Badlo - 20 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 20)

સ્નેહા ને પોતાની મા નું શબ પણ સોંપવામાં ન આવ્યું....

પોલીસ ની સાથે અગ્નિસંસ્કાર કરીને સ્નેહા ને બહાર લઈ જવામાં આવી...

એટલા વર્ષ સુધી સંગીતા ના પરિવાર રૂપે કોઈ આવ્યુ ન હતુ જેથી એનું અગ્નિદહન પણ પોલીસ ના લોકો એ જ પતાવ્યું હતું...સ્નેહા એની સાથે હતી પરંતુ એ એની દીકરી છે એવો કોઈ પુરાવો આપે એ પહેલા એની મા એને મૂકીને જતી રહી હતી....

બાંકડા ઉપર બેઠેલી સ્નેહા કોઈ પૂતળાની જેમ બેઠી હતી...એના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતા...
હજી આજે પહેલી વાર એટલા વર્ષો પછી એના મમ્મી ને મળી હતી અને આજે જ એનાથી હંમેશા માટે વિદાઈ લઈ લીધી હતી જેથી સ્નેહા ને આ બધું એક જ દિવસ માં થતું જોઇને કંઈ સુઝતું ન હતું ....

પોલીસ સ્ટેશન થી નીકળેલ સ્નેહા બાંકડા ઉપર ફસડાઈ પડી અને ત્યાં જ છેલ્લા ઘણા કલાક થી બેઠી હતી....
સવાર થી નીકળેલી સ્નેહા સાંજ થઇ ચૂકી હતી છતાં હોટેલ આવી ન હતી...

અંધારામાં એ એકલી બેઠી હતી એને ઘમઘોર થઈ ગયેલા અંધારા નું પણ ભાન ન હતું....

મુંબઈ માં સવાર થઈ ચૂકી હતી....બાંકડા ઉપર બેઠેલી સ્નેહા બેઠા બેઠા જ બાંકડા ને ટેકો આપીને આંખો મીંચીને ઊંઘી ગઈ હતી...સૂરજ ની કિરણ એના મોઢા ઉપર આવતા સ્નેહા એ આંખો ખોલી...સ્પષ્ટ દેખાવામાં એને થોડો સમય લાગ્યો અને પછી સરખી આંખ ખોલીને એ રસ્તા ઉપર થઈ રહેલી ચલપહલ જોવા લાગી...થોડી વાર તો એને ખ્યાલ જ ન આવ્યો કે એ ક્યાં છે... કાલ ના દિવસ નું દ્ર્શ્ય યાદ આવતા એની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા...
અચાનક એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ...આસપાસ ના બધા લોકો એને જોઈ રહ્યા હતા...પરંતુ મુંબઈ ની ભાગદોડ માં કોઈ એને પૂછવા વાળું ન હતું....

એના મમ્મી ના છેલ્લા શબ્દો એને યાદ આવી રહ્યા હતા....અચાનક સુનિતા નું નામ યાદ આવતા...એ ઉભી થઇ ગઈ અને વિચારી લીધું કે એના મમ્મી ને તો બચાવી ન શકી પરંતુ સુનિતા ને એ બચાવીને જ રહેશે...

એના મમ્મી એ કહ્યું હતું કે....
" સુનિતા જીવે છે અને એ મુંબઈમાં જ આવેલ પ્રાણીસંગ્રાલય ની બાજુમાં ...."

સ્નેહા ને અત્યારે ભાન આવ્યું કે એના મમ્મી એ પૂરું સરનામું પણ આપ્યુ ન હતું....
પરંતુ એ પ્રાણીસંગ્રહાલય ની નજીક આવેલ દરેક જગ્યા ઉપર સુનિતા ને શોધશે....પરંતુ એને સુનિતા નો ચહેરો પણ યાદ ન હતો....

હવે એ શું કરે એ એને સમજાતું ન હતું....

