Badlo - 27 books and stories free download online pdf in Gujarati

બદલો - (ભાગ 27)

અભી અને નીયા ત્યાંથી છૂટા પડીને ઓફિસ તરફ નીકળી પડ્યા...

સાંજ થઈ ચૂકી હતી....આજનો દિવસ ખૂબ જલ્દી પસાર થઈ ગયો હતો...
નીયા એને મળી ગઈ છે એવું વિચારીને અભી તો જાણે આસમાન ઉપર પહોંચી ગયો હતો ...

બીજી બાજુ નીયા ને જે કામ કરવા માટે અહી આવી હતી એની શરૂઆત કરવાની ખુશી હતી...

નીયા વહેલા ઘરે આવી ગઈ હતી...શીલા ની મદદ કરીને એણે રસોઈ કરી...
નિખિલ નો ફોન આવી ગયો હતો કે બંને ભાઈ થોડા મોડા પડશે એટલે શીલા અને નીયા બંને એ ડિનર કરી લીધું....

સાડા દસ થઈ ચૂક્યા હતા...નીયા એના રૂમમાં બેસીને કામ કરી રહી હતી...શીલા એની બાજુમાં બ્યુટી ટિપ્સ ની બુક વાંચી રહી હતી....

"આ ટિપ્સ તો સાવ કોમન છે...." શીલા એ બુક માંથી મોઢું બહાર કાઢીને કહ્યું....

"કંઈ ટિપ્સ..." લેપટોપ ઉપરથી નજર હટાવ્યા વગર નીયા એ પૂછ્યું...

"ચણાના લોટમાં ચપટી હળદર નાખવાની પછી થોડું દૂધ અને એક બે ટીપાં ગુલાબજળ ના ...મિક્સ કરીને ફેસ ઉપર લગાવાથી ગોરો, ચમકીલો અને શીલા જેવી સુંદરતા પથરાઈ છે...." બોલીને અને પોતાના વખાણ કરીને શીલા હસવા લાગી...

નીયા એ એની નજર ઉપર કરી અને શીલા તરફ જોયું ...એને ક્યાંય પણ હસુ આવ્યું નહિ...એક સેકન્ડ માટે એને શીલા એક પાગલ સ્ત્રી દેખાઈ...પરંતુ બીજી જ સેકન્ડે શીલા નો ગોરો વાન જોઇને એને એની વાત ઉપર થોડી સચ્ચાઈ દેખાઈ આવી...

" એમાં મધ નાખીએ તો એ પણ સારું કામ કરે ...." નીયા એ શીલા ને સારું લગાવવા માટે તુક્કો માર્યો...

"હા...હું દર સન્ડે ફેસપેક બનાવીને લગાવું છું...જેમાં ચણાનો લોટ , ચપટી હળદર, થોડું દૂધ, ગુલાબજળ અને મધ નો યુઝ કરું છું ...એટલે જ મારી ત્વચા એટલી નીખરેલી છે...."
બોલીને શીલા સ્માઇલ કરતી હતી અને ફરી પોતાનું મોઢું બુક અંદર નાખીને વાંચવા લાગી...

શીલા ના મોઢે શીલાના જ વખાણ સાંભળીને નીયા હવે કંટાળી ગઈ હતી...

ત્યાં જ ઘરનો બેલ વાગ્યો એટલે શીલા દોડીને નીચે આવી....અભી આવી ગયો હશે એવું વિચારીને નીયા ના ચહેરા ઉપર આપોઆપ સ્માઇલ પથરાઈ ગઈ....અને શરમાઈ ને એક લટ કાન પાછળ કરી....

અભી તો સીધો દોડીને નીયા ના રૂમ તરફ આવ્યો...રૂમ ના બારણાં પાસે અભી ને જોઇને નીયા ઉભી થઇ ગઈ અને અભી તરફ આવી...

ઘણા વર્ષો પછી બંને મળતા હોય એ રીતે એકબીજાને ગળે વળગી ગયા...અભી એ એની પકડ થોડી વધારે કઠણ કરી...

પાછળ થી આવતી શીલા બંનેને આ રીતે જોઇને ત્યાં જ સળગીને રાખ થઈ ગઈ...

એ મોઢું મચકોડી ને ત્યાંથી જતી રહી....

" હેલ્લો લવ બર્ડ્સ...." નિખિલ નો અવાજ સાંભળીને બંને છુટા પડ્યા...અને જાણે નીયા તો શરમાઈ જ ગઇ ...

" તો આપણે બંને સાથે ડિનર કરશું કે તું મોડેથી આવીશ..." નિખિલ એના નાનાભાઈ ને ચિડવી રહ્યો હતો...

અભી એ નીયા તરફ જોયું....

" નીયા , તું કહેતી હોય તો મારો ભાઈ આજે ડિનર પણ નહિ કરે..." અભી ને જોઈને નિખિલે પણ નીયા તરફ જોઇને કહ્યું...

