Sajan se juth mat bolo - 27 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 27

પ્રકરણ- સત્યાવીસમું/૨૭

‘એએએએએએએએએ....ય ને પરવીન બોલતો છું, પરવીન પાલખીવાલા.’

‘જી, આ નંબર દામોદર કાપડિયાનો છે... આપ ’
સપના આગળ બોલે ત્યાં સામે છેડેથી અવાજ આવ્યો..

‘એ કામ ચોટો અજુ લગન સુટો પયરો છે પઠારીમા. ઉઠહે ટવાર કઈ દેવા. શું નામ ટારુ પોયરી ? પ્રવીણ પાલખીવાલા બોલ્યો
‘જી, સપના.’

ખડખડાટ હસતાં પ્રવીણ બોલ્યો..

‘એ ઘેલસફો પટ્રકાર પઠારીમાં ઉંઢો પરીને સપનામાં ડૂબકી માયરા કરે, અને સપના તેના ફોનમાં બોલતી છે, લે બોલ. હવે હું ટારી જોડે હું કરવાનો હુટો ?
પ્રવીણની અરબી જેવી અવળી અને ઊંધી ભાષા સાંભળ્યા છતાં તંગદીલીની પરિસ્થતિમાં સપનાને હસવું નહતું આવતું. ફરી સપનાએ પૂછ્યું..

‘જી, તેમને મળવા માટેનું કોઈ સરનામું કહેશો મને પ્લીઝ ?

‘તે ધોબી તળાવ જોયેલું કે ? ધોબી તળાવની પછાડી પેસ્ટનજીનો મોટો બંગલો છે, ટેની સામેની ગલીમાં આઈ ને કોઈને પૂછી મેલવાનું.. કે દામોદર દરજીનું ઘર કાં આયુ ? તો કોઈ નાલ્લો પોયરુ બી ટુને બટાવી મેલહે. સમજન પરી કે ની ?
પ્રવીણે તેની ભાષામાં ઝીકે ઝીક ચાલુ રાખ્યું.

‘પણ દામોદર કાપડિયા કેટલાં વાગ્યે મળી શકે ? સપનાએ પૂછ્યું.
‘એ નક્કી ની મલે.. કેમ કે આ મારો ડામોડર કુભકરનની નવી આવરુટી છે. પણ ટમે આવી જાઓ ની. આપરે બેઉ ભેગા ઠઈને ઉઠારી મેહલું. પેલું ડીલીપ કુમારનું ગાયન ગાટા આવરે કી ની ટમુને ?... સાઠી હાઠ બડાના.. એક એકેલા ઠક જાયેગા મિલકર બોજ ઉઠાના..’ એ પછી પ્રવીણ ફરી તેની સદાબહાર રમુજ વૃતિનો સહજ પરિચય આપતાં ખડખડાટ હસવાં લાગ્યો..

‘જી ઠીક છે, આભાર.’ એમ કહી સપનાએ કોલ કટ કર્યો, નંબર ડીલીટ કરી, અજાણ્યાં વ્યક્તિનો આભાર વ્યક્ત કરીને ફોન પરત કરી દીધો.

લગાતાર આશરે બે મહિના જેવા ખાસ્સા સમયગાળા બાદ અઢળક આશા સાથે જિંદગીની નવી શરુઆત માટે સપનાએ ભર્યા નાળીયેર જેવી સ્થિતિનો તાગ મેળવવા અજાણ્યાં વ્યક્તિને કોલ લગાવ્યો હતો પણ.. પ્રવીણની વેલલાવેડા જેવી વાતોથી સપના વ્યર્ગ અને વ્યથિત થઇ ગઈ. સપનાને કુતુહલ એ વાતનું હતું કે, મહાસાગર જેવડા મહાનગરમાં કોઈ દામોદર કાપડિયા નામનો અજાણ વ્યક્તિ તેની આટલી તરફેણ કેમ કરે ? કોણ છે આ દામોદર કાપડિયા ? અને આ પાગલખાનાનો બ્રાન્ડ એમ્બેસેડર પ્રવીણ પાલખીવાલા ?


