Love Bichans - 17 books and stories free download online pdf in Gujarati

લવ બાયચાન્સ - 17

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખના અને અરમાન કેફેમાં મળે છે. ત્યા ઝંખના અરમાનને જણાવે છે કે એ તેની સાથે મેરેજ કરવા માટે રેડી છે. જે જાણી અરમાન ખૂબ ખુશ થાય છે. ઝંખના એને જણાવે છે કે એની મમ્મી અરમાનને મળવા માંગે છે. એટલે આજે એણે ઝંખનાના ઘરે ડીનર પર જવાનુ હોય છે. અરમાન પણ સાંજે મળવાનુ કહે છે. હવે આગળ જોઈશુ શું થાય છે. )


સાંજે ઝંખના ઘરે પહોંચીને ફ્રેશ થઈને કિચનમાં એની મમ્મી પાસે જાય છે. લતાબેન ડીનર માટેની તૈયારી કરતા હોય છે.


ઝંખના : મમ્મી પ્લીઝ એક મસ્ત મજાની કૉફી બનાવી આપ ને..


લતાબેન : હા હમણા બનાવી દઉ છું.


ઝંખના : મમ્મી આટલો બધો સામાન..!! તારી જાણકારી માટે જણાવી દઉ કે ખાલી અરમાન જ ડીનર માટે આવવાનો છે. એનુ આખુ ફેમેલી નહી.


લતાબેન : હા મને ખબર છે. પણ એ પહેલી વાર આવે છે તો મેહમાનગતિ તો કરવાની હોય કે નહી.


ઝંખના : મને તો આ બધી સમજ જ ના પડે.


લતાબેન : હા તો હવે તારે એ બધી સમજ કેળવવી પડશે. કાલે તારા લગ્ન થશે પછી તારે જ બધી જવાબદારીઓ નિભાવવાની રેહશે. તારા માટે તો તારી જોબ અને તારી બુક એની આગળ કંઈ બીજુ મહત્ત્વ જ ના રહે. અહી તો મમ્મી છે તો બધુ હાથમાં મળે છે. પછી તારે બધુ હાથમાં આપવાનુ રેહશે. દરેકની પસંદ - નાપસંદનુ ખ્યાલ રાખવાનુ, એમની ઈચ્છાઓ અને વિચારોને માન આપવાનું એ બધાનો જ તારે ખ્યાલ રાખવો પડશે.


ઝંખના : ઓફઓઓ મમ્મી.. તારે તો જ્યારે હોય ત્યારે બસ લેક્ચર જ આપવાના હોય. અને મેરેજ પછી તો અરમાન અને હું મુંબઈ જ રહીશુ ને.


લતાબેન : તો શું તમે તારા સાસુ સસરાને સાથે નઈ લઈ જશો !! જો બેટા દરેક માં બાપને ઈચ્છા હોય કે તેઓ એમના દિકરા - વહુ સાથે રહે. એમના બાળકોને મોટા થતા જુએ. તારે પણ તારા સાસુ - સસરાને એ ખુશી આપવાની છે.


ઝંખના : પણ મમ્મી અરમાન જ કહેતો હતો કે એની જોબમાં ટ્રાન્સફર થયા કરે તો મમ્મી - પપ્પાને ક્યાં આમ તેમ ફેરવ્યા કરવાના. અને એના મમ્મી - પપ્પા જ ના કહે છે. આમ અલગ અલગ જગ્યા પર જવાનુ, ત્યાંના લોકો, ત્યાંના વાતાવરણ સાથે મેચ થવાનુ આ ઉંમરે એમને ના ફાવે. અને અરમાનના ભાઈ - ભાભી તો છે જ સાથે.


લતાબેન : હા તો સારુ છે. બાકી હું તો ઈચ્છું છું કે તારા સાસુ - સસરા તારી સાથે રહે.


ઝંખના : હું તારી વાત સમજુ છું. સારુ હું એમને મારી સાથે રેહવા માટે મનાવીશ.


લતાબેન : સરસ.. સારુ ચાલ હવે તુ મારી થોડી મદદ કર. હમણા જ અરમાન આવતો હશે.


