Badlo - 23 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 23)

બદલો - (ભાગ 23)

બેડ ઉપર પડી પડી નીયા રડી રહી હતી...

થોડી વાર માં જ ઉભી થઈને નાહી લીધું અને ફ્રેશ થઈ ગઈ....સોફા ની સામેના ટેબલ ઉપર પડેલો ફોન પર્સ માં નાખીને ઓફિસ માટે નીકળી પડી....

સ્નેહા એ કરેલા સવાર ના કોલ જોવાનો સમય પણ નીયા પાસે ન હતો... કાલ ના થાક ના કારણે એ વહેલા ઘરે આવી ગઈ હતી પરંતુ સ્નેહા અચાનક મુંબઈ માટે નીકળી અને અભી સાથે સમય ગાળવા માં એણે ઓફિસ નું કઈ કામ કર્યું ન હતું... નીયા જાણતી હતી આજે એને ઘણું કામ પૂરું પાડવાનું છે એટલે એ ખૂબ હડબડાટી માં નીકળી પડી...

ઘરેથી ઓફિસ વચ્ચે નો સમય પણ નીયા એ અભી વિશે અને ગઈકાલ ની રાત વિશે વિચારવામાં કાઢ્યો...વારંવાર એની આંખો માં આંસુની હાજરી થઈ જતી હતી...
કંઇક યાદ આવ્યું હોય એમ સ્થિર થઇને આંસુ લૂછી નાખ્યા...થોડીવાર આંખો બંધ કરી અને ચહેરા ઉપર ગુસ્સા ની છલક લાવીને ઓફિસ પહોંચવા ની રાહ જોવા લાગી...

ઘરે આવ્યા પછી નો અભી સાવ બદલાઈ ગયો હતો...એ ખૂબ ખુશ હતો...જાણે દુનિયા ની બધી ખુશી એને મળી ગઈ હોય એવી લાગણી એને થઈ રહી હતી...ઘરે આવીને સીધો એ નાહવા ગયો હતો...પરંતુ છેલ્લા બે કલાક થી એ નાહી જ રહ્યો હતો...બાથટબ માં બેઠેલા અભી ની ઉપર પાણી ની વર્ષા થઇ રહી હતી...આંખો ખુલી રાખીને મોઢા ઉપર સ્માઇલ ચિપકાવી ને એક ગાલ નો ખાડો બતાવીને અભી બેઠો હતો....એનું અડધું શરીર બહાર દેખાતું હતું જેની ઉપર પાણી ના ટીપાં ઉપસી ગયા હતા જે એના શરીર ને વધારે આકર્ષિત બનાવી રહ્યું હતું...

એકધારો નીયા ના વિચારો માં ખોવાયેલો અભી સમય નું પણ ભાન ભૂલી ગયો હતો...

ફ્રેન્ડ સાથેની પાર્ટી પૂરી કરીને આવેલો નિખિલ ઓફિસ માટે તૈયાર થઈ ગયો હતો....પોતાની પહેલા તૈયાર થઈને ગાડી માં રાહ જોતો અભી આજે આવ્યો ન હતો એટલે નિખિલ એની રૂમ તરફ આવ્યો...
રૂમ ના બારણાં ઉપર ટકોરા માર્યા અને અભી નામની બૂમ પાડી છતાં અંદરથી કોઈ જવાબ ન મળ્યો...
અભી ને કોલ કર્યો પરંતુ અભી કોલ ઉઠાવતો ન હતો...

અભી નો ફોન બાથટબ ની બાજુમાં પડેલ નાની ટેબલ ઉપર પડ્યો હતો પરંતુ એ મ્યુટ હતો જેથી ખાલી વાઈબ્રેટ થતો હતો જે નીયા ના ખ્યાલો માં પાણી માં પડેલા અભી ને ખબર સુધા ન હતી...

થોડા સમય બાદ નિખિલ અભી ને મેસેજ છોડીને ગાડી લઈને નીકળી ગયો...

જાણે સમય નું ભાન આવ્યું હોય એમ અભી એ એનો ફોન ગોત્યો એ પણ નીયા ને મેસેજ કરવા માટે...પરંતુ ફોન ની સ્ક્રીન ઉપર નિખિલ ભાઈ નો મેસેજ જોતાં અભી બાથટબ માંથી ઊભો થઈ ગયો...અને ફટાફટ કપડા પહેરીને બહાર આવ્યો...
નિખિલ નો મેસેજ જોઇને નીયા નો ખ્યાલ સમસમાટી નીકળી ગયો હતો...તૈયાર થઈને નાસ્તો કર્યા વગર ઘર ની બહાર આવ્યો ....બહાર આવતા નીયા ના ઘર ના દરવાજા ઉપર તાળું જોઇને એક મિનિટ ઊભો રહી ગયો અને સ્માઇલ કરી લીધી....
ત્યાંથી નજર હટાવીને ગાડી મૂકવાની જગ્યા પર નજર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે નિખિલ ગાડી લઈને નીકળી ગયો હતો એટલે હવે એને રિક્ષા કે ટેક્સી માં જવાનું હતું...
ચેહરા ઉપર કંટાળો લાવીને અભી ચાલીને ત્યાંથી નીકળ્યો...