‘કોણ છે આ દામોદર કાપડિયા ? અદ્દલ આવો જ સવાલ સમીરે પણ પૂછ્યો બિલ્લુને.

‘સમીર ઐસે ઐરે ગૈરે નથુ ખૈરે, બારીશ કે મેંઢક તરહ કઈ પત્રકાર કી ઔલાદ નિકલ પડતે હૈ જોલા લે કે. અરે.. જબ દિલ્હી કા મીનીસ્ટર મેરી જેબ મેં હૈ, તો ઐસે દો કૌડી કે ફાલતું જાન ન પહેચાન જૈસે પત્રકાર સે બિલ્લુ કો ક્યા ફર્ક પડતાં હૈ ? ઔર લિખતા તો સપના કી ફેવર મેં ના ? તો હમે ક્યા તકલીફ હૈ ? છોડો ફાલતું કી બાતોં કો.’
તેની સદાબહાર અદામાં બિલ્લુ બોલ્યો.

‘હાં. યે બાત ભી સહી હૈ.’ સમીર બોલ્યો.


દામોદર કાપડિયા...
સાવ સામાન્ય બાહ્ય રંગરૂપ, સર્વ સામાન્ય ટીપીકલ પત્રકારની ઈમેજ કરતાં તદ્દન વિરુદ્ધ પ્રકારનો દામોદરનો દેખાવ. પહેલી નજરે જોતાં, તે પત્રકાર કરતાં પહેલવાન વધુ દેખાતો. સાથે સાથે કામના સમયે એટલો સ્ફૂર્તિલો પણ ખરો. કોઈપણ પરીસ્થિતને જીરવી લે પણ, તલભાર અન્યાય સહન ન કરે. પત્રકારત્વની ગાડી પણ ગાંઠના ખર્ચે ખેંચ્યે જાય. પરિવારમાં આગળ પાછળ કોઈ નહીં એટલે મન ફાવે ત્યારે ફક્કડ ગિરધારીની માફક નીકળી પડે, ખભે ખાદીનો ઝોળો ટેકવીને પરદુઃખ ભંજનનું પાત્ર ભજવવા. અને કયારેક મોડી રાત્રે આવે કે નીકળે ત્યારે પ્રવીણની નજરે ચડે તો પ્રવિણ ખભા પર ખાટલો બાંધવાની સિંદરી લટકાવીને લલકારતો પણ ખરો... ‘અઢેરી રાટો મેં...

પ્રવીણ પાલખીવાલા...
દામોદરનો પડોશી અને પરમ મિત્ર પણ ખરો, સાવ અજાણ્યાં સાથે પણ સદાય તેની જીવંત પ્રકૃતિનો પરિચય આપતાં વાર્તાલાપનો આરંભ કરે. ગઈકાલે વ્હેલી સવારે ચાર વાગ્યે દામોદર ઘરે આવેલો તેથી ઘસઘસાટ ઊંઘમાં હતો, એટલે સપનાનો કોલ પ્રવીણે ઉચકાતાં તેની સદબહાર અદામાં મોજીલા મસ્તરામની માફક દે ધનાધન કર્યે રાખી.


આ તરફ.. એક દિવસ..

ફરજ પરથી ફરજીયાત બરતરફ થયા બાદ, ઘવાયેલા આત્મસન્માન અને મેરેથોન જેવી માનસિક મથામણના મણ એકના ભારના થાકથી ફાંફી અને મનોમન હારી ગયેલાં સૂર્યદેવ અને દિલાવરખાન દરમિયાન અગાઉથી નિર્ધારિત સમય અને સ્થળ પર રૂબરૂ મુલાકાત થઇ.

સૂર્યદેવના તૂટેલા મક્કમ મનોબળનું રેખા ચિત્ર તેના માયૂસ ચહેરા પર સાફ સાફ દેખાઈ આવતું હતું... એ જોઈને દિલાવરે પૂછ્યું.
‘ક્યા સાબ જી, ઇતની જલ્દી હાર માન લી. ?’

‘ઉપર જા કે મેં સાહિલ કો ક્યા મુંહ દિખાઊંગા, દિલાવર ? ઔર સચ તક પહોંચને કી એક આખરી ઉમ્મીદ થી, ખુર્શીદ લાલા, ઉસે ભી બિલ્લુને ઠીકાને લગા દિયા.’ ઉદાસીના સૂરમાં સૂર્યદેવ બોલ્યો..

