Krupa - 19 books and stories free download online pdf in Gujarati

કૃપા - 19

(રામુ ગનિભાઈ ના માણસો સાથે મિત્રતા કેળવી કૃપા ની ભાળ તો મેળવી લે છે,પણ ત્યાં પહોંચવું કેમ.કાના ને રૂમ માં રહેલા દરવાજા માં કેમ શંકા ગઈ જોઈએ આગળ..)

કૃપા અને કાનો કાના ના રૂમ માં બેઠા હતા.પેલો માણસ બેઠો હતો,તેના પર નજર રાખી ને જ કૃપા ને પણ તેનો ખ્યાલ હતો.બંને એકબીજા સાથે વધુ ઇશારાથી જ વાત કરતા હતા.

કાના એ કૃપા ને ઈશારા થી દરવાજો બતાવ્યો,અને જે માણસ એને ખોલે છે,એ પણ બતાવ્યો.કૃપા એ તે જોયું. અને તેને કાના ને કંઈક ઈશારો કર્યો.અચાનક જ કૃપા જમીન તરફ ઝૂકી ને કંઈક ગોતવા લાગી.કાનો પણ તેને અનુસર્યો.પેલો માણસ આમ બંને ને જમીન પર કંઈક શોધતા જોઈ ત્યાં આવ્યો.તો કૃપા પોતાની કાન ની બાલી પડી ગઈ તે શોધે છે,એમ કહ્યું.

અને અમે શોધી લઈશું તમે જાવ કહી ને એને ત્યાંથી હાંકી કાઢ્યો.બંને એ જોયું કે એ માણસ સિવાય કોઈ બીજું અહીં આવ્યું નહતું.તો પછી આ રૂમ માં આવી ધૂળ ક્યાંથી આવી!કેમ કે ફાર્મહાઉસ માં તો ચારેતરફ લોન છે. બધા માણસો પણ અહીં એક સર્વન્ટ ક્વાર્ટર માં જ રહે છે. તો આવી ધૂળ કેમ?કેમ કે અહીં બહાર નું કોઈ આવતું નથી.સવારે જે સ્ટાફ આવે તે સીધો રાતે ઘરે જાય.અને રાત નો સવારે.બહાર ક્યાંય આવી ધૂળ કે માટી છે જ નહીં.

એટલે બંને ને એ દરવાજા પાછળ નક્કી કાંઈક છે,એવું લાગ્યું.અને બંને યોગ્ય મોકા ની રાહ જોવા લાગ્યા.જેથી તે રહસ્ય જાણી શકાય.તે બપોરે જ ગનીભાઈ કૃપા ને મળવા આવ્યો.અને આ વખતે કૃપા માટે એક લાલ સાડી લાવ્યો હતો.

"જુઓ તમે દરેક વખતે આ રીતે ભેટ લાવો એ મને પસંદ નથી.એક તો આમ પણ અમે તમારી માથે પડ્યા છીએ. કૃપા એ ગનીભાઈ ને કોઈ સંબોધન વગર મીઠાશ થી કહ્યું.

"તમે વારેવારે આવું ના બોલો.મને તો તમારું આવવું ખૂબ જ ગમ્યું છે."ગનીભાઈ આજ તો કૃપા પર પૂરો ઓળઘોળ હતો.કેમ કે આજ તો કૃપા ખૂબ જ સુંદર લાગતી હતી. આજે કૃપા એ બ્લુ રંગ ની સાડી પહેરી હતી,કાન માં મોટી સાદી ગોળ કળી,અને મેચિંગ ની બંગડી અને બિંદી કર્યા હતા.

કૃપા એ ગનીભાઈ માટે સરબત પોતાની જાતે બનાવી ને આપ્યું.ગનીભાઈ એક જ શ્વાસ માં બધું પી ગયા.

"આ સાડી તમને ખૂબ જ સુંદર લાગશે.તમે પહેરશો તો મને ગમશે."તેને જતા જતા કહ્યું.

"તમે પસંદ કરી છે ને?તમારી પસંદગી નું પૂછવું જ શુ."કૃપા એ મીઠો ટહુકો કર્યો.

અને ગનીભાઈ તો પાણી પાણી થઈ ગયા.કમને ત્યાંથી નીકળ્યા સાથે પોતાના માણસો ને બોલાવી ને બધી પૂછતાછ પણ કરી.

ગનીભાઈ નો એક વિશ્વાસુ અને ખાસ માણસ હતો,જે ગનીભાઈ ની રગેરગ જાણતો .ગનીભાઈ નો ચેહરો જોઈ તે હસવા લાગ્યો.એટલે ગનીભાઈ તેને ખોટું ખીજાયા.

"કેમ આટલું હસવું આવે છે?"

"કાઈ નહિ આતો ભાભી આજે ચાંદની ની શ્રીદેવી જેવા લાગતા તા એટલે"પેલા એ હસતા હસતા કહ્યું.

"અરે ડફફર ચાંદની નહિ મિસ્ટર ઇન્ડિયા ની શ્રીદેવી લાગતી હતી"અને ગનીભાઈ મન માં રાજી થતો થતો ચાલ્યો.

તે રાતે કૃપા અને કાનો જમીને પોતપોતાના રૂમ માં સુવા નો ડોળ કરતા જાગતા પડ્યા હતા.થોડીવાર પછી કાના ના મોબાઈલ માં મેસેજ આવ્યો.તેને ધીમે થી બહાર જોયું તો બહાર જે ગુંડા હતા,તેમાંથી અર્ધા સુવા ચાલ્યા ગયા હતા. અને બીજા સુવાની તૈયારી માં હતા.કાના એ કૃપા ને મેસેજ કર્યો.એટલે બંને એ ફરી થોડીવાર રાહ જોઈ.થોડીવાર માં બીજા ગુંડા પણ ઝોકા ખાવા લાગ્યા.કૃપા ધીમેથી દબાતા પગલે કાના ના રૂમ માં ગઈ.કૃપા એ બારે પહેરો દીધો અને કાનો તે દરવાજા માં અંદર ગયો.આજે સવારે જ એ દરવાજો ખોલ્યો હતો,એટલે નક્કી કંઈક તો હોવું જોઈ. કાનો પૂરેપૂરી સાવચેતી થી દબાતા પગલે અંદર ગયો.તેને જોયું કે અંદર જુના સમાન ની વચ્ચે એક બીજો નાનો દરવાજો દેખાઈ છે.તેને આશ્ચર્ય થયું .

આ તરફ કૃપા બહાર પહેરો દેતી ચારેકોર ધ્યાન રાખતી હતી.અને અચાનક જ કંઈક અવાજ થયો.કૃપા ચમકી ગઈ.તેને લાગ્યું કોઈ તેની પાછળ છે,જેવી તે પાછળ ફરી કે.....


(શુ હશે એ દરવાજા પાછળ?શુ કાનો અને કૃપા તે રહસ્ય જાણી શકશે કે કોઈ તેને પકડી પાડશે?કોણ હશે કૃપા ની પાછળ.શુ હશે રામુ નું આગલું પગલું.)

આરતી ગેરીયા