Ghar - 19 books and stories free download online pdf in Gujarati

ઘર - (ભાગ - ૧૯)

રિકી તેની પાસે ગયો અને તેની બોચી જોશથી પકડી.

“આ બધી પ્રોપર્ટી,જે તારાં નામે છે.”રિકીએ કહ્યું.

“જો આ વાતની મમ્મી-પપ્પાને ખબર પડશે તો તેઓ તને ક્યારેય માફ નહીં કરે.”પ્રીતિએ કહ્યું.

રિકી હસ્યો અને કહ્યું, “ખબર પડશે તો ને.”તેણે પ્રીતિને ધક્કો માર્યો અને પોતાના ખિસ્સામાંથી ગન કાઢીને ક્રિતી તરફ તાકી અને ક્રુરતાથી કહ્યું, “હું જે પેપરમાં કહું એમાં ચુપચાપ સાઇન કરી દે નહીં તો ક્રિતીને મારી ગોલીથી કોઇ નહીં બચાવી શકે.

“રિકી,તું મારું ન વિચાર તો કહી નહીં પણ એ તો તારાં ભાઇની દીકરી છે. એટલિસ્ટ એની સામે તો જો.” પ્રીતિએ રડતાં-રડતાં કહ્યું.

“તું સાઇન કરશ કે નહીં?”રિકીએ ગન પર પોતાની પકડ મજબુત કરતાં કર્યું.”

“નહીં, તું પ્લીઝ ક્રિતીને કહીં ન કરતો. હું … હું કરું છું સાઇન.”પ્રીતિ ગભરાઇને બોલી.

રિકીએ બોડીગાર્ડને ઇશારો કરી પેપર આપવા કહ્યું. પ્રીતિ એક પછી એક પેપર પર સાઇન કરતી ગઇ. પણ છેલ્લાં એક પેપર પર આવીને તેની પેન અટકી ગઇ.

“રિકી, આ કાગળ તો આ ઘરનાં છે.આ ઘર સાથે કિરણની ઘણી યાદો જોડાયેલી છે.પ્લીઝ અમારી પાસેથી અમારાં સપનાનું ઘર ન છીન.”પ્રીતિએ ભાવુક થઇને કહ્યું.

“તને આ તારાં સો કોલ્ડ સપનાના ઘરની માર્કેટ વેલ્યુ ખબર છે?”રિકી એક એક અક્ષર છુટો પાડીને બોલ્યો.

“રિકી, પ્લીઝઝઝ.”

રિકીએ ગોળી ચલાવી જે ક્રિતીની બાજુમાંથી પસાર થઇ ગઇ. નાનકડી ક્રિતી ડરનાં લીધે બેહોશ થઇ ગઇ.

“ક્રિતી…” પ્રીતિ ચિલ્લાઈને એ તરફ દોડી. રિકીએ તેનો હાથ પકડીને રોકી લીધી. ગભરાયેલી પ્રીતિએ રિકીને ધક્કો માર્યો.તેથી ગુસ્સે ભરાયેલ રિકીએ તેને જોરથી માથાં પર ગન મારી.ગન લાગવાથી તેનાં માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તે પોતાનું માથું પકડીને નીચે બેસી ગઈ.

રિકીએ પોતાની ગન ફરીથી ક્રિતી સામે તાકી અને દાંત ભીંસીને કહ્યું, “પ્રીતિ, મારી ગન દર વખતે નિશાનો નહીં ચુકે.”

“નહીં, તું પ્લીઝ એને કંઇ ન કરતો. હું આ ઘર પણ તારા નામે કરું છું.” એટલું કહી પ્રીતિએ પોતાનાં હૃદય ઉપર પથ્થર રાખી પેપરમાં સાઇન કરી દીધી.

“બસ, તું જે ચાહતો હતો એ તને મળી ગયું?પણ એક સવાલનો જવાબ દે મને. શું તે આ બધું અમને ધમકાવવા માટે જ કર્યું કે પછી તું સાચે જ પ્રોપર્ટી માટે અમને મારી નાંખત?” પ્રીતિએ રડતાં-રડતાં પુછ્યું.

