A..who .. ?? books and stories free download online pdf in Gujarati

એ..કોણ..??

રચના એક આઠ વર્ષ ની નાની બાળ.હજી તો દુનિયા અને દુનિયાદારી થી સંપૂર્ણ અજાણ.ઘર માં એનો નાનો ભાઈ મમ્મી પપ્પા ઉપરાંત ભાભુ ભાઈજી અને દીદી તથા મોટાભાઈ એટલા લોકો રહે.ખૂબ જ મોટા ઘર માં બધા સંપી ને રહે,અને બાળકો વચ્ચે તો એટલો પ્રેમ કે કોઈ કહે જ નહીં કે આ અલગ અલગ માતા ની સંતાન છે.ક્યારેક તો એવું થાય કે બંને દેરાણી જેઠાણી માંથી કોઈ એક બહાર જાય તો બીજી ના સંતાનો પણ એની સાથે જાય એવો પ્રેમ.

રચના ના ઘર ની પાછળ મોટો વડલો,જુના જોગી જેવો એ વડલો દિવસે પણ ભયંકર ભાસે,અને રાતે તો ખૂબ જ ડરામણો લાગે.રચના આખો દિવસ બસ રમતી જ રહે, અને તે અને તેનો નાનો ભાઈ એ વડલા તરફ ના જાય એટલે ઘર ના મોટો લોકો એ તે વડલા માં કઈ અજુગતું થાય છે,એટલે એ તરફ ના જવું એવું કીધું હતું.પોતાના મોટાભાઈ બહેન પાસેથી પણ રચના એ આવું જ સાંભળેલું.

એ વડલા ની આસપાસ જવાનું આમપણ બધા ટાળતા.રચના નો સુવા નો રૂમ તે વડલા થી વધુ નજીક આવતો,ઘણીવાર પક્ષીઓ ના ફડફડાટ નો અવાઝ આવતા રચના ડરી ને જાગી જતી.પણ એક દિવસ એવું બન્યું કે..

રચના રાતે તેના મમ્મી પપ્પા અને ભાઈ સાથે રૂમ માં સૂતી હતી,રચના ને હજુ ઊંઘ આવતી જ હતી કે અચાનક કોઈ નાનું ગલુડિયું બોલતું હોઈ તેવો અવાઝ આવ્યો,રચના પહેલા તો ડરી ગઈ,પણ પછી પોતાની મમ્મી ને પકડી ને સુઈ ગઈ.સવારે તેને જોયું પણ આસપાસ માં ક્યાંય કોઈ ગલુડિયું પણ નહતું કે કોઈ કુતરી પણ નહતી.

બીજી રાતે રચના સુઈ ગઈ અને ફરી તેવો જ અવાઝ આવવા લાગ્યો,પણ આ વખતે સાથે કોઈ સિટી વગાડતું હોઈ તેવું પણ લાગતું હતું.રચના ઊંઘ માં પણ ખૂબ ડરી ગઈ.અને તેની મમ્મી ને જોરથી પકડી લીધી,અચાનક હાથ પર જોર પડવાથી તેની મમ્મી પણ જાગી ગઈ,અને ઊંઘ માં જ રચના ને વહાલ કરી સુવડાવી દીધી.તે અવાઝ પણ બંધ થઈ ગયો.

આવું સતત ત્રણ ચાર રાત ચાલ્યા કરતું,રચના ઘર માં કોને આ વાત કહેવી તે બાબતે મુંજાતી હતી,તે રમવા ને બદલે ઘર માં જ ગુમસુમ રહેવા લાગી.તેના પપ્પા ના ધ્યાન માં આ વાત આવી એટલે તેમણે રચના ને વહાલ થી પૂછ્યું.

રચુ કેમ બહાર રમવા નથી ગઈ?

રચના ની આંખ માંથી દડદડ આશું વહેવા લાગ્યા અને તેને તેના પપ્પા ને બધી વાત કહી.

અરે એમ મુંજાય છે શું?હું છું ને તારી સાથે આજ ની રાત આપડે જાણી ને રહેશું એ કોનો અવાઝ છે.અને તું તો મારી બહાદુર દીકરી છે,આવી નાની બાબત માં થોડું ડરી જવાય?

પપ્પા ના શબ્દો સાંભળી રચના માં હિંમત આવી,અને તે રાતે રચના એ તેના પપ્પા સાથે મળી અને એ અવાઝ વિશે જાણવાનું નક્કી કર્યું.તેની મમ્મી અને ભાઈ સુઈ ગયા,રચના ના પપ્પા ને પણ ઊંઘ આવતી હતી,પણ પોતાની લાડકી ના પ્રશ્ન નો અંત લાવવા તે પરાણે જાગતા હતા,અને થોડીવાર માં જ કોઈ ઝીણી સિટી નો અવાઝ ચાલુ થયો,અને પછી ગલુડિયા જેવો પણ.

રચના ના પપ્પા એ રચના ને શાંત રહેવા જણાવ્યું.અને તેના પપ્પા એ રૂમ નો દરવાજો ખોલ્યો અને બોલ્યા એ કોણ..કોણ છે?પણ કાઈ જવાબ મળ્યો નહિ,રચના તો બીક ની મારી થરથરતી હતી.ત્યારબાદ તેના પપ્પા ફરી રૂમ માં આવ્યા અને આંખ થી રચના ને કાઈ જ નથી એવો ઈશારો કર્યો.પણ અવાજ હજુ આવતો હતો,એટલે તેના પપ્પા એ દરવાજો બંધ કરી રચના ને પોતાની પાસે લઈ અને તેના મમ્મી ની નજીક લઈ ગયા,જેમ જેમ રચના તેના મમ્મી ની નજીક જતી હતી,તેમ તેમ અવાજ વધતો હતો, અને જોયું તો રચના ના ભાઈ ને શરદી થઈ ગઈ હતી અને તેના નાક માંથી એ અવાઝ આવતો હતો.

રચના તેના પપ્પા ની સામે જોઈ રહી,અને તેના પપ્પા જોરથી હસવા લાગ્યા,તેની મમ્મી પણ જાગી ગઈ અને આ બાપ દીકરી ને હસતા જોઈ ને આશ્ચર્ય પામી,પ્રશ્નાર્થ વદને તે બંને સામે જોતી હતી,અમે રચના ના પપ્પા બોલ્યા,એ કોણ....

✍️ આરતી ગેરીયા...