Midnight Coffee - 2 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 2 - ચોખ્ખી વાત

રાધિકા : તે ખરેખર જતી રહી છે કે તેણે મને એવું કહેવા કહ્યુ છે??
નોકર : મૅડમ ખરેખર જતા રહ્યા છે.
રાધિકા : તે ક્યાં ગઈ છે??
નોકર : એ નથી ખબર.
પણ ૨ દિવસ પહેલા જ ગયા છે અને ઘણો સામાન સાથે લઈ ગયા છે.
રાધિકા : અચ્છા!!
સારું હું જાઉં.
નોકર ઘર નો દરવાજો બંધ કરે છે.
રાધિકા માંડ માંડ છલકતા આંસુ ઓ ને રોકે અને રિક્ષા માં પાછી તેના સાસરે આવી જાય છે.

* * * *

સાંજે નિશાંત ના ઘરે આવી ગયા પછી પણ બંને વચ્ચે કોઈ વાત થતી નથી.
રાધિકા ઘરના કામમાં મદદ કરતી રહે છે અને નિશાંત તેનું પોતાનું કામ કર્યા કરે છે.
જમી લીધા પછી નિશાંત રૂમમાં જતો રહે છે.
પાણી ની બોટલ લઈ રાધિકા પણ રૂમમાં આવે છે.
નિશાંત ની બોટલ નિશાંત પાસે મૂકી તે પોતાની બોટલ લઈ નીચે પાથરેલી પોતાની ગાદી પર જઈ સૂવાની કોશિશ કરે છે.
નિશાંત તેની તરફ જાણી-જોયને ધ્યાન નથી આપતો.
રાધિકા તેનો ચહેરો પણ ઓઢવાનાથી ઢાંકી દે છે.
જેની વિશે ના વિચારો તેને ઊંઘવા નથી દેતા.
થોડી વાર રહીને નિશાંત તો સૂઈ જાય છે પણ રાધિકા આખી રાત ખુલ્લી આંખે વિતાવે છે.

* * * *

નિશાંત : તું કેમ જાગે છે??
પૂર્વી : કોલેજ વર્ક.
સાંજે હું ફ્રેન્ડસ જોડે બહાર જતી રહેલી એટલે બાકી રહી ગયેલું.
તે કપ ઉંચકી કોફી નો ઘૂટ ભરે છે.
નિશાંત : હું જ્યારે તારી સાથે વાત કરું તું કોફી જ પીતી હોય.
પૂર્વી મુસ્કાય છે.
નિશાંત : સૂઈ જા.
ત્યાં અત્યારે રાત ના ૨ વાગ્યા હશે.
પૂર્વી : પોણા બે.
નિશાંત : ઈન્ડિયા ક્યારે આવવાની છે??
પૂર્વી : યાદ નહી અપાવ યાર.
નિશાંત : કેમ??
પૂર્વી : તને ખબર છે કેમ.
નિશાંત : તો પણ કહે ને.
તેને પૂર્વી ને આ રીતે હેરાન કરવાની મજા આવતી હોય છે.
પૂર્વી : પપ્પા.
તેમની બહુ યાદ આવે છે.
૫ મહિ‌નાથી અમે મળ્યા નથી.
અને આવતા મહિનાથી મારી એક્ઝામ્સ શરૂ થાય છે.
નિશાંત : આમ ઉદાસ નહી થઈ જા.
પૂર્વી : પપ્પા કહેતા નથી.
પણ તેમને મારી યાદ તો આવતી જ હશે ને.
એક તો અમે રોજ વાત પણ નથી કરી શકતા.
નિશાંત : તારી કોફી પી લે.
ઠંડી થઈ જશે.
પૂર્વી : કોલ્ડ કોફી જ પી રહી છું.
તે ઘૂટ ભરતા કહે છે.
નિશાંત : ચાલ, આપણે પછી વાત કરીશું.
તું તારું ભણવાનું પતાવીને સૂઈ જા જલ્દી.
પૂર્વી : ઓકે, બાય.
નિશાંત : બાય.
તે વિડિયો કોલ કટ કરે છે.
ત્યાં તેની કેબીન નો દરવાજો ખુલે છે.
સંદીપ : મે આઈ કમ ઈન સર??
નિશાંત તેની તરફ જુએ છે.
નિશાંત : યસ.
કમ ઈન સંદીપ.
સંદીપ ના હાથમાં ૨ ફાઇલ હોય છે.
તે અંદર આવી નિશાંત ની સામેની ખુરશી પર બેસે છે.
નિશાંત : બોલ સંદીપ....
સંદીપ : સર....
નિશાંત : મે તને કહ્યુ છે,
આપણે બંને જ્યારે એકલા વાત કરતા હોઈએ ત્યારે તું મને મારા નામથી બોલાવી શકે છે.
હું સર બીજા બધા માટે છું.
તારા માટે નહી.
સંદીપ મુસ્કાય છે.
નિશાંત : લાવ, ફાઇલ બતાવ.
સંદીપ બંને ફાઇલ નિશાંત ને આપે છે.
સંદીપ : શાહ ગ્રુપ એન્ડ કંપની આપણી સાથે ડીલ કરવા તૈયાર છે.
અને આપણે કહેલા ભાવ માં જ ૨૦,૦૦૦ શર્ટસ ખરીદવા માંગે છે.
નિશાંત : તેમને કહી દે અને આજે જ માલ મોકલી આપ.
સંદીપ : ઓકે.
અને આજે તારી ૪ વાગ્યે ઓનલાઇન મીટિંગ છે.
ધ ગ્રે શેડ કંપની સાથે.
નિશાંત : હા, યાદ છે.
તારે ખાસ હાજર રહેવાનું છે.
સંદીપ : હા.
સંદીપ ઉભો થઈ જતો રહે છે.
નિશાંત ઓનલાઇન તેનું બેન્ક બેલેન્સ ચેક કરે છે.
૧૮ કરોડ ૫૫ લાખ ૭૨ હજાર.
નિશાંત : બસ....હવે દોઢ કરોડ જ બાકી.
તે મુસ્કાય છે.