રિકી જોશ-જોશથી હસવા લાગ્યો અને બોલ્યો, “માય ડિયર ભાભી,જો મેં પૈસા માટે મારાં સગાં ભાઇને કાર એકસિડેન્ટમાં મરાવી નાંખ્યો હોય તો પછી તમે બંને તો મારાં માટે શું છો.”

રિકીની વાત સાંભળી પ્રીતિ સ્તબ્ધ થઇ ગઇ. તેણે રિકીનાં કોલર પકડી તેને પોતાની પુરી તાકાતથી હચમચાવ્યો. “એ તારો સગો ભાઇ હતો. તને જરા પણ વિચાર ન આવ્યો તમારાં બંનેના સબંધનો.”પ્રીતિએ ગુસ્સાથી પુછ્યું.

રિકીએ ઝટકા સાથે પોતાનો કોલર છોડાવ્યો અને પ્રીતિનાં માથાં પર ગન તાકી.

“અચ્છા, તો તારાં શૈતાની અને લાલચી મગજને લાગણી નહીં પરંતુ પૈસાની તલબ હતી.અરે એક વાર કહી તો જોયું હોત, કિરણ તારાં માટે ખુશી ખુશી બધું તારાં નામે કરી દેત.ખાલી થોડાં જમીનના ટુકડા માટે આ ખૂની ખેલ ખેલવાની શી જરૂર હતી.”પ્રીતિએ કહ્યું.

“બસ કર. હું અહીં તારું લેક્ચર સાંભળવાં નથી આવ્યો. રિકી બેફિકરાઇથી બોલ્યો.

“હું તારો પક્ષ લઇને કિરણ અને પપ્પાને ક્યારેક સમજાવતી. મને તો આ વિચાર માત્રથી જ મારાં ખુદ ઉપર તિરસ્કાર થાય છે.પણ એ ભુલ હું પાછી નહીં દોહરાવું. હું હમણાં જ જઇને પોલીસને બધું જણાવી દઉં છું.”એટલું કહી પ્રીતિ ક્રિતી તરફ જવા ગઇ પરંતુ ત્યાં જ રિકીએ તેનો હાથ પકડી લીધો.

“અરે મારી ભોળી ભાભી,તને શું લાગે છે મેં તને આ બધું એટલાં માટે કહ્યું કે તું સીધી જઇને પોલીસને જણાવી દે?ના ના. હવે મારો ભાઈ તમારી રાહ જોઇને કંટાળ્યો હશે. તેથી તમને બંનેને પણ જલ્દી ત્યાં મોકલી દવ અને આ બધું તો એટલાં માટે કહ્યું કે તમે ઉપર કોઇ ગલતફેમલી લઇને ન જાવ અને મારાં જેવાં દાનવને થોડો ઘણો પણ સારો ન સમજી લો.” રિકી લુચ્ચું હસીને બોલ્યો.

પ્રીતિએ રિકીનાં ગાલ ઉપર એક ઝાપટ મારી અને તેનાં હાથમાંથી ગન લેવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સે ભરાયેલા રિકીએ પ્રીતિને જોશથી ધકો મારી નીચે પાડી. એ જ દરમિયાન ક્રિતીને હોંશ આવતાં તેણે પોતાની આંખો ખોલી અને સામે પોતાની મમ્મીને નીચે પડેલ જોઇ. તે દોડવા ગઇ પરંતુ તેનું ધ્યાન પડ્યું કે બોડીગાર્ડે તેને પકડી રાખી છે. તેથી તેણે બોડીગાર્ડનાં હાથમાં બટકું ભરી પોતાની જાતને
છોડાવી અને “મમ્મી”બુમ પાડતાં પ્રીતિ તરફ ભાગી. ક્રિતી પ્રીતિ પાસે પહોંચે એ પહેલાં જ રિકીએ પોતાની ગનમાંથી ગોળી છોડી,જે નાનકડી ક્રિતીને લાગી.”