Midnight Coffee - 11 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 11 - હું તારી સાથે છું

પૂર્વી : હાય.
નિશાંત : તું તો તારા કિરણ સાથે ડેટ પર જવાની હતી ને??
પૂર્વી : એ મારો કિરણ નથી.
નિશાંત : તો થઈ જશે.
પૂર્વી : શું મમ્મી પપ્પા જેવી વાતો કરે છે??
નિશાંત : ફોન સરખો રાખ.
તું ચાલતા ચાલતા વિડિયો કોલ પર વાત કરે ને એટલે....
પૂર્વી : તને બહુ ઇરીટેશન થાય.
તે હસે છે.
નિશાંત : હા.
એમાં હસે છે શાની??
પૂર્વી : તું છે જ એવો.
નિશાંત : પાછો ફોન હલાવવા માંડી.
પૂર્વી : કોફી બનાવું છું એટલે.
નિશાંત : તો ફોન સાઇડ પર મૂકી દે ને.
પૂર્વી : એ જ કરી રહી છું.
હવે બરાબર છે??
નિશાંત : હા.
પૂર્વી : હવે જરાય નહી હલે.
નિશાંત : જો પાછો.
પૂર્વી હસવા લાગે છે.
નિશાંત : હસ પછી.
પહેલા ફોન સરખો કર.
રસોડાની સીલીંગ દેખાય રહી છે મને.
પૂર્વી : સૉરી.
તે ફોન સરખો કરે છે.
પૂર્વી : પાણી પીવાની બોટલ ને અડાડી ને મારો ચહેરો તને દેખાય એ રીતે ટેકવ્યો હતો.
નિશાંત : સરસ.
પૂર્વી : બોટલ ખાલી હતી.
આમ નહી જો મારી સામે.
નિશાંત : મે ક્યાં જોયું??
પૂર્વી : હું ઓળખું છું તને સારી રીતે.
આજે કઈ વાત નો આટલો ગુસ્સો આવી રહ્યો છે??
નિશાંત : કઈ નહી.
પૂર્વી : રાધિકા ક્યાં છે??
નિશાંત : સૂતી છે.
પૂર્વી : મારી સાથે મીડનાઇટ કોફી પીશ??
નિશાંત : અહીંયા સવાર છે.
પૂર્વી : મૂડ ના બગાડ.
નિશાંત : ફોન મૂકું??
પૂર્વી : મારે વાત કરવી છે.
નિશાંત : બોલ....
પૂર્વી : પહેલા હસ.
નિશાંત : બોલ ને હવે.
પૂર્વી : સ્માઇલ કર ને હવે.
નિશાંત મુસ્કાય છે.
પૂર્વી : ગુડ.
આજે અમારી સેકેન્ડ ડેટ તો હતી પણ એન્ડ મોમેન્ટ પર કિરણ ના બોસ એ તેને રોકી લીધો સો....
નિશાંત : ફરી ફોન હલાવવા માંડી.
પૂર્વી : કોફી લઈ ને લિવિંગ રૂમમાં આવી એટલે.
તે સોફા પર બેસતા કહે છે અને કોફી નો મસ્ત એક ઘૂટ ભરે છે.
પૂર્વી : અમ્મ....
ખાંડ નાખવાનું ભૂલી ગઈ.
ફોન પાછો ૨ વખત હલવાનો છે.
કઈ બોલતો નહી.
કહેતા તે ઉભી થાય છે.
નિશાંત : અમે ડાઇવોર્સ લેવા ના છીએ.
પૂર્વી : ક્યારે??
નિશાંત : આ ટ્રીપ પતે એટલે પાછા જઈ તરત જ.
અને અમે જાહેર પણ કરી દેવાના છીએ.
પૂર્વી : એટલે??
નિશાંત : મીડિયા સામે અમારા સંબંધ નો ખુલાસો.
પૂર્વી : આર યુ સિરિયસ??
નિશાંત : રાધિકા એવું જ ચાહે છે અને એ બરાબર પણ છે.
પૂર્વી : પછી તે જશે ક્યાં??
નિશાંત : એટલે જ હું એને ઉતાવળ કરવાની ના કહું છું પણ તેની વાત પણ બરાબર છે.
પૂર્વી : હા, પણ તેના પોતાના ઘરે કોઈ તેને પાછી આવવા નહી દેશે.
તે કોફી લઈ ફરી બહાર આવી જાય છે.
નિશાંત : તો તે અમારી સાથે રહેશે.
પૂર્વી : નિશાંત.
નિશાંત : તો શું દુનિયા નું વિચારીને હું પણ એને એક્લી મૂકી દઉં??
કે લોકો અમારા પરિવાર વિશે શું કહેશે??
પૂર્વી : પણ તારા મમ્મી પપ્પા??
નિશાંત : હું તેને એકલી નહી મૂકું.
પૂર્વી : એક વાત પૂછું??
તું તેને પ્રેમ તો નથી કરી બેઠો ને??
