Teacher's Day books and stories free download online pdf in Gujarati

શિક્ષકદિન

પૂર્વરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે જેની યાદમાં ભારતમાં શિક્ષકદિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા પહેલા એમની કારકિર્દીનો સૌપ્રથમ ચેન્નઈ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. અને એમના જન્મદિવસને આજે શિક્ષકદિન ઉજવવામાં આવે છે.

"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:"


"ગુરુ એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. "

"જીવનમાં અવનવી તમામ મુશ્કેલીઓના સામે પડકારોનો સામનો કરતાં શીખવે સાચો શિક્ષક"


શિક્ષક આજીવન શિક્ષક જ હોય છે. એ ભલે રીટાયર થાય ,પરંતુ એનું મન તો હંમેશા શિક્ષક જ હોય છે તે હંમેશા બાળકને તો શીખતો કરે છે.પણ ધરતી પરના મનુષ્ય દરેકને એ શીખવા માટે પ્રેરિત હોય છે કોઈપણ શિક્ષક હોય એ સમાજના સારા ઘડતરનો એક ભાગ છે. " શિક્ષકનું સ્થાન કરીએ તો સૌથી ઉચ્ચ સ્થાન છે"


"શિક્ષકમાં એક" મા"નુ હદય હોય છે જેમાં અતિશય લાગણી અને સંવેદના હોય છે અને બાળકને કેવી રીતે ઉચ્ચ કક્ષાએ લઇ જવા એવા એના ઊંચા વિચાર હોય છે."


"શિક્ષકમાં જે "આત્મા 'છુપાયેલો છે એ આત્માના દર્શન કરવા માટે શિક્ષક ને તમારે પહેલા તો ઓળખતો જ પડે !

શિક્ષક બહારથી ખૂબ જ " કડક "દેખાતો હોય છે પરંતુ અંદરથી તો એકદમ "સુંવાળો" હોય છે એને બાળકને શીખતો કરવાની ખૂબ ચિંતા હોય છે. શાળાની ચાર દીવાલોમાં બાળકોનું ઘડતર થઈ રહ્યું હોય છે .પરંતુ શાળા કહેવાથી, શાળા બની જતી નથી !! શાળામાં બાળકો વર્ગમાં બેસી જાય ત્યારે ક્લાસ પુરો થઇ જતો નથી .પરંતુ શાળામાં વહીવટ કરનાર ખૂબ મહેનતુ અને હોશિયાર હોય છે. તેમજ ક્લાસમાં શિક્ષક તરીકેનો ઉચ્ચ જ્ઞાન અપાતું હોય ત્યારે જ દેશનું ભાવિ ઘડતર ગણાય છે અને એ બધાં સંસ્કાર શિક્ષણ હોય છે અને તમામ "સમગ્ર દેશના ભવિનો ઘડનાર એક શિક્ષક હોય છે"


જેમ કુંભાર માટીનો ઘડો બનાવવા માટે પહેલા સારી જગ્યાએ થી માટીનું ખોદકામ કરે છે ઘણી વખત માટી એવી પણ આવે છે કે જે ઘડોબનાવવા માટે ભેગી કરવા મહેનત પણ કરવી પડે છે ,છતાં પણ જેમ કુંભાર થાકતો નથી એને ટીપીને પાણીથી માટીને "ઘડા" લાયક બનાવે છે ,એવી જ રીતે શિક્ષક પણ વર્ગ ખંડમાં આવતા બાળકોનું ઘડતર ખૂબ જ મહેનતથી એમના માનસને ટકોરા મારીને બાળકને કેળવણીના તમામ પાઠ શીખવે છે, તર્ક શક્તિ ખીલવે છે, બાળકની અંદર કુતુહલતા શક્તિ વિકસાવી શકે છે દરેક ઈત્તર પ્રવૃત્તિઓમાં બાળકને ખીલતો કરે તે એક શિક્ષક જ કરી શકે છે શિક્ષકને એક" ઘડવૈયાનું "નામ એટલે આપ્યું છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.

" શિક્ષકને માસ્તર કહેવામાં આવતા ."માં "થી પણ ઊંચુ સ્થાન એટલે માસ્તર કહેવામાં આવતા હતા."


" શિક્ષક અને સડક બંને એક સમાન હોય છે પોતે ત્યાંના ત્યાં જ રહે છે અને બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડે છે"શિક્ષક ત્યાંના ત્યાંજ રહે છે.અને તેને ઘડેલા વિદ્યાર્થી ઊંચી મંજિલ સર કરી જાય છે.જેમકે શિક્ષક થકી દેશમાં ડોક્ટર ,એન્જનિયર, વિજ્ઞાનિક,અને મહાન વ્યક્તિ ગણાતા દેશનો વહીવટ કરનાર વડાપ્રધાન,રાષ્ટ્રપતિ દરેક વ્યક્તિત્વ એક શિક્ષક થકી ઘડાય છે."

"એક માતા અને એક શિક્ષક બંને નો ફાળો મનુષ્યના ઘડતરમાં ખૂબ અમૂલ્ય હોય છે માતા પણ સો શિક્ષકની ગરજ સારે છે માતા શારીરિક શિક્ષણ આપે છે અને નૈતિક સંસ્કારો નું મૂલ્ય ઘડતર કરે છે "


"જ્યારે શિક્ષક નૈતિક મૂલ્યો, અને સંસ્કારોનું ઘડતર , જીવનમાં આવતા પડકારો સામે કેવી રીતે જીવનને જીવવું એવા અમૂલ્ય પાઠોનું ભણતર એ શીખવે છે વર્ગખંડમાં પુસ્તક જ્ઞાન સિવાય પણ એ અનુભવ લક્ષી જ્ઞાન પણ આપે છે"


શિક્ષકનું સ્થાન આ જગત પર કોઈ પણ લઇ શકે નહિ.એટલે તો સંત કબીરે કહ્યું છે કે '...


Happy teacher's day