Premni Kshitij - 19 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ક્ષિતિજ - 19

માનવીનું મન અદમ્ય ઈચ્છાઓનું જાણે અક્ષય પાત્ર. એક પછી એક ઇચ્છાઓ નવા સપના બની અવતર્યા જ કરે, અને માનવીનું મન તે ઈચ્છાઓના સાગરના ઘૂઘવાટ માં, લહેરોમાં લહેરી ઈચ્છાઓ પૂરી કરવા દિલોજાનથી ચાહવા લાગે પોતાના અસ્તિત્વને પોતાના પ્રેમને....

મૌસમ અને આલય એકબીજાની વાતોમાં જાણે ખોવાઈ ગયા ક્યારે કોલેજ આવી ગઈ ....રસ્તો જાણે ટૂંકો થઈ ગયો..... એકબીજાથી દૂર જવા જાણે હ્ર્દય પરવાનગી આપતું ન હતું, બસ એક જ મહેચ્છા પોતાની જાતને આખેઆખી ઓગાળી દેવી એકબીજાના અવિરત વહેતાં સંવેદનમાં.

મૌસમ :-"ચાલ હવે હું જાઉં?"

આલય :-"હું ના પાડીશ તો નહીં જા?"

મૌસમ :-" જઈશ તો ખરા પણ તને સાથે લેતી જવું."

આલય :-" ક્યાં સુધી?"

મૌસમ ;-"જ્યાં સુધી તારું મન આવવા ઈચ્છે ત્યાં સુધી."

આલય :-"મન તો એવું ચાહે મૌસમ કે બસ આમ તારો હાથ પકડીને બેઠો રહું, હું આમ જ તને નિહાળતો રહું અપલક.... તારી આંખોના દરિયામાં ડૂબી જાઉં ભૂલી જાવ દુનિયાને, આ આલયને અને ચારે તરફ લહેરાઈ અને ફેલાય જાય બસ મૌસમ જ મૌસમ.....

મૌસમ :-"આલય એક વાત પૂછું?"

આલય :-"હા બોલ?"

મૌસમ:-" આ ફિલ્મી સંવાદ ક્યાંથી શીખ્યો ?"(હસતા હસતા)

આલય :-"પ્રેમ બધું શીખડાવી દે"

મૌસમ:-"પ્રેમ બધુ ભુલાવી પણ દે?"

આલય ;-"શું ભૂલી ગયો?"

મૌસમ:-તો સ્પ્રે છાંટવાનું કેમ ભુલાઇ જાય છે?"

આલય :-" મૌસમની સુગંધથી તરબતર હવે નથી જરૂર બીજી સુગંધની..."

મૌસમ :-"આલય મને ઘણી વાર એવું લાગે ને કે હું તને પ્રેમ કરું તેના કરતાં તો તું મને વધારે પ્રેમ કરે છે."

આલય :-"તારા પ્રેમ માટે નહિ મૌસમ પણ મારા પ્રેમ માટે હું સ્પ્રે નથી છાટતો ... તું, તારી વાતો, તારા હોવાનો અહેસાસ, તારો પ્રેમ ..... આ બધાએ મારી દુનિયા બદલી નાખી.

મૌસમ :-"કેવી થઈ ગઈ દુનિયા તારી?"

આલય :-"મારી વાત લાંબી ચાલશે અને તારે મોડું થશે અત્યારે તું નીકળ રાત્રે ફોન કરું તને."

મૌસમ :-"રાહ જોઇશ."

આલય :-"રાહ નહીં જોવી પડે."

શોધે નજર શ્વાસે શ્વાસે,
મળે વિશ્વાસ હૃદયનાં આવાસે.....
શોધે નજર ફૂલો અને ફોરમમાં,
મળે કુમાશ હથેળીમાં...
શોધે નજર વરસાદી ફોરાં માં,
મળે ભીંજાતું મન મીઠા સ્મરણમાં.....
શોધે નજર પ્રત્યેક ચહેરામાં,
મળે પ્રતિબિંબ સપનામાં.....