નિશાંત : ના પૂર્વી.
શું બોલે છે??
પૂર્વી : આ તો લાગ્યું.
નિશાંત : તને બધુ લાગ્યા કરે.
તેની કોઈ વીશ જ નથી બોલ જીવનમાં!!
તેને પાયલોટ બનાવું હતુ બસ.
મે કહ્યુ હું કઈ મદદ કરું તો તેણે ના કહી દીધી.
પૂર્વી : અને તું માની ગયો??
નિશાંત : તે ડીપ્રેશન માં છે યાર.
એમ હસતી રહે એટલે કોઈ ને ખબર ના પડે.
પણ નાની નાની વાતે તેની આંખો ભરાય આવે છે.
તેના દિલ ના ઘા હજી દુખે છે.
આવા માં હું એનો એક માત્ર દોસ્ત થઈ ને પણ એને વધારે દુઃખ આપુ છું.
પૂર્વી : હું સમજી નહી.
નિશાંત પૂર્વી ને ગઈ કાલે રાત્રે ગાડીમાં બનેલી ઘટના વિશે જણાવે છે.
પૂર્વી : આ તો સારી વાત છે.
નિશાંત : સારી વાત??
પૂર્વી : રાધિકા લાઇફ ના દરેકે દરેક સરપ્રાઇઝ માટે તૈયાર છે.
તેણે કોઈ પણ વીશ ના ઘેરા માં પોતાની જાતને બાંધી નથી રાખી કે મને આ તો જોઈએ જ છે.
નિશાંત : પણ....
પૂર્વી : મારો કહેવાનો અર્થ એવો નથી કે ઈચ્છાઓ ના ઘેરા માં બંધાવવું કે રહેવું ખોટું છે.
એ પણ એની જગ્યા પર બરાબર છે અને રાધિકા પણ એની જગ્યા પર બરાબર છે.
જેટલી ઓછી આશાઓ, એટલી ખુશી વધારે.
હવે એને એમ ખાસ કોઈ જીવનમાં આશા જ નથી.
જે જેમ આવતું જશે એમ જીવાતું જશે.
નિશાંત : જીવનમાં શું કરવું છે, કેવું જીવવું છે, શું કેટલું મેળવવું છે એનો એક ધ્યય તો હોવો જોઈએ ને.
નહીતો જીવવાની પ્રેરણા ક્યાં થી મળે??
પૂર્વી : જીવન અમૂલ્ય છે, આટલું સુંદર છે.
તેણે માણવું પણ તો એક પ્રેરણા હોય શકે.
નિશાંત : પણ એ એટલું સરળ નથી.
અને બધા થી નથી થઈ શકતું.
અને આમ સાવ જ તું કહે છે તેમ....
પૂર્વી : અત્યારે તમે બંને શું કરી રહ્યા છો??
સાથે ફરી રહ્યા છો, જીંદગી નો આનંદ માણી રહ્યા છો અને સાથે સાથે લોકોને મદદ પણ કરી રહ્યા છો.
તમે ગામે ગામ ફરી નવા વૃક્ષો વાવી રહ્યા છો.
કોઈ પરિવાર ને કે ખેડૂત ને નવી સામગ્રી કે કોઈ ખાસ ચીજ વસ્તુઓ ની જરૂર છે તો તે પૂરી પાડી રહ્યા છો.
લોકો સાથે રહી લાગણીઓ ની લેવણ - દેવણ કરી રહ્યા છો.
આનાથી મોટું, મહત્વ નું અને જરૂરી બીજું શું હોય શકે તમે બીન શરતે પ્રેમ અને ખુશી આપી રહ્યા છો અને સામે નિસ્વાર્થપણે તે જ પામી રહ્યા છો.
તે અનુભવ્યું જ હશે કે આમાં જે સેટીસ્ફેક્શન મળે છે એ પણ અમૂલ્ય છે.
નિશાંત : તારી વાત સાચી છે પૂર્વી.
પણ આ બધુ કરવા માટે પૈસા પણ એટલા જ જરૂરી છે અને એના માટે....
પૂર્વી : એટલું જેટલું જરૂર છે એ રાધિકા કરી જ લેશે.
મને ખબર છે.
તે મુસ્કાય છે.
પૂર્વી : અને વસ્તુઓ આપવા માટે પૈસા જોઈએ.
પ્રેમ આપવા માટે નહી.
અને પ્રેમ જ તો જીવનનો આધાર છે.
નિશાંત : હંમ.
પૂર્વી : બહુ વાતો થઈ ગઈ ને.
નિશાંત : તારી કોફી પણ પીવાય ગઈ.
પૂર્વી : તું રાધિકા સાથે તને ગમતી પ્રવૃત્તિઓ કર.
એ વધુ ને વધુ ખુશ થાય એવું કર.
તેને પ્રેમ આપ.
તે આપોઆપ સારી થઈ જશે.
નિશાંત : થેન્કયૂ.
પૂર્વી : હમેશાં.
નિશાંત : હવે તું સૂઈ જા.
પૂર્વી : યસ સર.
નિશાંત : બાય.
પૂર્વી : બાય.
લવ યુ.