ઝંખના એની મમ્મીને રસોઈ બનાવવામાં મદદ કરે છે. પછી એને થોડો થાક લાગતા એ એના રૂમમાં જાય છે. થોડીવાર બુક લઈ વાંચવા બેસે છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. એ ઊઠીને દરવાજો ખોલે છે. સામે અરમાન હાથમાં બુકે લઈને ઊભો હોય છે. ઝંખના એને નાનકડી સ્માઈલ આપીને અંદર આવવા માટે ઈશારો કરે છે.


ઝંખના : તો,, એડ્રેસ બરાબર મળી ગયુ ને ? કોઈ તકલીફ તો નથી પડીને ?


અરમાન : ના ના કોઈ તકલીફ નથી પડી. અને એ બુકે ઝંખનાના હાથમાં આપે છે.


ઝંખના : અરે આ બધી formalities કરવાની શું જરૂર હતી ?


અરમાન : આ કોઈ formalities નથી. આ તો તને થેંક્સ કહેવાનો એક રસ્તો છે.


ઝંખના : થેંક્સ શાના માટે !!


અરમાન : મને તારા જીવનનો હિસ્સો બનાવવા માટે. અને મારા જીવનમાં આવવા માટે.


ઝંખના : થોડા કંટાળા સાથે.. not again.. અરમાન આ બધી cheesy line થી તુ કંટાળતો નથી.


અરમાન : ના નથી કંટાળતો. એમ પણ મને cheeze બવ ભાવે. હાહાહા..


ઝંખના : હાહાહા bad joke..


અરમાન : સારુ હવે અહી જ દરવાજા પાસે ઊભો રાખવો છે કે પછી બેસવાનુ પણ છે.


ઝંખના : ઓ... i 'm so sorry.. please seat here.. કહી એ એને સોફા તરફ લઈ જાય છે. અને કીચનમાં જાય છે.


થોડીવાર રહી ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈ આવે છે અને અરમાનને આપે છે. લતાબેન પણ જલ્દી જલ્દી હાથ સાફ કરતા કરતા બહાર આવે છે. અરમાન એમને જોઈ તરત ઊભો થઈ એમને પગે લાગે છે.


લતાબેન : અરે દિકરા આ શું કરો છો !!


અરમાન : આંટી તમારા આશીર્વાદ લઉ છું. મારા દાદી કેહતા હતા કે વડીલોના આશીર્વાદ મેળવવાના ચાન્સ જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવા જોઈએ.


લતાબેન : અરમાન ના માથા નર હાથ રાખતા સુખી રહો બેટા. તમે આરામથી બેસો હું બસ ડીનર રેડી જ કરુ છું.


અરમાન : હા આંટી તમે તમારે શાંતિથી ડીનર બનાવો મારે કોઈ ઉતાવળ નથી.


લતાબેન : ઝંખના જા અરમાનને તારા રૂમમાં લઈ જા. ત્યાં બેસી શાંતિથી વાતો કરો.


ઝંખના : હા મમ્મી. ચાલ અરમાન..


ઝંખના અરમાનને લઈને એના રૂમમાં આવે છે. અરમાન એક નજર આખા રૂમ પર નાંખે છે. ઝંખનાનો રૂમ એકદમ સાફ સૂથરો હોય છે. દરેક ચીજ પોતાની જગ્યા પર વ્યવસ્થિત ગોઠવેલી હોય છે. વધારે ડેકોરેટેડ નોહતો. બસ એક બેડ જેની એકબાજુ કબાટ અને બીજી બાજુ એક નાનકડુ ટેબલ સામે એટેચ્ડ બાથરૂમ એની બાજુમાં નાનકડો ડ્રેસિંગ ટેબલ. જેની પર ખાસ કોઈ મેકઅપનો સામાન દેખાતો નોહતો.


