Midnight Coffee - 9 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 9 - ચંચળ મન....

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

Categories
Share

મિડનાઈટ કોફી - 9 - ચંચળ મન....

પૂર્વી : મને છોકરો ગમી ગયો.
તે ખુશ થતા નિશાંત ને કહે છે.
નિશાંત : સરસ.
પૂર્વી : અમે બંને સરખા જેવા જ છીએ.
નિશાંત : ભાઈ બહેન તો નથી ને તમે??
પૂર્વી : એવા કેવા જોકસ કરે છે કે હસવું પણ નહી આવે??
નિશાંત : ઓકે.
પૂર્વી : હું કોફી લઈ આવી.
તે કોફી નું પેકેટ બતાવતા કહે છે.
નિશાંત : સારું કર્યુ.
પૂર્વી : તું આજે મૂડમાં નથી??
નિશાંત : એવું કઈ નથી.
પૂર્વી : તો??
નિશાંત : કઈ નહી.
પૂર્વી : શું કઈ નહી??
નિશાંત : આપણે પછી વાત કરીએ??
પૂર્વી : ઓકે.
નિશાંત ફોન મૂકી દે છે.
પૂર્વી પોતાના માટે ગરમ કોફી બનાવે છે.

* * * *

રાધિકા : રાત્રે ઊંઘ તો આવી હતી ને??
નિશાંત : હા.
કેમ??
રાધિકા : કઈ નહી બસ....ખાલી પૂછ્યું.
નિશાંત : હું નાહી ને આવું.
રાધિકા : હા.
નિશાંત નહાવા જતા રહે છે.
રાધિકા : તે કેમ રાત્રે જાગતા હતા??
રાધિકા વિચારવા લાગે છે.

* * * *

નિશાંત : અત્યારે તું ચલાવી લઈશ ગાડી??
રાધિકા : શ્યોર.
નિશાંત તેને ગાડી ની ચાવી આપે છે.
બંને ગાડીમાં બેસે છે.
રાધિકા : ૧ મિનિટ....
તમે કોફી પીશો??
નિશાંત : તું પી.
રાધિકા ગાડી માં થી ઉતરે છે.
અને ડીકી ખોલી એક કોફી નું કેન કાઢે છે અને પાછી પોતાની સીટ પર આવીને બેસી જાય છે.
રાધિકા : ગણપતિ બાપા મોરિયા.
તે પ્રાર્થના કરી લે છે.
નિશાંત : તું પહેલી વાર ગાડી ચલાવવાની છે??
રાધિકા : આ ગાડી પહેલી વાર ચલાવી રહી છું ને એટલે.
કહેતા તે ગાડી સ્ટાર્ટ કરે છે.
નિશાંત : રિવર્સ લેવી પડશે પહેલા.
રાધિકા : હા.
નિશાંત : રિલેક્સ રહી ને....
આપણે કશે પહોંચવાની ઉતાવળ નથી.
રાધિકા : હા.

* * * *

નિશાંત : આ મન પણ ખરું અજબ છે!!
ગઈકાલ રાત થી વિચારોની ટ્રેન કોઈ સ્ટેશન એ થોભવા જ તૈયાર નથી!!
કેટલા પ્રયત્નો કર્યા છતાંય ઊંઘ ના આવી.
આ મન મારી વાત સાંભળે છે પણ માનતું કેમ નથી??
મન આટલું ચંચળ શા માટે હોય છે??
એક મિનિટમાં તો તે ના જાણે કેટલા તર્ક વિચારી લે છે.
જાતે જાતે કેટલા નિર્ણય લઈ લે છે.
રાધિકા વિચારોમાં ડૂબેલા નિશાંત તરફ જુએ છે.
રાધિકા : નિશાંત....
નિશાંત : હા??
રાધિકા : કઈ ટેન્શન છે??
નિશાંત : નહી.
રાધિકા : રસ્તામાં થોભવું છે??
નિશાંત : આઈ એમ ઓકે.
રાધિકા : પાક્કું??
નિશાંત : હા.
રાધિકા : ગીતો શરૂ કરું??
નિશાંત : હમણાં નહી.
રાધિકા : સારું.
જંગલો ની વચ્ચેથી પસાર થતા નિશાંત બારી ની બહાર જોવા લાગે છે.
બારી ની બહાર જોતા જોતા નિશાંત ને ઊંઘ આવી જાય છે.
ગાડીના દરવાજા પર માથું ટેકવી, અદપ વાળી ને સૂતા નિશાંત ને જોઈ રાધિકા ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.

* * * *

રાધિકા : લાગે છે, પંક્ચર પડી ગયુ!!
એ પણ રસ્તામાં અધ - વચ્ચે!!
હવે નિશાંત ને ઉઠાડવા જ પડશે.
તે ધીમે થી નિશાંત ને ઉઠાડે છે.
નિશાંત ઉતરી ને ડીકી માં થી સ્ટેપની કાઢે છે.
રાધિકા પણ ગાડીમાંથી બહાર આવે છે.
રાધિકા : કઈ મદદ કરું??
નિશાંત : આ ટાયર બદલી લઉં એટલે ગાડી સ્ટાર્ટ કરી જો.
રાધિકા : ઓકે.

૧૫ મિનિટ પછી

નિશાંત : ચલાવી જો.
રાધિકા ગાડી નો દરવાજો ખોલવા જાય છે પણ તે ખુલતો નથી.
રાધિકા : અરે....!!
તે ફરી કોશિશ કરે છે ત્યા તેનું કાચમાંથી ગાડીની અંદર ધ્યાન જાય છે.
Rરાધિકા : ડેમ....!!
ચાવી અંદર જ રહી ગઈ અને ગાડી લોક થઈ ગઈ....!!
નિશાંત ને કઈ રીતે કહું??
રાધિકા ગભરાઈ જાય છે.
નિશાંત : દરવાજો ખોલ.
રાધિકા : અ....અ....
નિશાંત : શું થયું??
રાધિકા ગાડી તરફ ઈશારો કરી તેનાથી થોડી દૂર ખસી જાય છે.
નિશાંત જોવા આવે છે.
રાધિકા : સૉરી.
ચાવી અંદર જોઈ પહેલા તો નિશાંત ને ગુસ્સો આવે છે.
તે ગુસ્સા વાળી નજરે જ રાધિકા સામે જુએ છે.
રાધિકા ફરી સૉરી કહે છે.
નિશાંત તેને કઈ નથી કહેતો.

* * * *


~ By Writer Shuchi



.