Love Bichans - 19 books and stories free download online pdf in Gujarati

લવ બાયચાન્સ - 19

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન એના મમ્મી - પપ્પાને ઝંખના વિશે જણાવે છે. અરમાન મેરેજ કરવા તૈયાર થઈ ગયો એ જાણીને કવિતાબેન ખૂબ જ ખુશ થાય છે. વિજયભાઈ પણ ઝંખનાના મમ્મી સાથે મળવા તૈયાર થાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )


આજે અરમાનના મમ્મી - પપ્પા આવવાથી લતાબેન ખૂબ જ ઉત્સાહિત હોય છે સાથે સાથે થોડા ટેન્શનમાં પણ હોય છે.


ઝંખના : અરે મમ્મી તુ ટેન્શન કેમ લે છે. અરમાને વાત તો કરી છે. અને એને વિશ્વાસ છે કે એના મમ્મી પપ્પા માની જશે.


લતાબેન : અરે દિકરા ટેન્શન તો થાય જ ને મેરેજ વખતે બધુ જ જોવામાં આવે છે. અને એ લોકો તારા પિતા નથી અને એક એકલી માતા કેટલો વ્યવહાર કરશે એ વિચારીને ના કેહશે તો ?


ઝંખના : ના એવુ બિલકુલ નહી થાય. હું અરમાનને ઓળખુ છું. એના વિચાર અને સોચને જાણું છું. તો આ વિચાર એને એના માતા પિતા તરફથી જ મળ્યા હશે ને. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આવી પરિસ્થિતિ નહી આવે.


લતાબેન : ભગવાન કરે તુ કહે એમ જ થાય. ચાલ મને થોડી મદદ કર.


** ** **


સાંજે અરમાન ના પેરેન્ટ્સ ઝંખનાના ઘરે આવે છે. લતાબેન એમનુ દિલથી સ્વાગત કરે છે. વિજયભાઈ એ પેહલેથી કહી રાખ્યુ હોય છે કે એ લોકો જમવા માટે રોકાશે નહી. એટલે લતાબેને નાસ્તો બનાવી રાખ્યો હોય છે.


બધા હૉલમાં બેસે છે. ઝંખના બધાને નાસ્તો આપે છે. કવિતાબેન અને લતાબેન બંને એમની વાતોમાં લાગે છે. વિજયભાઈ ઝંખનાને થોડા સવાલો પૂછે છે. લતાબેન ઝંખનાના પિતાના ડેથ વિશે જણાવે છે.


લતાબેન : માફ કરશો અમારા ઘરમાં કોઈ પુરુષ નથી. એટલે જે પણ વાત કરવાની છે એ મારે જ કરવાની છે. અને જે કંઈ પણ નક્કી કરવાનુ છે અમારે બંને એ જ કરવાનુ છે. હા ઝંખનાની ફોઈ છે. પણ આટલા ટૂંકા સમયમાં હું એમને બોલાવી ના શકી. પણ મને વિશ્વાસ છે કે ઝંખનાના મેરેજનું સાંભળીને એ પણ બહુ ખુશ થશે.


વિજયભાઈ : ના ના.. એમા માફી શા માટે. અને જ્યારે એક મહિલા આખુ ઘર સંભાળી શકે છે તો ઘરના ડીસીઝન પણ લઈ જ શકે છે.


કવિતાબેન : હા બિલકુલ.. અમે એવુ બિલકુલ નથી વિચારતા. અને આમ પણ આજે તો મારે ખાલી મારા દિકરાની પસંદ જોવી હતી. એટલે અમે આટલા ઉતાવળમાં આવ્યા.


વિજયભાઈ : એ તો છોકરાઓએ એકબીજાને પસંદ કરી લીધા. અને હવે આપણને કહે છે કે મેરેજ કરી આપો.


વિજયભાઈના આ રીતના વાત કરવાથી ઝંખના થોડી ગભરાઈ જાય છે. અને અરમાન તરફ ઈશારો કરીને પૂછે છે. કે બધુ બરાબર છે ને. અરમાન પણ એને ઈશારાથી બધુ બરાબર છે અને ચિંતા ના કરવાનુ કહે છે.


