Badlo - 8 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 8)

બદલો - (ભાગ 8)

કામની ભાગદોડ ના કારણે નીયા ખૂબ થકાવટ અનુભવતી હતી જેમ બને એમ આજે કામ પૂરું કરીને ઘરે જવું હતું...પરંતુ નીયા નું ધ્યાન આજે કામ માં રહેતું જ ન હતું...જેના કારણે કામ ઘરે કરવાના બહાને નીયા ઓફિસ થી નીકળીને રિક્ષા માં ઘરે પહોંચી પરંતુ ઘર ના દરવાજા ઉપર તાળું મારેલું જોઇને એણે સ્નેહા ને ફોન જોડ્યો...પરંતુ સ્નેહા એ ફોન ન ઉઠાવ્યો જેથી નીયા એ શીલા ના ઘરે આરામ કરવાનું વિચાર્યું ...
ધીમા ધીમા ડગલે ચાલીને નીયા શીલા ના ઘર તરફ આવી રહી હતી બ્લૂ જીન્સ ઉપર ની બ્લેક શોર્ટ ગોઠણ ઉપર ની કુર્તી માં એ ખૂબ સારી દેખાઈ રહી હતી પરંતુ ચહેરા ઉપર ખૂબ થકાવટ લાગી રહી હતી... આખો દિવસ કામ કરવાથી અને સાંજે વિચારો ના કારણે ઉજાગરા કરતી નીયા આજે ખરેખર થાકી ગઈ હતી...
શીલા ના ઘરની બહારનો નાનો દરવાજો ખોલીને નીયા અંદર આવી પરંતુ ઘરના મુખ્ય દરવાજા ઉપર તાળું જોઇને નીયા ને થોડી ચિંતા જાગી અને ઘણા એવા પ્રશ્નો ઊભા થયા...
નીયા એ બ્લેક પર્સ માંથી ફોન કાઢ્યો અને શીલા નો નંબર જોડ્યો...

મંદિરે આવ્યા બાદ સ્નેહા ને જાણ થઈ હતી કે શીલાના મમ્મી ને પગમાં વાગ્યું હોવાથી શીલા બે દિવસ કામ માં મદદરૂપ બનવા એના પિયર જઈ રહી હતી જેથી મંદિર થી ઘર તરફ વળતી વખતે દાદી ને એકલું ન લાગે જેના માટે દાદી સ્નેહા ને સાથે અહીં લઈને આવ્યા હતા...
મંદિરે દર્શન કરીને શીલા એના પિયર રવાના થઈ ગઈ હતી...દાદી અને સ્નેહા રિક્ષા માં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા રિક્ષા નો ઘરઘર અવાજ સિવાય રિક્ષામાં એક સન્નાટો છવાયેલો હતો...દાદી સાથે વાત ન કરવી પડે એની માટે સ્નેહા એ નીયા ને ફોન કરવાનું વિચાર્યું પરંતુ ડેનિમ જીન્સ ની પોકેટ માં હાથ નાખ્યો ત્યારે સ્નેહા ને જાણ થઈ કે એનો ફોન ઘરે જ રહી ગયો છે જેથી એ રિક્ષા ની બહાર જુઆ લાગી...
થોડી મિનિટ બાદ રિક્ષા ત્યાં જ ઉભી રહી ગઈ રિક્ષા ડ્રાઈવરે બહાર આવીને જણાવ્યું કે રિક્ષા બંધ પડી ગઈ છે હવે આગળ નહિ જાય...
"આ રસ્તા ઉપર તો રિક્ષા દેખાતી જ નથી..." દાદી એ રિક્ષા માંથી ઉતરીને કહ્યું...
" વો સામને ચોક હે વહા સે મિલેગી ,યહાં નહિ મિલને વાલી... કમ સે કમ બિસ મિનિટ કા હે યે રસ્તા..." રિક્ષા વાળા ભાઈએ કહ્યું...
દાદી એ પૈસા આપીને સ્નેહા તરફ નજર કરી અને ખોટી સ્માઇલ બતાવી...સ્નેહા ખરેખર કંટાળી હતી રિક્ષા માં બેસીને એ વીસ મિનિટ માં ઘરે પહોંચવાની હતી પરંતુ હવે ચાલીને દાદી સાથે વીસ મિનિટ કાઢવાની હતી અને આગળ નો સફર તો સ્નેહા એ વિચાર્યો જ નહિ કારણ કે વીસ મિનિટ દાદી સાથે કાઢીને અકળાઈને ત્યાં જ ઢળી પડશે એવું સ્નેહા ને લાગી રહ્યું હતું...

