Krupa - 22 books and stories free download online pdf in Gujarati

કૃપા - 22

(અગાઉ આપડે જોયું કે કાનો ભોંયરા માં રહેલી છોકરી ને છોડાવવા ગુંડા ને વાતું એ વળગાડે છે,અને કૃપા અને કાના એ ઉમિ ને તો ભગાવી પણ દીધી,પણ ત્યાં કોઈ આવ્યું લાગે છે? કોણ છે એ..)

ઉમિ ને ત્યાંથી ભગાવી બંને ની આંખ માં એક સંતોષ હતો,પણ ત્યાં જ કોઈ નો પગરવ સાંભળતા બંને ચોકયાં. કૃપા એ ચારે કોર નજર ફેરવી તો ફાર્મહાઉસ ની એક દીવાલ ઠેકી ને રામુ આવ્યો હતો.સાથે કોઈ બીજું પણ હતું.

"મને જોઈ ને તને દુઃખ થયું હશે ને?અને એ પણ આટલી જલ્દી અહીં પહોંચી ગયો.તને તો વિશ્વાસ જ નહીં હોય કે હું અહીં આવી જઈશ."આમ કહી રામુ હસવા લાગ્યો

તેને હસતો જોઈ ને કૃપા સામે હસવા લાગી.તો રામુ ચૂપ થઈ ગયો.

" આ સરનામું પણ મેં જ તને આપ્યું તું.ભુલી ગ્યો મેં કીધું જ હતું કે હું ક્યાં જાવ છું.બાકી મારી મદદ વગર તુ અહીં સુધી પહોંચી શકે એવી બુદ્ધિ તારી પાસે નથી."કૃપા એ
તેને મહેણું માર્યું.કાનો આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યો.

રામુ તેની વાતથી વધુ ઉશ્કેરાયો.અને તેના સાથી ને કૃપા ને કાના ને પકડવા ઈશારો કર્યો.પણ કાનો એમ કઈ ગાજયો જાય એવો નહતો.અને કૃપા પણ જબરી અને કાના પાસે પેલી બેહોશ કરવાની દવા પણ હતી.એટલે કાના એ બંને ને એ સુંઘાડી દીધી.હવે બંને એ રામુ અને પેલા માણસ ને નીચે ભોંયરા માં લઇ ગયા.અચાનક કાના ને શુ સૂઝ્યું તે દોડી ને ઉપર ગયો.કૃપા ને થયું કે કોઈ આવી ગયું કે શું?પણ ત્યાં જ કાનો એક ચુની લઈ ને આવ્યો અને રામુ ને પલંગ પર સુવડાવી તે ચુની વીંટાળી દીધી.જાણે ઉમિ સૂતી હોઈ.બંને જોઈ ને હસવા લાગ્યા.પેલા માણસ ને બંને એ ત્યાં જ એક સોફા પાછળ છુપાવી દીધો.

બંને તે કામ પતાવી જલ્દી ઉપર આવ્યા.ઉપર આવી ને જોયું તો હજી બધા ભાન માં નહતા આવ્યા.એટલે ફરી એકવાર કાનો ભોંયરા માં ગયો.

" કેમ નીચે ગયો તો"કૃપા એ બેબાકળી બની પૂછ્યું

કાના એ હાથ માં રહેલા ઈન્જેકશન બતાવ્યા."પેલા બંને હવે કાલે સાંજ પેલા નહિ જાગે.ત્યાં ફરી કાંઈક કરી લઈશું"કાના એ હસતા હસતા કહ્યું.

પછી બંને પોતાના રૂમ માં જઇને સુઈ ગયા.જેથી એવું લાગે કે તેઓ પણ બેભાન હતા.કૃપા પોતાના અત્યાર સુધી ના સફર નો વિચાર કરતી હતી કે, હું એક નાના ગામ માંથી ક્યાં પહોંચી ગઈ.તેને નરેશ નું પોતાની સાથે કરેલું કૃત્ય યાદ આવતા જાણે મન માં કડવાશ ભરાઈ ગઈ.એ નરેશ જ મારી આ દશા નો જવાબદાર છે.નહિ તો મને ઘર માં પુરવામાં ના આવી હોત.ના હું રામુ ની વાત માં આવી હોત. કે ના તો એની સાથે ભાગી ને અહીં આવી હોત.

કૃપા ને મુંબઇ આવ્યા પછી ના એક એક દિવસ યાદ આવી ગયા.બસ આ બધી યાદ માં એક કાના ને મળ્યા નો દિવસ સારો છે.અને એ બધી યાદો પણ.કાના એ કરેલી દરેક મદદ પણ કૃપા ને યાદ આવી.અંતે આજ તેને તેનું ઘર અને મા બાપ સાંભર્યા હતા.એને પોતાની બહેનો પોતાનું ગામ પણ બહું યાદ આવતા હતા.છેલ્લા ઘણા સમયથી એ કોઈ ને જોયા પણ નહતાં,કે ના તો એમની સાથે કોઈ વાત થઈ હતી.

કૃપા ને કાના એ કરેલી મદદ પણ યાદ આવી.અને જ્યારે તેઓ ઘરે થી નિકળા ત્યારે કાના એ પોતાની સાથે પેલું બોક્સ કેમ લીધું એ પણ આજે સમજાય ગયું.કાના એ રામુ ની જે દશા કરી એ યાદ આવતા કૃપા ને હસવું આવી ગયું.બસ હવે કાલ નો પ્લાન સફળ થઈ જાય તો પછી ઉપાધિ પુરી.આમ વિચાર કરતી કૃપા ઊંઘી ગઈ.

આ તરફ બધા ગુંડાએક પછી એક જાગ્યા.તેમાનો એક કૃપા ના રૂમ તરફ ભાગ્યો,બીજો કાનાના અને એક જે કાયમ જાતો તે જ ભોંયરા તરફ ભાગ્યો.જોયું તો કૃપા અને કાનો સુતા હતા.અને પેલા એ પણ કહ્યું કે ભોંયરા માં બધું બરાબર છે.બધું બરાબર જોઈ બધા એ આ વાત ગનીભાઈ સુધી ના પહોંચે એ નક્કી કર્યું.

(શુ થશે જ્યારે ગનીભાઈ ને ઉમિ વિશે ખબર પડશે?અને શુ કામ કૃપા કાલ ની રાહ જોવે છે?એવું શું થવાનું છે કાલે!
જાણવા માટે વાંચતા રહો...)

આરતી ગેરીયા...