Ghar - 17 in Gujarati Horror Stories by Pooja Bhindi books and stories PDF | ઘર - (ભાગ - ૧૭)

ઘર - (ભાગ - ૧૭)

અનાથાશ્રમની મુલાકાત લીધાં બાદ ખુશ થયેલ અનુભવ પ્રીતિ સાથે કેફેમાં પહોંચ્યો. જ્યાં નિધિ અને પ્રફુલ પહેલેથી જ તેમની રાહ જોઇને બેઠાં હતાં.

“મારે તમને ત્રણેયને એક વાત જણાવવી છે, એ ઘર વિશે, એ ઘરમાં દફન થયેલ રહસ્ય વિશે.”અનુભવે ગંભીર થઇને કહ્યું.

...

અનુભવે બધાને પ્રીતિ વિશે અને પ્રીતિએ જે કંઇ કહ્યું એ બધું જણાવ્યું. અનુભવની વાત સાંભળી ત્રણેયની આંખોમાં આંસુ આવી ગયાં.

અનુભવે બધાની સામે જોયું અને પુછ્યું, “તમે બધા પ્રીતિને ન્યાય અપાવવા મારી મદદ કરશો ને?”

“હા અનુભવ.”

“ઠીક છે.તો એ માટે આપણે એવું નાટક કરવું પડશે કે આ ઘર મારી એક એનઆરઆઇ ફ્રેન્ડને ખરીદવું છું અને નિધિ,તું મારી એનઆરઆઇ ફ્રેન્ડ બનીને મારી ઘરે આવીશ.”

“હા.”નિધીએ કહ્યું.

“ઓકે. તો કાલે હું અને પ્રફુલ બોસનાં કાને આ વાત નાખીશુ.એ માની જાય એટલે અમે ફોન કરી તને જણાવી દેશું. હું,મીલી અને પ્રફુલ પહેલેથી જ ઘરે રહીશું અને નિધિ તું, એ લોકો આવી જાય પછી આવજે.”અનુભવે બધાને પ્લાન સમજાવતાં કહ્યું.

બધા કોફી પીને છુટા પડ્યાં.

રાતનાં દસ વાગ્યાં હતાં. અનુભવ, મીલી અને પ્રફુલ હોલમાં બેસી એ લોકોનાં આવવાની રાહ જોતા હતા. થોડી વાર બાદ અનુભવનાં બોસ, રિકી અને એનો બોડીગાર્ડ ઘરમાં દાખલ થયાં.

“ગુડ ઇવનિંગ બોસ.”અનુભવ અને પ્રફુલે કહ્યું.

“ગુડ ઇવનિંગ,આ મારો દોસ્ત રિકી.”બોસે રિકીની ઓળખાણ આપતાં કહ્યું.

સામાન્ય વાતો કરી તે બધા નિધિની રાહ જોતા હતા ત્યાં જ નિધિ આવી.

“હેલો એવરિવન. સોરી હું થોડી લેટ થઇ ગઇ.”નિધીએ કહ્યું.

“આ નિધિ છે,મારી ફ્રેન્ડ.તે મોટાભાગે યુકેમાં જ રહે છે. પણ ક્યારેક ક્યારેક અહીં ઈન્ડિયામાં સમય ગાળવાનો શોખ રાખે છે. તેથી તે ઘણાં સમયથી એક ઘર શોધી રહી છે. મને લાગ્યું કે આનાથી સારું ઘર તેને બીજે ક્યાં મળશે. તેથી આજે જ મિટિંગ ગોઠવી દીધી.”અનુભવે વિસ્તારપૂર્વક કહ્યું.

“હમ્મ. સાચી વાત છે તારી. આનાથી સારું ઘર તેને ક્યાંય નહીં મળે.”બોસે રિકી સામે જોઇને કહ્યું.રિકીએ તેને ઇશારાથી ચુપ રહેવાં જણાવ્યું.

“વેલ,હું આ ઘરમાં પહેલી વાર જ આવી છું તો તમે બધાં મને આ ઘર દેખાડી દેશો?”નિધીએ પુછ્યું.

“બધાને આવાની શું જરૂર છે?અનુભવ એક કામ કર તું જ તારી ફ્રેન્ડને આ ઘર દેખાડી લાવ.”બોસે કહ્યું.

આ સાંભળી અનુભવે નિધિને આંખોથી ઇશારો કરીને કહ્યું કે તું કંઇક કર.

તેનો ઇશારો સમજી ગયેલ નિધિ બોલી, “મેં એવું સાંભળેલું છે કે આ ઘર બીજા ઘર કરતાં અલગ છે. શું એટલે તમે મારી સાથે ઘર જોવાની ના પાડો છો?”નિધીએ પૂછ્યું.

નિધિની વાત સાંભળી રિકીને લાગ્યું કે જો તે અને તેનો ફ્રેડ ઉપર ન ગયાં તો આ ડીલ પણ હાથમાંથી નીકળી જશે. તેથી તે બોલ્યો, “અરે ના ના, એવું કહી જ નથી. એ માત્ર એક અફવા જ છે. ચાલો તમારી શંકાનું સમાધાન કરવાં માટે આપણે બધા ઘર જોવા જઇએ.”

બધા નિધીને આખું ઘર દેખાડ્યાં બાદ સ્ટોરરૂમમાં ગયાં. અનુભવે સ્ટોરરૂમની લાઇટ ચાલુ કરી. ત્યાં અચાનક ટેબલ પરથી ફોટો પડ્યો. નિધીએ એ ફોટો હાથમાં લીધો અને પુછ્યું, “અનુભવ આ કોનો ફોટો છે?”

“ખબર નહીં નિધિ. હું તો ક્યારેય સ્ટોરરૂમમાં આવ્યો જ નથી.”અનુભવે અજાણ્યા થઇને કહ્યું.

“આ મારા ભાઈ-ભાભી અને મારી લાડલી ભત્રીજી ક્રિતીનો ફોટો છે. ભાઇની કાર એક્સિડન્ટમાં ડેથ થઇ ગઇ એ બાદ ભાભીએ પણ ક્રિતી સાથે સુસાઇડ કરી લીધું.”રિકીએ ભાવુક થતાં કહ્યું.

કબાટની પાછળ ઉભેલી પ્રીતિની આંખો ક્રોધથી લાલ થઇ ગઇ.અચાનક સ્ટોરરૂમની બારણું આપમેળે બંધ થઇ ગયું અને પ્રીતિ કબાટ પાછળથી જ બોલી, “શું તું એ બધું ભુલી ગયો?”

અચાનક આવેલાં આ ભયાનક અને ઘોઘરા અવાજથી બધા ડરી ગયાં.


વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)

અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)
૨) દ્રૌપદી (ચાલુ)
3) મારાં સાન્તા


Rate & Review

Sheetal

Sheetal 6 months ago

Dharmishtha

Dharmishtha 8 months ago

rose

rose 8 months ago

Kamini Vora

Kamini Vora 8 months ago

vanita nakum

vanita nakum 8 months ago