* * * *

નિશાંત : તારી બર્થ ડે ક્યારે આવે છે??
રાધિકા : ૨ સપ્ટેમ્બર.
નિશાંત : મારી ૬ ઓક્ટોબર.
રાધિકા : હંમ.
નિશાંત : નીચે દાદા - દાદી એ નાસ્તો બનાવી દીધો છે.
હું લઈને આવું.
નિશાંત ઉપર આવે છે ત્યારે જુએ છે કે રાધિકા ની આંખો ફરી ભીની છે.
નિશાંત : ગરમ ગરમ બટાકા પૌવા અને આદુ, ફૂદીના, એલચી વાળી ચા.
રાધિકા આંસુ લૂછી નિશાંત તરફ જુએ છે.
નિશાંત : ચા ની સુગંધ સરસ આવી રહી છે.
રાધિકા કઈ પણ બોલ્યા વગર બસ ચમચી લઈ પૌવા ખાવા લાગે છે.
આખા રૂમમાં અજબ શાંતિ છવાય જાય છે.
નિશાંત ને સમજ પડતી નથી કે તે શું વાત કરે અને નવી વાત અત્યારે શરૂ કઈ રીતે કરે??
એના જ વિચારમાં ને વિચારમાં તે પૌવા માં નાખેલું મરચું ચાવી જાય છે અને તેને હેડકી આવવા લાગે છે.
રાધિકા તરત ઉભી થઈ નિશાંત ને પાણી આપે છે.
નિશાંત ફટાફટ આખો ગ્લાસ પાણી પી જાય છે.
રાધિકા : બીજું આપુ??
નિશાંત : ના.
ફરી રૂમમાં એજ શાંતિ છવાય જાય છે.