આ તરફની દિવાલ પાસે ખૂણામાં એક નાનકડુ બુક શેલ્ફ હોય છે. જેમાં થોડી બુકો વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય છે. દિવાલ પર એનો અને એની મમ્મીનો સાથેનો ફોટોફ્રેમ લગાલેવ હોય છે. બાજુમાં આડીઅવળી ગોઠવેલ ફ્રેમમાં અલગ અલગ તસવીર હોય છે. એકમાં એક ચકલી ચાંચ વડે એના બચ્ચાને ખવડાવતી હોય છે. બીજી ફ્રેમમાં વરસાદમાં પોતાની પાંખોને ફફડાવી પોતાના શરીર પરનુ પાણી દૂર કરતો ઓસ્ટ્રેલિયન પેરોટ હોય છે. એક ફ્રેમમાં ઝંખના એના હાથમાં એક નાનકડા પતંગિયાને રાખ્યો હોય એવી તસવીર હોય છે. જ્યારે નીચેની ફ્રેમમાં એક મા અને બાળકનુ ઓઈલ પેઇન્ટિંગ હોય છે. અરમાન આ બધુ ધ્યાનથી જોતો હોય છે.


ઝંખના : આટલુ ધ્યાનથી શું જુએ છે ?


અરમાન : તારો રૂમ.. કેટલો સુંદર છે તારો રૂમ. લાગે છે તને પ્રકૃતિ અને પક્ષીઓ ખૂબ ગમે છે.


ઝંખના : હા મને પક્ષીઓ ખૂબ ગમે છે. પણ મને એને પ્રકૃતિના ખોળે જ જોવાનુ ગમે. પાંજરામાં નહી.


અરમાન : very good..


ઝંખના : એના બેડ પાસે ઈશારો કરતા.. બેસ અહી.. મારે તારી સાથે થોડી વાતો કરવી છે.


અરમાન એની આંખો સંકોચીને સવાલિયા નજરથી એની તરફ જુએ છે.


ઝંખના : અરે બાબા nothing serious.. આ તો કાલે ફરીથી પાછા ઑફિસે જવાનુ હોવાથી સારી રીતે બધી વાતો ના કરી શક્યા એટલે કહુ છુ. બાકી કંઈ નહી..


અરમાન હસીને બેડ પર બેસે છે અને કહે બોલ શું કહેવુ છે તારે.


ઝંખના : અરમાન આપણે ખૂબ સારા દોસ્ત છે. તો હું તારી પાસેથી વિશ્વાસ અને સન્માનની આશા રાખી શકું છું ને ?


અરમાન : હા હા બિલકુલ.. તુ મારી પર પૂરેપૂરો વિશ્વાસ રાખી શકે છે. તારે જે પણ કંઈ કહેવુ હોય તે બેજીજક કહે.


ઝંખના : એવુ ખાસ કંઈ કહેવાનુ નથી. તુ જાણે છે કે આપણા મેરેજ કેવા સંજોગોમાં થવાના છે. તુ એ પણ જાણે છે કે હુ તને પ્રેમ નથી કરતી. તને શું હું કોઈને પણ પ્રેમ નથી કરતી. અને મને નથી લાગતુ કે ભવિષ્યમાં પણ મારા મનમાં આવી કોઈ લાગણી ઉદ્બવશે. તો તુ મારા તરફથી એવી કોઈ અપેક્ષા ના રાખતો. આપણે બસ આપણા બાળક માટે જ જોડાયેલા છીએ.


અરમાન : look ઝંખના.. મે તને ક્યારેય પણ કહ્યુ છે કે તુ પણ મને પ્રેમ કર. હું જાણુ છું કે તારા દિલમાં મારા પ્રત્યે એવી કોઈ ફીલીંગ નથી. હું તને પ્રેમ કરુ છું તો બદલામાં તારે પણ મને પ્રેમ કરવાનો એવુ મે ક્યારેય વિચાર્યુ પણ નથી. અને મે એવુ ચાહ્યુ પણ નથી. હું આ વાત સારી રીતે જાણુ છે. અને મારા એકલાનો પ્રેમ enough છે આપણા બંને માટે. તો તુ તારા મન પર કોઈ પણ બોજ ના રાખતી.

ઝંખના : thank you very much Armaan..


અરમાન : યાર તુ આ વાત વાતમાં thank you ના કહ્યા કર. મને નથી ગમતુ.


ઝંખના : ઓહઓઓ નથી ગમતુ તને. પણ મને તુ આમ ચિડાય છે તે બવ ગમે છે. અને એ હસવા લાગે છે.


અરમાન : hahaha very funny.. પણ તે નાનકડી લાઇબ્રેરી સારી બનાવી છે. એ ઊભો થઈને બુક શેલ્ફ પાસે જઈને એક બુક ઉઠાવતા કહે છે.


