Badlo - 5 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 5)

બદલો - (ભાગ 5)

નીયા ના કમરમાં અભી ના બંને હાથ પરોવાયેલા હતા,નીયા એ એનો એક હાથ અભી ના ખભે થી લઈને ગળા સુધી વીંટળાયેલો હતો અને બીજા હાથથી અભી ની કમર માં એના શર્ટ ને પકડી ને ઉભી હતી... બંને એકમેકમાં ખોવાઈ ગયા હતા જાણે આસપાસ નો ચહેલપહેલ સંભળાતો જ ન હોય એ રીતે બંને એકબીજાની આંખો ના દરિયા માં ડૂબી ગયા હતા...
નીયા ની હિલ્સ અભી ના બૂટ સાથે અડકીને ઉભી હતી જો ત્યાંથી અભી એનો પગ લઈ લે તો નીયા ના બચવાના ઉપાય ઓછા હતા જેથી અભી એ એનો પગ જેમ હતો એમ જ રહેવા દીધો હતો ,નીયા એ પોતાના શરીર ને અભી ના ભરોસે ઢીલું મૂકી દીધું હતું જાણે કહી રહી હોય હવે તો તારે જ મને પકડવાની છે હું તો વ્યસ્ત છું તને જોવામાં...

"હાય..આઇ એમ અભી.."
"હાય..." નીયા તો અભી ની આંખો માં ક્યારની દૂર દૂર સુધી ફરી રહી હતી ..
"નીયા..." નીયા એ એનું નામ ન જણાવ્યું એટલે અભી એ જ નીયા નુ નામ બોલી દીધું...
નીયા તો કંઈ સાંભળતી જ ન હોય એ રીતે સ્માઇલ કરીને એને જોઈ રહી હતી...
"હું તને ઓળખું છું..." અભી એ હસી ને નીયા ને કહ્યું..નીયા ની નજર અભી ની આંખો માંથી થોડી નીચે ગાલ ઉપર પડતા ખંજર જેવા ઊંડા ખાડા ઉપર આવી ...જેના કારણે અભી ખૂબ જ સોહામણો દેખાઈ રહ્યો હતો...
"મે તને જ્યારથી જોઈ છે ત્યારથી હું તારા વિશે જ વિચારું છું...." આ વાક્ય સાંભળીને નીયા ભાન માં આવી હોય એ રીતે અભી ને એક ઝાટકા સાથે દૂર કર્યો અને એની આંખો ની સામે શીલા અને અભી ની વચ્ચે થયેલ ક્રિયા સડસડાટ પસાર થઈ ગઈ...
એની આંખો માં ડૂબી ગયેલી નીયા અચાનક આ રીતે વર્તી જેના કારણે અભી ને થોડી નવાઈ લાગી...

આ બધું દ્રશ્ય ત્યાં ઉભેલા મહેમાનો અને પરિવાર ના સદસ્યો જોઈ રહ્યા હતા...
સ્નેહા નીયા પાસે આવી અને નીચે પડી ગયેલી નકલી ફૂલ વાળી રીંગ એને હાથ માં આપી ત્યારે નીયાને ધ્યાન પડ્યુ કે અભી સાથે અથડાતી વખતે નીયા ની માથાની રીંગ નીચે પડી ગઈ હતી અને એના વાળ વિખેરાઈ ગયા હતા...વાળ વિખરાઈ જતા નીયા કેવી દેખાઈ રહી હશે એ વિચારીને નીયા એ અભી ને જોઇને થોડી ભોંઠપ અનુભવી..અને એના વાળ સરખા કરવા માટે ત્યાંથી થોડી દૂર જતી રહી...

અભી ની નજર હજુ નીયા તરફ જ હતી...
" હેપ્પી બર્થડે અભી...." પૂરેપૂરી લાગણી બતાવીને શીલા એ અભી ને કહ્યું...
શીલા નો અવાજ આવતા અભી ને ખ્યાલ આવ્યો કે એના દાદી ,એનો ભાઈ અને ભાભી એની નજીક આવીને ઊભા રહી ગયા હતા...
"થેંક્યું...ભાભી..." અભી એ ભાભી બોલવામાં થોડો અણગમો દાખવ્યો જે શીલા ને પસંદ ન આવ્યું જેની જાણ અભી અને એના ભાઈ ને થઈ ચૂકી હતી...

આ બાજુ નીયા એના વાળ સરખા કરી રહી હતી પરંતુ એનું પૂરેપૂરું ધ્યાન અભી તરફ હતું...એના મનમાં બસ એ જ ચાલી રહ્યું હતું કે અભી કેવો છોકરો હશે...એ પોતાના ભાઈ ની પત્ની સાથે પથારી ગરમ કરે અને અત્યારે નીયા ની સાથે જે રીતે વાત કરી એના કારણે નીયા થોડી વિચારો માં સરી પડી હતી...

