MY POEMS PART 42 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 42

કાવ્ય 01

દિવાળી ના દિવસો....ની શુભેચ્છાઓ.. 🌹

આવી ગયા દિવાળી ના તેડાં
રહેજો તમે કાયમ મોજ મા

અગિયારસ થી લાભ થાય ઘણા
બારસ થી મળે વાઘ જેવું સામથર્ય

ધનતેરસ ના કરજો લક્ષ્મી પૂજા
આખુ વર્ષ રહે લક્ષ્મીજી ની કૃપા

કાળી ચૌદશ થી થાય અનિષ્ટ નો નાશ
દિવાળી ની જેમ જગમગી ઉઠે જીવન

નૂતનવર્ષાભિનંદન થી બંધાઈ
સંબધો ના મીઠાં ગાઢ બંધન નવા

ભાઈબીજ થી વધે કુટુંબ પ્રેમ
ત્રીજ થી તાકાત ને ચોથ થી વધે ચતુરાઈ

લાભ પાંચમ થી થાય લાભ પુષ્કળ
આખુ વર્ષ રહો સુખી સમૃદ્ધ ને તદુરસ્ત

મા લક્ષ્મી અને મા સરસ્વતીની કૃપા
વરશે તમારી ઉપર વરસો વર્ષ

કાવ્ય 02

દિવાલી...

આવી આવી દિવાલી... આવી
પ્રગટાવી દિવા દિવાળી ને વધાવો

આવી આવી દિવાલી...આવી
ઘર સજાવો... આંગણ સજાવો

આવી આવી દિવાલી... આવી
નવા ઉમંગ ઉત્સાહ નો સંચાર લાવી

આવી આવી દિવાલી... આવી
સૌને દિવાળી ની અંતર ની શુભકામના

આવી આવી દિવાલી... આવી
આવતું વર્ષ તમારું શુભ મંગલ રેજો

આવી આવી દિવાલી... આવી
મા લક્ષ્મી, મા સરસ્વતી ની કૃપા વરસજો

આવી આવી દિવાલી... આવી
તમારી દરેક મહેચ્છાઓ પૂર્ણ થાજો ...

આવી આવી દિવાલી... આવી
ઈશ્વર ગરીબી ને નેસ્તનાબૂદ કરજો

આવી આવી દિવાલી... આવી
વિશ્વ મા ચારેકોર સુખઃ શાંતિ થાજો

આવી આવી દિવાલી... આવી
વિશ્વ મા મંગલ આનંદોત્સવ રહેજો

આવી આવી દિવાલી... આવી
સૌને તન મન ધન થી સુખી કરજો

કાવ્ય 03

ઊંચી ઉડાન......

દિવસ પછી રાત અને રાત પછી દિવસ
અંધકાર પછી પ્રકાશ છે કુદરત નો નિયમ

સુખઃ અને દુખ સિક્કા ની છે બે બાજુ
જીવન છે તડકો - છાંયડો આવે ને જાય

અટકવું નહી, વહેતા રહેવું નિરંતર પાણી જેવું
યાદ રાખો બંધાઈ રહેવા થી પાણી ગંધાઈ જાય

વહેવા થી નાના ઝરણાં માંથી બને વિશાળ નદી
વહેતી નદી ના નીર થી જ હરિયાળી ક્રાંતિ થાય

કસોટી લેનાર સમય છે હંમેશા બળવાન
ટકે નહી કોઇ નો ક્યારેય એકસમાન

આંખ ખોલવા થી સોનેરી સવાર થાય
ખોલવી પડે પાંખ ઊંચી ઉડાન ભરવા

સપનાઓ સાકાર કરવા ખોલવી પડે આંખ
પડે આકાશ નાનું ઊંચી ઉડાન ભરનાર નું

કાવ્ય 04

વિશ્વાસ રાખજે તું.....

મંઝિલ છે બહુ દૂર ને અતિ વિકટ,
કપાણી કેટલી મંઝિલ કોને ખબર???

રાખજે એક્દમ બુલંદ પહાડી વિશ્વાસ
હજુ કેટલી નજીક છે સફર, કોને ખબર ???

આવશે મન ને વિચલિત કરી નાખે એવી
આકરી અસહય તકલીફો કઈ દિશા માંથી ,
કોને ખબર??

કરી લે તું મન ને વધુ બુલંદ
આપવાની બાકી છે કેટલી કસોટી
કોને ખબર???

તું તૈયાર રહે કાયમ યોદ્ધા ની જેમ,
કેટલું બાકી છે લડવા નું જીત માટે ,
કોને ખબર??

નથી ડગર જીત ની મુશ્કેલ,
જીત છે પાકી તારી,.મને છે ખબર...

બસ વિશ્વાસ રાખજે તું....તારી ઉપર
વધતો રહેજે જીત ની ડગર ઉપર આગળ..

કાવ્ય 05

શરદ પૂર્ણિમા... એક અદ્ભુત રાત્રિ

આસો સુદ પૂનમેં સોળે કળાએ
ખીલતો ચંદ્રમા નો અલૌકિક નઝરો
એટલે શરદ પૂર્ણિમા

ચાંદી ની ચમક જેવા ચંદ્ર ના શ્વેત કિરણો થી
પ્રકૃતિ ઉપર રઢિયાળી દૈવિક રાત સર્જાય
એટલે શરદ પૂર્ણિમા

ઝાકળ જેવી શીતળ ઠંડક આપતી અને
આકાશ માંથી વરસતી અમૃત વર્ષા ની રાત્રિ એટલે શરદ પૂર્ણિમા

અત્ર તત્ર સર્વત્ર શ્વેત પ્રકાશ કુંજ નો નઝારો
પ્રભુ તણાં સ્પંદનો મા પ્રકૃતિને વહેવાની મોકળાશ એટલે શરદ પૂર્ણિમા

નિર્મળ વિશુદ્ધ પાવકપ્રેમ થી તરબતર થઈ
ધરતી ના ઓવારણાં લેતો
કૃષ્ણ સંગ ગોપીઓ નો અપ્રીતમ રાસોત્સવ
એટલે શરદ પૂર્ણિમા

અધોગતિ થી ઉદ્ભવૅગતિ તરફ લઈ જતી ચમત્કારિક આધ્યાત્મિકતા વાળી રાત્રિ
એટલે શરદ પૂર્ણિમા

પ્રકૃતિ નું રઢિયાળુ અલૌકિક રજત પર્વ
જેને જોવા સ્વર્ગ લોક માંથી ખુદ ઈંદ્ર દેવ
પૃથ્વી લોક ઉપર આવે તે રઢિયાળી રાત્રિ
એટલે શરદ પૂર્ણિમા

હિરેન વોરા