Premno Aekrar in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પ્રેમનો એકરાર

Featured Books
Categories
Share

પ્રેમનો એકરાર

કશીશ અને હેત બંને ગરમાગરમ ચાની ચુસ્કી લેતા હતા અને હેત મનમાં વિચારી રહ્યો હતો, કેવું મસ્ત એટમોશફીઅર છે..!! વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે એવું મિશ્રણ છે આતો...!! પહેલા વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યા છે.આ તરસી ધરતી તૃપ્ત થઇને સુગંધ ફેલાવીને જાણે બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગે છે.કેટલી અદ્ભૂત અને સુંદર આ સાંજ છે....!!

આનાથી યોગ્ય સમય કશીશને પ્રપોઝ કરવાનો બીજો કોઈ હોઇ ન શકે...!! જાણે પ્રકૃતિ પણ મને સાથ આપતી હોય તેમ લાગે છે.

આંખોમાં એક અજબ ભાવ સાથે હેત કશીશની સામે જોઇ રહ્યો હતો.
આજે તેને એમ જ થતું હતું કે હું અને કશીશ બસ સાથે જ રહીએ. કશીશને ઘરે મૂકવા જવું જ નથી. મારી સાથે જ તેને રાખી લઉં. તેની સાથેનો મારો સમય ખૂબજ આનંદમય જાય છે.

આજે તો કુદરત પણ તેની સાથે છે. કહેવાય છે ને કે, " અગર કીસીકો સચ્ચે દિલસે મુહોબ્બત કરો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ. " એવું જ આજે હેત સાથે થઇ રહ્યું છે.

કશીશ પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી.અને ખડખડાટ હસવાના મુડમાં હતી. આ સુંદર સાંજ અને કશીશ બંનેને પકડી રાખવા છે આજે, એવું હેત વિચારી રહ્યો હતો.

કશીશ અને હેત બંને એકજ ઑફિસમાં સાથે જ જોબ કરતાં હતાં. હેત કશીશનો સિનિયર હતો.

જ્યારથી કશીશે આ ઑફિસમાં પગ મૂક્યો હતો ત્યારથી તેણે હેતનું દિલ જીતી લીધું હતું.પણ કશીશને કહેવું કઈરીતે તે એક પ્રશ્ન હતો.

અચાનક એક દિવસ સખત ગરમીના બફારા પછી વરસાદ તૂટી પડ્યો, કશીશ પોતાનું ઍક્ટિવા લઈને ઑફિસ આવતી હતી. આજે ઍક્ટિવા સ્ટાર્ટ થવાનું નામ જ લેતું ન હતું.

હેત પોતાની કાર લઇને જ ઑફિસ આવતો હતો. તેણે કશીશને ઍક્ટિવા સ્ટાર્ટ કરવા માટે મથામણ કરતા જોઈ પોતાની કાર રોકી તેની પાસે તેને પોતાની કારમાં ડ્રોપ કરી દઈશ તેમ સમજાવ્યું.

બંને જણાં પૂરેપૂરા પલળી ગયા હતા, વરસાદમાં અને એકબીજાના પ્રેમમાં પણ..‌. રસ્તામાં એક ચાની કીટલી આવી એટલે હેતે પોતાની કાર રોકી અને કશીશને પૂછ્યું, "આપણે થોડી ચા પીશુ..??" કશીશે પણ "હા" પાડી.

કશીશે પોતાની લાઇફમાં કદી આ રીતે કોઈની સાથે સમય વિતાવ્યો જ ન હતો. બસ,એ અને એનું ભણવાનું. પહેલીવાર તેને આ રીતે રસ્તા ઉપર ઉભા રહી કોઈ છોકરા સાથે ચા પીવાનો એક્સપિરીયન્સ થયો હતો.

