Midnight Coffee - 4 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 4 - ફિકર

Featured Books
Share

મિડનાઈટ કોફી - 4 - ફિકર

નિશાંત : બોલ, શું લઈશ??
બંને નાઇટ ફૂડ બજારમાં ખાવા આવ્યા હોય છે.
મેન્યૂ માં જોઈ રાધિકા તેનો ઓર્ડર કરે છે.
રાધિકા : એક વાત પૂછું??
નિશાંત : હા??
રાધિકા : તમે આટલા મોટા બિઝનેસમેન છો અને તમારા મનમાં કોઈ ખચકાટ નથી આમ રાત ના પબ્લિક પ્લેસ પર....
મારો પૂછવાનો અર્થ છે, ઘણા લોકો તમને ઓળખે છે અને એ તમને અહીં જોશે પણ ખરા.
છતાં તમને કઈ અજુગતું નથી લાગતું આમ બહાર આવવામાં....
નિશાંત પહેલા મુસ્કાય છે.
નિશાંત : નથી લાગતું.
અને હું નથી માનતો કે પૈસાથી ખરેખર મોટા માણસ બનાય છે.
અને હું પણ એક સામાન્ય માણસ છું.
જે રીતે આપણે બધા છીએ.
રાધિકા : વાઉં....!!
નિશાંત : વાઉં....??
રાધિકા : તમે કેટલા સરળ છો.
રાધિકા હલકું મુસ્કાય છે.
તેમનું ખાવાનું આવી જાય છે.
બંને ખાવા લાગે છે.

નિશાંત : આઇસક્રીમ??
છેલ્લે જમી લીધા પછી તે પૂછે છે.
રાધિકા : હા.
નિશાંત : કઈ ફ્લેવર??
રાધિકા : કુકીઝ એન્ડ ક્રીમ.
નિશાંત બંને ના આઇસક્રીમ લઈ પૈસા આપી દે છે.
અને ખાતા ખાતા બંને ગાડી તરફ ચાલતા જાય છે.
નિશાંત : તારે ચોકો - કોફી ફ્લેવર ચાખવી છે??
તે પોતાનું આઇસક્રીમ રાધિકા ને ઓફર કરતા પૂછે છે.
રાધિકા પહેલા તો ના પાડે છે.
નિશાંત : તું ચાખી શકે છે.
રાધિકા મુસ્કાયને નિશાંત નું આઇસક્રીમ ચાખે છે.
અને નિશાંત ને પોતાનું આઇસક્રીમ ઓફર કરે છે.
નિશાંત રાધિકા માંથી એક ચમચી આઇસક્રીમ લે છે.
રાધિકા : ઠંડી છે ને.
નિશાંત : આઇસક્રીમ??
રાધિકા : વાતાવરણમાં.
નિશાંત : હા.
બંને ગાડી પાસે આવી ઉભા હોય છે.
નિશાંત : બેસી જઈએ ગાડીમાં??
રાધિકા : હંમ.
બંને ખાતા ખાતા ગાડીમાં બેસી જાય છે.
નિશાંત : તને ઠંડી લાગી રહી હતી??
રાધિકા : થોડી.
નિશાંત : તને કોઈ સાથે મળાવવાની છે.
રાધિકા : કોની સાથે??
નિશાંત : મારી ફ્રેન્ડ છે પૂર્વી.
તારા કરતા ૨ વર્ષ જ મોટી છે.
ન્યુ યોર્ક માં ભણે છે.
તેના પપ્પા IAS ઓફિસર છે અહીંયા ઈન્ડિયામાં.
રાધિકા : અચ્છા.
નિશાંત : જઈએ??
આઇસક્રીમ ખવાઈ જતા તે પૂછે છે.
રાધિકા : હંમ.
નિશાંત ઘરે જવા ગાડી સ્ટાર્ટ કરે છે.