કથ્થાઈ રંગની સાડી પહેરીને અને નાના પર્સ જેવા બેગમાં કપડા ભરીને શીલા રિક્ષા શોધી રહી હતી ...એ પિયર જઈ રહી હતી પરંતુ એના ચહેરા ઉપર એની ખુશી ક્યાંય દેખાતી ન હતી...રિક્ષા મળતા જ શીલા એમાં ગોઠવાઈ ગઈ ...એને અભી ની ખૂબ યાદ આવી રહી હતી ...શીલા ને સવાર માં જાણ થઈ હતી કે એના મમ્મી ને પગમાં વાગ્યું છે અને સારવાર માટે ત્યાં કોઈ હાજર નથી જેથી તાત્કાલિક શીલા મંદિરે જતાં દાદી સાથે નીકળી પડી હતી...એકવાર અભી ને મળવાનું શીલાને મન થઇ રહ્યું હતું પરંતુ હવે કંઈ થાય એમ નથી એ પણ જાણતી હતી...જેના કારણે એનો ગોરો ચમકીલો ચહેરો ઉદાસ દેખાઈ રહ્યો હતો...શીલા એ બેગ માંથી ફોન કાઢીને અભી ને જોડ્યો પરંતુ અભી ક્યારેય શીલા નો ફોન ઉઠાવે એવું બન્યું ન હતું જેની જાણ શીલા ને હતી છતાં એણે અભી ને ફોન કર્યો...રીંગ પૂરી થઈ ગઈ પરંતુ અભી એ ફોન ન ઉઠાવ્યો જેના કારણે શીલા ની આંખો માંથી આંસુ દડ દડ દડવા લાગ્યા અને એ જોર જોરથી રડવા લાગી...શીલા ને રડતાં જોઇને રિક્ષચાલક ને થોડી નવાઈ લાગી રહી હતી એ વારંવાર શીલા ને એના અરીસા માંથી જોઈ રહ્યો હતો...શીલા ના ફોન માં નીયા નો ફોન આવી રહ્યો હતો પરંતુ શીલા અત્યારે સ્વસ્થ ન હતી જેના કારણે નીયા નો ફોન એણે નજઅંદાજ કર્યો...

નવા પ્રોજેક્ટ ની તૈયારી ખૂબ સારી રીતે થઈ ગઈ હતી... પ્રોજેક્ટ ની બધી માહિતી લાલ ફાઈલમાં દર્શાવામાં આવી હતી પરંતુ નિખિલ એ ફાઈલ લઈને આવતા ભૂલી ગયો હતો... જેથી નિખિલ ખૂબ ચિંતામાં આવી ગયો...ઓફિસ થી ઘરે પહોંચવામાં ત્રીસ મિનિટનો સમય લાગતો હતો અને પ્રોજેક્ટ ચાલુ કરવામાં બે કલાકનો સમય હતો પરંતુ નિખીલ એ પણ જાણતો હતો કે ગાડી ચલાવવાની સ્પીડ એની કરતા અભી ને વધારે હતી જેથી નિખિલે અભી ને ફાઈલ લેવા માટે ઘરે મોકલ્યો...
ગાડી લઈને આવતા નિખિલે એના ફોન માં શીલા નો ફોન આવતા જોઇને એ ખૂબ અકળાઈ ગયો અને ગુસ્સા ના કારણે વધારે સ્પીડ માં ગાડી ચલાવી...ત્રીસ મિનિટ નો રસ્તો અભી એ ઓગણીસ મિનિટ માં પૂરો કર્યો હતો...