અને ફરી પ્રતીક્ષા શરૂ થઈ ગઈ રાતની... એકબીજાના ટહુકાની..... એકબીજાના શબ્દોની..... કંઈક મેળવવાની ઝંખનાની..... અને કંઈક પામ્યાના સંતોષની....

📱📲📲📲📲📲📲📲📲📲📲📲📲📲📲

આલય ;-"hii કેમ છે?"

મૌસમ:-"ખૂબ ખુશ."

આલય :-"હું પણ."

મૌસમ ::-" હવે બોલ કેવી થઈ ગઈ તારી દુનિયા?"

આલય :-"સપનાની દુનિયા વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ, મેં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી મોસમ કે તું મને વાસ્તવિક સ્વરૂપમાં મળી અને આજે એ સપનું સાચું થઈ ગયું બસ હવે હું આમ જ ખુશ રહેવા માંગુ છું હંમેશા તારા લીધે....

મૌસમ :-"હું પણ એટલી જ નસીબદાર છું આલય મારા પ્રેમની કલ્પના જાણે વાસ્તવિક બની ગઈ.... એવો પ્રેમ જ્યાં બંધન નથી.

આલય '-"મારો પ્રેમ કદી તને બાંધશે નહીં મૌસમ."

મૌસમ :-"હા, બંધન નહિ પણ મારું સુખ હંમેશા તારી આસપાસ જ રહેશે."
પણ કાલે તું એક દિવસ માટે મુકત....

આલય :-"કેમ કેમ?"

મૌસમ :-"કાલે મારે થોડું જરુરી કામ છે એક દિવસ બહાર જવાનું છે , સાંજે આવી જઈશ."

આલય :-"જવું જરૂરી છે?"

મૌસમ :-"તારા જેટલું જ જરૂરી."

આલય:-"જઈ આવ, મારો પ્રેમ ક્યારેય તને રોકશે નહીં પણ યાદ કરજે મને."

મૌસમ :-"ભૂલી જઈએ તો યાદ કરવાનું હોય."

આલય :-"મિસ યુ સો મચ જાન...,"

મૌસમ :-"યુ ટુ.... બાય...

💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

આવા જ પ્રેમને ઝંખતી લેખા આજે અચાનક જ કંઈક વિચારમાં હતી.... કોલેજની લાઈબ્રેરીમાંથી શરૂ થતી બહારની દુનિયા અને પોતાની દુનિયાનો જાણે તાલ મેલ મેળવતી હતી.

આજે વહેલી સવારે સપનામાં આલય નો ચહેરો દેખાયો અને હૃદયમાં એક સાથે બે ભાવ ઉદભવ્યા જાણે કંઈક ખાલી થઈ ગયું હૃદયમાં... તો સાથે સાથે આખું હ્રદય જાણે ચહેરાની અલપ ઝલપ નજરથી જ છલોછલ થઈ ગયું. ત્યાં મૌસમનું નામ ફોનની સ્ક્રીન પર વાંચી લેખા જાણે એકલતામાંથી બહાર આવી ગઈ.

મૌસમ :-"કેમ છે લેખી શું કરતી હતી?"

લેખા :-" નથી બોલવું."

મૌસમ ::-"કેમ વળી?"

લેખા:-"રિસાઈ જવું તારાથી."

મૌસમ :-" એ પહેલા તો હું મારી લેખીને મનાવી ન લવું?"

લેખા :-"હવે મને વાતોમાં ન ફસાવ, નથી બોલવું, તું મને સાવ ભૂલી ગઈ."

મૌસમ :-"તારી મૌસમ તારી આસપાસ છે મને ખાલી તું કહે તું ક્યાં છે?"

લેખા :-"લાઇબ્રેરીમાં બેઠી."

મૌસમ :-"ઓકે દસ મિનિટ પછી બહાર આવજે એક સરપ્રાઈઝ છે."

લેખા ::-" શું."

મૌસમ. :-"કહી દઉં તો સરપ્રાઈઝ થોડી રહે?"
એમ કહી મોસમ ફોન કટ કરી દે છે....

લેખા ફટાફટ પોતાની books જમા કરાવી લાઈબ્રેરીની બહાર મોસમના સરપ્રાઈઝ ની રાહ જોવા લાગી...

અને ત્યાં અચાનક તેની આંખો પર જાણીતા સ્પર્શની અનુભૂતિ થઈ...

લેખા :-"મૌસમી.....લેખા ખુશી થી ઉછળી પડી....

મૌસમ :-"કેવી લાગી સરપ્રાઈઝ?"

લેખા :-"તારા જેવી જોરદાર.... કેવી રીતે ઓચિંતાની ?કેમ આવી ગઈ?"

મૌસમ :-"અરે, અરે શ્વાસ તો લેવા દે સીધી તારી કોલેજ આવી બસ ખાલી તને મળવા...."

લેખા :-"સો સ્વીટ dear.... ચલ ઘરે..."

મૌસમ :-"નહીં ઘરે નહીં .આજે તો મારે ફક્ત તારી સાથે જ રહેવું. બપોર પછી પાછું નીકળી જવું ,સાથે થોડોક સમય વિતાવીએ જમીને પછી હું નીકળું."

લેખા :-"એક દિવસમાં શું મજા આવે? રોકાઈ જા."

મૌસમ ;-"તું તો ઓળખ હિટલર કે.ટી ને... એક દિવસ તો માંડ પરમિશન આપી એકલા આવવાની.

લેખા :-"તો કોઈ જોડીદાર શોધી લે જેથી મારી મૌસમ એકલી ન પડી જાય."

મૌસમ :-"મૌસમ ક્યારેય એકલી નહીં પડે અને હવે તો તારી મોસમ પણ બદલાવા લાગી છે."

લેખા :-"જલ્દી કહે આ બદલાવ નું કારણ હું સાંભળવા આતુર...."

મૌસમ :-"તો સાંભળ.... તારી આ મૌસમને સ્થિર કરનાર અલગારી મૌસમના મનમાં વસી ગયો લેખા...."

લેખા :-"કોણ છે એ ખુશ નસીબ?"

મૌસમ આલયનું નામ બોલતા બોલતા અટકી ગઈ...
ખબર નહીં કેમ પણ તેનું મન તેને આ વાત માટે રોકતું હતું, તેની પાછળ કારણ હતું લેખાનો સ્વભાવ અને આલયની ચિંતા... લેખા ભોળી હતી અને કદાચ તેનો પ્રેમ પૂર્ણ થાય એ પહેલાં જ કેટી સુધી જો વાત પહોંચી જાય તો શું થાય તેની કલ્પના પણ મૌસમને બેચેન બનાવી દેતી.

મૌસમ :-"કાલે જ અમે બંને એ પ્રેમને સ્વીકાર્યો અને હું એટલી ખુશ છું લેખા કે આજે જ તારી સાથે ખુશી વહેચવી હતી. હું સૌથી પહેલા આ ખુશ ખબર તને જ આપવા માંગતી હતી.

લેખા :-"તો રાહ કોની જુએ છે મળવા લઈ આવ તારા અલગારી ને...."

મૌસમ :-"બસ હવે ત્યારે થોડી જ પ્રતીક્ષા કરવાની છે... સોરી ડીયર હું તને બધી જ વાત નહીં જણાવી શકું....
એકવાર ડેડ સંબંધને મંજૂરી આપી દે પછી મને કોઈ ચિંતા નથી."

લેખા :-"અરે આટલી નાની વાત.... હું બહુ ખુશ થઈ અને અલગારી નામ મને ગમી ગયું હવે તો તારા મિસ્ટર પરફેક્ટ ને હું અલગારી જ કહીશ.....

મૌસમ :-"તે છે જ બધાથી અલગ.......

અને મૌસમની સામે આલયની બ્લુ સેડેડ આંખો જાણે હસી રહી...

મૌસમ ને તેનો અલગારી..... પ્રેમમાં તરબતર.....તો પછી આવતા ભાગોમાં જઈશું કે લેખા નું હૃદય કોણ કરે છે છલોછલ???

(ક્રમશ)
.