નીયા તો ઉભી ઉભી શરમાઈ રહી હતી...

નિખિલે એનો હાથ નીયા ના માથા ઉપર મૂકીને અભી સામે સ્માઇલ કરીને ત્યાંથી નીકળી ગયો....

" ડિનર પછી આઈસ્ક્રીમ...?" નીયા ની નજીક જતાં જતાં અભી બોલી રહ્યો હતો...

નીયા એ હા માં ડોકું ધુણાવી ને અભી ને દરવાજા બહાર ધક્કો માર્યો અને દરવાજો બંધ કરી દીધો...

દરવાજા બહાર નીકળીને અભી હસવા લાગ્યો અને દરવાજા ને નીયા સમજીને ચૂંબી લીધું...અને ત્યાંથી નીચેથી તરફ ચાલવા લાગ્યો...

દરવાજો બંધ કરીને નીયા દરવાજા ને અભી સમજીને ભેટી પડી અને દોડીને બેડ પાસે આવી ને બેડ ઉપર ત્રાસી પડી...
જાણે હવામાં ઉડી રહી હોય એવી રીતે બંને હાથ બેડ ઉપર ફેલાયેલા હતા....

અગિયાર વાગે બંને આઈસ્ક્રીમ ખાવા માટે રોડ ઉપર ચાલતા નીકળી પડ્યા હતા...એકબીજા નો હાથ પાસે પાસે જુલી રહ્યો હતો એકબીજાનો હાથ પકડવા માંગતા હતા પરંતુ એમાં પણ એકબીજાની રાહ જોતા શરમાઈ રહ્યા હતા...
ક્યારેક હાથ એકબીજાને સ્પર્શી જાય તો ખુશીનો પાર રહેતો ન હતો...

આઈસ્ક્રીમ ની દુકાન પાસે આવીને બંને સફેદ ખુરશી ઉપર ગોઠવાયા...

"ચોકલેટ ઓર વેનીલા..." અભી એ પૂછ્યું...

" કેમ બે જ ફ્લેવર...." નીયા એ સામે પૂછ્યું...

" છોકરીઓને મોસ્ટ ઓફ આ બે જ ફાવે છે...." બોલીને અભી હસવા લાગ્યો...

નીયા ને પણ એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે ' અભી ની વાત તો સાચી છે એનું ફેવરીટ વેનીલા છે અને સ્નેહા નું ફેવરીટ ચોકલેટ હતું...'

"સો...." એક નેણ ઉંચો કરીને અભી એ પૂછ્યું...

" વેનીલા..." બોલીને નીયા એ નજર ફેરવી લીધી..

અભી એ સ્માઇલ કરીને ઓર્ડર આપવા માટે ઊભો થયો...

નીયા એકલી બેઠી બેઠી ત્યાં આવેલા બધા કપલ ને જોઈ રહી હતી....

" હા , હું રુહી જ બોલુ છુ ...." એની સામે બેઠી એક છોકરી ફોનમાં વાત કરી રહી હતી...

સાંભળીને નીયા ને એની ફ્રેન્ડ રુહી ની યાદ આવી ગઈ....

*
નાનપણ થી રુહી અને સ્નેહા બંને નીયા ની ખાસ બેનપણી હતી.... રુહી ભણવા માટે બહાર આવી હતી...જ્યાં એને કોઈ છોકરા સાથે પ્રેમ થયો હતો પરંતુ એ છોકરા એ રુહી ને ટાઇમપાસ કરીને છોડી દીધી હતી...અને સાચા દિલથી પ્રેમ કરતી રુહી એ સહન કરી શકી નહિ અને આત્મહત્યા કરી બેઠી...

*

" કેતન ...વેનીલા અને ચોકલેટ ફ્લેવર બંને લાવજો..." સામે બેઠેલી નવા નવા લગ્ન થયેલી છોકરી એના હસબન્ડને કહી રહી હતી...એ છોકરી ટેબલ પાસે નીયા ની સામે બેઠી હતી અને એનો હસબન્ડ કેતન ઓર્ડર આપવા માટે ગયો હતો એ અભી પાસે ઊભો હતો...

અવાજ સાંભળીને નીયા ચોંકીને વર્તમાનમાં આવી....

" ઓકે ....રુહી...." કેતન એની દૂર બેઠેલી વાઇફ ને સંભળાય એટલું જોરથી બોલ્યો...

રુહી નામ સાંભળતા જ અભી એ ઝટકા સાથે કેતન તરફ નજર કરી અને પાછળ ફરીને કેતન ની પત્ની રુહી તરફ નજર કરી ....

નીયા અભી ને આ રીતે જોઇને ત્યાંથી ઉભી થઈ ગઈ....

(ક્રમશઃ)