Midnight Coffee - 13 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 13 - એનું હાસ્ય....

નિશાંત : ઘર ની યાદ આવી રહી છે??
નિશાંત તેની બાજુમાં આવી ઉભો રહે છે.
રાધિકા : હંમ.
રાધિકા ક્યારની બસ રૂમની બારીમાંથી બહાર જોઈ રહી હોય છે.
નિશાંત : આજે આપણો અહીં ત્રીજો દિવસ છે.
આજે તું કહે તે કરીએ.
રાધિકા : હંમ.
તે નિશાંત સામે જોયા વિના ફરી એ જ જવાબ આપે છે.
નિશાંત : ભૂખ લાગી છે??
રાધિકા : હંમ.
નિશાંત તેના વર્તન ની બરાબર નોંધ લે છે.
નિશાંત : ગીત ગાવું છે??
રાધિકા : હંમ.
નિશાંત : રાધિકા....
તે રાધિકા ના ખભા પર હાથ મૂકી તેને જરા હલાવે છે.
રાધિકા તરત નિશાંત તરફ જુએ છે.
રાધિકા : બોલો....
નિશાંત : કઈ નહી.
રાધિકા : કઈ જોઈએ છે તમારે??
નિશાંત : તું બારી ની બહાર શું જોઈ રહી હતી??
રાધિકા : કઈ નહી.
તે સાદો જવાબ આપે છે.
નિશાંત : બહાર આવીશ??
ગામની માં લટાર મારવા??
રાધિકા : ચાલો.

રાધિકા : નિશાંત....
આ જુઓ.
એક નાનું વાછરડું તેની માઁ ના આચળ માંથી દૂધ પી રહ્યુ હોય છે અને તેની માઁ તેના પર વ્હાલ વરસાવી રહી હોય છે.
બંને ના ચહેરા પર આ દ્રશ્ય જોઈને મુસ્કાન આવી જાય છે.
સહેજ વાર તેમને નિહાળ્યા બાદ બંને આગળ વધે છે.
નિશાંત : કોઈ ની આંખ માં તો આંસુ આવી ગયા હતા....
રાધિકા : તેમનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગઈ.
નિશાંત : હું ઝાડ પર થી ચીકુ તોડું તું ઝીલી લઈશ??
રાધિકા : આઈ એમ નોટ શ્યોર.
નિશાંત : લેટ્સ ટ્રાય.
રાધિકા : ઓકે.
નિશાંત મુસ્કાય છે.

રાધિકા ના હાથમાં ખજૂરી ના પાંદડા ની પેટી આપી નિશાંત ચીકુ ના ઝાડ પર ચઢી જાય છે અને ચીકુ તોડી તોડી નીચે રાધિકા તરફ નાખવા લાગે છે.
રાધિકા દોડી દોડીને ચીકુ કેચ કરતી જાય છે.
તેમને આમ કરતા જોઈ ગામના બાળકઓ પણ તેમની સાથે જોડાય છે અને બાળકઓ સાથે રાધિકા નો હસવાનો અવાજ નિશાંત ને સંભળાય છે.
નિશાંત : ચાલો, સરસ.
એ હસી તો ખરી.
ત્યા રાધિકા નીચે થી બોલાવે છે.
રાધિકા : નિશાંત....
નિશાંત : હા....
રાધિકા : હવે નીચે આવી જાઓ.
ઘણા ચીકુ ભેગા થઈ ગયા.
નિશાંત : હા, આવ્યો.
તે નીચે ઉતરી જાય છે.
બંને એક બીજા સામે જોઈ મુસ્કાય છે.
________________________________________________