લતાબેન : માફ કરશો. બાળકોએ આમ આપણને અચાનક કહ્યુ. પણ સાચુ કહુ તો મને મારી દિકરી પર પૂરો ભરોસો છે. એની પસંદ યોગ્ય જ હશે. અને અરમાનને જોતા મને મારા વિશ્વાસ પર વિશ્વાસ થઈ ગયો.


કવિતાબેન : અરે હું તો એટલી ખુશ છું કે તમને કહી નથી શકતી. કેટલા સમયથી આને મેરેજ માટે મનાવીએ છીએ. પણ આ ભાઈ માને તો ને. હું તો ઝંખનાનો આભાર માનીશ કે એના કારણે મારી આ ઈચ્છા પૂરી થશે.


વિજયભાઈ : પણ હું ખુશ નથી.


વિજયભાઈના આમ કહેવાથી ચારેય જણ એમની તરફ જોઈ છે. આમ પણ તેઓ આવ્યા ત્યારનુ એમનુ વર્તન અજીબ હોય છે. એમા પણ એમણે આ કહ્યુ એટલે બધા ચોકી ગયા. લતાબેન ઉદાસ થઈ ગયા. ઝંખનાનુ મોઢુ તો સાવ પડી ગયુ. કવિતાબેન અને અરમાન પણ વિચારમાં પડી ગયા કે આજે એમને શું થયું.


પણ અચાનક એકદમ જોરથી હસવાનો અવાજ આવ્યો અને બધા એ તરફ જોવા લાગ્યા. તો વિજયભાઈ જોરથી હસતા હોય છે.


વિજયભાઈ : માફ કરશો.. લતાબેન.. મે થોડું નાટક કર્યુ. મને થયુ સસુરજી બનવા જાઉ છું તો થોડુ સસરાનો એટીટ્યુડ બતાવું. પણ ઝંખના બેટા એટલી પ્યારી છે કે હું એની સામે મારુ કડકપણુ બતાવી જ ના શક્યો. અને એ ઝંખના પાસે જાય છે. અને એનો ચેહરો હથેળીમાં લે છે. અને કહે છે. માફ કરજે બેટા તને થોડા સમય માટે ઉદાસ કરવા માટે. હું ખુશ નથી પણ બહુ જ ખુશ છું. કે તુ મારા અરમાનની પસંદ છે.


અરમાન : શું પપ્પા તમે પણ અમને ડરાવી મૂક્યા.


વિજયભાઈ : બેટાજી તે અમને આટલો મોટો ઝટકો આપ્યો તો હું પણ તો નાનો એવો ઝટકો આપી જ શકું ને. તુ મને એક વાત કહે તો આ ઝંખના તને ગમી ગઈ એ તો સ્વાભાવિક છે. પણ ઝંખનાને તુ કેવી રીતે પસંદ આવ્યો. બેટા તે એને પસંદ કેવી રીતે કર્યો. એ ઝંખનાની તરફ જોઈને કહે છે.


અરમાન : ઓહ ડેડ.. તમારા આ હેન્ડસમ દિકરા પાછળ કેટલીય છોકરી ફીદા છે. તમે મને underestimat ના કરો.


અરમાન એની વગર કૉલરની ટી - શર્ટ પકડીને કહે છે. તેની આ વાત પર બધા હસવા લાગે છે.


કવિતાબેન : ચાલો હવે તમારો મજાક પૂરો થયો હોય તો હવે કંઈક કામની વાત કરીએ.


લતાબેન : હા હવે જરૂરી વાત કરી લઈએ.


વિજયભાઈ : હા પણ એક વાત કહી દઉ છું મેરેજ એકદમ ધામધુમથી થશે. અને એ પણ જલ્દી.


લતાબેન : હા તમે ફીકરના કરો. તમે જેમ કેહશો એમ મેરેજ કરીશું.


વિજયભાઈ : અમે અમારા પંડિત પાસે મૂરત જોવડાવી લઈએ. તમે પણ તમારા પંડિતને પૂછી લેજો. પછી આપણે આપણા નજીકના સગા સાથે મળીને બધુ નક્કી કરી લેશું.


લતાબેન : હા જરૂર..