* * * *

રાધિકા નિશાંત પાસે રૂમમાં આવે છે.
રાધિકા : મારે તમારી સાથે વાત કરવી છે.
જામલી સાડી પહેરેલી રાધિકા તેની બાજુમાં આવી બેસે છે.
નિશાંત તેની સામે જુએ છે.
રાધિકા : આઈ એમ સૉરી મે જે કર્યું એના માટે.
પણ મે આ કશું પૈસા માટે નથી કર્યું.
તમારી પહેલા હું ૧૧ છોકરાઓ ને મળી હતી અને તેમાંથી ૧૦ ને મે અમારી પહેલી મુલાકાતમાં જ જેની વિશે કહી દીધું અને તે લોકો મને ના પાડી જતા રહ્યા એટલે મે તમને ત્યારે જેની વિશે નહી કહ્યુ.
નિશાંત : અને અગિયારમો છોકરો??
રાધિકા : તે તો મને મળવા જ તૈયાર ન હતો.
અને મારા ઘરે બધાને મારા અને જેની વિશે ખબર છે.
એટલે જ મારા લગ્ન આટલી જલ્દી લેવાય ગયા.
પણ મને સમજાય છે કે મારા અને જેની ના સંબંધમાં કઈ ખોટું નથી.
પણ હવે લગ્ન પછી જેની પણ મને મળવા તૈયાર નથી.
રાધિકા નો અવાજ ઉદાસ થઈ જાય છે.
નિશાંત તેની આંખોમાં જુએ છે.
રાધિકા ટપકી જાય તે પહેલા આંસુ લૂછી લે છે.
રાધિકા : તમને નારાજ થવાનો અધિકાર છે.
બસ, થોડા સમય માટે તમે પણ મારી સાથે આ સંબંધનું નાટક કરી લેજો.
પછી હું સાચું કહીને જ આ ઘરમાંથી જતી રહીશ.
અને તમે કહો તો મીડિયા સામે પણ બધું કહી દઈશ.
આટલી જ વિનંતી કરવા આવી છું.
નિશાંત : કઈ પૂછી શકું??
રાધિકા : હા....
નિશાંત : જેની શું કામ વાત કરવા તૈયાર નથી??
રાધિકા : લગ્ન ની બધી રસમ શરૂ થતા પહેલા અમે મળ્યા હતા.
અને ત્યારે તેણે મને એજ સમજાવ્યું હતુ જે મારા મમ્મી પપ્પા મને સમજાવી રહ્યા હતા કે તમારી સાથે લગ્ન કરી હું વધારે સારું જીવન વિતાવી શકીશ.
અમે સાથે રહીશું તો અમારે લોકો ની નજર થી બચીને જ રહેવું પડશે.
જેની બહુ ફેમસ શેફ છે.
અને તેના પપ્પા શહેરના મોટા કોન્ટ્રાક્ટર છે.
નિશાંત : તું જેની પુરોહિત ની તો વાત નથી કરી રહી??
રાધિકા : હા.
નિશાંત : તેના મમ્મી પપ્પા આ વાત જાણે છે??
રાધિકા : મને ખાતરી છે એણે નહી કીધું હોય તેના ઘરે.
હવે તે ખબર નહી કયા શહેર જતી રહી છે.
મારો કોલ પણ કેટલા દિવસથી રીસીવ નથી કરતી.
મને સોશિયલ મીડિયા પર તેણે બ્લૉક કરી દીધી છે.
આ બધું સાંભળીને નિશાંત ને નવાઈ લાગે છે.
આટલું કહી રાધિકા ઉભી થઈ જતી રહે છે.

* * * *


~ By Writer Shuchi



.