈ.. હવે એમના મેરેજ કેવી પરિસ્થિતિમાં થાય છે એ જોવાનુ રેહશે..

વધુ આગળના ભાગમાં..

Tinu Rathod - Tamanna