Badlo - 3 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 3)

બદલો - (ભાગ 3)

અભી અને શીલા બંને બંધ રૂમની અંદર એના બેડની મજા માણી રહ્યા હતા...
બારી પાસે નાની તડમાંથી દેખાતું આ દ્રશ્ય જોનાર એના કેમેરા માં ફોટા પાડી રહ્યું હતું...
ફોટા ની ફ્લેશ બેડ સામે આવેલા અરીસા માં આવતા અભી નું ધ્યાન ત્યાં આવ્યું એટલે એ દોડીને બારી તરફ આવ્યો...
"કોણ આપણને ડિસ્ટર્બ કરે છે ...." રૂમની અંદર ચાદર થી એના શરીર ને ઢાંકીને બેઠેલી શીલા બોલી...
"મને ભ્રમ થયો હશે...." એવું કહીને અભી ફરી એના કામમાં વ્યસ્ત થઈ ગયો...

નીયા દોડીને એના ઘરે આવી અને એના કપડાંની વચ્ચે એનો કેમેરો છુંપાવી દીધો...

"શું થયું...." પહેલીવાર જલેબી બનાવતી સ્નેહા બોલી ઊઠી...
"આ પ્લેટ પાડોશીના નામ ઉપર..." ચાર પાંચ ગરમાગરમ જલેબી ગોઠવેલી પ્લેટ ઊંચી કરીને સ્નેહા બોલી...
"શું થયું ..કેમ કઈ બોલતી નથી..." સ્નેહા એ નીયા ને કોણીનો ઠોસો મારીને પૂછ્યું...
" આ શીલા ને ત્યાં આપીને આવ..."સ્નેહા એ નીયા ને કહ્યું પરંતુ નીયા કંઈ બોલી નહિ એટલે સ્નેહા પોતે જ સામેના ઘરે જલેબી આપવા માટે નીકળી પડી...

શીલા ના ઘરની બેલ વગાડતા એની દાદી એ ઘરનું બારણું ખોલ્યું...
સ્નેહાને જોઇને દાદી નો ચહેરો થોડો આમતેમ થવા લાગ્યો...એના હાથ માંથી જલેબી ની પ્લેટ લેતા પહેલા દાદી એ પૂછ્યું ...
"બેટા , તારા મમ્મી નું નામ શું છે...."
આ સાંભળીને સ્નેહા ને અચાનક ગુસ્સો આવી ગયો એટલે સ્નેહાએ પ્લેટ પરાણે દાદી ના હાથ માં મૂકી દીધી અને દોડીને એના ઘર તરફ જતી રહી...

" હું જે વિચારું છું શું આ એ જ છે....અને જો આ એ જ હશે તો હવે મારી આખરી ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે...." સ્નેહા ના ગયા પછી દાદી પોતાની સાથે વાતો કરી રહ્યા હતા ...

"શું થયું...." સ્નેહા ને આ રીતે દોડીને આવતા જોઇને નીયા એ પૂછ્યું ...
" ગરમાગરમ જલેબી ખાવાનું મન હતું એ ઠંડી ન પડી જાય એટલે ... હું...આ રીતે ...દોડીને આવી..." સ્નેહાને બોલતા બોલતા દાદી નો સવાલ યાદ આવી રહ્યો હતો...
(બેટા, તારા મમ્મી નું નામ શું છે...")

બંને જોબનું ઘણુંખરું કામ ઘરે રહીને જ કરતી હતી....
ધીમે ધીમે બંને પાડોશી વચ્ચે ખૂબ ભળવા લાગ્યું હતું...સ્નેહા દાદી ના એ સવાલથી ભાગ્યા કરતી હતી...નીયા નો કેમેરો અભી ના ફોટાથી ભરાઈ ગયો હતો....નીયા અભી અને શીલા ના ફોટા ની જગ્યાએ હવે ખાલી અભી ને એના કેમેરા માં લઈ રહી હતી...

