Sant Jalarambapa books and stories free download online pdf in Gujarati

संत जलारामबापा

#વીરપુરના-વિશ્વવિખ્યાત-સંત-જલારામબાપા...
. 🙏🏿🌺🙏🏿
. વીરપુરનું નામ પડે એટલે તરતજ જલારામ બાપાનું નામ જીભે રમતું થઇ જાય. ગુજરાતના ઘણા લોકો આ સંતના હાલના રાજકોટ જિલ્લામાં આવેલા નાનકડા ગામ વીરપુર ધામે દર્શને જઈ આવ્યાં છે.
. તેમનો જનમ સંવત -1856 કારતક સુદ સાતમ તારીખ-04/11/1799 સોમવાર અને અભિજીત નક્ષત્રમાં માતા રાજબાઇને કુખે વીરપુર ગામે થયો હતો.પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું અને તેઓ ગુજરાતી લોહાણા જાતિના હતા.
. જન્મથી જ તેઓ દાન દક્ષિણાના હિમાયતી હતા.તેમનો જનમ લોહાણા પરિવારમાં થયો હતો એટલે તેમને તેમના પિતાશ્રીએ દુકાને વણજ અર્થે બેસાડ્યા પરંતુ તેમનું ચિત્ત વણજ માં હતું જ નહીં. તેમની દુકાને કે ફળિયામાં કોઈ સંત સાધુ આવે તેમને ઘેર લઇ આવી જમાડી દાન દક્ષિણા આપે. તેવો આ પરોપકારી જીવ હતા.
. તેમનાં આવાં વર્તન જોઈ બાપા પ્રધાન ઠકકરે મનોમન વિચાર કર્યો કે છોકરો સાધુ બની જશે તો આ પેઢી કોણ સંભાળશે? તેમ સમજી ખુબ નાની 16 વરસની ઉંમરે જલારામને આટકોટ ગામના પ્રાગજીભાઈ સોમૈયાની દીકરી વીરબાઈ સાથે લગ્ન કરી દીધાં તેમનાં લગ્ન સંવત 1872 માં થયાં અને તેમનાં થકી એક પુત્રી નામે જમનાબાઇ હતાં.તેમની આ દીકરી મોટી થતાં તેમને કોટડાપીઠ ગામે પરણાવ્યાં અને તેમના દીકરાના દીકરા lને જલારામ બાપાએ દત્તક લીધા. Lજેમનું નામ હરિરામ હતું.
. જલારામ બાપાની માતા રાજબાઈ હતાં. જલારામને ગામમાં બધાં જલો,જલિયાણ કે જલારામથી સૌ બોલાવતાં.જલારામ બાપા રામના પરમ ઉપાસક હતા.તેમને વીરબાઈએ કીધું કે ગુરુ વગર જ્ઞાન ના મળે,ગુરુ વગર મોક્ષ ના મળે તે માટે તેમણે નજીક ના ફતેહપુરા ના તત્કાલીન પ્રખ્યાત સંત bhojalramની પાસે ગુરુ મંત્ર દીક્ષા લઇ ગુરુ બનાવ્યા.
. સંવત 1877 માં જલારામને 'બાપા' નું નામ પાછળ વિશેષણ ઉમેરાયું અને ત્યારથી તે જલારામબાપા નામથી ખ્યાત થયા. મુસ્લિમ વેપારીના દીકરાને વ્યાધિમુક્ત કરતાં તે વેપારીએ "જલા સો અલ્લાહ" જલારામ ને ઓલિયા નો અવતાર સમજવા લાગ્યા. સંવત 1886 માં જલારામના ભંડારામાં એક સાધુ આવ્યા અને અક્ષયપાત્રાનું વરદાન આપ્યું.તે સાધુએ એક લાડૂ લઇ ભૂકો કરી ચારે દીસા જમાડી આશીર્વાદ આપ્યાં કે અખૂટ.. અખૂટ.. અખૂટ કહી તે અલોપ થઇ ગયા ત્યારથી આજ સુધી ચાલતું સદાવ્રત અવિરત ચાલે છે. તેમનો અખૂટ ભંડાર આજ સુધી ખૂટ્યો નથી.ત્યાંના વ્યવસ્થાપકો એ સને 2000 માં જાહેરાત કરવી પડી કે જલારામ ટ્રસ્ટ ને હમણાં કોઈ દાન મોકલશો નહીં.
. જલારામ દાનેશ્વરી છે,તેની પરીક્ષા માટે આવેલ એક વૃદ્ધ સાધુ એ માંગણી કરી કે જલારામ ! હું માંગુ તે આપો તોજ હું તમારું જમું.જલારામ ને મોઢે તરતજ હા પડી અને તે સાધુ જમ્યા પરિણામ સ્વરૂપ માંગણી કરી કે તમેં વચન બદ્ધ છો માટે મને તમારી પત્ની આપો.જલારામે પળ નો વિચાર કર્યાં વિના બોલ્યા કે "જયાં મળે રોટલાનો ટુકડો ત્યાં હરી ઢૂકડો", મારે આંગણે કોઈ અતીથિ ભૂખ્યો ના જાય માટે મારી પ્રતિજ્ઞા છે તેમ છતાં તેમનાં પત્નીની અનુમતિ લેવા ગયા અને વીરબાઈ એ પણ હા ભણી.... તેમને લઇ તે સાધુ થોડે સીમ ગયાં ત્યાં વીરબાઈ ને કીધું કે દેવી તમેં અહીં ઊભાં રહો..,હું આવું છું.કહી ઝોળી અને લાકડી વીરબાઈ ને આપી સાધુ કુદરતી હાજતે જવાને બહાને વીરબાઈને મૂકી અંતરધ્યાન થયા તે પાછા ના આવ્યા અને વીરબાઈ ને વાજતે ગાજતે ઘર લાવ્યા.આજે પણ મંદિર પરિસરમાં આ બેઉ વસ્તુ કાચની પેટીમાં દર્શનાર્થી માટે ખુલ્લી રાખવામાં આવી છે.આવું ઉદાત ચરિત્ર વીરબાઈ સંવત 1835 તા.18/11/1878 કારતક વદ નોમ ને સોમવારે પરલોકવાસી થયાં.
. જલારામબાપાએ ચારેધામની જાત્રા કરી.અને તા 18/11/1820 ના રોજ જલારામબાપાએ વીરપુર ખાતે સદાવ્રતની શરૂઆત કરી તે આજે પણ દરેક પ્રવાસીઓને મફત જમાડવામાં આવે છે.
. જે ઠેકાણે જલારામ બાપાની મૂર્તિ છે તે જ એમનું ઘર હતું.તેમને એક દીકરી હતી,જલારામ બાપાને દીકરો ન્હોતો.તેથી તેમની દીકરીના દીકરાના દીકરા હરિરામને ગાદી વારસ સોંપી તેઓ આ દુનિયામાં સંવત 1937 સને 1881 મહાવદ દસમ ને બુધવારે 81 વરસની ઉંમરે રામભજન કરતાં કરતાં પરબ્રહ્મલિન થયા.
. જયારે વીરપુર બાપાને દર્શને જઈએ ત્યારે તેમના ચમત્કારને નહીં તેમની લૉક સેવા અને અવિરત ચાલતા સદાવ્રત માટે, લૉક કલ્યાણ, રોગીઓની સેવા, ભૂખ્યાને ભોજન માટે આ યુગપુરુષે શું શું કષ્ટ ભોગ,પરીક્ષાઓ આપી હશે તે તો તેને માટે પુસ્તકો ફંફોસવા પડે તેમના આવાં કામો યાદ કરીને જઈએ તો તેમનાં સાચા અર્થમાં દર્શન કર્યાં લેખાશે.(ગાદી વારસ તરીકે હરિરામ બાપા તેના પછી તેના દીકરા ગિરધરરામ બાપા તેના જયસુખરામબાપા અને હાલ તેના રઘુરાબાપા હાલ ગાદી સંભાળે છે.)
"રામ નામ મે લિન હૈ, દેખત સબમે રામ!
તાકી પદ વંદન કરું, જય જય જલારામ."
✍️સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )🌺