Badlo - 11 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 11)

બદલો - (ભાગ 11)

નિખિલ સાથે ફોનમાં વાત કરતા અભી પાસે આવીને નીયા ઉભી રહી...
નિખિલ સાથે વાત કરતાં કરતાં અભી નું ધ્યાન નીયા તરફ આવ્યું...
થોડા સમય પહેલા જે નીયા ના ચહેરા ઉપર એની આંખો માં હતું એ અભી ને ક્યાંય દેખાયું જ નહિ...નીયા ના આછા લાલ ચહેરા ઉપરનો ગુસ્સો જોઇને અભી ને કંઇક અજુગતું લાગ્યું...
"હજી વાર છે એક કલાક જેવી. હું ત્યાં પહોંચી જઈશ મારે થોડું કામ છે ઘરે..." એટલું કહીને અભી એ ફોન કટ કર્યો અને નીયા તરફ ફર્યો...
"બોલ, શું થયું...કેમ ગુસ્સામાં છે..."
અભી ના આવા વહાલભર્યા સવાલ ને કારણે નીયા જે કહેવા કે પૂછવા આવી હતી એ ભૂલી ગઈ અને અભી ને જોવામાં સ્થિર થઈ ગઈ....
"હેલ્લો મેડમ ....ક્યાં ખોવાઈ ગયા..." આંગળી અને અંગુઠા વડે ચપટી વગાડીને અભી એ નીયા ને પૂછ્યું...
બોલીને અભી એ સ્માઇલ કરી જેથી નીયા માટે વધારે અઘરું થઈ ગયું પૂછવાનું...
"તમારી...." નીયા શબ્દો શોધી રહી હતી...
"શું...અમારી...?" અભી એ ચાળા પાડીને પૂછ્યું...
"તમારી ફાઈલ મળી ગઈ..."
"હા, અ.. મા..રી...ફાઈલ મળી ગઈ..." અભી એ ' અમારી ' બોલવામાં વધારે ભાર મૂક્યો જેથી નીયા સમજી ગઈ કે બંને વચ્ચે ' તુ ' કહેવાની વાત થઈ હતી...
અભી ધીમું ધીમું હસી રહ્યો હતો...
"તારી અને શીલા વચ્ચે શું છે...." નીયા એ આંખો બંધ કરીને એકશ્વાસ માં પૂછી લીધું ...

સ્નેહા એ દાદી નો હાથ પકડી લીધો અને પૂછી લીધું...
"હવે તમારે કહેવું જ પડશે કે મારા મમ્મી ની કંઈ ભૂલ ના કારણે એ જેલમાં છે..."
" મારા છોકરા નું ખૂન કર્યું છે તારી માં એ...." દાદી ખૂબ જોરથી બોલ્યા હતા...પરંતુ આજુબાજુ ઓછા પ્રમાણમાં માણસો હતા જેથી કંઈ વાંધો ન આવ્યો...
સાંભળતા જ સ્નેહા એ પકડેલો દાદી નો હાથ છૂટી ગયો...
" મારા શૈલેષ ને મારી નાખ્યો તારી માં એ...જેનો બદલો હું લઈને જ રહીશ..." દાદી ની આંખોમાં આગના ઉઝરડા પડી રહ્યા હતા...સ્નેહા આવાક બનીને સાંભળી રહી હતી...
"અભી અને નિખિલ ને અનાથ કરી નાખ્યાં તારી માં એ..."
વચ્ચે શ્વાસ લેવાનો સમય લઈ ને દાદીએ ફરી બોલવાનું ચાલુ કર્યું...
" મે વચન આપ્યું છે મારા શૈલેષ ને મારા શ્વાસ પૂરા થાય એ પહેલા ગીતા ને પણ એ દુઃખ આપીને રહીશ જે મને મળ્યું હતું..."
દાદી એટલું બોલીને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા...ચોક પાસે પહોંચતા રિક્ષામાં બેસીને નીકળી ગયા...

" લીસન નીયા...મારી અને શીલા વચ્ચે કઈ નથી ..."
"ખોટું બોલે છે તું ..મે તમને બંને ને જોયા છે ..."
"મારો વિશ્વાસ કર મારી અને શીલા વચ્ચે કંઈ નથી...એ તો ઇ જ છે જે મારી આગળ પાછળ ફર્યા કરે છે..."
અભી નીયા ને સમજાવતો હતો પરંતુ નીયા એની વાત માનવા માટે તૈયાર જ ન હતી...
" મે તારા કેમેરા ના ફોટા પણ જોયા છે હું જાણું છું તને શું ખબર છે તે શું જોયું છે...પરંતુ જે આંખો જુએ એ સાચું ન હોય એને સમજવું પણ પડે...."
" અચ્છા તો તે ફોટા જોયા છે એટલે જ આ સ્પીચ રેડી રાખી હશે...."
"નીયા મારી આંખોમાં જોઇને બોલ તને એવું લાગે છે કે હું ખોટું બોલું છું ..." નીયા ના બંને ખભા પકડીને એના તરફ ફેરવીને અભી પૂછી રહ્યો હતો...
અભી ની આંખો માં જાણે નીયા ને સચ્ચાઈ નજર આવતી હતી...
પરંતુ એ વાતથી પાછળ ખસવા માંગતી ન હતી...
"મારે કંઈ નથી સાંભળવું...એમ પણ હું છું કોણ ...તું મને શું કામ કહીશ..." ખભે થી અભી ના હાથ ખસેડીને નીયા એ કહ્યું અને ત્યાંથી ચાલવા લાગી...
અભી એની પાછળ આવ્યો અને નીયા ને કહી રહ્યો હતો...
"નીયા તું જે કહે તે કરવા તૈયાર છું...તું પૂછ મને તારે શું જાણવું છે...હું તને બધું સાચું કહીશ...."
નીયા કંઈ બોલ્યા વગર દાદર ઉતરીને દરવાજા ની બહાર નીકળી ગઈ...
"નીયા મારી અને શીલા વચ્ચે કંઈ નથી...પ્લીઝ ટ્રસ્ટ મી.."
અભી હજુ આગળ બોલે કે નીયા ની પાછળ જાય એ પહેલા એના ફોનની રીંગ વાગી અભી એ જોયું તો નિખિલ નો ફોન હતો ....
"હા, ભાઈ આવું જ છું..." બોલીને અભી એ ફોન કટ કરી નાખ્યો...નીયા ઘરની બહાર નીકળી ગઈ હતી...અભી એ બહાર જઈને જોયું પરંતુ નીયા દેખાઈ નહી...
અંદર આવીને ફાઈલ લઈને અભી ગાડી લઈને નીકળી ગયો...

સ્નેહા આવાક બનીને ઊભી હતી...
એને થોડું થોડું સમજાતું હતું એના ઘરેથી એના મમ્મી શૈલેષ પાસે ગયા હશે પરંતુ અભી મારી ઉંમરનો છે અને નિખિલ તો મોટો છે તો એ કંઈ રીતે મારી મમ્મી ના છોકરા કહેવાય...મમ્મી શૈલશ અંકલ ને પ્રેમ કરતી હતી એટલે એના ઘરે જતી રહી તો એનું ખૂન કેમ કર્યું....
શું મારા મમ્મી કોઈ મુશ્કેલીમાં હતા ...અત્યાર સુધી મે એની સાથે વાત નથી કરી...અત્યાર સુધી મે એને ખોટા સમજ્યા...એની કહેલી વાત ને પણ મે ધ્યાનમાં ન રાખી...એ ક્યારેય ખોટા નહોતા એવું કહીને ગયા હતા પરંતુ મે હમેંશા એને ખોટા સમજ્યા...
એ મને છોડીને કેમ જતા રહ્યા...મને એકવાર પણ મળવાનો પ્રયાસ નથી કર્યો એ કહીને ગયા હતા એ મને મળવા આવશે તો શું એ બધું ખોટું હતું...
સ્નેહા ને કંઈ સમજાતું નહોતું...
દાદીની વાત સાંભળીને એના મનમાં દરિયાની જેમ સવાલોના મોજાં ઉછળી રહ્યા હતા....
આંસુ લૂછીને ચોક પાસે આવી અને રિક્ષામાં બેસી ગઈ...

અભી ને ગાડી લઈને જતા જોઇને નીયા મુખ્ય દરવાજા પાછળ થી બહાર આવી અને દાદર ઉપર બેસીને રડવા લાગી...પરંતુ એ રડી શું કામ રહી હતી એ એને પણ સમજાતું નહતું....બહારથી રિક્ષા નો અવાજ સંભળાતા નીયા દોડીને અંદર આવી અને આંસુ લૂછી નાખ્યા...અને મોઢા ઉપર સ્માઇલ ચિપકાવી દીધી...
ઘરના દરવાજા તરફ નજર કરી તો દાદી અંદર આવ્યા...દાદી ને જોઇને નીયા ઉભી થઇ ગઈ...
"તારી પાસે ચાવી હતી..." સ્માઇલ કરીને શાંતિ થી દાદી એ પૂછ્યું...
ત્યારે નિયાએ જણાવ્યું કે અભી ઘરે આવ્યો હતો અને નીયા માટે ઘર ખુલ્લું મૂકીને જ ગયો ...
દાદી આવી ગયા છે એટલે સ્નેહા આવી હશે એવું ધારીને નીયા રજા લઈને એના ઘર તરફ આવી...
નાનો દરવાજો બંધ કર્યો ત્યારે એક રિક્ષા આવી જેમાંથી સ્નેહા ઉતરી એની પાસે પૈસા ન હતા જેથી નીયા ને પૈસા આપવા કહ્યું...
નીયા એ પૈસા આપ્યા ત્યાં સ્નેહા ઘરની અંદર ગઈ અને એની બેગ કાઢી...
નીયા દોડીને અંદર આવી...
"તમે સાથે ગયા હતા તો અલગ અલગ કેમ આવ્યા..."
સ્નેહા એના કપડા અને સામાન ભરી રહી હતી...
"શું થયું છે...ક્યાં જાય છે ....તું કેમ સામાન ભારે છે ..કંઇક તો બોલ..."

(ક્રમશઃ)

Rate & Review

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Usha Fulwadhva

Usha Fulwadhva 7 months ago

Udita Amlani

Udita Amlani 7 months ago