પૂર્વી : હાય રાધિકા.
રાધિકા : હાય.
પૂર્વી : શું કરી રહ્યા છો તમે બંને??
રાધિકા : ચીકુ ખાઈ રહ્યા છીએ.
પૂર્વી : નાઈસ.
રાધિકા : લો....આ નિશાંત હાથ ધોઈ ને આવી ગયા.
તેમને આપુ.
પૂર્વી : એ તું નિશાંત ને મારી સામે " તમે " નહી બોલ યાર.
મને અજીબ લાગે છે.
એવું લાગે છે જાણે તે કોઈ અંકલ હોય.
રાધિકા હલકું હસે છે અને ફોન નિશાંત ને આપી દે છે.
પૂર્વી : હાય નીશુ.
નિશાંત : નીશુ??
સાંભળી રાધિકા ને હસવું આવે છે પણ તે તેના મોઢા પર હાથ મૂકી રોકી લે છે.
નિશાંત તે જુએ છે.
રાધિકા અને નિશાંત ની નજર મળે છે.
રાધિકા તરત ઉભી થઈ નીચે આવતી રહે છે.
નિશાંત : આ નીચે કેમ ગઈ??
પૂર્વી : કોણ??
નિશાંત : રાધિકા.
પૂર્વી : એ એટલા માટે કે પછી હું તારી સાથે જેની વિશે વાત કરી શકું.
નિશાંત : જલ્દી બોલ.
પૂર્વી : મે તેને મળવા નો પ્રયાસ કર્યો આજે.
પણ બહુ નજીક થી મળી નહી શકી.
તેનો વન ડે ઈન્ડિયન કુકિંગ નો ફ્રી બેસિક વર્કશોપ હતો.
નિશાંત : ન્યુ યોર્ક માં??
પૂર્વી : ના, જાપાન માં.
ઓબ્વ્યસલી અહીંયા ન્યુ યોર્ક માં.
નિશાંત : પછી??
પૂર્વી : સારું શીખવાડે છે.
નિશાંત : હવે તેને મળવું હોય તો??
પૂર્વી : મળવામાં મને કોઈ વાંધો નથી.
પણ હું તેની સાથે વાત શું કરીશ??
નિશાંત : પણ એને એકલા મળવાનું શક્ય છે કે નહી??
પૂર્વી : એ જેની મૅડમ પર આધાર રાખે છે.
મૅડમ ફ્રી હોય તો મળી શકાય નહિતો નહી.
કારણ કે મૅડમ ઓનલાઇન પણ લાઇવ કુકિંગ ક્લાસ ચલાવે છે.
નિશાંત : ઓહ!!
સારું કહેવાય.
પૂર્વી : હમણાં જ મને એક વિચાર આવ્યો.
હું તેના પર્સનલ વન ટુ વન ઓનલાઇન કુકિંગ ક્લાસ જોઈન કરી લઉં.
મને થોડું વધારે શીખવા પણ મળી જશે અને એ ખાસ વાત પણ થઈ જશે.
નિશાંત : તે તારી સાથે વાત કેમ કરશે આના વિશે??
પૂર્વી : કરશે.
નિશાંત : પણ આવું કરવું ઠીક રહેશે??
પૂર્વી : કરીને જોઈએ.
નિશાંત : પૂર્વી, આ બહુ નાજુક બાબત છે.
ધ્યાન રાખવું પડશે.
પૂર્વી : હા.
નિશાંત : કદાચ એવું પણ બને કે જાણ્યા પછી એ તારી સાથે ક્લાસ આગળ નહી વધારે.
પૂર્વી : બની શકે છે.
પણ મારે આ ચાન્સ લેવો છે.
નિશાંત : રાધિકા તેની વાત કરવા પણ તૈયાર નથી.
પૂર્વી : તો નહી કરતો.
નિશાંત : કદાચ તે પણ તૈયાર નહી હોય.
પૂર્વી : તેમણે તૈયાર થવું તો પડશે ને.
નિશાંત : તને જેમ ઠીક લાગે તેમ કર.
પૂર્વી : રાધિકા ઠીક છે??
નિશાંત : હા, આજે તો તે ગામના બાળકઓ સાથે રમી અને ઘણું હસી.
નિશાંત ખુશ થતા કહે છે.
પૂર્વી મુસ્કાય છે.
પૂર્વી : આ તો ઘણી સારી વાત છે.
નિશાંત : હા.
તારા પપ્પા કેમ છે??
પૂર્વી : સારા છે.
નિશાંત : તારી એક્ઝામ ની નવી ડેટ આવી??
પૂર્વી : હજી નથી આવી.
એટલે એવું લાગે છે જાણે ફસાય ગઈ છું અહીંયા.
નિશાંત : હવે તો કિરણ છે ને.
પૂર્વી : અમારી પહેલી ફાઇટ થઈ આ કુકિંગ વર્કશોપ માં જવા બાબતે.
નિશાંત : કેમ??
પૂર્વી : નથી મૂડ એ કહેવાનો.
પછી વાત કરીશું.
આવજે.
પૂર્વી ફોન મૂકી દે છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.