* * * *

થોડા દિવસો પછી

નિશાંત : ફોન પણ નથી ઉપડતી.
ક્યાં જતી રહી હશે??
નિશાંત ઝડપથી ગાડી ચલાવી રહ્યો હોય છે પણ અચાનક તેના હાથ ધીમા પડી જાય છે.
નિશાંત : ના....
રાધિકા ના ઘરે જવું ઠીક નહી રહેશે.
જો તેમને ખબર પડી જશે કે રાધિકા મળી નથી રહી તો વધારે ટેન્શન માં આવી જશે.
અને પછી....
પણ હું ક્યાં શોધું તેને??
તે ફરી ગાડી ની ઝડપ વધારે છે.
નિશાંત : બપોર ની ગાયબ છે તો કોઈ મને ફોન કરીને કહેતુ પણ નથી.
મારે તેની સાથે રહેવાનું હતુ.
તે આટલી ડિસ્ટર્બ છે અને હું પણ ઓફિસ ચાલ્યો આવ્યો.
મમ્મી પપ્પા પણ ઘરે નથી.
નોકરો ના ભરોસે મૂકી દીધી એને.
મારે ધ્યાન રાખવાનું હતુ.
મને ખબર છે અત્યારે તે કેવા મેન્ટલ સ્ટેટ માંથી પસાર થઈ રહી છે.
બીજા બધા સામે તો એ નાટક કરી લે છે.
પણ રાત્રે રૂમમાં રોજ એનો તકીયો ભીનો થતો હોય છે.
ભલે એ કઈ ના બોલે.
અને જ્યાં સુધી એ ઘરે છે મારી જવાબદારી છે.
અમારા પરિવારનો હિસ્સો છે.
નિશાંત ની નજર પણ ઝડપથી રસ્તા પર આમ તેમ ફરતી જાય છે.
ક્યાંક રાધિકા દેખાય જાય.

* * * *

નિરાશા સાથે આખરે નિશાંત ગાડી ઘર તરફ વાળે છે.
અંધારુ થઈ ગયુ હોય છે.
ઘરે આવી ફરી એક વાર નિશાંત રાધિકા ને આખા ઘરમાં શોધે છે.
અગાસી પર પણ જોઈ આવે છે.
નિશાંત ને હવે એક જ રસ્તો દેખાય છે પોલિસ સ્ટેશન જવું.
પણ......
ત્યા જશે તો બહાર બધા ને ખબર પડી જશે.
લોકો સુધી વાત પહોંચી જશે.
એટલે ત્યા જવું પણ નિશાંત ને ઠીક નથી લાગતુ.
નિશાંત : ક્યાંક....ક્યાંક રાધિકા એ....
નિશાંત ના મનમાં એક વિચાર ફરી વળે છે.
તે હફળો ફાફળો થઈ બેડ પર થી ઉભો થઈ જાય છે.
પણ ક્યાં જાય??
શું કરે??
કોને કહે??
એ કશી એને સમજ નથી પડતી.
રાધિકા ના કોલેજ ફ્રેન્ડ્સ વિશે તેની રાધિકા સાથે વાત થઈ હતી પણ એ બધા ના કોન્ટેક્ટ નંબર તો રાધિકા પાસે જ હતા.
ત્યા જ ધીમે થી રૂમનો દરવાજો ખુલે છે.
નિશાંત ની નજર ત્યા જાય છે.
ધીમા પગલે રાધિકા અંદર આવે છે.
તેને જોઈ નિશાંત રાહત નો શ્વાસ લે છે.
નિશાંત : રાધિકા....
તે ઉભો થાય છે.
ખુલ્લા વીખાંયેલા વાળ, થોડી લબડી પડેલી સાડી, ગાલ પર સુકાયેલા આંસુ, અને ચહેરા પર દુ:ખ લઈ રાધિકા નિશાંત તરફ આવે છે.
નિશાંત : રાધિકા, તું બેસ.
નિશાંત તેના ખભા પકડી તેને બેડ પર બેસાડે છે.
અને નીચે ફોન કરી નોકર પાસે પાણી મંગાવે છે.
નિશાંત : રાધિકા....
તે તેના ખભા પર હાથ મૂકે છે.
નિશાંત : ક્યા ગયેલી??
રાધિકા ની આંખમાંથી ફરી આંસુ પાડવા લાગે છે.
નોકર પાણી આપી જાય છે.
નિશાંત તેને ગ્લાસ માં કાઢી પાણી આપે છે.
રાધિકા પાણી પી લે છે.
નિશાંત તેને બેડ પર સરખી અંદર થી બેસવા માં મદદ કરે છે.
રાધિકા કઈ બોલતી નથી અને નિશાંત કઈ પૂછતો નથી.
બસ, જ્યાં સુધી રાધિકા સૂઈ નહી જાય તેની બાજુમાં બેઠેલો રહે છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.