‘ઔર વો લડકી સપના કા ક્યા હુઆ, આસમાં નિગલ ગયા યા ઝમીન ખા ગઈ ઉસે.? ’ દિલાવરે પૂછ્યું.

થોડીવાર ચુપચાપ દિલાવરની સામું જોઈ રહ્યાં પછી સૂર્યદેવ બોલ્યો..
‘હથોડા તૈયાર હૈ દિલાવર...સિર્ફ લોહા ગર્મ હોને કે ઇન્તેઝાર મેં હૂં. ચલ મેરે સાથ.’
એમ કહી બન્ને રવાના થયાં.


એક દિવસ સવારે બિલ્લુના મોબાઈલ પર રીંગ રણકી..
વિશાળ બાલ્કનીમાં વહેલી સવારમાં કૂણા તડકાની મોજ માણી રહેલા બિલ્લુએ, અજાણ્યાં નંબર પરથી આવેલો કોલ રીસીવ કરતાં પૂછ્યું.
‘કૌન ? ‘

‘સાબ જી, રામ રામ, રામુ ઉસ્તાદ બોલ્ર રિયા હૂં.’
‘કૌન રામુ ? કિસ કા કામ હૈ ?

‘અરે .... બડે સાબ.. હમકા ભૂલ ગયે કાં ? વો સપના બિટિયા કો છોડ ગયે હો, વો બિલ્ડીંગ કા ચોકીદાર.’

‘અરે.. હાં.. હાં યાદ આયા.. બોલ ક્યા કામ હૈ ? બિલ્લુએ પૂછ્યું.
‘વો આપસે બાત કરના ચાહે, લો બાત કરો ઉનસે.’
એમ કહી સિક્યુરીટી ગાર્ડે ફોન આપ્યો સપનાને..
હાં, બોલ, સબ ખૈરિયત ? બિલ્લુએ પૂછ્યું
‘જી, બિલ્લુભૈયા. આપસે મિલના હૈ, કબ આ શકતે હો ? સપના બોલી.
‘બહોત જરૂરી હૈ ? બિલ્લુ બોલ્યો..
‘જી, ઉતના ખાસ નહીં.’ સપના બોલી
‘અચ્છા ઠીક હૈ, મેં શામ કે બાદ આતા હૂં.’ બિલ્લુ બોલ્યો
‘જી, ઠીક હૈ.’ એમ કહી સપનાએ ફોન ચોકીદારને આપ્યો

થોડીવારના વિચારમંથનના અંતે પણ સપનાના અચાનક મળવાના કારણનો તાગ મેળવવામાં બિલ્લુ નિષ્ફળ રહ્યો. પણ એથી’યે વધુ બિલ્લુએ એ ગહેરી ગુંચવણમાં ગૂંથાયેલો હતો કે, જો ખુર્શીદ લાલાએ સાહિલને નથી માર્યો તો.. સાહિલનો કાતિલ કોણ હોઈ શકે ? શું સાહિલની હત્યાના ગાઢ રહસ્ય પાછળ સુર્યદેવ બંધ બારણે આંધળા પાટા જેવી કોઈ છુપી ચાલ તો નથી રમી રહ્યો ને ?

ક્યાંય સૂધીના ગહન ચિંતન પછી, શાંત પડેલા સાહિલના સનસનાટી ભર્યા હત્યાકાંડના હવનમાં ભારેલાઅગ્નિ જેવી ભષ્મને હવા આપવાં સૂર્યદેવની આડમાં કાંકરી ચાળો કરીને સાહિલના અસલી કાતિલનું પગેરું શોધવાનું સુરાતન બિલ્લુને સૂજતા એક માસ્ટર ગેમ પ્લાન ઘડીને રવાના થયો તેના અગત્યના કામ માટે.

