Have the courage to move forward books and stories free download online pdf in Gujarati

હિંમત રાખી આગળ વધવું

ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ન હારવી જોઈએ .આપણી અંદર અઢળક શક્તિ રહેલી છે એને અંદરથી જગાડવી જોઈએ, એ અનન્ય શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અને નિષ્ફળતા મળે તો પણ ગભરાવવું ના જોઈએ ,કારણ કે અનેક નિષ્ફળતાઓનો સરવાળો એટલે એક સફળતા જિંદગી છે.

સફળતા અને નિષ્ફળતા આ બંને તો જિંદગીમાં રહેવાનું ,સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે એમ સુખ આવે તો પણ સકી ન જવું જોઈએ અને દુ:ખ આવે તો પણ હિંમત ન હારવી જોઈએ, હિંમત હારી જશો તો તમને જિંદગીમાં કોઈ સફળતા નહીં મળે!

જિંદગીમાં સફળતા મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે આપણે કોઈપણ કામની શરૂઆત કરીએ ત્યારે તેમાં પૂરેપૂરી સફળતા નથી મળતી. આપણી જ વાત કરીએ તો આપણે કોઈપણ શરૂઆત લેખન કાર્યની કરીએ છીએ ત્યારે આપણને પૂરેપૂરા પ્રતિભાવ ક્યારેક મળતા નથી ,એટલે આપણે પ્રતિભાવ જોઈને આપણું લેખનકાર્ય હટાવી દઈએ છીએ!!ના ક્યારેય નહીં !એટલે એ આપણી જિંદગીનું પણ એવું જ છે

આપણે જિંદગીમાં ઘણું બધું એવું થઈ રહ્યું હોય છે કે જે આપણને સહન પણ થતું નથી પરંતુ ભગવાન એટલી બધી પણ કસોટી નથી ને તો કે જે આપણી સહનશક્તિની બહાર હોય. કુદરત પણ જાણે છે કે મારા ઘડેલા માનવીને જો હું વધારે પડતી કસોટી લઈશ તો એ આ સંસારમાં ટકી નહીં શકે એટલે કુદરત ક્યારે પણ એટલું તો દુઃખ નથી આપતો કે જે આપણા હૃદયમાં વજન પડી શકે.

હંમેશા ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તમારા હૃદયમાં એનો ઉંડો પ્રત્યાઘાત ના પડે એનું ધ્યાન રાખજો. નહીંતર ક્યારેક ડિપ્રેશન જેવી પરિસ્થિતિ આવી જશે. ઘણા બધા ને ઘણી બધી તકલીફો જીવનમાં આવી જશે આર્થિક તકલીફ સિવાયની પણ ઘણી બધી એવી તકલીફ છે કે જેને આંકી ન શકાય.

દરેક તકલીફો નો ઉકેલ આવે છે એના માટે થોડી કિંમત અને ધીરજથી કામ લેવું જોઈએ જિંદગીમાં હિંમત અને ધીરજ હશે તો તમે ગમે તેવા પડકારો સામે જંગ જીતી શકશો.. નહીંતર આ દુનિયા ની સામે એ ટકવું સહેલું નથી .દુનિયાની તો જવા દો! આપણા સમાજના લોકો આપણને સરળ રીતે નથી સ્વીકારતા ,કારણ કે એ પણ મોભાદાર વ્યક્તિઓને પહેલા પસંદ કરે છે પરંતુ એનાથી આપણે હિંમત ન હારવી જોઈએ.

આપણે આપણી અંદરથી એક અલગ માનવને ઉત્પન્ન કરવો જોઈએ અને હિંમત ભેગી કરીને એક સફળતાનું ઉદાહરણ આપણે સમાજમાં પૂરું પાડવો જોઈએ .

દરેક સફળતા દરેક વખતે મળે એવું પણ નથી હોતું પરંતુ હા ,તમે જે પણ કરો એમાં એક વખત નિષ્ફળ જાઓ એટલે વારંવાર નિષ્ફળ જશો એવું પણ ક્યારેય વિચાર્યું ન જોઈએ. અંદરની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ પુરુષ હોય કે સ્ત્રી દરેક માં હિંમત રહેલી છે ત્યારે ખોખલાપણું પોતાની જાત પર બતાવવું ન જોઈએ.

આપણા અંદર એક શિવનો વાસ છે અને એક શક્તિનો વાસ છે એટલે ક્યારે પણ આપણી શક્તિઓ છે એને કમજોર સમજવાની કોશિશ ન કરવી જોઈએ.

જિંદગીમાં દરેક પાસા પર આગળથી વિચારીને પગલાં ભરવાનો પ્રયત્ન કરવો જોઈએ . ઘણી વખત વગર વિચાર કર્યા વિના કામ કરવામાં આવે તો ઘણું બધું સહન કરવું પડે છે .

આપણે અત્યારની પરિસ્થિતીની વાત કરીએ તો કોરોના માં કેટલા બધા લોકોએ પરિવારના કેટલાક સભ્યોને ગુમાવ્યા છે, પરંતુ જે લોકો એ હિંમત રાખી છે એમને તકલીફ તો પડી હશે. પરંતુ કુદરત સામે આપણે લાચાર છે એટલે સહન કર્યા વિના છૂટકો જ નહોતો પરંતુ હિંમત રાખી અને બીજા પરિવારના સભ્યોને તો સાચવી શક્યા છે , એવો કુદરતનો આભાર માનવો જોઈએ નસીબમાં જે લખ્યું હોય તો થવાનું જ હતું અને થઈ રહ્યું છે. ભગવાન જે કરતો હશે એ કુદરતની મંજૂરીથી થતું હશે આ રીતે આપણે વિચારી ને પોતાના વિચારોને પોઝિટિવ તરફ લઈ જવા જોઈએ.

જિંદગીના દરેક પણ દરેક ક્ષણ નો ઉપયોગ આપણે સારી પણ વાપરવો જોઈએ મિત્રો પણ સારા બનાવવા જોઈએ તો મિત્ર સારા હશે તો આપણને બને તેટલા સંઘર્ષ કરવા સાથે સપોર્ટ કરવા આવશે . સારા મિત્રો સારા વિચારો અર્પણ કરે છે સમાજના લોકોમાં જો સારા ગુણવાળા લોકો હોય તો એમના ગુણો પણ લેવા જોઈએ.

જિંદગીના દરેક સમયમાં દરેક ક્ષણ અલગ-અલગ હોય છે સારો સમય પણ આવે છે અને ખરાબ સમય પણ આવે છે દરેક સમયનો સદુપયોગ કરવો જોઈએ. પરિસ્થિતિ ગમે તેવી આવે પરંતુ હિમ્મત ન હારવી જોઈએ. અંદરની હિંમત જાગૃત થશે તો કોઈની તાકાત નથી કે તમને તમારી જગ્યાએ થી હલાવી પણ શકશે!! માટે ગમે તેવા સંજોગોમાં તમે બિલકુલ હિંમત ન હારો

આભાર