ચાની ચૂસકી લેતાં લેતાં હેતે ધીમેથી પોતાની વાતની શરૂઆત કરી,
"કશીશ, હું તમને એક પર્સનલ ક્વેશ્ચન પૂછી શકું છું?"
કશીશ: હા સ્યોર, કેમ નહિ ?
કશીશ: પહેલા તો તમે મને તમે ના કહેશો, તું કહેશો તો ચાલશે અને મને વધારે ગમશે.
હેત: ઓકે, પણ તમારે પણ મને તમે નહીં તું જ કહેવાનું.
કશીશ: ઓકે, હું તમને હેત જ કહીશ.
હેત: હું પણ તમને તું જ કહીશ, ઓકે, હવે ક્વેશ્ચન પૂછું ?
કશીશ: હા સ્યોર.

હેતે કશીશને પ્રપોઝ કરવા માટે તેની સામે હાથ લાંબો કર્યો અને બોલ્યો, " કશીશ, તું મારી સાથે મેરેજ કરીશ ? તું મને ખૂબ ગમે છે. આઇ લવ યુ." એકજ શ્વાસે બધું બોલી ગયો અને પ્રેમનો એકરાર કરી લીધો. હવે કશીશનો વારો હતો.
કશીશ એકદમ વિચારમાં જ પડી ગઇ. જાણે સ્વપ્ન જોતી હોય તેમ તેને લાગ્યું. આ હકીકત છે કે પછી ભ્રમ કંઇ સમજણ ન પડી. તે બોલી ઉઠી, " તમે શું કહ્યું હેત ? "

હેત: તે જે સાંભળ્યું તે જ. આઇ લવ યુ, યાર. ચાહવા લાગ્યો છું હું તને અને તારી સાથે મેરેજ કરવા ઇચ્છું છું. જો તારે લાયક હોઉં તો ?

કશીશના ચહેરા ઉપર એક ગજબની લાલી પથરાઈ ગઈ. શું બોલવું કંઇ ખબર ન પડી.પણ હોઠ ઉપર સ્મિત રેલાઇ ગયું. અને નિખાલસ હેતે તેનું દિલ જીતી લીધું. અને તેણે હેતના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. જાણે મૌન રહી "હા"
ભણી રહી હતી.

હેતે કશીશના હાથ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો જાણે તેના હૂંફાળા પ્રેમાળ સ્પર્શને તે વર્ષોથી પીછાનતો હોય. બંને મૂક બની જાણે આંખોથી વાતો કરી રહ્યા અને એકબીજામાં ખોવાઈ ગયા. વર્ષોથી જાણે એકબીજાને ઓળખે છે અને એકબીજાને શોધી રહ્યા છે અને આજે તેમની આ શોધ પૂરી થઇ છે.

એટલામાં વરસાદ થોડો ધીમો પડ્યો એટલે હેત ( ઉતાવળ કરતાં...) બોલ્યો, ચલ વરસાદ ધીમો થયો છે, ચલ જલ્દી... નીકળી જઈએ.
અને બંને હેતની કારમાં બેઠાં.

હેત: (કશીશને કારમાં....) કશીશ સાંભળ, મારી વાતનો જવાબ આપવાની કોઇ ઉતાવળ નથી. તું શાંતિથી વિચારીને જવાબ આપજે.

કશીશ: મારે મમ્મી-પપ્પાને વાત કરવી પડે. પછી જ હું જવાબ આપી શકું. પણ પહેલાં તમે તમારા મમ્મી-પપ્પાને પૂછી લો.

હેત: મારા મમ્મી-પપ્પાએ મને કદી કોઈપણ વાતમાં "ના" નથી પાડી.એટલે મારી આ વાતમાં પણ તેમની "હા" જ હશે.( આટલું બોલીને સ્માઈલ સાથે કશીશનો હાથ પ્રેમથી પકડીને દબાવ્યો, વિશ્વાસ રાખ મારી ઉપર) તેમને સમજાવવાની જવાબદારી મારી છે.માય ડિયર. આટલા સમયથી તું મારી સાથે છે, તારી સાથે વિતાવેલો મારો બધો જ સમય ખૂબજ સરસ ગયો છે. મારે તારો સાથ જોઇએ છે. તારા જેવી પ્રેમાળ અને કાબેલ છોકરી મળે પછી મારે અને મારા ફેમિલીને બીજું શું જોઈએ ??

