ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-26 in Gujarati Novel Episodes by Rinku shah books and stories Free | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-26

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-26(કિઆરા એલ્વિસના ઘરને સજાવવા માટે તેની કિનારામોમના અનાથાશ્રમના બાળકોએ બનાવેલી વસ્તુઓ ભેંટ કરી.સાથે કિઆરાએ કહ્યું કે તેણે અને એલ્વિસે દુર રહેવાની જરૂર છે.કિઆરાને કોલેજમાં એક પ્રોજેક્ટ મળે છે જે તેને આયાન સાથે મળે છે.જેનો વિષય બોલીવુડ અને ક્રાઇમ હતો.)

કિઆરા,અહાના અને અર્ચિત કેન્ટીનમાં બેસેલા હતાં.
"વાહ,શું પ્રોજેક્ટ મળ્યો છે મને!બોલીવુડ અેન્ડ ક્રાઈમ અને પાર્ટનર તો તેનાથી પણ ગ્રેટ આયાન.કહેવાનો મતલબ છે કે જે બે વ્યક્તિથી દુર ભાગવા માંગુ છું  તે જ વ્યક્તિની નજીક મને મારી કિસ્મત લઇ જાય છે."કિઆરા સેન્ડવીચ ખાતા ખાતા પોતાનો ઊભરો તે બંને આગળ ઠાલવી રહી હતી.

અર્ચિત અને અહાનાને હસવું આવી રહ્યું  હતું.

"અર્ચિતભાઇ,મનમાં લડ્ડુ ફુટ્યા હશે મેડમને.કે વાહ ફરીથી એલ્વિસને મળવાનું થશે."અહાનાની વાત પર અર્ચિતને ખૂબ હસવું આવ્યું.તે બંનેએ એકબીજાને તાલી આપી.

"કિઆરા,હવે સીરીયસલી કહું તો આયાન ભલે પૈસાદાર ઘરનો એકમાત્ર વારસ છે પણ તે ખૂબજ સ્માર્ટ છે,ભણવામાં અને બીજા બધામાં.જો તને આયાન પ્રોજેક્ટ પાર્ટનર તરીકે મળ્યો છે તો તું ખૂબજ લકી છે.તારી અને આયાનની પાર્ટનરશીપ જોરદાર છે.તમે બંને આ પ્રોજેક્ટમાં કમાલ કરીને બતાવશો."અર્ચિતે કહ્યું.

તેટલાંમાં જ આયાન કિઆરાને શોધતા આવ્યો.
"કિયુ,હું જઉં.મારો લેકચરનો સમય થયો છે."આટલું કહી અર્ચિત કિઅારાના કપાળે કીસ કરીને જતો રહ્યો.

"કિઆરા,હું પણ મારા પ્રોજેક્ટ પાર્ટનરને શોધુ અને આગળ ડિસક્સ કરું."અહાના પણ જતી રહી.આયાન કિઆરા સામે આવીને બેસ્યો.

"હાય કિઆરા,હું એક વાત ક્લિયર કરવા માંગુ છું.આપણા બંને વચ્ચે જે પણ ચાલતું હતું.તેની અસર આ પ્રોજેક્ટ પર ના થવી જોઇએ.હું મારા સ્ટડી અને પ્રોજેક્ટ વિશે ખૂબજ ગંભીર છું.તે વાત આ પ્રોજેક્ટ દરમ્યાન વચ્ચે નહીં આવે."આયાને કહ્યું.

"તારી વાત સાચી છે આયાન.આ પ્રોજેક્ટના માર્કસ ખૂબજ મહત્વના છે.મને મંજૂર છે.મારી એક શરત છે કે તું મને પ્રપોઝ નહીં કરે આ સમયગાળા દરમ્યાન નહીંતર  હું પ્રોજેક્ટ છોડી દઈશ."કિઆરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"હા ડન,પણ એક વાત આપણે સામાન્ય મિત્રોની જેમ તો પ્રોજેક્ટ કરી શકીએને?"આયાને પુછ્યું.
કિઆરાએ હકારમાં માથું હલાવીને હા કહી.

"ગ્રેટ,તો આ લેક્ચર પછી મારા ઘરે જઇને આગળ શું કરવું તે ડિસ્કસ કરીએ.સરે તારા અને મારા મેઇલ આઇ.ડી પર પ્રોજેક્ટ ડિટેઇલ મોકલી દીધી છે."આયાને કહ્યું.