સ્નેહા ત્યાંથી ઉભી થઈને હોટેલ આવી ...એની આંખો તદન સુકાઈ ગઇ હતી ...એના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતા...ચાવી દીધેલા રમકડાં ની જેમ હોટેલ આવી અને પોતાની રૂમ તરફ ચાલવા લાગી....
રૂમ ની અંદર આવીને એ ફ્રેશ થઈ ત્યાં સુધી એ એક રમકડાં ની જેમ જ વર્તન કરતી હતી....
અરીસા ની સામે બેસીને સ્નેહા વિચારી રહી હતી....એ અત્યાર સુધી એના મમ્મી ને ગુનેગાર સમજતી હતી....હવે એ સુનિતા ને બચાવવા માંગે છે તો એને સુનિતા નો ચહેરો પણ યાદ નથી...પોલીસ સ્ટેશન માં થયેલ ગોળીબાર માં કોનો હાથ હશે એની પોલીસ જાણકારી મેળવી શકે એમ ન હતા કારણ કે આવા ગોળીબાર ઘણી વાર સંગીતા ઉપર થઈ ચૂક્યા હતા પરંતુ એની પાછળ કોણ છે એની માહિતી પોલીસ પાસે અત્યાર સુધી ન હતી...પરંતુ એ વાત ની જાણકારી સુનિતા ને જરૂર હશે એ વાત પણ સ્નેહા સમજતી હતી....જેની માટે સુનિતા ને શોધવી જરૂરી હતી જે કંઈ રીતે પૂરું પાડવું એ સ્નેહા ને સમજાતું ન હતું....

એના વિચારો ની ગડમથલ ચાલુ હતી એવામાં એના ફોન ની રીંગ વાગી....

રીંગ સાંભળતા જ સ્નેહા વર્તમાનમાં આવી એણે ફોન ઉઠાવી ને જોયું તો પ્રાઇવેટ નંબર હતો સ્નેહા એ રિસિવ કરીને કાને ધર્યો...સામેના છેડેથી કોઈનો અવાજ ન આવતા એ બોલી....

"કોણ...."

"એ બધી ઓળખાણ આપણે પછી કરશું...તારે ખાલી એટલું સમજવાનું છે કે જેટલી જલ્દી બને એટલી જલ્દી મુંબઈ છોડીને નીકળી જા....અને સુનિતા ને શોધવા નો પ્રયત્ન પણ નહિ કરતી...મે જાણીએ છીએ કે તારી મા એ તને અધૂરું સરનામું આપ્યું છે...જેને અમે પૂરું કરીને સુનિતા ને શોધી ને તારી મા પાસે જ મોકલી દેશું...."
સામેના પુરુષ નો અવાજ સાંભળીને સ્નેહા ની આંખો પહોળી થઇ ચૂકી હતી...એનો શ્વાસ અધ્ધર થઈ ચૂક્યો હતો...એનું બોલવાનું હજી ચાલુ જ હતું....

" ...તું સુનિતા ને મૂકીને તારુ વિચાર અને મુંબઈ છોડી દે બાકી તને પણ તારી મા પાસે મોકલવામાં વાર નહિ લાગે...." બોલીને એ પુરુષ નો અવાજ ઘોઘરા અવાજ માં મોટે મોટેથી હસવા લાગ્યો..અને ફોન કપાઇ ગયો...

સ્નેહા એ હજુ પણ એનો ફોન કાને ધરી રાખ્યો હતો...એની આંખો માંથી બે આંસુ સરી પડ્યા...
એને શું કરવું શું ન કરવું કંઈ સુઝતું ન હતું...મગજમાં કોઈ ઝબકાર થયો હોય એમ ફોનમાં નીયા નો નંબર ડાયલ કરવા લાગી....

સ્નેહા આજે મુંબઈ આવી એના બીજા દિવસની બપોર હતી...પરંતુ હજુ સુધી એણે નીયા સાથે કોઈ વાત કરી ન હતી...