ઝંખના : તુ મારી લાઈબ્રેરી જો. ત્યા સુધી હું મમ્મી પાસે જઈ આવુ. એમને કોઈ મદદની જરૂર હોય તો.


ઝંખના : મમ્મી હું કંઈ મદદ કરુ ?


લતાબેન : અરે ના રે બધુ થઈ ગયુ છે. બસ દાળ જ વઘારવાની છે. એક કામ કર તુ આ જમવાનુ ટેબલ પર ગોઠવતી થા ત્યા સુધીમાં હું દાળ વઘારી દઉ.


ઝંખના એક એક કરીને બધો સામાન લઈ જાય છે. પણ અચાનક એને બેચેની લાગે છે. એનો જીવન દોહવાવા લાગે છે. એને ઉબકા આવતા એ જલ્દી જલ્દી પોતાના રૂમ તરફ ભાગે છે. અને બાથરૂમમાં જઈ બેસીનમાં ઉલ્ટી કરવા લાગે છે. અરમાન થોડો ચોકી જાય છે. અને એ જલ્દીથી ઝંખના પાસે જવા લાગે છે. પણ એટલામાં લતાબેન આવે છે. અને ઝંખના પાસે જાય છે. થોડીવાર રહીને બંને બહાર આવે છે.


અરમાન : શું થયુ ઝંખના તારી તબિયત તો થીક છે ને.


લતાબેન : લતાબેન કંઈ નથી થયુ આ તો દાળનો વઘાર કર્યો એટલે એને ઉલ્ટી થઈ. ઘણાને લસણ કે બીજી કોઈ સ્મેલથી આવુ થાય..


અરમાન : તો આપણે ડોક્ટર પાસે જઈએ.


લતાબેન : અરે ના રે બેટા પ્રેગ્નન્સીમાં આ બધુ નોર્મલ છે. આ તો ઝંખનાને પેહલીવાર આવુ થયુ એટલે. હવેથી દાળમાં લસણનો વઘાર નહી કરીશ તો કોઈ પ્રોબ્લેમ નહી આવે.


ઝંખના : હા અરમાન i am fine now. Nothing serious..


અરમાન : are you sure..


ઝંખના : હા બાબા.. ચાલ હવે જમી લઈએ. નહી તો
જમવાનુ ઠંડુ થઈ જશે તો મજા નહી આવે. અને મારી મમ્મીની બધી મહેનત પાણીમાં જશે.


ઝંખનાને આમ હસતી મજાક કરતી જોતા અરમાનને પણ રાહત થાય છે. અને એ પણ હસવા લાગે છે.


બધા ડાઇનિંગ ટેબલની ખુરશી પર ગોઠવાય છે. લતાબેન બધાને જમવાનુ પીરસે છે.


અરમાન : wow આંટી.. તમારા હાથમાં તો જાદુ છે. શું સબ્જી બની છે. ખૂબ જ ટેસ્ટી છે.


લતાબેન હસીને બીજી રોટલી એની ડીશમાં મૂકતા કહે છે તો હજી એક રોટલી વધારે લો.


અરમાન : અરે ના ના આંટી બસ.. હું વધારે ખાઈશ તો મારૂ પેટ ફાટી જશે.


બધા એની આ વાત પર હસવા લાગે છે. ઝંખનાને દાળ લેતા જોઈ અરમાન અચાનકથી એનો હાથ પકડી લે છે. ઝંખના અને લતાબેન બંને એને અચરજથી જુએ છે.


અરમાન : ઝંખના તુ દાળ ખાઈશ તો પાછી બિમાર થઈ જશે.


અરમાનનો ઝંખના પ્રત્યેનો પ્રેમ અને એની આટલી કેર કરતા જોઈ લતાબેન ખૂબ ખુશ થાય છે. એ કહે છે. બેટા મે એના માટે અલગ દાળ વઘારી છે એમા લસણ નથી એટલે ઝંખનાને કાઈ નહી થાય.


અરમાન : ઓહ તો આ વાત છે. તો ઝંખના તુ હજી વધારે લે. તારે વધારે ખાવાની જરૂર છે.


ઝંખના : ના હો મારે કંઈ વધારે નથી ખાવુ. તુ જ ખા મારા ભાગનુ પણ..