"કેમ તારા ઘરે?"કિઆરાએ પુછ્યું.

"કિઆરા,મારા પપ્પા બોલીવુડ સાથે સંકળાયેલા છે.તો તેમના બહુ મોટા મોટા કોન્ટેક્ટ છે."આયાને કહ્યું.

"ઓ.કે.હું દાદીને કહી દઉં."કિઆરાએ કહ્યું.

"અરે એમા શું હું કહી દઉં,દાદીજીને."આટલું કહીને આયાને જાનકીદાદીને ફોન કર્યો.
"દાદી,કિઆરા મારા ઘરે આવી શકે છે?અમને એક પ્રોજેક્ટ મળ્યો છે."આયાને પુછ્યું.

"હા હા બેટા લઇ જા.શાંતિ ભણજો અને હા મોડું થાય તો ચિંતા નથી."દાદીએ કહ્યું.

તો કિઆરા અને એલ્વિસનું એકબીજાથી દુર રહેવાનું તથાં આયાન અને કિઆરાનો લગભગ રોજ મોડે સુધી સમય સાથે વિતાવવાનો શરૂ થઇ ગયો.લગભગ ત્રણ ચાર દિવસ વીતી ગયાં.આયાન સાથે હવે કિઆરાને ફાવી ગયું  હતું.એલ્વિસ અને કિઆરા પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયાં હતાં  પણ અંદરથી કઇંક ખાલીપણું અનુભવાઇ રહ્યું  હતું.

આજે પાંચ દિવસ થઇ ગયાં હતાં.એલ્વિસે કિઆરાને જોઇપણ નહતી કે તેનો અવાજ પણ નહતો સાંભળ્યો.વિન્સેન્ટે હાલમાં એવું જ ઇચ્છતો હતો કે તે બંને એકબીજાથી દુર રહીને પોતપોતાની લાગણી સમજી શકે.

"એલ,તૈયાર થઇ જા આજે આપણે અપૂર્વ અગ્રવાલના ઘરે જવાનું છે.તેમણે નેક્સ્ટ પ્રોજેક્ટ માટે મીટીંગ રાખી છે અને ડિનર પણ ત્યાં જ લેવાનું છે."વિન્સેન્ટે કહ્યું.

એલ્વિસ અનિચ્છાએ તૈયાર થયો અને તે બંને અપૂર્વ અગ્રવાલના ઘરે જવા નીકળ્યાં.અંતે તે લોકો તેમના ઘરે પહોંચી ગયા.ત્યાં હર્ષવદન અને અન્ય પણ મોટી હસ્તીઓ હાજર હતી.

અહીં આયાન અને કિઆરા જ્યારે કોલેજથી ઘરે આવ્યાં ત્યારે આયાનની મમ્મી સ્મિતા અગ્રવાલે તેમને કહ્યું,"સોરી,આજે તમે સ્ટડી રૂમમાં નહીં બેસી શકો ત્યાં આયાનના પપ્પાની અગત્યની મીટીંગ ચાલે છે.આજનો દિવસ બગીચામાં બેસીને ભણી લો."

"બગીચામાં કેટલું ડિસ્ટર્બ થશે.આયાન,આપણે મારા ઘરે જઈએ."કિઆરાએ કહ્યું.

"કિઆરા,તારા ઘરે જવામાં સમય બગડશે તને વાંધો ના હોય તો આપણે મારા બેડરૂમમાં બેસીને ભણીએ."આયાને કહ્યું.કિઆરાને એલ્વિસની યાદ આવી કેવીરીતે તેના બેડરૂમને તેણે પોતાનો ગણીને ધમાલ મચાવી હતી.

"કિઆરા,ક્યાં ખોવાઇ ગઇ.શું કહે છે?"આયાને પુછ્યું.કિઆરાએ ગંભીર થઇને હા કહી.તે બંને આયાનના બેડરૂમમાં ગયાં.આજે પહેલી વાર કોઇ છોકરી તે પણ પોતાને ગમતી છોકરી પોતાના બેડરૂમમાં આવી હતી.આયાનને અસહજતા અનુભવાતી હતી.

તેમાં પણ કિઆરા આજે રેડ કલરની કુરતી અને બ્લેક લેગીંગ્સમાં ખૂબજ સુંદર લાગી રહી હતી.તેના કાનમાં સુંદર ઝુમખા અહીંથી તહીં થતાં હતાં.તેના ખુલ્લા વાળ આયાનનું ધ્યાન ભટકાવી રહ્યા  હતાં.આયાન તને ખૂબજ પસંદ કરતો હતો.