પાર્ટી પૂરી થઈ ગઈ હતી બધા મહેમાનો એ વિદાઈ લઈ લીધી હતી ...પાર્ટી દરમિયાન નીયા અને અભી એકબીજાને જોવાનો એકપણ અવસર છોડતા ન હતા અને બીજી બાજુ અભી ને આ રીતે જોઇને શીલાની અંદર આગ ઉભરી રહી હતી જેનો આનંદ નિખિલ લઈ રહ્યો હતો...

આ બધા દ્રશ્ય ની જાણ સ્નેહા ને હતી પરંતુ એ વધુ ને વધુ ગૂંચવાતી જાતિ હતી...આ પરિવાર માં શું ચાલી રહ્યું છે એનો પૂરેપૂરો ખ્યાલ એને આવતો ન હતો ...

નીયા અને સ્નેહા એના ઘર ની અંદર બેઠા હતા અને બંને સામેના ઘરની એકએક કડી જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા....
શીલા નિખિલ ની પત્ની છે તો શીલા અભી સાથે રાત પસાર શું કામ કરે છે...અને નિખિલ નું વર્તન જોઇને દેખાઈ આવતું હતું કે આ વાતની જાણ એને હતી છતાં એ ચૂપ કેમ રહેતો હતો...શીલા અને નિખિલ એકબીજાને પસંદ નથી કરતા તો છૂટાછેડા કેમ નથી લેતા...બીજી બાજુ અભી અને શીલા વચ્ચે જે કંઈ છે એનાથી શીલા ખુશ છે પરંતુ અભી શીલા થી દુર દુર રહે છે અને અણગમો બતાવે છે...આ વાત ની ખબર દાદી ને હશે કે નહિ હોય ...આ બધી ભૂલ - ભૂલૈયા જેવી કડી સ્નેહા અને નીયા જોડી શકતા ન હતા...

"હેલ્લો...કોઈ છે કે નહિ...આટલું અંધારું કેમ છે...." સ્નેહા અને નીયા ઘર ની અંદર અંધારું કરીને બેઠી હતી એવામાં એક અવાજ આવ્યો જે સાંભળીને સ્નેહા દોડીને બહાર આવી...
સ્નેહા દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ...કોઈ એની સામે ઊભું છે એવો અણસાર આવતા સામેના વ્યક્તિ એ કહ્યું...
" આ તમારો કેમેરો અમારે ત્યાં હતો...ફોટા ક્લિક કરવામાં પીએચડી કરી લાગે છે..." આ વાક્ય સાંભળતા નીયા દોડતી અને હાંફતી બહાર આવી અને એના હાથમાંથી કેમેરો જોંટી લીધો....
નીયા ખૂબ ડરી ગઈ હતી...એના કેમેરા માં આજ ની પાર્ટી સિવાય શીલા અને અભી થી પણ વધારે અભી ના વધારે પડતા ફોટા હતા એની જાણ કોઈને થવા દીધી ન હતી પંરતુ કેમેરો આપનાર વ્યક્તિએ જે કહ્યું એના ઉપર થી નીયા ને જાણ થઈ ચૂકી હતી કે બધા ફોટા નો ભાંડો ફૂટી ગયો છે...

સ્નેહા એ લાઈટ ચાલુ કરીને ઘરને પ્રજ્વલિત કર્યું...નીયા એ એની સામે અભી ને જોયો અભી હજુ એ જ લાલ શર્ટ માં હતો એના વાળ થોડા વિખરાયેલા હતા છતાં એ ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો...નીયા ને પહેલા ડરના કારણે પરસેવો વળી ગયો હતો પરંતુ અભી ને જોઇને એની અંદર બરફ જેવી ઠંડી લાગણી પ્રસરી રહી હતી...જોર જોર થી પવન ફૂંકાતો હોય એવું અનુભવતી નીયા કેમેરો પકડીને સ્માઇલ કરીને અભી ને જોઈ રહી હતી...

અભી સ્માઇલ કરીને એના ગાલ નો ઊંડો ખાડો બતાવીને નીયા ને જોઈ રહ્યો હતો જાણે એને જોવા જ આવ્યો હોય...નીયા નો ડોરેમોન વાળો નાઇટડ્રેસ અને વિખરાયેલા વાળ જોઇને અભી ને થોડું હસુ આવી રહ્યું હતું પરંતુ એના ચહેરા ઉપર ની નિર્દોષતા અને ચમકતો ચહેરો જોઈને એની ઉપર વહાલ આવતું હતું જાણે એની ઉપર પૂરેપૂરો મોહી ગયો હોય....


(ક્રમશઃ)

Rate & Review

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Amritlal Patel

Amritlal Patel 7 months ago

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 7 months ago