બંનેની આ નોકઝોક જોઈ ને લતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. એ આંખો લૂછી અરમાનને પૂછે છે.


લતાબેન : તો બેટા અરમાન.. તમે આગળ શું વિચાર્યુ. તમારા મમ્મી પપ્પા સાથે વાત કરી ?


અરમાન : આંટી તમે પહેલા તો મને તમે તમે કહેવાનુ બંધ કરો. હું પણ તો તમારો દિકરો જ છું ને..


લતાબેન : હા હા તુ પણ તો મારો દિકરો જ છે. આજથી તુ જ કહીશ બસ..


અરમાન : યે હુઈ ના બાત પછી થોડો સિરિયસ થઈ આંટી હું આ શનિ રવિ ની રજામાં ઘરે આ વાત કરવા માટે જ જવાનો છુ. ત્યા જઈને હું ઝંખના વિશે બધુ કહી દઈશ.


લતાબેન : દિકરા તારા મમ્મી પપ્પા માની તો જશે ને ?


અરમાન : હા આંટી.. ઉલ્ટાનુ એ લોકો તો ખુબ ખુશ થશે. આંટી i am very sorry.. મારા લીધે તમને આટલી તકલીફ થઈ. પણ મારો વિશ્વાસ કરો મારો ઈરાદો એવો બિલકુલ નોહતો. હું ઝંખનાને સાચા દિલથી પ્રેમ કરુ છું.


લતાબેન : બેટા મારી દિકરીએ બચપણથી ખૂબ દુઃખ સહ્યા છે. એને એના હિસ્સાનો પ્રેમ ક્યારેય નથી મળ્યો. એટલે જ એનો પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. બેટા તુ મારી દિકરીનો વિશ્વાસ ક્યારેય ના તોડતો. એને ક્યારેય દુઃખી ના કરતો.


અરમાન : આંટી i promise.. હું ક્યારેય એનો વિશ્વાસ નહી તોડું. જ્યા સુધી હું છું ત્યાં સુધી દુઃખ એની આસપાસ પણ નહી ભટકશે.


લતાબેન : મને તારાથી આ જ ઉમ્મીદ છે. બંને જણા ખૂબ ખુશ રહો એવા મારા આશીર્વાદ છે.


ડીનર પૂરુ કરી અરમાન અને ઝંખના અરમાનના ઘરે કેવી રીતે વાત કરવી એ અંગે ચર્ચા કરે છે. અરમાન કહે છે કે એ એના મમ્મી પપ્પાને ખાલી ઝંખના વિશે જણાવશે. એની પ્રેગ્નન્સી વિશે અત્યારે જણાવવાની જરૂર નથી. પણ ઝંખના આ વાતથી અગ્રી નથી. એ કહે છે કે કોઈ પણ સંબંધની શરૂઆત સચ્ચાઈથી થવી જોઈએ. નહી કે જૂથથી. અને આ વિશે જાણવાનો એના મમ્મી પપ્પાનો પૂરેપૂરો હક છે. થોડીઘણી બહસ પછી છેલ્લે બંને નક્કી કરે છે કે અરમાન એની મમ્મીને પેહલા આ વાત વિશે જણાવશે પછી એની મમ્મી એના ઘરવાળાને એમની રીતે જણાવી દેશે.


આમ બધી વાત નક્કી કરી અરમાન એ લોકોની વિદાય લઈ હોટલ પર પહોંચે છે.


બંનેના દિલમાં આજે એક પ્રકારનો સંતોષ છે. એટલે બંને શાંતિથી સૂઈ જાય છે.


** ** ** ** **


વધુ આવતા ભાગમાં..


( friends સ્ટોરી થોડી બોરિંગ થતી જાય છે એવુ નથી લાગતુ. બધુ જ સારુ સારુ થઈ રહ્યુ છે. કંઈક નવુ નથી લાગતુ. શું કોઈ નવો ટ્વીસ્ટ લાવવાની જરૂર લાગે છે ?જો તમારી ઈચ્છા હોય તો હું વાર્તામાં નવો વળાંક લાવુ. શું કહેવુ છે તમારુ મને જરૂરથી જણવજો. )


Tinu Rathod - Tamanna