"સ્ટોપ ઇટ આયાન,ભણવામાં ધ્યાન લગાવ નહીંતર તે  નારાજ થઇને જતી રહેશે."આયાન મનમાં બોલ્યો.

અહીં અપૂર્વ અગ્રવાલ એટલે આયાનના પિતાના સ્ટડીરૂમમાં મીટીંગ ચાલી રહી હતી.આયાન કિઆરાથી પોતાનું ધ્યાન હટાવવા બહાર આવ્યો બરાબર તે જ સમયે મીટીંગ ખતમ કરીને બધાં બહાર આવ્યા તેમા એલ્વિસ અને વિન્સેન્ટ પણ હતો.

"આયાન,કમ હિયર."આયાનના પિતાએ તેને બોલાવ્યો.

"હેલો યંગ મેન,લુકીંગ હેન્ડસમ."હર્ષવદને કહ્યું.

એલ્વિસ અને આયાનને એકબીજાને જોઇને ખાસ ખુશીના થઇ કદાચ તેનું કારણ કિઆરા જ હતી.બરાબર તે જ સમયે અાયાનના બેડરૂમમાંથી બુક્સ લઇને  કિઆરા બહાર આવી.એલ્વિસની આંખોમાં ચમક આવી ગઇ પણ બીજી જ ઘડીએ તેને આઘાત લાગ્યો કેમકે તે આયાનના બેડરૂમમાંથી બહાર આવી.
"અરે અપૂર્વ,દિકરાનું નક્કી કર્યું અને કહેતો પણ નથી."હર્ષવદને કહ્યું

એલ્વિસને આ વાત સાંભળી ખૂબજ ગુસ્સો આવ્યો.

"અરે ના ના,તે તો આયાનની ક્લાસમેટ છે.આયાન અને તે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે બોલીવુડ પર એટલે આવી છે."અપૂર્વની વાત પર એલ્વિસને રાહત થઇ.આટલા દિવસે કિઆરાને જોઇને તે ખૂબજ ખુશ થયો.તે ખૂબજ સુંદર લાગી રહી હતી.
અચાનક તે આયાન પાસે આવી અને સામે જોયા વગર તેણે કહ્યું,"આયાન,આ પોઇન્ટ મને નથી સમજાતો."

"હાય કિયુ."વિન્સેન્ટે કહ્યું.કિઆરા વિન્સેન્ટ અને એલ્વિસને જોઇને ખુશ થઇ ગઇ પણ એલ્વિસથી દુર રહેવાનુ છે તે યાદ આવતા બુક સાઇડમાં મુકીને વિન્સેન્ટને ગળે.
"ઓહ વિન,કેમ છે તું ?"તેણે ધરાર એલ્વિસને ઇગ્નોર કર્યો.

તેટલાંમાં સર્વન્ટ આવીને કહી ગયો કે તે ડિનર થોડી વારમાં તૈયાર થઇ જશે.કિઆરા અને એલ્વિસ એકબીજાને જોઇને થોડાક ભાવુક થયા પણ પોતાની લાગણી બહાર આવે તે પહેલા દુર જતાં  રહ્યા.

કિઆરાને આમ પોતાનાથી દુર અને આયાનની નજીક જોઈને એલ્વિસને ખૂબજ જલન અનુભવાઇ.તેણે કઇંક વિચાર્યું અને હસ્યો.
તેણે પોતાનો ફોન લીધો અને જ્યાં કિઆરા હતી તે રૂમની બહાર જઇને જોરજોરથી વાત કરવા લાગ્યો.

"હા,મારું શુટીંગ લોનાવાલામાં ચાલે છે.સુપર્બ રોમેન્ટિક ડાન્સ સોંગ છે.હા હા અકીરાને તો બેલ મળી ગઇ અને મે તેને માફ કરી દીધી અને હર્ષવદનને કહ્યું કે તેને એક ચાન્સ આપે.હા અકીરાને કોરીયોગ્રાફી હું જ શીખવીશ.બાય."

આ બધું સાંભળી રહેલીનકિઆરાને ખૂબજ ગુસ્સો આવ્યો.
"હજી અકીરાનું ભુત માથેથી ઉતર્યું નથી.લાગે છે મારે જ ઉતારવું પડશે."