બિલ્લુની પ્રતીક્ષામાં સંધ્યાકાળ સુધી સપના બારી પાસે ચુપચાપ બેસી રહી..સાહિલની આકસ્મિક વિદાયને બે મહિના જેવો ખાસ્સો સમય પસાર થઇ ગયા પછી પણ.. સપનાની નજરમાંથી સાહિલ સાથેની એ અંતિમ મુલાકાતનું દ્રશ્ય સ્હેજે ખસતું નહતું. નિર્દોષ સાહિલના મૃત્યુ માટે સપના સ્વને મનોમન દિવસ રાત કોશતી રહેતી.

એ પછી સમજણની વયથી લઈને આજદિન સુધીના અતીતકાળના કડવા મીઠા સંસ્મરણોને વાગોળતી રહી...

સતત માતાના મમતાની ફૂંફ ઝંખતી કુમળી વયે કુદરતે અણધારી છીનવેલી માતૃત્વની છત્રછાયાનો કારમો આઘાત, અકાળે પત્ની વિયોગ અને નીશદિન મા
વિનાની પુત્રીની ચિંતા, સાથે સાથે મહદ્દઅંશે અસ્વસ્થ રહેતા પિતા મનહરલાલની અકળ અને અવિરત દ્વિધાભરી રહેણીકરણીથી સામે નિસહાય અને લાચાર સપના, પિતાને વારસામાં મળેલી કિંમતી જમીન વિવાદમાં રાતોરાત ફૂંટી નીકળેલા કુટનીતિ અને ગૂઢ રહસ્યમયની કુંપળ મનહરલાલના ગળે એવી ભીંસાઈ કે, જીવ લીધે છુટકો કર્યો..
વજ્રઘાત જેવી તે વારદાતની રાત પછી ફરેલા સપનાના જીવનચક્રએ સપનાને કંઇક રંગો બતાવીને અંતે અંધકારમય ભાવીના માર્ગે ભાગ્યના ભરોસે છોડી દીધી..

ઉચ્ચતમ ટોચના તળ સુધીના ઊંડાણ જેટલા ગહન આત્મચિંતન પછી મક્કમ અને મજબૂત મનોબળ કરીને લીધેલાં અંતિમ અને અફર નિર્ણય બાદ આજે સાવ ડૂબવા આવેલી જીવનનૈયાને આત્મબળે પાર લાગવવાનું પ્રણ લઈને સપનાએ બિલ્લુને કોલ કર્યો હતો.

ઠીક સંધ્યાકાળ પછી સાત અને પચાસ મિનીટ પર સપનાના ફ્લેટની ડોરબેલ વાગી..
બારણું ઉઘડતાં પહેલાં સપના કશું પૂછે એ પહેલાં તેના દમદાર અવાજમાં બિલ્લુ બોલ્યો.
‘મેં હૂં.’
‘આઇયે.’ ડોર ઉઘડતાં સપના બોલી.
દાખલ થઈને ફ્લેટના બેઠકરૂમમાં બિલ્લુએ એક નજર ફેરવતાં સઘળું પહેલાની માફક સુવ્યવસ્થિત નજરે પડ્યું ફક્ત સપનાના ચહેરા સિવાય. સ્મિત વિનાનો સાવ ફિક્કો ચહેરો, નિસ્તેજ આંખો, સાડીના પરિધાનમાં બિલ્લુએ પહેલીવાર સપનાને જોઈ.

‘ક્યા લેંગે.. ચાઈ બનાઉ..યા કુછ ઠંડા લીજીયેગા ? ’
બિલ્લુ બેઠકરૂમની મધ્યમાં ગોઠવેલાં સોફા પર બેસતાં સપનાએ પૂછ્યું..

‘જબ પહેલી વાર તુજસે મિલને આયા તબ ચાઈ પી થી. ઔર આજ ભી ચાઈ હી પીઉંગા, પર તેરી મુશ્કાન કે સાથ.’ સ્હેજ હસતાં બિલ્લુ બોલ્યો..

ચહેરા પર પરાણે સ્મિતની એક આછેરી ઝલક લાવતાં સપના બોલી.
‘જી, જરૂર.’ એટલું બોલી સપના કિચન તરફ ચાલવા લાગી.

પાંચ-સાત મિનીટ બાદ કિચનમાંથી આવીને બિલ્લુની સામેની ટીપોઈ પર બે ચાઈ ભરેલાં મગ મૂકતાં સસ્મિત સપના બોલી..