ઘરે પહોંચીને અભી એ ગાડી પાર્ક કરી ગાડીમાંથી ઉતરતા જ એનું ધ્યાન નીયા ના ઘર તરફ આવ્યું દરવાજા ઉપર તાળુ જોઇને અભી એ મનમાં જ નિયા નો ચહેરો જોઇને સ્માઇલ કરી લીધી અને બે ત્રણ ડગલાં ચાલીને ઘર નો નાનો દરવાજો ખોલ્યો દરવાજો ખુલતા જ જાણે કોઈ દેવી પ્રગટ થઈ હોય એ રીતે મુખ્ય દરવાજા ની પહેલા આવતા ત્રણ દાદરના છેલ્લા દાદર ઉપર નીયા ઢળી પડેલી હતી...અભી ધીમા પગલે નીયા પાસે આવ્યો અને પહેલા દાદર ઉપર બેસીને નીયા ને નિહાળવા લાગ્યો...પગમાં રાજસ્થાની મોજડી , ડેનિમ બ્લૂ જીન્સ ઉપરની બ્લેક શોર્ટ કોલર વાળી કુર્તી , ફુરસત માં ઘડેલો ચહેરો, ચહેરા ઉપર એના રેશમી ખુલ્લા વાળ ની બે ત્રણ લટ ડોલી રહી હતી... લાંબી માછલી જેવી આંખો ની નીચે આવતું નાનુ નમણું નાક અને નીચે આવતા આછા લાલ રંગ ના હોઠ ,કાનમાં પહેરેલા સફેદ માણેક ...નીયા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી...એનો ચહેરો ખૂબ જ માસૂમ લાગી રહ્યો હતો...

અભી એ થોડુક આગળ વધીને નીયા ના ચહેરા ઉપર ની લટો ને દૂર કરીને કાન પાછળ કરી ત્યાં અચાનક નીયા એ ધીમે ધીમે આંખો ખોલી...અભી ને સામે જોઇને નીયા હલકું હસી અને જાણે હોશ માં આવી હોય એ રીતે ધડ દઈને ઉભી થઇ ગઈ...
"તમે મારા ઘરે શું કરો છો..." કુર્તી સરખી કરતાં કરતાં નીયા બોલી...
"એક મિનિટ મેડમ, હું તમારા ઘરે નહિ તમે મારા ઘરના આંગણે બેઠા છો..." અભી એ હસીને કહ્યું અને પછી થોડું ઉમેર્યું..."બેઠા નહિ સૂતા છો..."
આજુબાજુ જોઇને નીયા ભોંઠી પડી... બંને હસી પડ્યા..

" તારા મમ્મી ક્યાં રહે છે..." બધુ જાણતા હોવા છતા દાદી એ સ્નેહા ને પૂછ્યું...
સ્નેહા ખૂબ અકળાઈ ગઈ હતી દાદી ના સવાલો થી પરંતુ દાદી એના મમ્મી ને કંઈ રીતે ઓળખે છે એ જાણવા માટે સ્નેહાએ સામે સવાલ કર્યો...
"પહેલા તમે એ કહો કે તમે મારા મમ્મી ને કંઈ રીતે ઓળખો છો..."
"તારા મમ્મી ઉર્ફ સંગીતા ઉર્ફ ગીતા ને હું સારી રીતે જાણું છું...." દાદીએ બે ત્રણ કદમ આગળ ચાલીને કહ્યું અને કડવું સ્મિત કર્યું...

(ક્રમશઃ)

Rate & Review

DEEPAK MODI

DEEPAK MODI 3 months ago

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Usha Fulwadhva

Usha Fulwadhva 7 months ago