સવાર થી શામ ઢળી ગઈ હતી..

નીયા એ પર્સ માંથી ફોન કાઢ્યો અને જોયું તો સવાર નો સ્નેહા નો ફોન આવેલો હતો...તરત જ એ સ્નેહા નો નંબર જોડવા ગઈ ત્યાં એના ફોન ની રીંગ વાગી...સ્ક્રીન ઉપર અભી નું નામ હતું....
થોડી વાર નીયા એ વિચાર્યું અને પછી ફોન ઉઠાવ્યો...
"હેલ્લો..."

આખો દિવસ નીયા વિશે વિચારતા અભી એ કંટાળીને નીયા ને ફોન જોડી જ દીધો ...
ફોન ઉઠાવશે કે નહિ એની અણસમજ માં અભી ફોન ની રીંગ સાંભળી રહ્યો હતો ....
"હેલ્લો..." ફોન ઉઠાવતા જ ઉતાવળા અભી એ કહ્યું...

સામેના છેડેથી સન્નાટો છવાયેલો જોઇને અભી ને એટલો તો ખ્યાલ આવી ગયો કે ગઈકાલ ની રાત પછી નીયા ની કેવી પરિસ્થિતિ હશે....

"હાઉ... આર... યુ....." કંઈ રીતે વાત ચાલુ કરવી એ અભી જાણતો ન હતો છતાં એને શબ્દો ને છુટા છૂટા કરીને નીયા ને પૂછ્યું....

સામેના છેડેથી નીયા નો અવાજ સંભળાતા જાણે અભી ને નિરાંત થઈ હતી ....આંખો બંધ કરીને નીયા નો અવાજ એણે અંદર સુધી ઉતારી દીધો...

"ઓકે ઓકે....ટેક કેર યોર સેલ્ફ..." ફોન મૂકીને અભી ના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ...એ ફરી એના કામ માં પરોવાઈ ગયો...

નિખિલ એને જોઇને મનમાં હસી રહ્યો હતો ...અભી દોડીને એને ગળે વળગી પડ્યો....

ટેક્સી લઈને ઓફિસ આવેલા અભી એ નિખિલ ને ગઈકાલ ની રાત ની બધી વાત કરી ત્યારે નિખિલ ને પણ ખુશી થઈ હતી ...એના નાના ભાઈ ને એટલો બધો ખુશ જોઇને નિખિલ ને પણ ખુશી મળતી હતી...

અભી સાથે ફોન માં વાત કરતી નીયા ને શું બોલવું શું ન બોલવું એ સમજાતું ન હતું....થોડું કામ છે એવું કહીને એણે અભી સાથે વાત કરવાનું ટાળ્યું...

પોતાના દિલ ના ભાગ ઉપર ફોન મુકીને આંખો બંધ કરી દીધી અને એના મોઢા માંથી શબ્દો નીકળ્યા...
"સોરી અભી...."

આંખ માં આવેલા ઝળઝળિયા આંખ પટપટાવી ને દૂર કર્યા અને સ્નેહા ને ફોન જોડ્યો...

સામેના છેડેથી ફોન ઉઠાવતા જ નીયા કંઇક બોલે એ પહેલા સ્નેહા એકશ્વાસ માં બોલવા લાગી...જેમ જેમ સ્નેહા બોલી રહી હતી એમ નીયા ની આંખો પહોળી થતી જતી હતી...એ ઉભી થઈને બહાર આવી ગઈ....
સ્નેહા એક અક્ષર બોલવાનો મોકો નીયા ને આપતી ન હતી...એકધારી નીયા સાંભળી રહી હતી એની આંખો માં આંસુ તોળાવા લાગ્યા...

નીયા હજુ સાંભળી રહી હતી પરંતુ કંઈ કરી શકે એમ ન હતી...એ ખૂબ લાચારી ની લાગણી અનુભવી રહી હતી...

સામેના છેડેથી બે ગોળીઓ નો અવાજ સંભળાયો અને ત્યારબાદ ત્રીજી એક ગોળીનો ધડાકો સંભળાયો અને ફોન કટ થઇ ગયો...

નીયા હજુ પણ ફોન કાને ધરી ને ઉભી હતી...એની આંખો માંથી આંસુઓ વહી રહ્યા હતા ....એની લાલ આંખો પહોળી થઇ ચૂકી હતી...

આજુબાજુ નું બધું ધૂંધળુ દેખાવા લાગ્યું હતું....નીયા ને ચક્કર આવતા હતા ... બધુ ફરી રહ્યું હતુ...એના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને ટુટી પણ ગયો....ફોન ની સાથે સાથે નીયા પણ નીચે ઢળી પડી....

(ક્રમશઃ)

Rate & Review

Deboshree Majumdar
Suruchi Maru

Suruchi Maru 4 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 5 months ago

Dilip Malaviya

Dilip Malaviya 5 months ago

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 5 months ago