થોડીક વાર પછી કિઆરા,આયાન,તેના માતાપિતા ,એલ્વિસ અને બાકી બધાં ડિનર કરવા બેસેલા હતા.ધુંઆપુંઆ થઇ રહેલી કિઆરાને જોઇને એલ્વિસને અંદરખાને ખૂબજ મજા આવી રહી હતી.અહીં કિઆરાના મનમાં સતત અકીરા અને એલ્વિસના જ વિચારો ચાલી રહ્યા  હતા.તે તેમને એકબીજાની નજીક હોય તેવું જોઇ રહી હતી

"નહીં.."કિઆરા મોટેથી બોલી ઊઠી.બધાં તેની સામે જોવા લાગ્યા.

"શું થયું કિઆરા?"તેની બાજુમાં બેસેલા આયાને પુછ્યું.

"કશુંજ નહીં.સોરી."કિઆરા બોલી એલ્વિસને હસવું આવ્યું.તે સમજી ગયો હતો કે કિઆરા શું વિચારી રહી હતી.
"કઇંક તો કરવું પડશે,પણ શું?"કિઆરાના ચહેરા ોર સ્માઇલ આવી.તેણે ટેબલ નીચે પોતાના મોબાઇલમાં કઇંક ટાઇપ કર્યું અને બાજુમા બેસેલા આયાનના પગે ચુટલો ખણ્યો.આયાનના મોંઢામાંથી ચિસ નીકળી ગઇ.તો ગુસ્સે થયેલી કિઆરાએ તેના પગ પર પોતાનો પગ મારી તેને ચુપ રહેવા કહ્યું.

"આયાન,શું થયું બેટા?"સ્મિતાબેને પુછ્યું.

"મમ્મી,કશુંજ નહીં."તેણે આટલું કહીને કિઆરા સામે આંખો કાઢી.
કિઆરાએ પોતાના મોબાઇલમાં ટાઇપ કરેલો મેસેજ તેને વંચાવ્યો અને તેની સામે આંખો કાઢી.ડરેલા આયાને હકારમાં માથું હલાવ્યું.
"ડેડ,મારે કઇંક કહેવું હતું.હર્ષવદન અંકલની મેગા બજેટની મુવીનું શુટીંગ લોનાવાલા ચાલી રહ્યું છે.જેમા ઇન્ડસ્ટ્રીના મોટા અને જુના મહાનુભાવો છે.તો શું અમે એટલે કે હું અને કિઆરા ત્યાં જઇને અમારા પ્રોજેક્ટ પર આગળ કામ કરી શકીએ."આયાને પુછ્યું.

"વાઉ,આયાન ગ્રેટ આઇડિયા.યુ આર જિનિયસ.અંકલ અમે ઘણુંબધું જાણી શકીશું.અમે જઇ શકીએ."કિઆરાએ આયાન સામે જોઇને કહ્યું.તે આયાન સામે હસી અને આયાને પોતાનો પગ પંપાડ્યો જ્યાં તેણે જોરથી ચુટલી ખણી હતી.
"અફકોર્ષ,બેટા તમે બંને આવી શકો છો."હર્ષવદને કહ્યું.

કિઅારા ખુશ થઇ.
"હવે તમારા મગજ પરથી અકીરા નામનું ભુત હંમેશાં માટે ઉતારીશ."કિઆરા મનોમન બોલી.પોતાનું એલ્વિસથી દુર રહેવાનો નિર્ણય પોતે જ ભુલી ગઇ.

"વાહ,એલ્વિસ યુ આર સ્માર્ટ.હવે મારી જાન મારી નજરની સામે હશે અને આ આયાનનો બચ્ચો જો તેની નજીક જવાની કોશીશ કરશે તો તેની ખેર નથી."એલ્વિસ આયાન તરફ જોઇને ગુસ્સામાં મનોમન બોલ્યો.

તો શું રંગ લાવશે કિઅારાની  એલ્વિસની શુટીંગની મુલાકાત?
કોની બેન્ડ બજશે?આયાનની કે અકીરાની?
શું દાદુની એકબીજાથી દુર રહેવાની વાત બંને ભુલાવી દેશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

manisha

manisha 2 weeks ago

Vipul Petigara

Vipul Petigara 2 months ago

Ketna Bhatti

Ketna Bhatti 2 months ago

Rinku shah

Rinku shah Matrubharti Verified 2 months ago

name

name 2 months ago