Midnight Coffee - 3 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 3 - દોસ્તીની શરૂઆત

પૂર્વી : યુ કાન્ટ ઇગ્નોર હર.
નિશાંત : હું નથી કરી રહ્યો.
પૂર્વી : તું કહે છે એની સચ્ચાઈ જાણ્યા પછી તે ૩ દિવસથી એની સાથે વાત નથી કરી તો આ શું દર્શાવે છે??
અને એ કઈ એબનોર્મલ છે??
નિશાંત : તને કહેવાનું જ નહી હતુ.
પૂર્વી : શેનો ગુસ્સો આવે છે તને??
હું તારાથી ૧૪ વર્ષ નાની છું અને તને સમજાવી રહી છું, શીખવાડી રહી છું એનો??
નિશાંત : ના.
પૂર્વી : તારી ના માં મને ધીમી હા સંભળાય રહી છે.
પણ આજે તો પણ હું બોલીશ.
નિશાંત : હું....
પૂર્વી : પહેલી વાત એ નોર્મલ છે.
નિશાંત : એ હું સારી રીતે જાણું છું.
પૂર્વી : તો પછી એને એક હ્યૂમન બીઇંગ તરીકે ની તો રિસ્પેક્ટ આપ.
એના ઘર વાળા એ જેવું કર્યુ તું પણ એવું જ કરીશ??
ભલે એમ કોઈ સંબંધ નથી તમારો.
પણ એ અત્યારે તારી જવાબદારી બની તારા ઘરે આવી છે.
અને તમે બંને દોસ્ત તો બની જ શકો છો ને.
નિશાંત : એ તારાથી પણ ૨ વર્ષ નાની છે.
પૂર્વી : તો આપણી દોસ્તી થઈ જ ને.
અને આપણે તો હજી એક પણ વાર એક બીજાને ફેસ ટુ ફેસ મળ્યા જ નથી.
૨ વર્ષ થઈ ગયા આપણી ઓનલાઇન ફ્રેન્ડશિપ ને.
નિશાંત : હંમ.
પૂર્વી : દોસ્તી કોઈ બંધન નથી.
દોસ્તી તો આપણા માટે આઝાદ ગગનના બંધ દરવાજા ખોલી દે છે.
ખબર નહી, કેમ કોઈક લોકો દોસ્તી ને પણ બંધન નું નામ આપી દે છે.
દોસ્તી ને આ નહી કરવાનું, પેલું નહી કરવાનું ના દાયરા માં બાંધી દે છે.
દોસ્તી નો તો મને લાગે છે, સ્વભાવ જ આઝાદી છે.
પ્રેમ ભરી, મસ્તી ભરી આપણને સૌથી વધુ ગમતી આઝાદી છે દોસ્તી.
નિશાંત : તું રોજ રાત્રે કેમ કોફી પીએ છે??
પૂર્વી : મને ગમે છે.
નિશાંત : પણ દરરોજ??
પૂર્વી : હા.
ઓહ....આજે મારી સેલરી આવી ગઈ.
નિશાંત : તમે ભણી રહ્યા છો ને સાથે સાથે??
પૂર્વી : હા હવે.
નિશાંત : કેમ હાવ - ભાવ બદલાય ગયા??
પૂર્વી : કઈ નહી.
નિશાંત : કહો....કહો....
પૂર્વી : પપ્પા સાથે ભણવા ની વાત પર જ આર્ગુમેન્ટ થઈ ગઈ આજે.
નિશાંત : અચ્છા, એટલે પપ્પા ના નામ નો જુસ્સો મારા પર નીકળ્યો.
પૂર્વી : ગુસ્સા ને બદલે જુસ્સો કેમ બોલ્યો??
નિશાંત : હું જુસ્સા ને બદલે જ જુસ્સો બોલ્યો.
પૂર્વી : બપોરના આવ્યો હતો તેમનો ફોન તે ત્યાં ઈન્ડિયામાં નાઇટ ડ્યૂટી કરી રહ્યા હતા ત્યારે.
કહ્યુ છે કે ૮૦ ની ઉપર તો તારા ટકા આવવા જ જોઈએ.
નિશાંત : હા, તો??
પૂર્વી : કઈ નહી.
નિશાંત : સારું.
હવે તું સૂઈ જા.
પૂર્વી : ગુડ નાઇટ.
નિશાંત : સ્લીપ વેલ.
નિશાંત ફોન મૂકી ફરી બાકીની ફાઇલ જોવા લાગે છે.