‘લીજીયે.. આપ કે પસંદીદા ટેસ્ટ કે મુતાબિક બનાઈ ચાઈ.’
ચાઈનો મગ ઉઠાવી સપનાની સામું જોતાં બિલ્લુ બોલ્યો..

‘યકીન નહીં હોતા કી, યે વહી સપના હૈ, જિસ ને કભી મેરે જૈસે સનકી આદમી કો ભી સોચને પર મજબૂર કર દિયા થા ? ’ ક્યા હાલ બના રખ્ખા હૈ ? ઔર... ક્યા.. ક્યા.. કરના ક્યા ચાહતી હો તુમ ? હળવી ફૂંક માર્યા પછી ચાઈનો ઘૂંટ ભરતાં ભીતરથી ભરાયેલા બિલ્લુએ ગર્મ ચાઈની ધુમ્રસેરની સાથે તેની વ્યથા વરાળ પણ ઠાલવી.

‘પ્લીઝ, બિલ્લુ ભૈયા પહેલે આપ ચાઈ પી લીજીયે ફિર બાત કરતે હૈ.’
ટીપોઈ પરથી ચાઈનો મગ ઉઠાવતાં ભારે સ્વર અને ભીની થવા જઈ રહેલી આંખો સાથે સપના માત્ર આટલું બોલી શકી.

બેઠકરૂમમાં છવાયેલી નીરવ શાંતિ વચ્ચે બન્નેની અટકળોના પડઘા પરસ્પર અફળાતાં રહ્યાં.

ભારે મન સાથે ખાલી મગ ઉઠાવી કિચન તરફ જતાં સપના બોલી..
‘એક મિનીટ, અભી આઈ..’

એક ઊંડો શ્વાસ ભરી, છલકાવા જઈ રહેલી પાંપણ પર પાળ બાંધી બેઠકરૂમમાં આવી.. બિલ્લુ તેના મોબાઈલમાં અગત્યના મેસેજીસના પ્રત્યુતર આપવામાં વ્યસ્ત હતો... ત્યાં અચાનક સપનાએ બિલ્લુના પગ પાસે બેસી ચરણ સ્પર્શ કરતાં બિલ્લુ બોલી ઉઠ્યો...

‘અઅઅરેરે......રે યે તુમ ક્યા કર રહી હો સપના ?
મહા મુસીબતે અશ્રુધોધને રોકી રાખ્યાં છતાં, સપનામાં આંખોની કોર ભીની થઇ ગઈ.. હજુએ બિલ્લુના પગ પાસે જ બેઠી બેઠી બોલી ..

‘જબ અપને ઘરે સે વિદા હુઈ તો ન કિસી સે ઈજાજત લેની થી ઔર ન તો સર પે પ્યાર ભારે આશિર્વાદ કે સાથ કિસી કા હાથ થા. આજ ફિર જિંદગી કે એક નયે મોડ કી ઔર જાને કે લિયે આપ સે ઈજાજત ભી ચાહિયે ઔર આશિર્વાદ ભી.’

‘પહેલે તુમ ખડી હો જાઓ.. આજ પહેલી બાર કિસી ઔરતને મેરે પૈર છુએ હૈ ઔર..મેં શરમીંદગી મહેસુસ કર રહા હૂં.’ ગળગળો થઈને બિલ્લુ બોલ્યો.

‘બિલ્લુભૈયા મેરે માતા-પિતા કે બાદ મેં આપ કો અપના સબ કુછ માનતી હૂં.. ક્યા મેરા ઇતના ભી હક્ક નહીં બનતા ?
ઊભા થઇ બિલ્લુની સામે સોફા પર બેસતાં સપના બોલી.

‘પર તું કહેના ક્યા ચાહતી હૈ..? કહાં જાના હૈ તુજે ? આશ્ચર્ય સાથે બિલ્લુએ પૂછ્યું
નીચી નજરો ઢાળી થોડી ક્ષણો ચુપ રહ્યાં પછી બિલ્લુની સામું જોઈ હાથ જોડી સપના બોલી..

