Badlo - 10 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 10)

બદલો - (ભાગ 10)

બારીમાંથી આવતી પવન ની લહેર જાણે અભી અને નીયા ની આસપાસ ગરબે રમી રહી હતી...અભી ના હાથ માં નીયા નો હાથ હતો અને બંને એકબીજાને ઘણા સમયથી નિહાળી રહ્યા હતા...
ક્યારેક વચ્ચે પવનના કારણે નીયા ના વાળની લટ એના ચહેરા ઉપર આવતી ત્યારે અભી એને ખૂબ હળવેથી કાન પાછળ ધકેલતો હતો...
અભી એની આંગળીઓ વડે ચહેરા ઉપર ની લટ ધીમે ધીમે કાન પાછળ ધકેલતો ત્યારે જાણે અભી ને અંદરથી કંઇક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો જ્યારે બીજી બાજુ નીયા ના ચહેરા ઉપર અભી ની આંગળીઓ ફરતા નીયા ની અંદર ઠંડા પાણી જેવી સનસનાટી પ્રસરી રહેતી અને અનાયાસે એની આંખો બંધ થઈ જતી હતી...
નીયા તો એનો થાક ભૂલી જ ગઈ હતી...અભી પણ જે કામ કરવા આવ્યો હતો એ ભૂલી ગયો હતો...
આ સિલસિલો વીસ મિનિટ સુધી ચાલ્યો વીસ મિનિટ સુધી બંને સતત એકબીજાને જોઈ રહ્યા હતા...
અભી ના ફોનમાં નિખિલ નો ફોન આવતા બંને ઝબકી ગયા કારણ કે બંને ને ભાન જ નહોતું રહ્યું...
હાથ છોડીને અભી ફોનમાં વાત કરતો બહાર નીકળી ગયો...
નીયા ને તો જાણે જન્નત જેવી લાગણી થઇ રહી હતી એ ખૂબ જ ખુશ હતી....
નીયા ઉભી થઇ અને રૂમને નિહાળવા લાગી એવામાં એનું ધ્યાન ટેબલ ઉપર પડેલા નિખિલ અને શીલા ના ફોટા તરફ આવ્યું....ત્યારે નીયા ને ખબર પડી કે એ શીલા ના રૂમમાં હતી...શીલા નો ચહેરો જોઈને થોડી વાર પહેલા જે પ્રેમ અભી ની આંખો માં દેખાઈ રહ્યો હતો એ એક પ્રશ્ન બનીને રહી ગયો ....નીયા રૂમની બહાર આવી અને ફોનમાં વાત કરતા અભી પાસે આવીને ઊભી રહી ગઈ....

રિક્ષા માંથી ઉતરીને શીલા ઘર તરફ જઈ રહી હતી એવામાં એના ફોનમાં અભી નો ફોન આવ્યો...
શીલા એ ફોન ઉપાડતા જ રેડિયો ની જેમ બોલવાનું ચાલુ કરી દીધું...પરંતુ નીયા નો અવાજ સંભળાતા જાણે એને કોઈ ફાળ પડી હોય એ રીતે જોરથી બોલવા લાગી...એની આંખોમાં આવેલા આંસુ જાણે નીયા નો અવાજ સંભળાતા સુકાઈ ગયા...અભી ને મંદિરે આવ્યા વાળી વાત કહી ત્યાં અભી એ ફોન કટ કરી નાખ્યો ...
શીલા ને બસ એટલા જ વિચાર આવી રહ્યા હતા કે અભી અને નીયા સાથે કેમ છે....
અભી ને એની પાસેથી નીયા છીનવીને લઈ જશે એવું શીલા ના મનમાં ચાલી રહ્યું હતું...
' મે અભી ને મારા તરફ કર્યો છે એટલે હવે એને મારા પ્રેમમાં પડતા કોઈ નહિ રોકી શકે ...હવે હું અભી ને નહિ જવા દઉં..અભી ખાલી મારો જ છે..વચ્ચે જે આવશે એને ....' એટલું વિચારતા શીલા ના ચહેરા ઉપર એક કડવું સ્મિત આવ્યું અને આંસુ લૂછીને ચાલવા લાગી....

સ્નેહા ને અત્યાર સુધી સમજાયું ન હતું કે એના મમ્મી ની કંઈ ભૂલના કારણે એ બે વર્ષથી જેલ માં છે...જ્યારે એના મમ્મી એને છોડીને ગયા હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં એ એના મમ્મી ને એક વાર જ મળી હતી એ પણ કોઈ સંજોગોના કારણે..બાકી એના મમ્મી કહીને ગયા હતા એ પ્રમાણે ક્યારેય મળવા આવ્યા જ ન હતા...
રસ્તા ની કોર ઉપર આવેલી પાળી ઉપર સ્નેહા બેસી ગઈ અને ફરીવાર એના ભૂતકાળ ના સફરમાં ફરીને એના મમ્મી ની ભૂલ શોધતી રહી...