કશીશ આજે ખૂબજ ખુશ હતી. તેને જીવનમાં પહેલી વાર કોઈ સાચો મિત્ર મળ્યો હોય તેવો અનુભવ થયો હતો. જે તેને સમજી શકે તેમ હોય. સ્ત્રીને પોતાના જીવનમાં આટલો પ્રેમ અને આટલું માન આપનાર માણસો બહુ ઓછા હોય છે તેવું તે વિચારી રહી હતી. પ્રેમનો પહેલો અહેસાસ કેવો હોય તે કશીશ આજે અનુભવી રહી હતી.

હેત પણ આજે ખૂબજ ખુશ હતો. તે લાઇફપાર્ટનર તરીકે ડાહી, સમજુ, ઠરેલ અને ઇન્ટેલીજન્ટ છોકરીની શોધમાં ઘણાં સમયથી હતો. આજે તેની શોધ પૂરી થઇ હતી. પોતાને જે જોઈતું હોય તે મળ્યા પછી પૂર્ણતાનો જે આનંદ થાય તે હેત અનુભવી રહ્યો હતો.

હવે વાત હતી મમ્મી-પપ્પાને સમજાવવાની તો મમ્મી-પપ્પાએ બાળપણથી અત્યાર સુધીમાં કોઈ દિવસ તેની માંગ પૂરી ન કરી હોય તેવું બન્યું જ ન હતું..!!

એ દિવસે હેત રાત્રે ખૂબ ખુશ દેખાતો હતો એટલે મમ્મીએ અમસ્તું જ ડાઇનીંગ ટેબલ ઉપર ત્રણેય સાથે જમવા બેઠા ત્યારે કોમેન્ટ પણ કરી, " આજે બહુ ખુશ દેખાય છે બેટા, કોઈ નવો પ્રોજેક્ટ મળ્યો છે કે પછી કોઈ છોકરીને મળીને આવ્યો છે...?? "

હેતના ચહેરા ઉપર અમસ્તું જ સ્માઇલ આવી ગયું હતું. અને કશીશ એક સેકન્ડ માટે નજર સમક્ષ આવી ગઇ હતી. અને મનમાં વિચારતો હતો કે, આ મમ્મીઓને બધી વાતો ક્યાંથી ખબર પડી જતી હશે..!!
પણ, છોકરાઓને ક્યાં ખબર છે કે, " મમ્મીઓની ઉપર ભગવાન પણ મહેરબાન હોય છે. કારણ કે મમ્મીને ભગવાને ત્રીજું નેત્ર આપેલું હોય છે એટલે તે પોતાના દિકરાઓના અને દીકરીઓના ચહેરા વાંચી લે છે. "

હેત વિચારતો હતો કે મમ્મી-પપ્પાને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે અને તેણે પોતાની તેમજ કશીશની વાત મમ્મી-પપ્પાને જણાવી બંનેએ સંમતિ આપી.

હેતના મમ્મી-પપ્પા પોતાના દિકરા માટે કશીશના ઘરે લગ્નનું માંગુ લઈને ગયા. આવા સારા ઘરેથી માંગુ આવ્યું હતું એટલે "ના" પાડવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. કશીશના મમ્મી-પપ્પાએ પણ સંમતિ આપી અને બંનેના ઘડિયા લગ્ન લેવાયા.

અત્યારે કશીશ હેતના બાળકની માં બનવાની છે અને દીકરી આવશે કે દિકરો તે વાત ઉપર બંને વચ્ચે મીઠો ઝઘડો ચાલી રહ્યો છે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/5/2021