‘બસ, બિલ્લુભૈયા અબ મેં જા રહી હૂં, કહાં યે પતા નહીં પર, અબ ઇસ માહોલ, ઇસ જિંદગી સે તંગ આ ચુકી હૂં. યહાં હર પલ મેરા દમ ઘૂંટતા હૈ. ઔર હંસી મજાક મેં યે સાહિલ કી બેવજહ મૌત કે હાદસે ને મુજે અંદર સે જંજોડ કર તોડ દિયા હૈ. શાયદ મેરી આખરી સાંસ તક સાહિલ કી દમ ઘૂંટતી હુઈ રૂહ મુજે ચૈન સે જીને નહીં દેગી. અબ હો શકે તો મેં અપની પહેલી પુરાની વાલી જિંદગી ફિર સે જીના ચાહતી હૂં.’

‘યે તુમ્હારા આખરી ફેંસલા હૈ ? ’ બિલ્લુએ પૂછ્યું
‘બિલ્લુભૈયા.. રોજ ખુદ કો થોડા થોડા મરતે હૂએ જિંદા રખ કર, આખિર દો મહીને કે બાદ ઇસ નતીજે પર આઈ હૂં. અબ જીઉંગી યા મરુંગી તો ખુદ કે બલબુતે પર. અગર જીતે જી મેરે દામન પર લગે સાહિલ કી મૌત કે દાગ કો ધો શકી તો સમજો મોક્ષ મિલ જાયેગા.’ આટલું બોલતા સપનાનો રુદનબાંધ તૂટી પડ્યો.

બે ઘડી ચુપ રહ્યાં બાદ બિલ્લુએ પૂછ્યું..
‘અરે.. પર તું જાયેગી કહાં ? કરેગી ક્યા ? યહાં તુજે ક્યા પરેશાની હૈ ? તું બોલ તુજે ક્યા કરના હૈ ? મેં હર મદદ કરને કે લિયે તૈયાર હૂં. દુબઈ સેટ હોના હૈ ?
એકીસાથે અનેક પર્યાય સાથે પ્રશ્નાર્થની કતાર લગાવતાં બિલ્લુ બોલ્યો..

‘રહેના તો ઇસી શહર મેં હૈ પર, ઐસી જગહ જહાં ચૈન સે સાંસ લે શકું..અબ ઔર નહીં બિલ્લુ ભૈયા, આપને મેરે લિયે બહોત કુછ કિયા બસ.. એક આખરી અહેસાન કર દીજિયે, એક, દો મહિને કા ગુજારા હો શકે ઉતને પૈસો કી મદદ કર દો, મેં આપ કો પૈસે વાપસ લૌટા દૂંગી.’

‘એક ઉલટે હાથકી ઝાપડ મારુંગા કી તેરા ચોકઠાં ઘૂમ જાયેગા, અગર ફિર દોબારા ઐસી બાત કી તો સમજી. પર સપના તું... ફિર સે કોઈ નઈ મુસીબત મેં ફંસ જાયેગી ઔર..મેં વો બરદાસ્ત નહીં કર શકતા.. તુ કયું જિદ્દ કર રહી હૈ ? ’
આકરી દ્વિધામાં અટવાઈને અકળાયેલો બિલ્લુ બોલ્યો..

‘ક્યા.. ક્યા હોગા.. જ્યાદા સે જ્યાદા ? મર જાઉંગી ન ? અભી ભી કૌન સી જિંદા હૂં ?
રડતી આંખો સાથે સપનાએ પૂછ્યું..

‘મૌત તો સબ કો એકદિન આની હૈ, પર તુજે અપની મૌત કા અંદાજા નહીં હૈ, બસ ઇસલિયે તેરી ઇન બાતોં સે ડર લગતાં હૈ.. સપના યે પાગલપન છોડ દે. અગર તું સૂર્યદેવ કે હાથો લગ ગઈ તો.. વો તુજે નહીં છોડેગા. તુ ઇન્ડિયા છોડ કે કહીં ભાગ જા. સબ ઇન્તેજામ મેં કર દૂંગા.’