* * * *

રાત્રે નિશાંત ને રાધિકા નો રડવાનો અવાજ સંભળાય છે.
તે બેઠો થઈ લાઇટ ઓન કરી તેની તરફ જુએ છે.
ઓઢવાના ની અંદર ચહેરો સંતાડી રાધિકા આંસુઓને ખુલીને વહી જવાની આઝાદી આપી રહી હોય છે.
નિશાંત ગ્લાસમાં પાણી લઈ ધીમેથી તેની પાસે જાય છે અને તેને હલાવે છે.
રાધિકા ફટાફટ આંસુ લૂછી બેઠી થાય છે.
નિશાંત હલકું મુસ્કાય છે અને કહે છે
નિશાંત : પાણી આપવા આવ્યો છું.
ત્યારે રાધિકા નું ધ્યાન પાણી ભરેલા ગ્લાસ પર જાય છે.
રાધિકા : ઓહ.
નિશાંત : પી લો.
રાધિકા : થેન્કયૂ.
તે એક શ્વાસમાં આખો ગ્લાસ પાણી પી જાય છે અને ગ્લાસ મૂકવા ઉભી થવા લાગે છે.
નિશાંત : હું મૂકી દઉં છું.
તે તેના હાથમાંથી ગ્લાસ લઈ લે છે.
રાધિકા માંડ માંડ મુસ્કાય છે.
નિશાંત : લાઇટ ચાલુ રાખું કે બંધ કરી દઉં??
તે ધીમેથી પૂછે છે.
રાધિકા : કઈ પણ ચાલશે.
નિશાંત : ઓકે.
તે લાઇટ બંધ કરી દે છે અને બંને પાછા સૂઈ જાય છે.

* * * *

બીજા દિવસે રાધિકા સાથે સમય વિતાવવા નિશાંત થોડો વહેલો ઘર આવી જાય છે.
અને હજી ફ્રેશ થઈને ઉપરથી નીચે જ આવ્યો હોય છે ત્યા તો રોનક કાકા અને જ્યોતિ કાકી પપ્પાના જૂના મિત્ર ઘરે આવે છે.
અને નવી - જૂની બધી વાતોનો દોર શરૂ થઈ જાય છે.
અને રાધિકા એટલે કે ઘરની નવી વહુ તેમની ખાતીરદારી કરવામાં પોરવાય જાય છે.

કાકા - કાકી ને જતા રાત ના ૧૧ વાગી જાય છે.
થાકી ગયેલા નિશાંત અને રાધિકા રૂમમાં આવે છે.
નિશાંત : રાધિકા....
રાધિકા : હા....
નિશાંત : તું સરખું જમી કે નહી??
રાધિકા : હા.
નિશાંત : ખરેખર હા કે પછી....
રાધિકા : શાક જ પતી ગયુ હતુ.
અને મને એકલા દાળ - ભાત બહુ જમવામાં ફાવતા નથી એટલે....
તે હલકું હસીને જવાબ આપે છે.
નિશાંત : તો પછી ચાલ....
રાધિકા : અત્યારે ક્યાં??
નિશાંત : ચાલને.
હું લઈ જાઉં તને.
રાધિકા : અરે....
મને ચાલશે....તમે....
નિશાંત : મને કોઈ વાંધો નથી.
તારે જરા....
રાધિકા : હું સાડીમાં જ આવીશ.
નિશાંત : સારું, ચાલ.
રાધિકા : ૧ મિનિટ....
ખબર પડી ગઈ તો??
નિશાંત : હવે આ તારું ઘર પણ છે જ ને.
રાધિકા : હંમ.
બંને ફરી નીચે ઉતરે છે.
નિશાંત રાધિકા ને બહાર ખાવા લઈ જાય છે.

* * * *


~ By Writer Shuchi



.