કવિતાબેન ઝંખના પાસે જાય છે. અને એના હાથમાં કંગન પહેરાવે છે. અને એનુ માથુ ચૂમતા કહે છે. ' જલ્દી જલ્દી મારી અરમાનની પત્ની બનીને ઘરે આવી જા. અમે તારી રાહ જોઈએ છીએ. ' ઝંખના એમને અને વિજયભાઈ ભાઈને પગે લાગે છે.


વિજયભાઈ : અરમાન તરફ જોઈને કહે છે ચાલો બરખુરદાર જઈએ હવે.


અરમાન : માથુ ખંજવાળતા.. હમ્મ પપ્પા તમે લોકો જાઓ હું થોડીવારમાં આવુ છું.


વિજયભાઈ : હમ્મ.. હું એ જ વિચારતો હતો કે આ ભાઈ કંઈ કેહતો કેમ નથી. અને હસવા લાગે છે. સારુ અમે જઈએ છીએ. પણ વહેલો આવી જજે.


લતાબેન એમને બહાર સુધી મૂકવા જાય છે. અરમાન ઝંખનાને એના બેડરૂમમાં લઈ જાય છે. અને એને એકદમ hug કરી લે છે. ઝંખના એના આમ કરવાથી થોડી awkward થઈ જાય છે. અરમાનને પણ પછી ખ્યાલ આવતા એ પણ એનાથી દૂર થાય છે. અને કહે છે. I am sorry.. i am really sorry..


ઝંખના : its ok અરમાન.. તારે માફી માંગવાની જરૂર નથી.


અરમાન : thank you.. હું કેટલો ખુશ છે એ હું તને જણાવી નથી શકતો.


ઝંખના : હમ્મ..


અરમાન : પણ તુ ખુશ હોય એવુ નથી લાગતુ. કેમ ઉદાસ છે તુ. શું તું આ મેરેજથી ખુશ નથી.


ઝંખના : ના અરમાન એવુ બિલકુલ નથી. હું ખુશ છું. પણ આપણે મારી પ્રેગ્નન્સીવાળી વાત છૂપાવીને ખોટુ કરી રહ્યા છીએ. એ લોકો કેટલા ખુશ છે. જ્યારે એમને આ વિશે જાણ થશે ત્યારે એ લોકોને કેટલુ દુઃખ થશે. શું પછી પણ તેઓ મને આટલો જ પ્રેમ આપશે.


અરમાન : ઝંખના તુ બિલકુલ પણ ઉદાસ ના થા. હું જલ્દી જ મમ્મીને આ વિશે વાત કરીશ. તુ ચિંતા ના કર.


ઝંખના : અરમાન...


અરમાન : હા બોલ..


ઝંખના : thank you..


અરમાન : thank you શા માટે..


ઝંખના : બધી જ વાત માટે પેહલા તો મને આટલો પ્રેમ કરવા માટે. મારો સપોર્ટ કરવા માટે. હંમેશા મારો સાથ આપવા માટે. જ્યારે તને ખબર છે કે હું તો તને પ્રેમ પણ નથી કરતી.


અરમાન : અરે બસ બસ.. હું તો આટલા આભાર વચ્ચે દબાઈ જઈશ. ઝંખના હું તને ખૂબ જ પ્રેમ કરુ છું. રહી વાત તારા પ્રેમની તો મારો પ્રેમ પૂરતો છે આપણા બંને માટે. હું તારી ખુશી માટે કંઈ પણ કરી શકું છું. બસ તુ મારી એક ઈચ્છા પૂરી કરી શકીશ.


ઝંખના : શું.


અરમાન : બસ એક મસ્ત મજાની સ્માઈલ આપ મને..


અરમાનની આ વાત સાંભળીને ઝંખનાના ફેસ પર આપોઆપ સ્માઈલ આવી છે.


અરમાન : wow.. that's my girl.. બસ આવી રીતે જ હસતી રેહજે. અને એ ઝંખનાને bye કહી ઘરે જાય છે.


( દોસ્તો અહી પણ બધુ સારી રીતે થઈ ગયુ. કોઈ પ્રોબ્લેમ ના આવી. અરમાનના પેરેન્ટ્સ પણ ખુશી ખુશી માની ગયા. તો હવે આગળ શું થશે એ જાણીશું આવતા ભાગમાં. ત્યા સુધી ખુશ રહો મસ્ત રહો બિલકુલ મારી જેમ.. 😇😇 )


Tinu Rathod - Tamanna