‘બિલ્લુભૈયા અપને ઝમીર સે દૂર તો નહીં ભાગ શકતી ના ? મુજે સૂર્યદેવ સે નહીં અપને ઝમીર સે ડર લગતા હૈ. અબ પ્લીઝ આપ મુજે અપને હાલ પર છોડ દીજિયે. મુજે ખુલકર જીના નહીં હૈ પર, સૂકૂન સે મરના હૈ.’

બે ઘડી આંખો મીચીને ચુપ રહ્યાં પછી બિલ્લુ બોલ્યો..
‘અબ તુજે રોકના અસંભવ નહીં પર બેકાર હૈ, તુને ખુદ અપની મૌત કો બુલાવા દે રખ્ખા હૈ. અફસોસ હો રહા હૈ, તેરી સોચ પર સપના.’ એમ કહી ગુસ્સામાં ઝબ્ભાના ખિસ્સામાંથી પાંચસો પાંચસોની કરન્સી નોટોનું બંડલ ટીપોઈ પર મૂકતાં આગળ બોલ્યો..

‘ફિલહાલ ઇતને હૈ, બાકી જીતના ચાહિયે બોલ દે, અભી ભીજવા દેતા હૂં,’
‘ઇતને કાફી હૈ, પર બિલ્લુભૈયા.. ઐસે નહીં હંસતે હંસતે મેરે હાથો મેં દીજિયે..’
આસું લૂછતાં સપના બોલી..

ભાવુક થઈને બિલ્લુ સપનાના હાથમાં રૂપિયાનું બંડલ મૂકતાં..બિલ્લુની સામું જોતાં સપનાએ પૂછ્યું..
‘યે ક્યા બિલ્લુભૈયા... આપ રો રહે હૈ ?’

‘સાલી.. દુનિયાભર દૌલત ઔર તાકત જો ન કર શકી વો કલ કી અંજાન લડકીને કર દિખાયા. મેં ભી રો શકતા હૂં ? મેં ભી સબ કે જૈસા એક મામૂલી ઇન્સાન હૂં ?યે તુને સાબિત કર દિયા. અબ ઔર કિતના રુલાયેગી ? આટલું બોલતાં તો મરદ મુછાળા બાહુબલી બિલ્લુની આંખે જાણે કે ચોમાસું બેઠું... અને સપનાને વળગીને બસ રડ્યાં કર્યો.’
‘કબ જા રહી હો ? કહાં જાઓગી ?’ સ્વસ્થ થયાં પછી બિલ્લુ બોલ્યો..
‘કહાં જાઉંગી યે પતા નહીં પર.. એક યા દો દિન મેં ચલી જાઉંગી.’

‘ફિર કબ મિલોગી ? ઊભા તથા બિલ્લુએ પૂછ્યું.
‘જિંદા રહી તો જરૂર મિલૂંગી.’ હાસ્ય રુદનના મીક્ષિતભાવ સાથે ફરી એકવાર બિલ્લુના
ચરણ સ્પર્શ કરતાં સપના બોલી.

સપનાને ઊભી કરી, તેના આંસુ લૂછી, માથે હાથ મૂકતાં અશ્રુભીની આંખે બિલ્લુ બોલ્યો..

‘જહાં ભી રહે, સદા કે લિયે ખુશ રહે..આબાદ રહે. તેરે લિયે બિલ્લુ કે ઘર કે દરવાજે હંમેશા કે લિયે ખુલ્લે હૈ. યાદ આયે તો ફોન કરતી રહેના,’

‘બિલ્લુભૈયા.. આપ મેરે જીવનદાતા હો, ઐસી બાત કર કે, રિશ્તે કી તૌહીન મત કીજીયે.’ સપના બોલી.

બિલ્લુને થયું કે લગલગાટ વ્હેતા લાગણીના પૂરમાં તણાઈ જાઉં એ પહેલાં ત્યાંથી નીકળી જવું બહેતર રહેશે એટલે.. એક ક્ષણ પણ પાછુ જોયાં વગર ભારે ચિત્ત સાથે ચરણ ઉપાડીને બિલ્લુ ચુપચાપ ત્યાંથી રવાના થઇ ગયો અને.... ડૂસકાંને ડામી સપના કયાંય સુધી બિલ્લુને જતાં જોઈ રહી...
બીજા દિવસે શનિવાર હતો..