"બેટા, તારા મમ્મીનું નામ શું છે...." લેપટોપ માં કામ કરતી સ્નેહા પાસે આવીને દાદી બોલ્યા...આ સાંભળીને સ્નેહાનો ચહેરો તમતમી ગયો અને ગળામાંથી પરસેવો છૂટવા લાગ્યો....
આજે તો કહી જ દઉં...સ્નેહા એ મનમાં વિચારીને દાદીને કહ્યું...
"સંગીતાબેન ...."
નામ સાંભળીને દાદી ના ચહેરા ઉપરથી રંગ ઉડી ગયો...ખોટી સ્માઇલ કરીને દાદી ત્યાંથી ચાલ્યા ગયા....

દાદી નું આ રીતે વર્તન કરવું સ્નેહાને અલગ લાગ્યું...અત્યાર સુધી દાદી એના મમ્મી નું નામ પૂછતા હતા અને જ્યારે નામ ખબર પડી ત્યારે આ રીતે કંઈ કહ્યા પૂછ્યા વગર ચાલ્યા ગયા એ બધી કડી જોડતા સ્નેહા ને ખૂબ સમય લાગી ગયો...છતાં દાદી નું આ વર્તન પારખી ના શકી...

સ્નેહા એ એનો સેલફોન કાઢ્યો અને જાણે પાક્કો યાદ રાખ્યો હોય એ રીતે નંબર ડાયલ કર્યો...

"હેલ્લો..." સ્નેહા બોલતા બોલતા ધ્રુજી રહી હતી...
નીયા અંદર આવી અને સ્નેહા ને આ રીતે ફોન ઉપર વાત કરતા જોઇને એ તરત સમજી ગઈ હતી કે સ્નેહા એ પોલીસ સ્ટેશન એના મમ્મી ને ફોન જોડ્યો છે...

"સંગીતાબેન..." નીયા ને સામેના છેડે શું બોલાય છે એ સંભળાતું નહોતું પરંતુ સ્નેહા ના નાટક જોઇને એ આજે પણ સમજી નહોતી રહી કે સ્નેહા અને એના મમ્મી ની શું કહાની હતી...

સ્નેહા એ ધડ દઈને ફોન મૂકી દીધો....આ જોઇને નીયા ને સમજાય ગયું હતું કે સંગીતાબેન ફોન ઉપર આવ્યા હશે પણ સ્નેહા એ એની સાથે વાત કર્યા વગર જ ફોન મૂકી દીધો છે...સ્નેહા એના કોલેજ ના દિવસો માં પણ આ રીતે જ કરતી હતી...જ્યારે મન હોય ત્યારે એના મમ્મી નો અવાજ સાંભળવા પોલીસ સ્ટેશન ફોન જોડે અને જ્યારે એના મમ્મી ફોન ઉપર આવે એટલે ધડ દઈને ફોન મૂકી દેતી હતી પછી કલાકો સુધી રડ્યા કરે અને અચાનક ગુસ્સો આવતા બધું ભૂલીને એનું કામ કર્યા કરતી...
આજે પણ સ્નેહા એવી રીતે જ વર્તી હતી...
"સ્નેહા..." સ્નેહા ના ખભા ઉપર હાથ મૂકીને નીયા બોલી...
સ્નેહા નીયા ને વળગીને જોર જોરથી રડવા લાગી...
અને એના મમ્મી ની કહાની નીયા ને કહેવા લાગી...

આમથી તેમ ઘરના ખૂણા માપી રહ્યા હોય એ રીતે દાદી ઘરમાં ફરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા...અચાનક ઊભા રહી ગયા અને પાછળ ટેબલ ઉપર પડેલો ફોન ઉપાડીને નંબર ડાયલ કર્યો...

"હેલ્લો..." સામેના છેડાથી કોઈ પુરુષ નો અવાજ સંભળાયો...
દાદી એ ફોન કોઈક ને આપવા માટે કંઇક આંકડા કહ્યા એટલે તરત જ ફોન ઉપર કોઈ સ્ત્રી નો અવાજ આવ્યો ત્યારે દાદી ના ચહેરા ઉપર વિલન જેવી સ્માઇલ ઉપસી આવી....

(ક્રમશઃ)

Rate & Review

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Amritlal Patel

Amritlal Patel 7 months ago

Vishwa

Vishwa 7 months ago