* * * *

નાસ્તો કરી બંને ગામમાં ચાલવા નીકળ્યા હોય છે.
નિશાંત ખોંખારો ખાઈ વાત શરૂ કરે છે.
નિશાંત : તને ઝાડ પર ચઢતા આવડે છે??
રાધિકા નિશાંત ના સવાલ પર હલકું હસી ને તેની તરફ જુએ છે.
નિશાંત : મારી સાથે ચીકુ ના ઝાડ પર ચઢીશ??
રાધિકા : તમને આવડે છે??
નિશાંત : ગામોમાં ફરી ફરી રહી શીખી ગયો છું.
તે મુસ્કાય છે.
રાધિકા : તમે ચઢો.
નિશાંત : તું પણ ચાલ ને મારી સાથે.
રાધિકા : હું તમને જોઈશ.
નિશાંત : નહી પાડવા દઉં તને.
નિશાંત ફરી મુસ્કાય છે.
રાધિકા : મને બીક લાગે છે.
નિશાંત : તને ચીકુ તો ભાવે છે ને??
રાધિકા : હા.
નિશાંત : એને જાતે તોડીને ખાવા ની મજા કઈ અલગ જ આવે છે.
રાધિકા : તમને મને કેમ ઝાડ પર ચઢાવવી છે??
નિશાંત : મારે તને એ અનુભવ કરાવવો છે.
રાધિકા : મારે નથી કરવો.
નિશાંત : કર ને.
રાધિકા : નહી.
તે હસી ને ના કહી દે છે.
નિશાંત : આઈ એમ સૉરી.
રાધિકા : નહી.
નિશાંત : આમાં પણ નહી??
રાધિકા : એટલે તમારે કહેવાની કોઈ જરૂર નથી.
નિશાંત : તું ઝાડ પર ભલે નહી ચઢે પણ વડ ની વાડવાઈ પકડી ઝૂલી તો શકે છે.
પેલો સામે ગામનો સૌથી જૂનો લગભગ ૬૦ વર્ષ જૂનો વડલો છે.
રાધિકા : મને બીક લાગે છે.
પડી ગઈ તો??
આખી ટ્રીપ નું પ્લાનિંગ બગડી જશે.
નિશાંત : કઈ નહી થાય.
બંને વડ પાસે આવે છે.
નિશાંત : તૈયાર??
રાધિકા : ના.
નિશાંત : પહેલા હું કરું છું તે જો.
નિશાંત વડ ને એક મજબૂત વડવાઈ ને બરાબર પકડી પછી તેના પર લટકી જાય છે અને ઝૂલવા લાગે છે.
રાધિકા જોતી રહી જાય છે.
નિશાંત : ચાલ, આવી જા.
રાધિકા : પગ સરકી ગયા તો??
નિશાંત : નહી સરકે.
હું છું ને.
કહેતા તે નીચે ઉતરે છે.
નિશાંત : હું જે વડવાઈ પર લટક્યો હતો.
તેને જ પકડ.
તે રાધિકા નો હાથ પકડી તેને વડ ની નજીક લાવે છે.
રાધિકા ધીમેથી વડવાઈ પકડે છે.
નિશાંત : એક્દમ ટાઇટ પકડ.
બસ....હવે તરત પગ ઉપર લઈ વડવાઈ ની આસપાસ વીંટાળી દે.
રાધિકા : આ....આ....
નિશાંત : પગ વિટાળેલા રાખ.
નહી ગબડીશ.
રાધિકા : તમે ક્યાં જાઓ છો??
નિશાંત : હું તારી પાછળ જ છું.
રાધિકા : નહી.
તમે મારી આગળ આવી જાઓ.
નિશાંત : અરે....
રાધિકા : નહી તો હું ઉતરી જઈશ.
અહીંયા બીજી પણ વડવાઈ છે.
એના પર આવી જાઓ.
નિશાંત : સારું.
નિશાંત રાધિકા ની આગળ જે વડવાઈ હોય છે તેના પર લટકી જાય છે.

* * * *


~ By Writer Shuchi




.