સૂર્યદેવ દર શનિવારે બજરંગબલીના સાનિધ્યમાં બે-પાંચ મિનીટ માટે પણ માથું ટેકવવા અચૂક આવી જતો. નિયમિત ક્રમ મુજબ મંદિરના પરિસરની સામે આવેલી ચાની ટપરી નજીક તેનું બાઈક પાર્ક કરીને પ્રટાંગણમાં દાખલ થતા, વર્ષોની નિયમિતતાના કારણે મિત્ર સરીખા બની ગયેલાં ફૂલહારના વિક્રેતા હરિહરભાઈ પાસે આવતાં હરિહરભાઈ બોલ્યાં..

‘એ રામ રામ સાહેબ..’
‘રામ.. રામ.. કેમ છો ? સૂર્યદેવે પૂછ્યું
‘બસ..દાદાના આશિર્વાદ છે, આજે તમે ન આવ્યાં હોત તો તમને કોલ કરવાનો જ હતો.’ હરિહરભાઈ બોલ્યાં
નવાઈ સાથે શૂઝ ઉતારતાં સૂર્યદેવે પૂછ્યું
‘કેમ, કઈ ખાસ કામ હતું ?’
એટલે તેના ઝભ્ભાના ડાબી બાજુના ગજવામાંથી એક નાનું કવર કાઢીને સૂર્યદેવના હાથમાં મૂકતાં હરિહર ભાઈ બોલ્યાં..
‘પેલી ચા ની ટપરી પરથી છોકરો મને એમ કહીને આપી ગયો કે, સૂર્યદેવ સાહેબને આલવાનું છે.’

સાવ હળવું ફૂલ સફેદ રંગનું કોરું ઉઘાડું કવર સૂર્યદેવે કુતુહલવશતાથી ખોલતાં તેમાંથી અદ્દલ એ.ટી.એમ. કાર્ડ જેવું પ્લાસ્ટિકનું કાર્ડ હાથ લાગ્યું. ધ્યાનથી જોતાં સૂર્યદેવને ખ્યાલ આવ્ય કે, તે સ્લીમ પેન ડ્રાઈવ હતી.
અચરજ સાથે સૂર્યદેવે પૂછ્યું, ‘ કંઇ નામ ઠામ આપ્યું હતું આ આપનારે ?’
‘ના સાહેબ, છતાં એ ચા વાળા છોકરાને પૂછી જુઓ.’ માળી બોલ્યાં

કવર અને પેન ડ્રાઈવને આગળ પાછળ ફેરવીને કોઈ છુપી સંજ્ઞા કે સંકેતનો અણસાર ન મળતાં સૂર્યદેવને કોઈ છુપા શત્રુ કે શુભચિંતક તરફથી અણધાર્યા બનાવના આહટના ભણકારાનો અંદેશો આવવા લાગ્યો. કવર જીન્સના બેક પોકેટમાં સરકાવ્યા પછી..

ફટાફટ માળી પાસેથી પૂજાસામગ્રી લઈ, શ્રધ્ધાપૂર્વક અંજલિપુત્ર સામે નમન કરી, પુષ્પો ધર્યા, બે મિનીટ આંખો મીચીને આરાધના કર્યા બાદ, પરિસરની બહાર આવ્યાં પછી પૂછપરછ કરી પણ કોઈ સંતોષકારક ઠોસ ઉત્તર ન મળ્યો.

બાઈક પર સવાર થઇ, બાઈક દોડાવી ઘર તરફ...

ઉતાવળે બંગલામાં દાખલ થઇ, ઓફીસ વર્ક માટે બેડરૂમને અડીને બનાવેલી નાની એવી ચેમ્બરમાં એન્ટર થઇ, ત્વરિત કોમ્પ્યુટર સીસ્ટમ સાથે પેન ડ્રાઈવ એટેચ કરી..

પેન ડ્રાઈવમાં એક ઓડીઓ કલીપ હતી.. જે પ્લે થઇ..

‘મેં......ખુર્શીદ લાલા બોલ રહા હૂં...મેં અપને પૂરે હોંશોં હવાસ અપના બયાન દે રહા હૂં.’

વધુ આવતાં અંકે..