સ્નેહા એ નંબર ડાયલ કર્યો...રીંગ પૂરી થઈ ગઈ પરંતુ સામેના છેડેથી ફોન કોઇએ ન ઉઠાવ્યો...
બે ત્રણ વખત ટ્રાય કરીને સ્નેહા કંટાળી ગઈ અને પછી રડવા લાગી....દુનિયા માં હવે પોતાનું કહેવા વાળું કોઈ ન હોય એવી લાગણી એને થઈ આવી હતી....

ફોન માં આપેલી ધમકી થી એને થોડો ડર લાગી ગયો હતો....પરંતુ બીજી ક્ષણે એને વિચાર આવ્યો કે...એ પોતાની પરવાહ કર્યા વગર પણ સુનિતા ને શોધીને એને એની સાથે જ મુંબઈ થી બહાર લઈ જશે ....

સ્નેહા ઉભી થઇ ... પોતાના આંસુ લૂછી નાખ્યા અને પોતાની સાથે લાવેલી કાળી પર્સ જેવી બેગ લઈને પોતાનો બધો સામાન ભરી લીધો અને હોટેલ માં પાછું આવાનું જ નથી સુનિતા ને લઈને સીધી એ મુંબઈ થી બહાર નીકળી જશે એવું ધારીને સ્નેહા સડસડાટ રૂમ ની બહાર નીકળી ગઈ....

હોટેલની થોડી ઘણી પ્રોસેસ પૂરી કરીને એ બહાર આવી...બહાર નીકળી એ પહેલા એને કોઈ જોઇ ન જાય એ માટે બ્લેક સ્કાર્ફ એવી રીતે બાંધી લીધું હતું.... સ્નેહા ની મોટી મોટી માછલી જેવી ધારદાર આંખો સિવાય બીજું બધું સ્કાર્ફ માં છુપાવી લીધું હતું....

બ્લૂ ડેનિમ જીન્સ, બ્લેક ફુલ સ્લિવ વાળું ટીશર્ટ , ખભા ઉપર પહેરેલ કાળી પર્સ જેવી બેગ, અને સ્કાર્ફ થી બાંધી દીધેલો ચહેરો....સ્નેહા ને જોઇને લાગતું જ ન હતું કે એના મમ્મી ને સ્વર્ગવાસ થયા ને હજુ એક દિવસ પણ થયો ન હતો ....
એ એટલી બહાદુર હતી કે પોતાની મા ની પાછળ રડવાને બદલે એક અજાણી સ્ત્રી જેનો ચહેરો પણ એને યાદ ન હતો એના ઋણ ચૂકવવા માટે એ આજે નીકળી પડી હતી...

એક અજાણ્યા શહેર માં જ્યાં એને કોઈ ઓળખતું ન હતું ત્યાં એક દિવસ માં ધમકી નો ફોન પણ આવી ગયો હતો...જેથી સ્નેહા ને એટલું તો સમજાઈ જ ગયું હતું કે એની મમ્મી ને મારવા પાછળ ,સુનિતા આંટી ને મારવા પાછળ, અને એટલો જલ્દી પોતાનો ફોન નંબર મેળવનાર માણસ કોઈ પોતાનો જ છે....આ બધા કામ માં પારકા માણસ ની ગંધ પણ આવતી ન હતી....

હોટેલ ની બહાર આવીને સ્નેહા રિક્ષા માં બેઠી અને પ્રાણીસંગ્રહાલય તરફ નીકળી પડી....

અત્યાર સુધી સ્નેહા એમ સમજતી હતી કે ત્યાં જવાનો નિર્ણય એનો પોતાનો હતો પરંતુ પોતાની તકદીર એને ત્યાં લઈ જઈ રહી હતી....છેલ્લા નવ દસ વર્ષ થી ચાલતી આ કહાની નો આજે અંત થવાનો હતો આ વાતથી અજાણ સ્નેહા સુનિતા ને લઈને મુંબઈ છોડવાના વિચાર થી નીકળી પડી હતી....

(ક્રમશઃ)