*

માથામાં વાગ્યા બાદ એના પપ્પા નો બધો નશો ચકનાચૂર થઈ ગયો...
જ્યારે સ્નેહા હોશ માં આવી ત્યારે એ હોસ્પિટલમાં હતી અને એની બાજુમાં એના પપ્પા સિવાય એના મામા,મામી અને એની છોકરી રુહી હતી...
ત્રણ ચાર દિવસ પછી સ્નેહા ને ઘરે લાવ્યા ... એને એકલું ન લાગે એ માટે રુહી ને એની પાસે રહેવા મોકલી હતી...એના મમ્મી ની શોધમાં એના પપ્પા અને મામા બધી જગ્યાએ અવરજવર કરતા પરંતુ ક્યાંયથી એના મમ્મી ની માહિતી મળી નહિ...નાનકડી સ્નેહા ને રસોઈ કરતા આવડતી ન હતી જેથી એના પપ્પા કામ ઉપર થી ઘરે આવતા ત્યારે ખાવાનું કંઇક લઈને આવતા...આ બધું એક મહિના સુધી ચાલ્યું પરંતુ હવે એના પપ્પા સાવ કંટાળી ગયા હતા...એ દરરોજ દારૂ ના નશા માં ઘરે આવતા અને કામ ન કરવા બાબત ઉપર કે એના મમ્મી ને યાદ કરીને સ્નેહા ને મારતા સાથે રુહી ને પણ મારતા...
એક દિવસ એના પપ્પા નશામાં ઘર તરફ આવી રહ્યા હતા એવામાં એની ગાડી નું એક્સિડન્ટ થતાં એનું મૃત્યુ થયું ..
મમ્મી ના ગયા પછી માતા પિતા ના નામે એના પપ્પા જ હતા જેના કારણે સ્નેહા ચુપચુપ રહેવા લાગી...એની પાસે હવે પરિવાર ના નામે રુહી અને એના મમ્મી પપ્પા સિવાય કોઈ હતું નહિ...
સ્નેહા એના મામા ના ઘરે રહેવા લાગી...એ થોડા ગરીબ હતા જેથી સ્નેહા નો ખર્ચો ઉપાડવામાં એને થોડી તકલીફ થઈ રહી હતી...સ્નેહા નું ઘર અને જમીન વહેંચીને એના પૈસા પણ એના મામા ને આપી દીધા હતા...
એક વર્ષ માં તો બધા પૈસા વપરાઈ ગયા હતા થોડા ઘણા પૈસા હોવાને કારણે એનાથી સ્નેહા અને રુહી ને હોસ્ટેલમાં ભણવા માટે મૂકી હતી જેથી અહી નાના ઘરમાં રહીને કમાઈ શકાય...
સ્નેહા ને રુહી સાથે ખૂબ સારું ભળતું હતું...રુહી અને સ્નેહા બંને એક જ ઉંમર ની બહેનો હતો...ક્યારેક એના મામી અજુગતો વ્યવહાર કરે પરંતુ રુહી હમેંશા સ્નેહાની તરફદારી કરતી...સ્નેહા એવું જ માનતી હતી કે રુહી જેવી મિત્ર કે બહેન નસીબદાર ને જ મળે...

હોસ્ટેલ માં આવ્યા ત્યારે સ્નેહા ને જાણ થઈ કે એની રૂમ ની અંદર હજુ એક છોકરી રહેવાની હતી ... જે રુહી ની બાળપણ ની સહેલી હતી... બંને વચ્ચે બહેનપણી કરતા બહેન જેવો સબંધ હતો... એકબીજા વગર બંને હોસ્ટેલમાં આવવા તૈયાર ન હતા...એના ફ્રેન્ડ નું નામ નીયા હતું...

ધીમે ધીમે નીયા અને સ્નેહા ને પણ ભળવા લાગ્યું...ત્રણેય વચ્ચે ખૂબ ગાઢ દોસ્તી થઈ ગઈ હતી...

વચ્ચે ના દિવસોમાં ઘણો એવો મુશ્કેલ સમય આવ્યો હતો જેમાં એકબીજાનો સહારો બન્યા હતા...
રુહી ના મમ્મી પપ્પા ના એક્સિડન્ટ ના સમચાર બાદ જાણે એ તૂટી જ ગઈ હતી પરંતુ નીયા અને સ્નેહા નો સધિયારો મળતા એ નોર્મલ બની હતી...
રુહી એ અલગ ફિલ્ડ લીધી હતી જેના કારણે એ બેંગલોર કોલેજ નો અભ્યાસ કરવા માટે ગઈ હતી...
નીયા અને સ્નેહા સાથે જ ભણતા હતા ....
રજા ના દિવસો માં ત્રણેય એકબીજાને મળી લેતા હતા...અને ક્યારેક પત્રો લખીને વાતચીત કરી લેતા હતા...

*

એના મમ્મી ને યાદ કરવામાં સ્નેહા ને રુહી અને નીયા સાથે ગાળેલા જૂના દિવસો યાદ આવી ગયા હોવાથી એના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ હતી ...સ્નેહા જાણે શાંતિ અનુભવી રહી હતી...
પરંતુ એના મમ્મી ક્યાં ગયા હતા અને દાદી કહે છે કે એ અભી અને નિખિલ ના મમ્મી છે .. આવા બધા સવાલો એના મનમાં ચાલી રહ્યા હતા...દૂર નજર કરી તો દાદી ચોક પાસે પહોંચવા આવ્યા હતા અત્યારે તો એ રિક્ષા માં બેસીને દૂર નીકળી ગયા હોય પરંતુ વૃદ્ધાવસ્થા ને કારણે એ હજુ થોડા દૂર સુધી જ પહોંચ્યા હતા...
સ્નેહા દોડીને એની પાસે આવી અને દાદી સાથે થઈ ગઈ...દાદી ને કોઈ નવાઈ ન લાગી એ જાણતા હતા કે એની ઉંમર અને સ્નેહા ની ઉંમર માં ઘણો તફાવત હતો...
સ્નેહા એ દાદી નો હાથ પકડી લીધો અને પૂછી લીધું...
"હવે તમારે કહેવું જ પડશે કે મારા મમ્મી ની કંઈ ભૂલ ના કારણે એ જેલમાં છે..."

( ક્રમશઃ )

Rate & Review

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 4 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 5 months ago

Usha Fulwadhva

Usha Fulwadhva 5 months ago