Krupa - 24 books and stories free download online pdf in Gujarati

કૃપા - 24

(અગાઉ આપડે જોયું કે ગનીભાઈ કૃપા ને પોતાના મન ની વાત કહેવા માગે છે.એટલે કૃપા ને માટે ભેટ લઈ ને જાય છે.અને કાના એ ત્યાંના બધા માણસો ને તો પોતાની વાત માં ભરમાવી રાખ્યા છે.હવે આગળ...)

ગનીભાઈ પોતાના બધા માણસો ને મળી ને ફાર્મહાઉસ ની અંદર જાવા ઉતાવળાં થયા હતા.ગનીભાઈએ જેવો ઘર માં પગ મૂક્યો કે તેમને સામે કૃપા જ દેખાઈ.કૃપા હજી નાહીં ને નીકળી હતી.તેના ભીના વાળ માંથી પાણી ટપકતું હતું,ચેહરા પર હજી ક્યાંક પાણી ની ભીનાશ હતી,અને પાણી ટપકવાને લીધે તેની લાલ કુરતી કમરેથી ભીની થઇ ગઇ હતી.લાલ કુરતી સાથે કાળી સલવાર પહેરેલી કૃપા ખૂબ જ સુંદર લાગતી હતી,અને હજી તેને દુપટ્ટો રાખેલો નહતો,એટલે વાળ ની ભીનાશને લીધે તેના ઉરજો સપષ્ટ દેખાઈ રહ્યા હતા.ગનીભાઈ તો કૃપા ના રૂપ નું રસપાન કરતો જ રહેત,પણ વચ્ચે શંભુ એ તેને ટોક્યો.અને કૃપા આવું એમ કહી ને તેના રૂમ માં જતી રહી.બધા ગનીભાઈ ની સાથે મજાક કરતા હતા કે આજે તો તમે ભાભી સાથે મેચિંગ કર્યું.ગનીભાઈ પણ મન મા રાજી થતો હતો.

ત્યાંજ કાનો આવ્યો અને તેને પોતાના રૂમ માં આવવાનું કહ્યું.પણ ગનીભાઈ ત્યાં હોલ મા જ બેસી રહ્યા.થોડી જ વાર માં કૃપા આવી.કૃપા એ ગનીભાઈ એ આપેલી લાલ સાડી સાથે કાળું બ્લાઉઝ પહેર્યું હતું.વાળ ખુલ્લા હતા,અને કપાળ માં લાલ ચાંદલો કર્યો હતો,હાથ માં લાલ અને કાળી બંગડીઓ નો ચુડો પહેર્યો હતો,અને પગ માં રહેલી ઝાંઝરી નો અવાજ મધુર હતો.કૃપા આજે સોળ શણગાર સજી ને ગનીભાઈ ને રીઝવવા આવી હતી.કૃપા આમ તો કઈ ખાસ રૂપાળી નહિ, પણ અહીં આવ્યા પછી એનું રૂપ પણ ખીલ્યું હતું,અને શરીરે પણ ભરાવદાર થઈ હતી. ગનીભાઈ તો બસ એને જોયા જ કરતો હતો.

કૃપા એ ત્યારબાદ આખા ફાર્મહાઉસ માં ધૂપ ફેરવ્યો, અને પછી પોતાના રૂમ માં રહેલા ભગવાન ને દિવા કરી ને આરતી ગાય.ગનીભાઈ અને બાકી રહેલા બધા તેના પર ઓળઘોળ થઈ ગયા.ત્યારબાદ તેને બધા ને પ્રસાદ અને આરતી પણ આપ્યા.છેલ્લે ગનીભાઈ ને પ્રસાદ આપ્યો અને પૂછ્યું.

"ક્યારે આવ્યા તમે?"કૃપા ના અવાજ માં હક વર્તાતો હતો.

"રાતે...રાતે આવ્યો.થોડું મોડું થઈ ગયું હતું."ગનીભાઈ પહેલીવાર થોથવાઈ ગયો.

"એટલે જ આંખ માં ઉજાગરા વર્તાય છે."કૃપા એ ફરી ઠાવકાઈથી કહ્યું.

"ના ના હા..હા એ તો એમ જ"ગનીભાઈ આજે તો કઈ હોશ મા જ નહતાં.

"સારું ચાલો આજે મેં બધા માટે નાસ્તો બનાવ્યો છે.તો સાથે બેસીએ".એમ કહી કૃપા ત્યાંથી રસોડા માં ચાલી ગઈ.બધા તેની પાછળ દોરવાયા.કૃપા એ ગનીભાઈ ને આગ્રહ કરી ને નાસ્તો કરાવ્યો.કેમ કે તેને બધો નાસ્તો ગનીભાઈ ની પસંદ નો જ બનાવ્યો હતો.શંભુ અને બાકી બધા આજે ગનીભાઈ ને જોતા રહ્યા,અને મન માં હસતા હતા.કાનો તો કૃપા ની એક્ટિંગ જોઈ ને વારે વારે બધા ની નજર ચૂકવી અને એના વખાણ કરી લેતો.

નાસ્તો કરી ને બધા બેઠા હતા.એટલે કૃપા એ ત્યાં જ ચોકી કરતા એક માણસ ને બોલાવ્યો.અને એને કંઈક આપ્યું,અને ધીમે થી એના કાન માં કંઈક કહ્યું.ગનીભાઈએ તે જોયું અને તેને પેલા ને બોલાવ્યો.

"શુ છે તારા હાથ માં?કોને આપ્યું?ગનીભાઈ એ ઉત્સુકતા થી પૂછ્યું.તો પેલા એ પણ ગનીભાઈ ને ચીડવવા માટે પેલા તો કઈ ના બતાવ્યું.પછી ગનીભાઈ જરા ગુસ્સા માં આવ્યા તો કહે "એ તો મારી અને ભાભી વચ્ચે ની વાત છે,તમને શું કામ કહું".તેની વાત સાંભળી ગનીભાઈ મન મા તો રાજી થયા પણ ઉપરછલ્લો ગુસ્સો બતાવતા ફરી પાછું પૂછ્યું."અરે બતાવ"ત્યારે પેલા એ કહ્યું કે "એ તો તમારા નામે મંદિર માં પ્રસાદ ચડાવવાનો છે.એના માટે પૈસા છે."
આ સાંભળી ગનીભાઈ એ શંભુ સામે જોયું અને બંને ખૂબ રાજી થઈ ગયા.આજે ગનીભાઈ ને એવું લાગ્યું કે કોઈ તો છે,મારા માટે પ્રાર્થના કરવા વાળું.તેમને ફક્ત દૂરથી કૃપા સામે જોયું,તો કૃપા શરમાયને તેના રૂમ માં ચાલી ગઈ.

થોડીવાર માં ગનીભાઈ જાવા નીકળતા હતા.ત્યારે કૃપા એ કહ્યું"આજે રોકાઈ જાવો તો સારું"ગનીભાઈ ની ઈચ્છા તો હતી પણ એક કામ ને લીધે સાંજે આવીશ તેમ કહી ને નીકળી ગયા,અને જતા જતા કૃપા ને ગજરો આપ્યો.

(ગનીભાઈ અને કૃપા ના લગ્ન શક્ય છે?રામુ નું શુ થશે?અને કાનો!એનું આ સંબંધ પર શુ કહેવું હશે જોઈશું આવતા અંક માં...)

આરતી ગેરીયા..