Pratishodh ek aatma no - 13 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ એક આત્મા નો - 13

પ્રતિશોધ ભાગ ૧૩

"મંગળીયો એને સાલાને મારી સામે હાજર કરો એનું લોઈ પીવું તો મારી આત્મા ટાઢી પડે " આત્માએ પોતાની માંગણી કરી.

આ શબ્દો સાંભળી બધા મિત્રો ના હોશ ઊડી ગયા .

"મંગળીયાની વાત પછી પહેલા તુ બોલ તુ કોણ છે ? તારુ નામ શું છે ? તારુ ગામ ક્યુ ? " પંડિતજીએ સવાલ કર્યા .

થોડી વાર શાંત રહી અકળાતા આવાજ સાથે ગુસ્સામાં ચાર્મી ના શરીરની આત્મા બોલી " રુખી નામ સે મારુ જીતપર ગામની રબારણ સું "

" મંગળ તારો ઘણી છે ? " પંડિતજી બધી માહિતી ભેગી કરી રહ્યા હતા .

"ઈ હરામખોર મારો ઘણી નથી એણે મને છેતરી સે મારો ઘણી તો બીચારો હાવ ભોળો સે મે એને છેતર્યો એની માવળી એ મને સઝા આલી " આત્મા ના ગુસ્સામાં દુખ દેખાતું હતું.

બધા મિત્રો આ વાતો આશ્ચર્ય સાથે સાંભળી રહ્યા હતા.

" તારુ છોકરુ ક્યાં છે ? " પંડિતજી જાણતા હતા ઘાટ ઉપર જેટલા લોકોએ આત્માને જોઈ હતી એ બધાએ એના કેડ પર એક નાનું બાળક જોયું હતુ .

આ સવાલ સાંભળતાજ આત્માનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો ને એણે પૂરા જોર સાથે પંડિતજી પર હુમલો કર્યો ને એમનું ગળું પકડી લીધું . મંદિરમાં હોવાને કારણે આત્માની તાકાત ઓછી હતી છતાં બધા મિત્રોએ મહા મુશકેલી એ પંડિતજી ને ચાર્મી થી છોડાવ્યા . પંડિતજી માટે આ નવું નહોતું એ પેહલા પણ આવા અનુભવ કરી ચુક્યા હતા એટલે એ તરત સ્વસ્થ થઈ ગયા .

" મારો જીવ લઈ ને તારી આત્મા ટાઢી પડતી હોય તો લઈ લે ને આ છોકરી ને છોડ " પંડિતજી જરા પણ વિચલિત નહોતા થયા.

" મારુ દિકરુ ૭ મહિના નું હતુ બિસારુ હાવ નિર્દોર્શ .. .નરાધમે એનો જીવ લીધો ત્યારે મલકાતું તુ એને હવા મા ઉસાડી ઊસાડી રમાડતો હતો ને પસી એક્દમ ઉચે ફેકી પથરે પસાડી દીધું એકઝ ઝાટકે એનુ માથું ફાટી ગયું ને એનો ઝીવ ઊડી ગયો હરામખોરને નહી સોડુ સાલાનું માથુ ફોડવું સે " આત્માનો હધ્ય ફાળી નાખે એવો અવાજ સાંભળી બધા ડરી ગયા ને એનું દુખ સાંભળી બધાની આંખો ભીની થઈ ગઈ .

એક મા સામે એના નાના બાળકને કોઈ આવી રીતે કેમ મારી શકે બધાને મંગળ પર ગુસ્સો આવતો હતો . થોડીવાર માટે પંડિતજી પણ કંઈ બોલી શક્યા નહીં .

ચાર્મી ના શરીરની આત્મા ચો ધારે રડી રહી હતી એનું રુદન કોઈનાથી સહન થતુ નહોતુ બધા એને શાંત કરવા માગતા હતા પણ કેવી રીતે બધા મિત્રો પંડિતજી તરફ જોઈ રહ્યા ને પંડિતજી કાઈ બોલે એ પહેલાં આત્માએ અચાનક રડવાનું બંધ કર્યું .

" કાલ સવારનો સુરજ નીકડે એ પેહલા મંગળને મારી સામે હાજર કરો નહીં તો આ સોરી કાલની સવાર નહીં જુવે . મંગળ...." આત્મા આટલું બોલીને મંગળ ના નામની ચીસ પાડી ને ચાર્મી બેહાશ થઈ ગઈ .

નિષ્કા બાજુમાં હતી એણે ચાર્મી ને સંભાળી એનું માથું પોતાના ખોળામાં મુક્યુ . ચાર્મી ને આવી રીતે પડતા જોઈ બધા મિત્રો ગભરાઇ ગયા . પંડિતજી ચાર્મી તરફ દોડ્યા ને એને તપાસવા લાગ્યા ત્યાં હાજર સેવક એમની બેગ લઈને આવ્યો પંડિતજી એ નર્શ ને ઇન્જેકશન તૈયાર કરવા કહ્યું .

" પંડિતજી ચાર્મી ઠીક તો છે ? " રડતા અવાજે વિકાસે પુંછ્યું .

"એ ઠીક છે થોડીવારમાં હોશમાં આવી જશે આત્મા એના શરીરની બધી શક્તિ વાપરવાનો પ્રયત્ન કરી રહી છે " પંડિતજી ઇન્જેક્શન આપતા બોલ્યા .

" હવે આગળ શું ? આત્મા જે બોલી સવાર સુધી ની વાત શું સાચે આત્મા ચાર્મી નો જીવ લેશે? " નિષ્કા ચાર્મી ના માથા પર હાથ ફેરવતા બોલી .

" મને અફ્સોસ છે પણ જો અપણે સવાર થતા પેહલા મંગળને જીવતો એની સામે લાવી શકશું નહીંં તો ચાર્મી નું બચવું મુશ્કેલ છે" પંડિતજી ના અવાજ માં હતાશા હતી .

ક્રમશઃ
વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર તમારા ફિડબેક પ્રોત્સાહન આપે છે.
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .