The passion of desire books and stories free download online pdf in Gujarati

ઈચ્છાનું જનુન

"ઈચ્છાનું જનુન"


'જે અનંત સમય સુધી ચાલવું જોઈએ'


જ્યારે આપણે બધાં કે હાલમાં શાળામાં ભણતા હોઈએ ત્યાંરે આપણામાથી અમુક વિધાથીઓને વર્ગખંડમાં બંક મારવાની ઘણી આદતો હોય છે, કે આજે શાળાએ નહીં જવું. તો અમુક વિધાથીઓને વર્ગનાં અમુક વિષયોમાં રસ નથી હોતો એટલે તે વિષયનાં વર્ગમાં બંક મારે છે અને તે હાજર નથી રહેતાં. પંરતુ આવું કામ કરવાથી બીજા કોઈ પર અસર નથી પડતી પરંતુ ખુદ વિધાથીનાં અભ્યાસ પર અસર પડે છે. જેનું અંત સમયે વિધાથીનેજ ખરાબ પરિણામ ભોગવવું પડે છે. આથી દરેક વિધાથીઓને આ શિક્ષાનાં સાર અને સમજણને કેળવવી પડશે.


આવી સમજણને જીવનમાં ઊંડે સુધી ઉતારનાર એક વિદ્યાથી, જેનું નામ આકાશ હતું. ભણવમાં તે હોશિયાર પણ સાથે થોડીક આળસ પણ મવડી લેતો. તે ધોરણ ૧૨ માં ભણતો હતો અને સાથે સાથે ટ્યુશન વર્ગમાં પણ જતો. ધોરણ ૧૨ માં સવારે વહેલાં ટ્યુશન ક્લાસ ચાલુ થઈ જતાં. આથી સવારે વહેલાં ૪.૩૦ વાગ્યે જાગીને તૈયાર થઈને ટયુશન કલાસમાં ૫.૩૦ પહોચવું પડતું.


ચોમાસામાંની સુંદર ઋતુ અને વરસાદી વાતાવરણ બનેલું રહેતું. આકાશ એ વાંચન માટે પુસ્તકાલયમાં પણ જતો અને શાળાં સિવાયનો બાકીનો સમય પુસ્તકાલયમાં જ પસાર કરતો. એક વાર આકાશ સાજે પુસ્તકાલયમાં વાચવાં ગયેલો અને પુસ્તકાલયનો પાકકો સમય રાત્રે ૧૨.૦૦ વાગ્યે બંધ થઈ જાય. અચાનક વાચતાં વાચતાં તેને થોડી નીંદર ચડી જાય છે. જે તેની એક નાની આળસ બતાવતી હતી.


અચાનક રાત્રે તેની નીંદર ઉડી જાય છે અને તે દિવાલ પર ટાંગેલી મોટી ઘડીયાળ પર નજર કરે છે, અરે ૧.૦૦ વાગી ગયાં. ૧.૦૦ વાગ્યાં એટલે પુસ્તકાલયતો બંધ અને ત્યાનો મોટો દરવાજો પણ બંધ થઈ ગયેલો હોય છે. તે વોચ મેનને કહે છે કે તેને જવાં દે પણ તે ના પાડે છે. વોચ મેન કહે છે કે પુસ્તકાલય સવારે ૫.૦૦ વાગ્યે જ ખુલશે.


થોડા સમય પછી આકાશ ત્યાજ સુઇ જાય છે અને તેને મનમાં જાણ હતી કે તેને સવારે વહેલાં જાગવું અને જવું પડશે. તો જ હું ટયુશનમાં સમયસર પહોંચી શકીશ. તે ૫.૦૦ વાગ્યે ઊઠી જાય છે. આકાશ ઘરે જવાં નિકળી પડે છે. પણ તે જ સમયે ચોમાસાનાં લીધે ધોધમાર વરસાદ અને પવન વહેવાં લાગ્યો. અંદાજીત ૧.૫ કીલોમીટરનો રસ્તો હતો પુસ્તકાલયથી ઘરે અને બીજાં ૧.૦ કીલોમીટરનો રસ્તો ઘરેથી ટયુશન કલાસ સુધી.


ધોધમાર વરસાદમાં પણ તેને એક જનૂન હતું કે તેને ટ્યુશન ક્લાસમા પહોચવાનું. તે પણ ૫.૩૦ વાગ્યે. તેને મનમાં Fix જ કરીને રાખેલું કે પાક્કુ ૫.૩૦ વાગ્યે જ પહોચી જવું છે. ઘણાં વિધાથીઓને મનમાં એવું થાય કે ચાલો આજ રજા પાડી દવ. પણ આકાશ પ્રામાણિક વિધાથી અને જો એક વિષયનો ટોપીક પણ છૂટી જાય તો તેને જ હાની પહોચે તે એવું માનતો હતો.


આથી આવાં ધોધમાર વરસતાં વરસાદમાં તે પલળતા પલળતા સો પ્રથમ ઘરે જઈ રહ્યો હોય છે ત્યારે સમયસર પહોંચવાં માટે તે ખૂબ ઝડપથી દોડે છે અને અચાનક રસ્તાં પરની ઝાંખી લાઈટોનાં નજરથી તે લપસી પડે છે અને ધડાકા ભરે રસ્તાં પર પડે છ. પણ તે હિમત ના હાર્યો અને પાછો ફરથી દોડ્યો. કારણકે તે સમયે ફકત તેની પાસે એક ક્ષણનો પણ સમય જ ના હતો. ધોધમાર વરસતો વરસાદ પણ જાણે કહી રહ્યો હોય કે તું આગળ વધ. કારણ કે તારે મારાથી પણ આગળ વધવાનું જનુન છે. આથી તે પાછો દોડ્યો અને પાછો પડયો કારણ કે મનમાં એક ગાંડપણ હતુુ કે તેને ઝડપથી પહોચવું જ છે. બસ હવે આવાં પડવાનાં વિચારો મુકીને તે પોતાનાં જનુનથી ઘરે પહોંચી જાય છે. હવે સવારનાં ૫.૧૫ થઈ હોવાથી અને ફકત નાહીને અને જમ્યાં વગર જ તૈયાર થઈને છત્રી લઈને ટયુશનમા ૫.૩૦ વાગ્યે પહોંચી જાય છે. આમ આકાશ ફક્ત અડધાં કલાકમા જ પોતાની સફર ખેડી લે છે.


"જે મનુષ્યને ઈચ્છાનું જનુન હોય, તે બધાજ કામ શકય બનાવી શકે છે"


કિનારાઓ નથી મળતાં, તો શું તરતાં છોડી દેવાય,

જ્યાં હિંમત છે ત્યાં કિનારાઓ પણ સામે મળે છે..

રસ્તાઓ નથી મળતાં, તો શું ચાલવાનું છોડી દેવાય,

જ્યાં જનુન છે ત્યાં રસ્તાઓ પણ સામે મળે છે..

ઉણપો નથી મળતી, તો શું પ્રયત્ન છોડી દેવાય,

જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં ઉણપો પણ સામે મળે છે..

સુખ નથી મળતું, તો શું જીવવાનું છોડી દેવાય,

જ્યાં વૈરાગ્ય છે ત્યાં સુખ પણ સામે મળે છે..


"સમસ્યાઓ અને બાધાઓ તો મનુષ્યનાં રસ્તામાં જ પડેલી હોય છે પણ જયાં જનુન અને કઈક કરવાની હિંમત હોય તો તે જરુંર સફળ થાય છે"


મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com